Kumau Yatra - 10 books and stories free download online pdf in Gujarati

કુમાઉ યાત્રા - ભાગ- 10

કુમાઉ પ્રવાસ ભાગ - 10

હવે આપણે દસમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

કૈચીધામથી દર્શન કરીને અમે નૈનિતાલ તરફ જવા નીકળ્યા. વરસાદ ધીમો ધીમો ચાલી રહ્યો હતો. વાદળછાયુ વાતાવરણ અને સંધ્યા સમય થઈ ગયો હતો. સૂરજદાદા દિવસ આખો મુસાફરી કરીને પચ્છિમ દિશામાં ક્યાંક ડુંગરાની પાછળ સંતાઈ ગયા હતા. રાત્રીના અંધકારનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું હતું એ સાથે લાઈટો પણ જાણે અંધારા સાથે યુદ્ધ કરવા તૈયાર જ હોય એમ ધીમે ધીમે પ્રગટી રહી હતી. અમારી સ્ફુટીની લાઈટ પણ અમે ચાલુ કરી દીધી હતી. અમારે 20 કિલોમીટર જેવું અંતર કાપવાનું હતું. અંધકારની સાથે સાથે ઠંડીનું પણ જોર વધી રહ્યું હતું એમાંય અમે આછા પલળેલા હતા અને હજુ વરસાદ વિરામ લેવાનું નામ નહતો લેતો.

હવે અમે "લેક સીટી નૈનિતાલમા" પ્રવેશ કરી લીધો છે. ચારેબાજુ રોશની જ રોશની દેખાઈ રહી છે. સાંજનો સમય હોવાથી ટ્રાફિક પણ વધુ દેખાઈ રહ્યો છે. નૈનિલેક ખુબજ સુંદર નજર આવી રહ્યું છે મન એની મુલાકાત લેવા માટે લોભાઈ રહ્યું છે પરંતુ સૌપ્રથમ અમારે રહેવાની વ્યવસ્થા કરવાની છે. મોલ રોડથી ઉપરની બાજુ હાઇકોર્ટની પાછળના ભાગે આવેલ કોઈ એક હોટેલમાં અમે જવાનું નક્કી કર્યું છે. ગુગલમેપ અને પૂછપરછ કરતા કરતા અમે હોટેલ પર પહોંચ્યા. હોટેલ પર આવવાનો છેલ્લો 200-300 મિટરનો રસ્તો ખુબજ તીવ્ર ચડાણવાળો અને લપસી જવાય એવો છે. મને ડર હતો કે સ્ફુટી ચડી જાયતો સારું બાકી વિચારો કે અધ વચ્ચે પહોંચીએ અને જો સ્ફુટી પછી પડવા લાગે તો જોવા જેવી થાય ને...પણ વાંધો ના આવ્યો હેમખેમ હોટેલ પર પહોંચી ગયા.

હોટેલમાં ચેક ઈન વખતે એક રમુજી કિસ્સો બની ગયો. તમે પણ હોટેલમાં ગયા હસો એટલે ખબર હશે કે સૌ પ્રથમ રૂમ જોવાના હોય અને એનો ભાવ તાલ પૂછવાનો હોય છે. અપર કેટેગરી હોટેલમાં તો ભાવ ફિક્સ જ હોય છે પરંતુ બજેટ કેટેગરી હોટેલ માં સીઝન પ્રમાણે ભાવતાલ થતો હોય છે. અમે હોટેલમાં જઈને રૂમ જોયો એટલે સારો લાગ્યો. હવે કેટલા ભાવમાં પડે એ પછી સાચી ખબર પડે . અમે ભાવ પૂછ્યો તો કે "પંદરા નંબરી" એટલે ઘડીક તો હું ગોટે ચડ્યો પણ પછી સમજ પડી. મેં કહ્યું વધારે રેટ છે તો એને કહ્યું એક કામ કરો "બારા નંબરી" રખદો. હવે હું પણ એનીજ ભાષામાં આવી ગયો અને કહ્યું કે તમારું રહ્યું અને મારુ રહ્યું "દસ નંબરી" રાખી દયો. આ સાથે મને કાદરખાનની "બાપ નંબરી બેટા દસ નંબરી" મુવીનું નામ યાદ આવી ગયું. આ સાથે હમારી ડિલ નક્કી થઇ ગઈ.
(ઉપરનો વાર્તાલાપ હિન્દી ભાષામાં થયો હતો)

રૂપ પર પહોંચ્યા બાદ અમારા સ્વેટર જે થોડા અંશે પલળ્યા હતા એને થોડા સૂકવવા મુક્યા કારણકે અમારી પાસે બીજા સ્પેર હતા નહીં. પર્વતીય વિસ્તારમાં સ્વેટર વગર તો ચાલે નહીં. હોટેલમાં ગરમ ગરમ ચા નો ઓર્ડર આપેલો જે આવી એટલે આવી ઠંડી અને એમાં પલળ્યા હતા એટલે ચાની ચુસ્કી ઓ લીધા બાદ ઘણો ગરમાવો મેહસૂસ થયો. ફ્રેશ થઈને મોલ રોડની વિઝીટ કરવા જવાનો પ્લાન હતો. સાથેજ રાત્રિનું ભોજન પણ ત્યાંજ લેવાનું નક્કી કરેલ.

અમે ફ્રેશ થઇ ને મોલ રોડ પર ચક્કર મારવા નીકળ્યા. આખો દિવસ સ્કૂટીમાંજ ફરેલા એટલે ચાલીને જવાનું નક્કી કર્યું. મોલ રોડ લગભગ અમારી હોટેલથી બે કિલોમીટર દૂર છે. પરંતુ ડિસેમ્બરની ગુલાબી ઠંડી સાથે વરસાદના લીધે આહલાદક બનેલ વાતાવરણમાં ચાલવામાં મજા જ આવવાની હતી. અને હોટેલથી મોલ રોડ તરફ આવવું સહેલું હતું કારણકે ફક્ત ઉતરાણ જ હતું. અમુક અમુક અમી છાંટણા પણ પડતા હતા પણ પલળે એટલે નતા એટલો વાંધો નતો. જો હજુ થોડો વરસાદ પડે તો કાલે બરફ વર્ષા થવાની આંશિક શક્યતા નકારી શકાય એમ નતી.

મોલ રોડ જોઈ અંગ્રેજ જમાનાની યાદ આવી જાય. નૈનીતાલમાં બે માલ રોડ આવેલા છે. જેમાં લોઅર રોડ અને અપર રોડ તરીકે ઓળખાય છે. બન્ને રોડ નૈનિલેકના એક છેડે થી શરૂ થઇ બીજા છેડે પુરા થાય છે, જેને અનુક્રમે તલ્લીતાલ અને મલ્લીતાલ કહેવાય છે. તલ્લી તાલની સામે બસ ડેપો આવેલો છે. અને મલ્લી તાલની નજીક ભૂટા માર્કેટ, સ્ટેડિયમ અને નૈનાદેવી મંદિર આવેલ છે. નૈનિલેકના સામેના કિનારે નેના દેવી મંદિરથી શરૂ થઇ તલ્લી સુધી એક રસ્તો આવેલો છે જેને "ઠંડી સડક" ના નામેં ઓળખાય છે. એને ઠંડી સડક શું કરવા કહે છે એતો ખબર નથી પરંતુ મારા અનુભવ મુજબ ત્યાં ઠંડી બવ લાગે છે એટલે કદાચ કહેતા હશે એવું મને લાગે. આ રોડ નૈનિલેકના કિનારે છે ઉપરાંત એની ઉપરના ભાગે ઘટાઘોર વૃક્ષો અને પર્વતીય વિસ્તાર છે જેથી અહીં સૂર્યનો તડકો પહોંચતો જ નથી જેથી વધુ ઠંડી લાગવાનું આજ મુખ્ય કારણ હશે. લોઅર રોડ નૈનિલેકના કિનારે કિનારે જ આગળ વધે છે. અપર રોડ પર નાના મોટા સ્ટોલ અને હોટેલ આવેલી છે. કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં અપર રોડ અંગ્રેજો એટલે કે ગોરાઓ માટે અને લોઅર રોડ ભારતીયો માટે હતો. હવે સમય બદલાઈ ગયો છે, આપડે આઝાદ થઇ ગયા છીએ એટલે બન્ને રોડ સર્વે માટે ખુલ્લા છે. પરંતુ સહેલાણીઓને અસુવિધા ના થાય અને ટ્રાફિક જળવાઈ રહે એ માટે અહીં સાધનોની કક્ષા પ્રમાણે અલગ અલગ સમયે જવાનું હોય છે. મોલ રોડ ઉપર પાર્કિંગની સખ્ત મનાઈ હોય છે. સાંજના સમયે અપર રોડ પર સાધનોની એન્ટ્રી બંધ હોય છે. લોઅર રોડ પર ફક્ત સિંગલ દિશામાં જ અને નાના સાધનોને જવા દેવામાં આવે છે. નૈનીતાલમાં SUV અને TUV થી મોટા સાધનોને દાખલ થવાની મનાઈ છે. એના માટે નૈનીતાલની બાહર રોડ પર પાર્કિંગ છે ત્યાં પાર્ક કરીને આવવાનું હોય છે. મેં-જૂન અને ઓક્ટોબર મહિનામાં સહેલાણીઓ વધુ હોય છે એટલે ટ્રાફિક અને સાધનો પાસ થવા અંગેના નિયમો વધુ કડક હોય છે.

મોલ રોડ ઉપર પહોંચ્યા પછી એનો નજારો કંઈક અલગ જ હતો. વરસાદ હજુ થોડા સમય પહેલાજ વિરમ્યો હતો એટલે રોડ હજુ ભીના હતા, માટી નથી બાકી એવું કહી શકાય કે એની ભીની ખુશ્બુ આવતી હતી. જોકે વરસાદ પછી કંઈક અલગ જ માહોલ લાગતો હતો. ભીનો રોડ હોવાથી રોડ પર લાઈટના પ્રકાશનું પરાવર્તન થઈ એવું લાગતું હતું કે રોડ ખુદ ઝગમગે છે. આમતો પૃથ્વી પર નિશારાણીનું આગમન થઈ ગયું હતું પરંતુ અહીં નૈનિતાલની સડકો ઉપર કૃત્રિમ લાઈટોનું સામ્રાજ્ય છવાયેલ હતુ. દરેક દુકાનમાં લાઈટો તેમજ એના રંગબેરંગી બોર્ડ હતા. સહેલાણીઓની સારી એવી ભીડ દેખાઈ રહી હતી. ઘણા અમારી આગળ ચાલતા હતા તો ઘણા પાછળ અને ઘણા ફરીને આવીને રિટર્ન થતા સામા મળતા હતા. સહેલાણીઓમાં મોટા ભાગે કપલ વધુ હતા. મોલ રોડ ઉપર ઘણી બધી દુકાનો અને હોટેલ આવેલી છે. ઉપરાંત રેસ્ટોરન્ટ, કાફે અને લોકલ રેંકડી વાળા પણ ખરા જ્યાં તમને લોકલ ફૂડ જેવાકે મોમોસ, ચાઉમીન, ટીક્કી,મેગી વગેરે મળી જાય અને એના ટેસ્ટને માણવાની મજા કંઈક અલગ જ હોય. મોલરોડની મુલાકાત મને એક વાતનું થોડું આચ્છર્ય થયું, કે અહીં ઘણી બધું દુકાનોમાં અમૂલના રેફ્રિજરેટર અને બોર્ડ લાગેલા હતા તે જોઈને લાગ્યું કે આવી કડકડતી ઠંડીમાં ભલા આઈસ્ક્રીમ કોણ ખાતું હશે ? જોકે ઘણા હોય જે નૈનિતાલમાં આવીને આઈસ્ક્રીમ ટેસ્ટ કરતા હોય છે. અમે પણ એક લોકલ ફેરિયા વાળાને ત્યાં ટીક્કી અને ચાઉમીનનો ટેસ્ટ માણ્યો.

હવે મોલ રોડ પૂરો થવા આયો હતો. સામે નૈનિલેકનો બીજો છેડો તલ્લીતાલ દેખાઈ રહ્યો હતો. સામેના પર્વતો ઉપરના ઘર અને હોટેલની લાઈટોનું પરાવર્તન થઈને લેકના પાણીમાં સુંદર દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું. હવે હલકો હલકો વરસાદ પણ પડી રહ્યો હતો. સ્નોફોલ પડી જાય તો ખરેખર મજા આવી જાય. બે વાર સિમલા-મનાલી અને નૈનિતાલ બાજુ આવી ગયો છું પરંતુ લાઈવ સ્નોફોલ જોવાનો મોકો નથી મળ્યો. હવે અમે લેકના કિનારે આવી ગયા હતા ત્યાં અંગ્રેજીમ નૈનિતાલ લખેલું અને લાઈટોથી શણગારેલ બોર્ડ હતું જે એક પ્રકારનો સેલ્ફી પોઇન્ટ હતો જેથી ત્યાં ઘણા બધા લોકો સેલ્ફી લઈ રહ્યા હતા. (Image-44) અમે પણ આ ટ્રેન્ડમાં પાંચ મિનિટ આપીને ફોટા લીધા. અહીં સેલ્ફી લેવા સિવાય એક મહત્વનું કામ હતું જે સામેની તરફ નજારો માણવા લાયક હતો. મોલરોડ પર અને ઉપરની તરફની હોટેલો અને દુકાનોની લાઈટો લેકના પાણીમાં અલગ અલગ સેડ બનાવી રહી હતી. (Image-45) અને જમણી અને સામેની બાજુ છેક પર્વતની ટોચથી નીચે તળેટી સુધીના મકાનોમાં લાગેલ લાઈટોને લીધે ખુબજ સુંદર દ્રશ્ય રચાઈ રહ્યું હતું. (Image-46) અહીં ખુબજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો કારણકે લેકના કિનારે હતા અને સામે છેડેથી લેક તરફની હવા આવી રહી હતી.

લગભગ અમે ત્રણ કિલોમીટર જેટલું ચાલી લીધુ હતું. સમય પણ 8:30 જેવો થયો હતો, જે અહીં માટે વધુ કહેવાય કારણકે નવ વાગ્યા પછી બધું ધીમે ધીમે બંધ થવા લાગતું હોય છે. હવે ભૂખ પણ કકડીને લાગી હતી. ગઈકાલે પંજાબી ટેસ્ટ વાળું જમ્યા હતા એટલે આજે સાદું જમવાની ઈચ્છા હતી. જેથી તલ્લીતાલ બસ સ્ટેશનની પાછળની ભાગે ગલીમાં દુકાનો અને લોજ હતી. એક દુકાનમાંથી પતંજલિની છાસ લીધી અને એક લોજમાં જમવા બેઠા. કોઈ મિશ્રા બંધુ આ લોજના મલિક હતા. અહીં ઉત્તરપ્રદેશ બાજુમાં જ છે એટલે ત્યાંના ઘણા લોકો જોવા મળે. આમેય પહેલા ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશમાં જ આવતું હતું પછી પહાડી વિસ્તારને અલગ કરી એને ઉત્તરાખંડ નામનું નવું રાજ્ય બનવવામાં આવ્યું. જમવામાં અમે બટેટાનું શાક અને દેશી ચણાનું શાક હતું. સાથે ગરમાં ગરમ રોટલી પણ મળતી હતી. સાદું જમવાનું હતું પણ ખુબજ સ્વાદિષ્ટ હતું. અમે જમીને હવે હોટેલ પર જવા નીકળ્યા. આ અંતર કાપવું થોડું મુશ્કેલ લાગ્યું કારણકે ભરપેટ જમ્યા હતા, ઉપરાંત ઠંડી વધી રહી હતી અને મુખ્ય કારણ ચડાણ હતું. અમારી હોટેલ મોલ રોડથી ઘણી ઉપરની બાજુ એ આવેલ હતી. પરંતુ વાંધો ના આવ્યો ધીમે ધીમે હેમખેમ અમે હોટેલ ઉપર પહોંચી ગયા.

હવે પછીની મુસાફરી અગિયારમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન, બ્લોગ અથવા ફેસબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે. વાચકોને થતું હશે કે મુસાફરી બવ લાંબી ચાલી પણ હવે 1-2 એપિસોડમાં આ પ્રવાસવર્ણન પૂરું થશે.

©ધવલ પટેલ
મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval સર્ચ કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505
બ્લોગ માટેની સાઈટ : https://dhavalhinustani.blogspot.com
ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યૂટ્યૂબ વિડિઓ લિંક :
નૈનિતાલ મોલ રોડ વિઝીટ : https://youtu.be/7RkZmAzZcZE

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED