સફર - 3 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સફર - 3

" મનન આપણે કાલે પાછું અમદાવાદ ડીનરમાં જવું છે".મનન જતો હતો ત્યારે સનીએ કહ્યું. " કેમ , હવે એની
પાછળ તને નહીં જવા દઉં." મનન ગુસ્સાથી બોલ્યો.સનીનાં હોઠ પર સ્મિત આવી ગયું પોતાનો મિત્ર કેટલું વહાલ કરે છે ,એ વિચારીને." અરે ગાંડા તે મને સહેજે ઉદાસ જોયો છે, કાલથી?" કાલે એને મળ્યાં પછી એની જગ્યાં કાયમ માટે ખાલી થઈ ગઈ.મને સમજાયું હું
કેટલો અણસમજું હતો." સની એ કીધું " મારે તો એક્ઝીબીઝનનાં આર્ટીસ્ટનૈ જોવા જાણવાં જવું છે." વળી નજર સામે એ કાળાં વાળ લહેરાયાં. અને એ આંખો..

કોઈ ચિંતા કે ફિકર ન હતી તોય , ઉંઘ આવતી નહતી.કેમ એનાં વિશે જાણવાની આટલી તાલાવેલી હતી.મનમાં વિચાર આવ્યો "મા એની મા માટેની લાગણી , એજ .....પાંખીનું મળવું અમોઘાનું ...કેવો યોગાનુયોગ" એને પોતાનાં પર જ હસવું આવ્યું..કાલ સુધી હું એક દુખી , ખડું આત્મા હતો વતનમાં આવતાં જ જાણે પુતળામાં પ્રાણ. એ જ તો કમાલ છે..

ગુગલ ઈન્સ્ટા બધે ખખખોળાં કર્યા ત્યારે એટલું જાણ્યું કે તે ફ્રાન્સમાં રહે છે.એની મા એની દુનિયા.એને રહી રહીને
થતું એ ક્યાં ને પોતે સાવ કાચા દોરા જેવાં શરતી સંબંધ માટે મા બાપને કેટલી તકલીફ આપી.
બીજા દિવસે મનન આવ્યો એટલે સવારમાં જ અમદાવાદ નીકળી ગયાં , સૌથી પહેલાં એણે મા માટે ખરીદી કરી .એને ગમતાં પર્પલ કલરની સાડી .પોતાનાં જીવનમાં કોઈ વ્યક્તિનું મહત્વ જાણે અજાણે કોઈ બીજું સમજાવી ગયું.મનન બોલ્યો "અંતે તને પરિવારનું મહત્વ સમજાયું, હવે આંટી અંકલેશ્વર દુઃખ થાય તેવું કંઈ કરતો નહીં."
સાનિધ્ય એને ભેટી પડ્યો " થેંક્સ દોસ્ત હું નહતો ત્યારે મારાથી વિશેષ મા- પાનું ધ્યાન રાખવા માટે."

બંને મિત્રો એ મન ભરીને વાતો કરી, સનીએ પોતાનું મન ખોલીને રાખી દીધું. પોતાની માન્યતાઓ વિચારો કેનેડાની સ્ટ્રગલ...પાંખી, એનાં વિચારો ..કાલે થયેલું સેલ્ફ રીયલાઈઝેશન. બધું જ...

સાંજ થઈ એટલે બંને મિત્રો ઓરલેન્ડ ક્લબમાં પહોંચી ગયાં. આર્ટીસ્ટસનો મેળાવડો હતો.એમાં એક ખુણામાં બધાથી થોડી અળગી અમોઘા બે ત્રણ મિત્રો સાથે .સાનિધ્ય જોતો જ રહી ગયો.. માત્ર બાવીશ ત્રેવીસ વર્ષની યુવતી. બ્લેક કલરની સાડી લાલ બ્લાઉઝ.લાંબા કાળા વાળ.સ્મિત કરે ત્યારે દાઢી વચ્ચોવચ્ચ પડતું ખંજન. એ મોટી આંખોમાં યૌવન સહજ જીજીવીષા અને ઉત્સાહ તો હતો પણ એક તૃપ્તિ હતી.એનાં આખા વ્યક્તિત્વમાં કંઈક સંમોહન હતું.

