Safar - 5 books and stories free download online pdf in Gujarati

સફર - 5

પેરીસ ઉતરીને બાર્બીઝોન જતાં અમોઘાને પહેલીવાર વિચાર આવ્યો હું કેટલી ભાગ્યશાળી છું." સીટી ઓફ લવ" અને "સીટી ઓફ પેઈન્ટર્સ " બંને સાથે કનેક્ટેડ. એણે માને ક્હ્યું " મારું જીવન બધાથી અલગ છે પણ અનોખું મને જે અલગ અલગ સ્થળ, લોકો અને સંસ્કૃતિનો વારસો મળ્યો તે ભાગ્યે જ કોઈ ને મળે. " સાકરમા બોલ્યાં " કોઈ ગમી જાય ત્યારે આખી દુનિયામાં સંધુય સારું સારું લાગે, હું રાજી છું તે તારા મનને છુટું તો મેલ્યું"

એણે માને ક્હ્યું " મારાં માટે તમે સાવ દુનિયાનાં બીજા છેડે , સહુંથી અલગ જીવો છો તમને એકલું નથી લાગતું." દિકરી તું આવી ત્યાં સુધી હું એકલી જ હતી, તું જ મારી દુનિયા , વારે ઘડીએ આવું વિચારી કેમ દુઃખી થાય છે.? તને કોઈ સથવારો મળી જાય એની જ ઈચ્છા છે .હું હવે કેટલાં દી'?


અમોઘા પછી તો ચિત્રની દુનિયામાં ખોવાઈ ગઈ છતાંય વચ્ચે વચ્ચે એનાં મનમાં એ અજાણ્યો યુવાન ઝબકી જતો. આવાજ વિચારોમાં એણે સાનિધ્યનું પોટ્રેટ બનાવી નાખ્યું.એનાં આર્ટ સ્ટુડીયોનાં મેમ્બર જ્હોને પુછ્યું" વ્હુ ઈઝ ધીસ હેન્ડસમ ગાય? આય થીંક યુ લોસ્ટ યોર હાર્ટ ફોર હીમ "અમોઘાનાં ગોર ચહેરા પર સુરખી છવાઈ ગઈ એણે સહેજ નિરાશાથી કહ્યું" આઈ ડોન્ટ ઈવન નો હીઝ નેમ"..જ્હોને હસતાં કહ્યું એઝ મા સેય્સ" ધાર્યું ધણીનું થાય".
*************************************
સાનિધ્ય બે ત્રણ અઠવાડિયાં મા પા અને મનન સાથે ખુબ આનંદમાં વિતાવ્યા જવાનાં આગલાં દિવસે એણે મનનને કહ્યું" મને લાગે છે , અમોઘા હવે મારાં મનમાં વસી ગઈ કદાચ હવે જ મને પ્રેમનો મતલબ સમજાવો, બીનશરતી બંધન વિનાનો, પણ એ મારાં માટે શું વિચારતી હશે?"
મનન બોલ્યો " ભાઈ તું આંટીને પસંદગી કોઈ છોકરી સાથે પરણી જા , માંડ એકનાં દુઃખમાંથી બહાર આવ્યો ત્યાં બીજી માટે મજનું ન બનતો, સની"." હું તારી ચિંતા સમજું છું દોસ્ત, આ વખતે એવું કંઈ નહીં થાય તું મને ખાલી એક વર્ષ એની રાહ જોવા દે ..કિસ્મત મને મળાવશે જ નહીં તો જેમ તમે લોકો કહો એમ."

પાછો કેનેડા આવ્યો ત્યારે સાનિધ્યમાં એક નવો ઉત્સાહ હતો,
પહેલાં બધાથી અતડો રહેતો તે બધાની સાથે ભણવા લાગ્યો હતો અને વીકએન્ડ પાર્ટીસ્ અટેન્ડ કરવા લાગ્યો ..સુઝેન, મારિયા બધી ઓફીસ કલીગ્સ જે એનું સ્માઈલ મેળવવાં તરસતી એની સાથે ડીનર ને ઓફીસ પાર્ટી એન્જોય કરવા લાગી. ...નવાં મિત્રો સાથે મળી સાનિધ્યને ઘરથી દુર રહેવું થોડું સહ્ય બન્યું.

સાનિધ્ય અને એની ટીમે છ છ મહિનાની દિન-રાતની ભહેનત બાદ પેઈન્ટર્સ માટે એક એવું સોફ્ટવેર બનાવ્યું જેનું લોંચિગ પેરિસમાં રાખવાનું હતું. એ એની ટીમ સાથે ત્યાં જવાનો હતો. એનાં મનમાં અમોઘા જ હતી ત્યાં મળશે નહીં મળે . અમોઘાને વિચારતાં એને થયું એ પેરિસ તો નહીં જ રહેતી હોય ..આજુબાજુનાં ટાઉનમાં જ હશે....આ વિચારતાં જ એની આંગળીઓ લેપટોપનાં કી પેડ પર ફરવાં લાગી.
થોડીવારમાં પેરિસની આજુબાજુનાં દરેક ટાઉન , ત્યાં જવા માટે ટ્રાન્સપોર્ટ ડિસ્ટન્સ બધું નોટ ડાઉન કરી લીધું.

********□□□*****□□□□□******□□□□□
અમોઘાને મોડે સુધી સુતી જોઈ સાકરમાને રાહત થઈ..કેટલાંય દિવસથી આંખ દુઃખવાની ..ક્યારેક હાથ દુઃખવાની અનેક ફરિયાદ વચ્ચે સતત કામ કરતી હતી આવતાં મહિને ન્યુયોર્કનાં એક્ઝીબીઝન માટે.સાકરમાંનો સ્પર્શ માણતાં તેની આંખ ખુલી" મા કેમ મને ન ઉઠાડી? :કહેતા ઉભી થઈ આહ...પગમાં નસ ખેંચાય ..સાકરમાં ચિંતામાં બોલ્યાં" એટલે કવ છું થોડી ધીમી પડ...કામ કામ ને કામ...ઓલું શું કેય...બ્રેક લે ફરી આવ..ક્યાંક.." થોડી સ્વસ્થ થતાં બોલી " આવતાં મહિને ન્યુયોર્ક જઈશ એટલે ફરિય લઈશ બસ? પણ તમારી સાથે જ..." હું નય આવું ન્યા પણ તારું કામ..એની વાત અધવચ્ચે કાપતાં એ બોલી " નો વર્ક ..પ્રોમિસ".. બે દિવસ પછી પેરિસ પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે..પહેલાં મન ન' તું પણ જ્હોન લીઝા બધા જાય છે ને મનેય એમ થાય કે જાઉં."

બેડમાંથી ઉઠતાં એને સહેજ ચક્કરને ધુંધળું દેખાતું હોય એવું લાગ્યું..મનમાં થોડી ચિંતા થઈ.".રેસ્ટની જરૂર તો છે ...નથી જવું.. હું ક્યાં કોઈ સોફ્ટવેર વાપરું છું..એણે ઈ..પ્રોગ્રામની ડીટેઈલ્સ જોય પ્રોગામરમાં ઈન્ડિયન નામ વાંચી એક પળ માટે થંભી..વધારે માહિતી જોઈ તો એ ફોટો એ ચહેરો....

થોડીવાર એ એમ જ બેસી રહી..નક્કી આ મળવાનું કંઈક કુદરતનો ઈશારો છે.
*****□□□□ʼ*****□□□□□*****□□□□**
સાકરમાં જોઈ રહ્યાં ક્યારેય અમોઘાને આટલી ચીવટથી તૈયાર થતાં નહોતી જોઈ..એ બોલ્યાં " એ મળે તો ઘરે લેતી આવજે"...અમોઘા એમને ભેટી પડી..

*****□□□□****□□□****□□□□****
એ ઓપન ઓડીટોરીયમમાં એની નજર એ ચહેરો શોધતી હતી.....પાછળથી કોઈનો અવાજ આવ્યો" તમારાં પીછો કરનારા "સ્ટોકર" ને શોધો છો?અમોઘા એ તરફ દોડીને સાનિધ્ય ને ભેટી પડી.

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED