સફર - 2 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

સફર - 2

જેટલેગ અને તંદ્રામાં સાનિધ્ય ભૂતકાળની ક્ષણોમાંથી પસાર થઈ રહ્યો હતો.અમદાવાદની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજનો પહેલો દિવસ.એજ દિવસે દિલમાં દસ્તક દઈ ગયેલી વાવાઝોડા જેવી છોકરી પાંખી.
નિખાલસ , સ્પષ્ટવકતા ને નિર્દોષ.ફ્રેશર્સ પાર્ટીમાં સાનિધ્યની કવિતા પર ઓળઘોળ.એકાદ મહિનામાં તો મનન અને તેની નાનપણની જોડી ત્રિપુટી બની ગઈ ને સાનિધ્ય સની.

વણલખ્યાં વણબોલ્યાં કરારમાં બંને એક તાંતણે બંધાઈ ગયાં.મા- પા થી કંઈ ન છુપાવતાં સાનિધ્યનાં ઘરમાં પણ પાંખી એક સભ્ય તરીકે ઉમેરાઈ ગઈ. એકબીજાની આદત,ચાર વર્ષમાં કેટલી યાદો, પીકનીક, પ્રોજેક્ટની દોડધામ કે કલ્ચરલ ફેસ્ટિવલ.દરેક જગ્યાં એ આ કપલ ફેમસ.ક્યારેક ઘરે આવી હોયણત્યારે થોડી જીદ્દી, થોડી નાસમજ પાંખીને સની સાથે ઝગડી જોઈ માને ક્યારેક ચિંતા થતી....

છેલ્લાં સેમેસ્ટરમાં એની જીદ્ " કેનેડા જ જવું છે, અત્યારે કોણ અહીં રહે, " એ અને મનન સમજાવતાં "અહી પણ ઘણી તકો છે.આપણી કુટુંબ પણ સધ્ધર છે. એ બધું છોડી નથી જવું."એ એક ની બે ન થઈ આપણાં દમ પર કંઈ કરવાની હામ નથી? ".સાનિધ્ય બોલ્યો ત્યાં ગયાં પછી સેટલ થતાં કેટલો સમય લાગશે?આપણાં લગ્નનું શું? એની હઠ ન છુટી શરતમાં તબદીલ થઈ ,તો જ આપણાં લગ્ન થશે.

પા એ સમજાવ્યો " શરતો પર જિંદગી ન જીવાય, તારી પોતાની ઈચ્છા હોયઢતો અલગ.." માએ તો બસ
ચોખ્ખી ના જ પાડી, રીસામણાં , ઉપવાસ..કોઈ શસ્ત્ર ન ચાલ્યું, હથિયાર હેઠાં મુકતાં એટલું જ બોલી કે તારાં પર તરા નિર્ણયો પર મારો કોઈ હક નથી..તો જા તને આજથી બંધનમાંથી મુક્ત કર્યો....પોતે જતો તો વળાવવાં ય ન આવી.મનમાં જ શોરાતી રહી ને આજે...એ ઝબકી જાગી ગયો....

પાણી પી ને બેઠો , વહેલી સવાર ગાઢ ધુમ્મસ , તે દિવસે એવું જ વાતાવરણ હતું.પાંખીની વીઝા નહોતી થઈ, કદાચ એની ઈચ્છા પણ નહોતી જ્યાં સુધી પોતે સેટ થાય.
અને ઉઠાયું નહીં તો ન આવી, માએ તો અબોલા જ લીધેલાં.ખાલી પા અને મનન . એ દિવસે એને બહું એકલવાયું લાગ્યું.

શરૂઆતની સ્ટડી ઓડ જોબ્સ , થોડાં ડોલર બચાવવા માટેની સ્ટ્રગલ , ક્લાઈમેટ્ એડજસ્ટમેન્ટ એ બધું સાંભળીને જ પાંખીનું મન પાછું પડી ગયું. એનાં પ્રયત્નો
ઘટી ગયાં,અને પછી ફોન કોલ્સ. એ રોમાન્સ એ તડપ ઓછી થતી ગઈ. ને મનને પાંખીની સગાઈ નક્કી થયાનાં
સમાચાર આપ્યાં.મજબુરીઓ, પપ્પાની બિમારી કેટલાંય
બહાનાં....એને ખુલાસા જોઈતાં નહોતાં...જેનાં માટે અનિચ્છાએ દેશ છોડીને આવ્યો એની પલાયનવૃતિ ,એનાં દગાએ એની અંદર કડવાશ ઘોળી દીધી.વિચારોમાં જ ઉંઘ આવી ગઈ.

