એક મુલાકાત - જીવનભરનો સાથ Shreya Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક મુલાકાત - જીવનભરનો સાથ

એની ને મારી એ પહેલી મુલાકાત
નાજુક નમણી નાર ને ગુલાબી એના ગાલ
નાકે પહેરી નથણી ને કામણગારી ચાલ
આંખો જાણે મોતી ને કપડે તિલક લાલ
મસ્ત મજાના હોઠ એના હોઠ પર એના સ્મિત
લાગે જાણે આવી પડ્યું વગર પુરનું નીર
એના સફેદ દાંત ને હોઠ ઉપર નો એ તિલ
હસતા મોઢે હલી એતો મારા આગળ થી
એના કાળા વાળ ને લાગે રેશમી ડોર
હાય એનો અંદાજ મારા આંખે બેસી ગયો
એક નજર માં ગમી ગયેલી
મારી એ પહેલી પ્રીત
ઘાયલ થયો એની પ્રીત માં
ગમે ના કોઈ પણ રીત
પહેલી એની મુલાકાત ને
લાગ્યો પ્રીત્યું રંગ
છેલ છબીલો
દિલ નો ભોળો
ક્યાંથી મળે આ રંગ
હાથે ચૂડો ચમકદાર ને
માથે ખુલ્લા વાળ
જોતા મન માં થાય આપણા
સ્વર્ગભુવન નો ભાસ
રાત ની ખોવાઈ નીંદર મારી
ખોવાયું દિવસ નું ચૈન
ખામોશ બની ને બેસી ગયેલો
સપના જોવું દિન રેન
એક અહેસાસ એ મારો
લાગ્યું કોઈ દિલ ની પાસ
કોણ જાણે કોણ હતી એ
મારા માટે બની ખાસ
અજાણ્યા ની એક મુલાકાત
બની ગયેલી ખાસ
ગયો બીજા દિવસ હું તો
આવી એ ત્યાં જ
"ઉભા રહો ઓ મેડમ, તમે ચોરી મારી હાશ"
બોલી એતો કોણ તમે છે?
કેમ રોકી મને આમ?
અવાજ એનો સૂરીલો ને
લાગે કોયલબોલ
કહ્યું મને એમને જણાવો તમારું નામ
નામે છું હું આશિક તમારો
મને જાણી લો આમ
પ્રેમ માં પડ્યો તમારા
કરો સ્વીકાર આપ
પહેલી મુલાકાત તમારી
ઘાયલ થયો હું દિલ થી
બનવું તમારા દિલ નો રાજા
કરો સ્વીકાર આપ
તમારો મારો મેળ થયો
કાલે મળજો આપ
મારા વિશે જણાવતાં
આનંદ થશે અપાર
એક મુલાકાત એની મારી
બની એવી ખાસ
જીવન ભર ના સાથ ની
વચન આપ્યું આજ
એક મેક ના સાથી બનવાની
ખુશી અમને અપાર
ક્યાંથી ક્યાં લઇ આવી આજે
અમારી એ એક મુલાકાત
આંખો નીચી રાખી ને
માથું પણ એનું નીચું
જોઈ રહી હાથો માં ને
દિલ એનું ધડકતું
આવી વસેલા દિલ માં મારા
આવી નાજુક નાર
મારા ધડકન ની બની એ હકદાર
મારા દિલ પર છાપ મારી
હક કરી ને વસી ગયેલી
મારા નસીબ માં આવી ગયેલી
મારી એ એક મુલાકાત ની આશ
કુમ કુમ્ પગલે લાવું એને મારા ગરમા આજ
મુખડું મલકાય એનું સોળે સજી શણગાર
કેવી લાગે સોળે શણગાર માં
લાલ ચુનર માં આજ
આવી મારા ગર ની લક્ષ્મી
સાથ આપવા આમ
હાથે લાલ ભમ્મર મહેંદી
માથે સિંદૂર આજ
ગળા ની એની વરમાળા ને
મંગળસૂત્ર આમ
મારી પરણેતર બની
મારી એ એક મુલાકાત
મારા આંગણે ગુલાબ બની
મારી એ પહેલી મુલાકાત
ઢોલ વગાડ્યો સરનાયી વગાડી
વગાડ્યું dj આજ
આવો મારા કુલ ની લક્ષ્મી
સ્વાગત છે ખાસમ ખાસ
જીવન સાથી મારી બની
આપ્યો મારી સાથ
જોત જોતા માં ક્યાં નીકળી ગયું
આખું વરસ આમ ને આમ
એક વરસ થયું ગયું ને
પ્રેમ અમારો ખાસ
કમી નથી આવી અહી
એક બીજાના પ્રેમ મા
એ જોવાનું ખાસ
રહીશ તારી સાથે આમ
આપ્યું એને મે વચન
બોલી પાછળ તરત જ
ઢાલ તમારી બની રહીશ
મારું પણ વચન છે આ
એક મુલાકાત ને એની જીવનભર નો સાથ
પ્રેમ કરી જાણી ગયા
કેવો છે મીઠો એનો અંદાજ
એ આજે પણ છે એટલી ખાસ
જેટલી હતી એ ખાસ એની એક મુલાકાત
હસતી રહેતી હંમેશા
ના હોય કદી ઉદાસ
આજે પણ યાદ છે મને મારી
એ એક મુલાકાત