કુમાઉ યાત્રા - ભાગ- 12 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 12

કુમાઉ યાત્રા ભાગ - 12

જુના એપિસોડ તમને ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

નૌકકુંચિયાતાલમાં સવારનો ગરમ ગરમ નાસ્તો કર્યા બાદ અમે અહીંથી ૧૭ કિલોમીટર દૂર આવેલા સાતતાલની મુલાકાત લેવા માટે નીકળ્યા. સાતતાલ ભીમતાલથી નૈનિતાલ જવાના રસ્તા પરજ આવે છે. રસ્તામાં એક રસ્તો ઉપરની બાજુએ જાય છે બસ ત્યાંથી ૭ કિલોમીટરના અંતરે આ સુંદર લેકસમૂહ સાતતાલ આવેલો છે.

ગઈ કાલની જેમ આજે પણ મોસમ બેઈમાન હતું, વાદળોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી લીધું હતું અને સૂરજદાદા ક્યાંક સંતાઈ ગયા હતા. મેહુલિયાનું ગમે ત્યારે આગમન થાય એવી પરિસ્થતિ હતી. આવા વાતાવરણને કારણે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો હતો. સાતતાલ જવાનો રસ્તો ખુબજ સુંદર અને નયનરમ્ય છે. સિંગલ પટ્ટી સડક છે અને એની આજુ બાજુ ગાઢ વનરાજી અને લીલોતરી છે. મુખ્ય સડકથી ઉપરની બાજુએ આવેલ હોવાથી ટ્રાફિક અને અન્ય છોર બકોર ઓછો હોય છે ઉપરાંત વહેલી સવાર હોવાથી કોઈ સહેલાણીઓ દેખાતા ન હતા. એના કારણે ચારે બાજુ નીરવ શાંતિ હતી. ક્યારેક ક્યારેક પક્ષીઓના કલરવના મીઠા આવાજ સંભળાઈ રહ્યા હતા. રોડના એક છેડે ઊંચા અને હરિયાળા પહાડોનો સુંદર વ્યુ આવી રહ્યો હતો. જેને જોઈને આંખોને શાંતા વડે. રસ્તામાં નાનકડા વાંદરા પણ જોવા મળ્યા. રસ્તામાં કુદરતી સૌંદર્ય એટલું હતું કે સૌ ધીમે ધીમે જઈ રહ્યા હતા. ૧-૨ કિલોમીટર બાકી રહ્યા બાદતો રસ્તો એનાથી પણ સાંકડો થઇ જતો હતો અને ગાઢ જંગલ આવી જતું હતું. આજુ બાજુ અને ઉપરની તરફ વનરાજી ફેલાયેલ હતી. સાતતાલની નજીક પહોંચતા ઉપરના ભાગેથી લેકનો સુંદર વ્યુ દેખાવા લાગે છે. એને જોતા આ સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય એવી અનુભૂતિ થાય છે.

અમે આખરે સાતતાલ લેક પર પહોંચી ગયા. સાતતાલની ચારે બાજુ ઊંચા અને વનરાજીથી સભર પહાડો આવેલ હોવાથી લેકના મહદ અંશમાં એનું પ્રતિબીંબ પડે છે અને એવું લાગે કે જાણે પાણીમાં પણ હરિયાળા પહાડો સમાયેલ હોય. પાણીનો કલર પણ આસમાની હોવાને બદલે લીલોતરી વાળો દેખાય છે. જેનાથી આંખોને ખુબજ ઠંકડનો અનુભવ થાય છે. પર્વત, વનરાજી અને લેકનો સુંદર સમનવ્યય છે. બીજા અન્ય લેકની સરખામણીમાં પ્રકૃતિનો વૈભવ મને અહીં વિસ્તૃત જોવા મળ્યો. અહીં ખૂણે ખૂણે તળાવની પાળ પર બેસવા માટે બાકડાની વ્યવસ્થા રાખેલ છે. જ્યાં બેઠા બેઠા તમે પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને એના સૌંદર્યનું પાન કરી શકો છો.

અહીંનો પ્રાકૃતિક વારસો અલગ અલગ ઝાડ, ફૂલ અને છોડથી ખુબજ સભર છે. જેને લીધે અહીં અલગ અલગ પ્રકારના અપ્રાપ્ય પક્ષીઓ પણ જોવા મળેછે. બર્ડવોચિંગ માટેનું આ પરફેક્ટ લોકેશન છે. અમે અહીં ટહેલતા હતા ત્યારે ત્રણ-ચાર વ્યક્તિને પક્ષીઓ જોતા જોયેલા. તેઓ લેકની સામેની તરફ વનમાં અંદરની તરફ જતા હતા. તેઓની પાસે ત્યાંના કોઈ વ્યક્તિએ ચાર્જ લીધેલ અને એની રસીદ આપેલી. એટલે કદાચ અમુક હિસ્સામાં જવા માટે અને પક્ષીદર્શન માટે તમારે નોમીનલ ચાર્જ પણ ચૂકવવો પડે.

અહીં નાના મોટા સાત તળાવનો સમૂહ છે એટલે આ સુંદર સ્થળ સાતતાલ તરીકે ઓળખાય છે. જેઓના નામ રામ તાલ, સીતા તાલ, લક્ષમણ તાલ, હનુમાન તાલ, નળ-દમયંતીતાલ, ગરુડ તાલ અને સુખા તાલ છે. જો કે અત્યારે અમુક તળાવ વિલુપ્ત થઈ ગયા છે. આ તાલસમુહની લંબાઈ લગભગ 3 કિલોમીટર અને ઊંડાઈ 20 મિટર જેટલી છે. ઉપરના તળાવ સાથે પૌરાણિક કથાઓ જોડાયેલ છે. અહીં ભગવાન શ્રીરામ, લક્ષમણજી અને સીતાજી રહેલા જેથી એમના નામ ઉપર તળાવના નામ આપેલ છે. કહેવાય છે કે જ્યાં નળ-દમયંતી તાલ છે ત્યાં એમનો મહેલ આવેલ હતો. સુખા તાલનું નામ એની પ્રકૃતિ ઉપરથી આપેલ છે તે ફક્ત વરસાદના સમયમાં જ પાણીથી સભર હોય છે. લોકવાયકા મુજબ આ સ્થળ ઉપર પાંડવોએ પણ વસવાટ કરેલો, જેના લીધે બાજુમાં એક પર્વતને હિડીમ્બા ના નામે ઓળખાય છે. અહીં બધાજ લેકનો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદનું જળ અને ભૂગર્ભમાંથી નીકળતા ઝરા છે.

હવે સૂરજદાદા માથે આવી ગયા હતા જેથી અમે નૈનિતાલ તરફ જવા માટે પ્રયાણ કર્યું. નૈનિતાલમાં ગઈ કાલે રાતે અમે મોલરોડની મુલાકાત લીધેલી જેથી આજે નૈનાદેવી મંદિર અને નૈનિલેકની ફરીથી મુલાકાત લેવાનું નક્કી કર્યું. અમે મંદિરની બાજુમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં પાર્કિંગમાં માતાજીના મંદિર તરફ પ્રયાણ કર્યું.

©ધવલ પટેલ

#કુમાઉયાત્રા

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર વિડિઓ જોવા માટે "Kites Holiday Expert Gujarat" ચેનલ પર જવું અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરવું.

વોટ્સએપ : 09726516505

નીચેનો વિડિઓ સાતતાલનો છે.