એણે થોડીવાર રાહ જોઈ , એનાં મિત્રો વિખેરાઈ રખે ને શું ધારી લે. કદાચ મને ફ્લર્ટ સમજી લે.મનને તો સાફ ઇનકાર કરી દિધેલ " આટલું સારું ડિનર છોડી હું નહીં આવું".છેલ્લે હિંમત કરી તે ગયો.અમઘા એ તેને જોતાંવેત સ્મિત કર્યું.એની સહજતા જોઈ સાનિધ્ય પણ સહજ થઈ ગયો.એણે મનને ટપાર્યું હું કેમ ભુલી ગયો પશ્ર્ચિમ સંસ્કૃતિમાં આમ ફેન્સને મળવું કે વાત કરવી એ આમ છે. બંને એ જુદા આર્ટ ફોર્મ, સાહિત્ય ઘણી વાતો કરી.મા ચિત્ર વિશે....વધું જાણવાની ઈચ્છા હોવા છતાં
સાનિધ્યએ અંગત પ્રશ્ર્નો ટાળ્યાં.

વળતી વખતે મનન બોલ્યો " સારી દોસ્તી થઈ ગઈ લાગે? સાનિધ્ય " ના.. એ બીજા કરતાં ખુબ અલગ છે , એનાં માટે હું માત્ર એક વ્યકિત હતો જેને આર્ટસમાં રસ છે.એને ઠંડી લાગતી હતી ને મેં મારું જેકેટ આપ્યું તો વિનમ્રતાથી ના પાડી દીધી કે મારી પાસે છે."" બહું હાર્ડ ટું અપ્રોચ લાગે છે ! " ના મનન એવું નથી એ પોતાનાંમાં જ એટલી પુર્ણ છે. એનાંમાં કોઈ અધુરપ નથી, એટલે એ જલ્દી ઈમ્પ્રેસ નથી થતી.એ પોતાની લાગણીઓ સમજી શકે અને સંભાળી પણ!" તને એક કલાકમાં બહું ખ્યાલ આવી ગયો.મનનને થોડી નવાઈ લાગી .સની એ યુ ટ્યૂબ ધરીને
કીધું જો આ એની ટેડ ટોક્સ."" તને પ્રેમ થઈ ગયો લાગે આર યું ઈન લવ?" ના એવું તો નથી પણ એ મારી પ્રેરણા
જરૂર બની ગઈ છે. મને જિંદગીનો સાચો અર્થ ખોજવાં એણે પ્રેર્યો.વોટ ઈઝ માય ઈકીગાય. એ આ ફુલગુલાબી
મોસમમાં મારી વસંત છે..." એ રેર કોમ્બિનેશન અલગ અલગ છે વિચારોનું. ......

અચાનક જ મનને બ્રેક મારી .એકદમ ઠંડી માઝા રાત અંધારું અને એક દોકલ ગાડી જતી'તી ..ત્યાં એક યુવાન રોકવા માટે વિનંતી કરતો હતો.સની એ ગાડીનો કાચ નીચે કરતાં પુછ્યું શું થયું એ બોલ્યો " સર મારી કાર બગડી છે, મારી સવારી એક લેડી છે એને અમદાવાદ સીટીમાં જ્યાંથી પણ વાહન મળે ત્યાં ઉતારી દેશો?" બંને મિત્રોએ આંખથી જ સંતલસ કરી લીધી ..હા બેસાડી દે એ કારમાંથી પેસેન્જર ને બોલાવી લાવ્યો.

સનીથી જરા ઉચ્ચા અવાજમાં બોલાઈ ગયું " અમોઘા તમે? " ...

આ સફર કાયમ રહેશે?
ક્રમશ:
ડો.ચાંદની અગ્રાવત .