સવારે આંખ માનાં હુંફાળા સ્પર્શ થઈ .મમ્મી દામિનીબહેન જલ્દી સ્વસ્થ થતાં હતાં એ જોઈ સાનિધ્યને સારું લાગ્યું.
નમન સવારમાં જ આવી પહોચ્યો એની એક જ ઈચ્છા હતી કે સાનિધ્ય જિંદગી તરફ એ જ ઉષ્માથી પાછો ફરે.
નાસ્તો કરતાં દામિનીબહેને વાત ઉખેળી "હવે આગળ શું
વિચાર્યું છે? "મનને એમને ઈશારામાં જ શાંત રહેવાનું સમજાવી દીધું. "એણે સાનિધ્યને કહ્યું" ચાલ જલ્દી તૈયાર થા, અમદાવાદ આર્ટ ગેલેરીમાં દેશ- દુનિયાનાં અનેક આર્ટીસ્ટનાં પેઈન્ટીંગનું એક્ઝીબીઝન છે, આજે છેલ્લો
દિવસ છે". મનનને ના પાડી શકાય જ નહીં ને માનાં સવાલોથી બચી શકાય એ માટે તેણે તરત હા ભણી દીધી.

કાર પાર્ક કરી આગળ જતાં ત્યાં જ પીઠ પાછળ અવાજ અફળાયો" સની, આર યુ બેક?" ..ત્રણ વર્ષમાં કંઈ બદલાવ ન હતો એ રણકામાં.મનન અને તેણે જોયું તો પાંખી સાથે એક યુવાન ચાલીને એમની તરફ આવ્યાં." હાય આ આકાશ મારો હબી, ન્યુયોર્કમાં ઓરેકલસમાં જોબ કરે છે..હું પણ છ મહિનાથી ત્યાં સોફ્ટ થઈ છું...".એ બોલતી જતી હતી અને સાનિધ્ય ને મનન ચુપચાપ સ્તબ્ધ સાંભળતાં હતાં..પછી કંઈ યાદ આવ્યું એમ બોલી " આકાશ આ સની અને મનન મારા બેસ્ટફ્રેન્ડસ ,મી એન્ડ સની વર ટુગેધર વી વર ડેટીંગ, હાઉ સીલી..." આકાશને કંઈ ફરક ન પડ્યો. એણે કહ્યું " તમે લોકો વાત કરો હું એક્ઝીબીઝનમાં જાઉં છું, "

બંનેને એકલાં છોડતાં મનન થોડો દુર ગયો" સની આટલો સીરીયલ કેમ છે? હજી આગળ નથી વધ્યો? તું આટલો ઈમમેચ્યોર? સાનિધ્ય એ કહ્યું " ના હું ખુશ છું"..પાંખી " ચાલ મળીએ બાય" કહી નીકળી ગઈ.એ એક ક્ષણમાં સાનિધ્યને સમજાયું" એ ખરેખર પ્રેમ નહતો.મારી અણસમજ કે જીદ્ એટલે જ કદાચ કંઈ ફરક ન પડ્યો."મનન ચિંતામાં હતો કે સની ને કેવું લાગ્યું હશે? પણ સનીને સહજ જોઈ એને નિરાંત થઈ.

એક્ઝીબીઝનમાં સાનિધ્ય એક એક પેઈન્ટીંગને બારીકાઈથી માણતો હતો. છેલ્લે કોર્નર પર ત્રણ વિશાળ ચિત્રો હતાં ત્રણેયની એક કોમન થીમ હતી માં.એ ત્યાં થોભી ગયો " એક જાજરમાન સ્ત્રી ચાલીસેક વર્ષની , બીજામાં એક સાઠ પાસઠની સ્ત્રી એક મોડર્ન કાઉચ પર
સાવ ગામઠી વસ્ત્રો અને ઘરેણાં, ત્રીજામાં એક નૃત્યાંગનાં
ત્રણેયમાં એટલી બારીકીઓ હતી જાણે હમણાં બોલશે."
એનું ધ્યાન દોરાયું એક જર્નાલીસ્ટ ટ્રેઈન ઈન્ટરવ્યુ રેકોર્ડ કરતી હતી." તમારાં ચિત્રો બહું વખણાયાં , માનાં ત્રણેય ચિત્રો ઉંચી કિંમત છતાં તમે કેમ નથી વાંચતાં?" " કારણકે એ મારી માનાં છે".સાનિધ્યને કુતુહલ થયું એ આર્ટિસ્ટ વિશે જાણવાનું. એ સરખો ચહેરો જુએ કે મને એ પહેલાં તે નીકળી ગઈ.

એણે પે' લી જર્નાલીસ્ટને પાછા કરી એણે ખાલી નામ કહ્યું" અમોઘા".".મન્થલી મેગેઝીનમાં ઈન્ટર્ય્વું ન છપાઈ જાય ત્યાં સુધી હું કઈઁ ન કહી શકું, કાલે સાંજે ઓર્લેન્ડ કલબમાં બધાં આર્ટિસ્ટનું ડીનર છે..બાય...ગુગલ ...ઈન્સ્ટા"..

વળતાં એને ચુપ જોઈ મનન બોલ્યો " આગળ વધ તે પણ વધી ગઈ..પરંતું એનાં મનમાં તો એ અલપઝલપ જોયેલ ચહેરો..એ કમર સુધી લાંબાં વાત ને એ મારી માં
શબ્દો ગુંજતાં હતાં. કોઈની બાદબાકી ને કોઈનો પ્રવેશ એક સાથે.
ક્રમશ:
ડો.ચાંદની અગ્રાવત