સફર - 4 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર - 4

પોતાની ટેડ ટોક માટે અમોઘાં નોંધ ટપકાવતી હતી
" આ જિંદગી તમારી છે તમારાં માટે છે, એનાં પર જો કોઈ નો હક છે તો તમારાં મા- બાપનો,કોઈનાં માટે એ જિંદગી ખોટા રસ્તે ચડાવવાનો તમને હક..." હુંફાળા સ્પર્શે તે અટકી "હવે કેટલીવાર જાગવું ચાલ સુઈ જા, અમઘાએ કોમળતાં થી એ હાથ પકડ્યાં " મા કાલની ટોક
રીલેશનશીપ પર છે એમાં શું બોલવું એ મને કેમ સુઝે તમે મદદ કરો." ...મને એવી ગતાગમ નો પડે હો..સાકરમાં બોલ્યાં" "તમે મને સલાહ આપવી હોય તો શું આપો?" અમોઘા એ એમને કાઉચ પર દોરી જતાં પુછ્યું. પછી એમનાં પગ પાસે બેસી ગઈ .

સાકરમાને થોડી નવાઈ લાગી તેણે એનાં વાળ પસવારતાં કહ્યું " તું તારાં માટે તો નથી પુછતી ને! કાલે ગઈ' તી તે કોઈ મળ્યું?" " ના રે ગમી ગયું એવું તો નથી.હા કોઈ મળ્યું ખરૂં, મને મદદકરનાર " તો વાત એમ છે? " મા એવું નથી એમ કોઈ મને ગમી જાય એવું પણ ન બને..હા પહેલીવાર મેં એવો પુરુષ જોયો જેની આંખોમાં મારાં માટે આકર્ષણ હતું છતાં એનાં વ્યવહારમાં એટલી સભાનતાં
હતી જાણે વર્તાવા જ નહોતું દેવું. એ થોડું અલગ લાગ્યું.મને તો નામેય યાદ નથી."..

આડા પાટે ગાડી ન ચડાવો મારાં વિચારો તો સ્પષ્ટ છે મને બસ મારી પેઢી માટે કહો." મેં જોયું તમારી પેઢી સાવ નમાલી સામેવાળા પર પોતાનોય ભાર નાખી દે.એટલે ઈ મુંઝાઈ જાય ની થાકી જાય.આની ઉપર બોલશે હાલ હવે સુઈ જા.

****□□□****□□□□□□□□□****□□□****
ટોક પુરી કરતાં કરતાં અમોઘા બોલી છેલ્લે એક જ વાત જે મારી મા કહે છે, મારાં શબ્દોમાં" એવાં કોઈને હમસફર
બનાવો જે તમારાં માટે જીવે કે મરે નહીં, ખુદનાં માટે જીવે
નહીંતર બે બે જીવનનો ભાર વેંઢારીને થાકી જશો.તમે પણ તમારાં માટે જીવો. જીયો ઔર જીને દો."તાળીઓનાં ગળગળાટથી એનું વાક્ય શ્રોતાઓએ વધાવી લીધું."એનું ધ્યાન ગયું અમદાવાદમાં અને હવે સૂરત ક્યાંક આ મારો પીછો....આવાં સનકીથી દૂર રહેવું.
બે દિવસ પેલાં જે અહોભાવ જાગ્યો હતો એ એક ઝટકામાં દૂર કંઈ અસહજતાં અનુભવી.એણે બેક સ્ટેજ પર કોઈને મળવાની ચોખ્ખી ના પાડી દીધી.એને વિચાર આવ્યો જલ્દી આ અઠવાડિયું પુરું થાય ને જલ્દી ફ્રાન્સ જાઉં.

સાનિધ્યએ સમજી લીધું કે અમોઘા એનાં વિષે ભળતું જ ધારી લીધું તે દિવસે વાત કરી, અડધી રાતે મદદ કરી ને
એ જાણે ઓળખતી ન હોય એવો વ્યવહાર.નક્કી એને લાગ્યું હશે કે હું એનો પીછો કરું છું. પછી વિચાર આવ્યો "આમ તો કરું જ છું ને! ખાલી પ્રેરણા છે, પ્રેમ નથી તો આ રીતે ન આવવું જોઈએ એનાં જેવી સ્પષ્ટ વિચારોળી છોકરી તો મને શું ધારી લે! એણે કાર્યક્રમનાં હોસ્ટને એક
રીક્વેસ્ટ કરી એક નોટ આપી." થેન્ક યું , તમે મને જિંદગી જીવવાની પ્રેરણા આપી.તમને ફોલો કરવાં માટે સોરી.ઈટ વોઝ માય નેચરલ ઈન્સ્ટીક્ટ".

ઘરે પાછાં આવતાં રાતનાં ત્રણ વાગ્યા મા ..પાપા એ કંઈ ન પુછ્યું એની એને નવાઈ લાગી.એ બંને ખુશ હતાં કે સામાન્ય છોકરાઓની જેમ ઘરેથી બહાર તો નીકળે છે.
ઉંઘ તો ગાયબ હતી.એણે નક્કી કર્યું રજાનાં બાકીનાં દિવસ મા પાપા સાથે વીતાવવાં .કોઈનાં પહેલાં એ મારી જિંદગી સરસ હતી હવે પણ ખૂબસુરત છે.એને હું મારાં માટે જીવીશ એક એક પળ.બાકી બધું કિસ્મત પર છોડી દઈશ.
खुद से मिलके अच्छा लग रहा है।
यु ही जारी था सफर,
मैं खुद से बेखबर।
आज समजा
मै हीं अपना हमसफर।
आईने में रुह से आंख मिलाकर
अच्छा लग रहा है।.....

शुक्रीया

હવે મન કંઈ હળવું લાગતું હતું. કોઈ બોજ નહીં કોઈ દુઃખ
નહીં. એક નવી જ ઉર્જા.આ બધું ને આવું ઘણું મા, મનન બધાં એ સમજાવ્યું હતું પણ અમોઘાનાં શબ્દોની જ આ જાદુઈ અસર....એવો વિચાર તોય ઝબકી ગયો મનમાં.
****□□□□****□□□□*****□□□□****
અમોઘાએ નૉટ વાંચી એને અફસોસ થયો પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો.એને મારાં વિચારોની જાણ કેવી રીતે થઈ? શું મારો ચહેરો ને આંખો એટલાં વાચાળ છે? હજી સુધી તો મા સિવાય કોઈને ક્યારેય મારાં હાવભાવ પરથી
મારાં વિચાર પકડ્યાં નથી.એને થયું હું મળીને માફી માંગું ? શું કરું?..

ઘરે આવીને એણે સાકરમાને વાત કરી.."મા આવું હોય? " "તું પુછે છે દિકરા તને ખબર જ છે ક્યારે કોની હારે આપણાં અંજળપાણી હોય" હશે.મા દિકરીની વાતો લંબાઈ સાકરમાએ શીખ આપી" ખુદાર હોવું અલગ વાત..પણ પોતાની ફરતે કાંટાળી વાડ ન બનાવી લેતી કે કોઈ નજીક ન આવી શકે...દરેક વ્યકિત વિશ્ર્વાસ ને પાત્ર ન હોય એમ દરેક અવિશ્વાસને પાત્ર પણ ન હોય."

બીજાં દિવસે એરપોર્ટ જતાં અમોઘાની દ્રષ્ટી ઠેર ઠેર
વેલેન્ટાઈનનો વંસંતોત્સવ ઉજવતાં યુવાનો પર એ જાહેરાતો , ફુલ બધાં પર ગઈ.એને સમજાયું ભલે સાશ્ર્વત ન હોય પણ આજે આ ક્ષણમાં તો આ લોકો વચ્ચે પ્રેમ હશે જ ...શા માટે ક્ષણોમાં ન જીવવું....
******□□□□*****□□□□□******□□□□
અમોઘ અને સાનિધ્ય બંને માટે આ સફર દીશાસૂચક હતી.

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત