અગ્નિસંસ્કાર - 16 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 16



દારૂના ધંધાને આગળ વધારવામાં આ દસ યુવાનોનો મોટા પ્રમાણમાં ફાળો હતો. આગળના એક મહિના દરમ્યાન દારૂનો ધંધો તેજ ગતિએ આગળ વધ્યો. પોલીસેથી છૂપાવીને દારૂની બોટલોને એક ગામથી બીજે ગામ આરામથી લઈ જવાતો હતો. થોડીઘણી મુશ્કેલી જ્યાં રસ્તે મળતી ત્યાં શિવા પોતાની યુક્તિ વિચારીને હલ નિકાળી લેતો.

શિવાભાઈના કામથી બલરાજ ખૂબ પ્રભાવિત થયો અને એક દિવસ બોલ્યો. " વાહ શિવા વાહ...તારું કામ વખાણવા લાયક છે..પોલીસને બેવકૂફ બનાવીને જે રીતે તું માલની હેરફેર કરે છે ને, મને તો લાગે છે તારું સ્થાન મારી જગ્યાએ હોવું જોઈએ હે ને..." બલરાજ હસવા લાગ્યો અને બાદમાં એક થેલીમાં પૈસાની રકમ એમને આપી.

" આ લે...આ તારી ચતુરાઈની કિંમત...બસ તું આમ જ અમારી સાથે બિઝનેસ કરતો રહે પછી જો તું પેલી ઝૂંપડીમાંથી નીકળીને તું પણ મારી જેમ બંગલામાં રહેવા લાગીશ...તું નસીબવાળો છે કે હું તને કામના બદલામાં પૈસા પણ આપું છું એ પણ એટલી મોટી રકમ.."

બલરાજ શિવાની તારીફ કરતો થાકતો ન હતો અને હતું પણ એવું જ શિવા પોતાના સુજબુજથી દરેક સમસ્યાનો હલ ચુટકી વગાડતા જ નિકાળી લેતો. એક મહિના સુધી નિયમિત રીતે કાર્ય ચાલ્યું પણ હવે શિવાને પોતાની કસમ પૂરી કરવાની હતી. શિવા એ બે દિવસ અગાઉ જ બલરાજ પાસે ઘરે જવા માટે રજાની માંગણી કરી હતી પરંતુ બલરાજે ના પાડી દીધી હતી. તેથી શિવા એ નક્કી કર્યું કે એ ટ્રકને લઈને જ પોતાના ગામ તરફ નીકળી પડશે અને ત્યાંથી જ્યાં માલની ડિલિવરી કરવાની હશે ત્યાં ચાલ્યો જશે. પોતાના ગામમાં ટ્રક રોકવાથી માલની ડિલિવરી લેટ પહોંચવાની શક્યતા હતી પરંતુ શિવા એ રિસ્ક લઈને પોતાની કસમ નિભાવવાનું ઉચિત સમજયું.

શિવા સાથે ફેકટરીનો એક યુવક પણ એની સાથે ટ્રકમાં બેસ્યો હતો. ટ્રક પૂરી રીતે દારૂની બોટલોથી ભરેલી હતી. ટ્રક શિવો ચલાવી રહ્યો હતો જ્યારે બાજુમાં બલરાજનો યુવક એમની બાજુમાં બેઠો હતો.

થોડાક સમયમાં ટ્રક બે રસ્તા વચ્ચે ઉભી રહી ગઈ. એક રસ્તો રાણીપુર જતો હતો જ્યારે બીજો રસ્તો અન્ય ગામ તરફ જતો હતો કે જ્યાં માલની ખરેખર ડિલિવરી કરવાની હતી. શિવા એ ટ્રકને રાણીપુર ગામ તરફ વાળી.

" અરે ટ્રકને ક્યાં લઇ જાય છે આપણે તો બીજા રસ્તે જવાનું હતું ને?"

" આ લે આ પૈસા અને પોતાનું મોં બંધ રાખ, હું મારા પરિવારને મળવા જવ છું...પાંચ મિનિટ મળીને આપણે ત્યાંથી નીકળી જશું..."

" પણ બલરાજને ખબર પડશે તો ખબર છે ને એ શું હાલત કરશે આપડી??"

" હા પણ તું ચિંતા ન કર... આપણા બે સિવાય આ ટ્રકમાં બીજુ કોઈ નથી... ન હું કઈ બોલીશ કે નહિ તું કોઈને કંઈ કહીશ...અને આ પૈસા મોં બંધ રાખવા માટે જ આપ્યા છે તો ચૂપચાપ મારી સાથે ચાલ...."

થોડાક સમયમાં ટ્રક ઢળતી સાંજે પોતાના ઘરે પહોંચી. ટ્રકની હેડલાઈટથી તેજ પ્રકાશ શિવા એ પોતાના ઘરના દરવાજા તરફ ફેંકી અને હોર્ન વગાડવા લાગ્યો.

ક્રોધ કરતી રસીલા ઘરની બહાર આવી અને બોલી.

" કોણ છે નાલાયક હેં? બહાર આવ તો હમણાં મઝા ચખાડું છું તને..." પાલવને કમર પર કસીને ટ્રક પાસે પહોંચી તો ટ્રકમાંથી શિવો નીચે ઉતરીને એની સામે ઊભો હતો.

શિવાને જોઈને હરખાતી રસીલા સીધી એને ગળે વળગી ગઈ.

" તમે આવી જ ગયા!! તમારા વિના એક એક દિવસ કેમ વિતાવ્યો મારું મન જાણે છે...." રસીલા ની આંખો ભરાઈ આવી.

" મને પણ તારી ખૂબ યાદ આવી, રસીલા...."

બન્નેનું મિલન પૂર્ણ થતાં શિવા એ કહ્યું. " કેશવ ક્યાં છે?"

" એ અહીંયા જ હતો અરે કેશવ જો કોણ આવ્યું છે?" રાડ પાડીને રસીલા એ અવાજ કર્યો.

દડેથી રમતો કેશવ પોતાના પપ્પાને જોઈને રાજી રાજી થઈ ગયો. " પપ્પા....!!"

" આવ મારા દીકરા...." શિવાભાઈ એ કેશવને ગોદમાં લેતા કહ્યું.

બે ઘડી શિવાભાઈ કેશવ સાથે વાતચીત કરવામાં મશગૂલ થઈ ગયા. આ સમયે રસીલા એ ટ્રકમાં એક નજર મારી અને ટ્રકમાં બેઠેલા એક યુવાનને જોયો. જે યુવાન ટ્રકમાંથી નીચે પણ નહતો ઉતર્યો.

" તમે આ ટ્રક સાથે આવ્યા? પણ તમે તો કહેતા હતા એક મહિનામાં બધી ઉધારી ચૂકવીને હું આવી જઈશ..તો આ ટ્રક અહીંયા કેમ?"

" રસીલા મારે જવું પડશે.. મેં તારાથી એક વાત છૂપાવી હતી.." શિવાભાઈ આખરે એ બલરાજ સાથેના શરત વિશેની વાત કહી દીધી.

" તમે કેશવને બચાવવા માટે ખુદને જ વેચી નાખ્યા!!.."

રસીલા જ્યાં શિવાભાઈ સાથે વાતચીત કરવામાં મશગૂલ હતી ત્યાં બલરાજ મોટરગાડીમાં બેસતો રાણીપુરના નાકે પહોચી ચૂકયો હતો.

" શિવા તે મારો વિશ્વાસ તોડ્યો છે અને તારે આની કિંમત ચૂકવવી જ પડશે..." બલરાજે કહ્યું.

ક્રમશઃ