સફર - 8 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સફર - 8

આ બાજું અમોઘા જતી રહી અને સાકરમાંની તબિયત વધારે બગડતી ગઈ. હવે હ્રદય?અને ફેફસાની આજુબાજુ પાણી ભરાવા લાગ્યું. એમની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યાં.એમની સાથે સાથે અશ્ર્વિનીબહેનને અમોઘાની પણ એટલી જ ચિંતા.એટલે તબિયત થોડી ખરાબ છે..એટલું જ જણાવતાં અને અમોઘાનાં વિડીયોકોલ કોઈ ને કોઈ બહાને ટાળતાં.

છેલ્લે સાકરમાંનાં હ્દયે જવાબ દઈ દીધો. એમણે અશ્ર્વિનીબહેનને અમોઘાનાં મનની વાત અને એમની છેલ્લી ઈચ્છા કે અમોઘા અને સાનિધ્ય બંને મળીને એનાં અસ્થિ વિસર્જન કરે.".ક્યાં ઈ મે સનીને કંઈ દીધુ છે."

ઘણાં દિવસથી સાનિધ્યનો કોલ નહોતો અને અમોઘાનો ચહેરો વાંચતા તો એમને આવડતું જ .એટલે જતાં જતાં પણ બંને ભેગા થાય તેવી ગોઠવણ એમણે કરી.

અમોઘા એમને છેલ્લીવાર મળી લે એ માટે અશ્ર્વિનીબહેને એને જાણ કરી બોલાવવાનું નક્કી કર્યું.એક દિવસ પછી એનું
એક્ઝીબીઝન પુરું થઈ જાય ત્યારે જણાવીશ ..એવું વિચાર્યું.. પરંતું મા એક પણ દિવસની રાહ જોયા વિનાં અનંત
સફરે નીકળી ગયાં.

અશ્ર્વિનીબહેને અમોઘાને ખબર આપ્યાં ત્યારે એ એક્ઝીબીઝનમાં હતી..મા નાં જવાનું દુઃખ એમાં એને છેલ્લે
ન મળી શકવાનો અફસોસ....એ અશ્ર્વિનીબહેનથી નારાજ
થઈ ગઈ.......

********□□□□□******□□□□□*****□□□

સાનિધ્યને આઘાતની કળ વળી એટલે એને અમોઘાની તીવ્ર યાદ આવી..એ જ્યારે પણ કોલ કરતો ત્યારે " આ નંબર
અસ્તિત્વમાં નથી" એવી એકની એક રેકર્ડ સાંભળી તે વધારે વિહવળ થયો.એણે મનન પાસે પણ ટ્રાય કરાવડાવી પણ ....
કોઈ રીતે એની સાથે કોન્ટેક્ટ થતો નહોતો.

એક દિવસ મનન સાથે બેઠેલો હતો ત્યારે એને અચાનક યાદ આવ્યું સાકરમાએ અશ્ર્વિનીબહેન અને નંદપુરની સંસ્થાની વાત કરી હતી. ઈન્ટરનેટ પરથી એ સ્થળ અને સરનામું મેળવવું અઘરું ન હતું. પપ્પા થોડાં સ્વસ્થ થયાં એટલે એણે એમની સાથે વાત કરી..એ તરત જ બોલ્યાં " જા દિકરા તારી જિંદગી ગુમાવતો નહીં..હું તો ગુમાવી ચુક્યો."

******□□□□□□*****□□□□□*****□□□□
મનન અને સાનિધ્ય નંદપુર પહોચ્યાં. અશ્ર્વિનીબહેનને એને ઓળખતાં જરાય વાર ન લાગી.." સાકરમા છેલ્લે તને બહું યાદ કરતાં હતાં..."..

પોતે ગયો ત્યારે ન સાકરમા હતાં ન અમોઘા..અશ્ર્વિનીબહેને અમોઘાની નારાજગી સાથે સાથે જ એની બિમારીની વાત કરી..સાનિધ્યને અમોઘાનાં અતડા વ્યવહાર એની મનોદશાનો તાગ મળી ગયો..એણે અશ્ર્વિનીબહેનને ધરપત આપતાં જણાવ્યું " તમે ચિંતા ન કરતાં હું એને મનાવી લઈશ ..એનો સાથ જિંદગીભર નિભાવીશ..એને હું અહીં લઈ આવીશ..
અત્યારે એ નારાજ કરતાં દુઃખી વધારે છે..એને કોઈનાં સાથની જરૂર છે, પણ એની વિચારસરણી એને સ્વીકારવા નથી દેતી."

એણે ગણતરી કરી વીઝા મળતાં થોડીવાર લાગશે પણ કેનેડાના પી.આર છે એટલે વાંધો નહીં આવે.

******□□□□□*****□□□□******□□□□□
સાનિધ્ય ન્યુયોર્ક માટેનું પેકીંગ કરતો હતો..ત્યારે મનને એની સમક્ષ ટેબ્લેટ ધર્યું અને બોલ્યો આ વાંચ".." આ શું છે મનન?".."મલ્ટિપલ સ્ક્લેરોસીસ એના લક્ષણ એનાં પરિણામ
બધું જ" એ સહેજ ધુંધવાયેલાં સ્વરમાં બોલ્યો. " ખબર જ છે એની સાથે તારું ભવિષ્ય ખરાબ જ છે બલ્કે ભવિષ્ય જ નથી..ત્યાં જતાં તને રોકવાનો હક છે મને." " હું સમજું છું બીલકુલ છે , આ કોઈ ક્ષણિક આવેગ નથી..સમજી વિચારીને લીધેલો નિર્ણય છે.." કદાચ બહું પાછળ થી કે લગ્ન પછી નિદાન થયું હોત તો... .ભવિષ્ય ક્યારેય કોઈ નક્કી કરી શકતું નથી.".. વાત પરઢત્યાંજ પૂર્ણવિરામ મુકી સાનિધ્ય પોતાનો ટાવલ લઈ બાથરૂમમાં જતો રહ્યો....

ન્યુયોર્ક પહોંચીને પણ કોઈ સરનામાં વિનાં અમોઘા સુધી પહોંચવું અઘરું હતું.એક્ઝીબીઝન પછી તે ક્યાં ગઈ ત્યાં જ હતી કે બીજે ક્યાંય..કોઈ માહિતી ન હતી..એનું મન કહેતું હતું અમોઘા ક્યાંક આસપાસ જ છે..એ વેસ્ટએન્ડમાં એક રૂમ નો એપાર્ટમેન્ટ રેન્ટ કરી લીધો. કેટલાંય દિવસની રઝડપાટ .હોસ્પિટલ, આર્ટિસ્ટ ..સ્ટુડીયોસ્ અમોઘાનાં કોઈ
સમાચાર નહોતાં મળતાં. એ નિરાશ ઉદાસ થઈ ગયો.
એક મહિનો એમ જ વીતી ગયો.એ સમયમાં એણે એની જોબ પણ ઓનલાઈન ચાલું કરવી પડી..હવે એ વીકએન્ડમાં
નીકળી પડતો એને શોધવા.

ક્યારેક બહું અકળાતો ત્યારે ડાયરીમાં ઝગડી લેતો અમોઘા સાથે.." મારી નહીં તો સાકરમાની પરવા કરી લેત એમનાં અસ્થિ તારા હાથે વિસર્જીત થવાની રાહમાં છે."

खुद ही गुनहगार बनाया,
खुद ही सजा दे दी।
हम यु ही मायूस सोचते,
आखिर क्या खता कर दी।

એક દિવસ એણે ન્યુઝપેપરમાં " મસ્ક્યુલો સ્કેલેટલ સોસાયટીની કલ્ચરલ ઈવેન્ટસની નાનકડી ખબર વાંચી..એનાં
મનમાં આશા જાગી કદાચ...

એ જાણતો હતો મજબુત મનની અમોઘા ડિપ્રેશનમાં ક્યાંય
બેસી નહીં રહે..જો એ અહીંયા હશે તો આવી કોઈ સોસાયટીમાં જોડાઈ પણ હશે અને..આવશે પણ ખરી..

કેવો જોગાનુજોગ જે દિવસે એ લોકો મળ્યાં હતાં તે દિવસે જ આ ઈવેન્ટ હતી.

એ આતુરતાપૂર્વક એ દિવસની રાહ જોતો હતો..

ક્રમશ:
ડો.ચાંદની અગ્રાવત