છોકરીઓ શુ છે? સાપ નો ભારો કે તુલસી નો ક્યારો? Shreya Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છોકરીઓ શુ છે? સાપ નો ભારો કે તુલસી નો ક્યારો?

શુ છે આ દીકરી?
દીકરી વ્હાલ નો દરીયો છે.
દરેક પિતાનું હૈયુ છે આ દીકરી,
માં નું કાળજું છે આ દીકરી.
આજ ની સદી માં જે દીકરા નથી કરી શકતા તે એક દીકરી કરી બતાવતી હોય છે.પરંતુ બધા એટલા નસીબદાર નથી હોતા કેમ કે બધા ના ઘરે દીકરી નથી જન્મ લેતી. અને કેવું છે કે જેના ઘરે બધી દીકરીઓ હોય એને એમ હોય કે કાશ એક છોકરો હોત તો સારું.
સાપ નો ભરો નથી હોતી આ દીકરીઓ.દીકરીઓ તો હોય તુલસી નો ક્યારો, દીકરીઓ તો હોય બે ઘર તારાવનારી ભગવાન ની અમૂલ્ય દેન. સારા કર્મો કરવા વાળા મા બાપ ને જ દીકરીઓ નસીબ થતી હોય છે.દીકરી વિનાનું ઘર બહુ જ સુનું સુનું લાગતું હોય છે. ક્યાં દીકરીઓની મધુર અવાજ, દિકરીઓની પાયલ ની ખનખન, એમ લાગે જાને કોઈ ધૂન આપણ ને મધહોશ કરી દેતી હોય છે.
દીકરી પિતા ના આવવાની રાહ જોતી હોય એ જ દીકરી જ્યારે સાસરી માં જય ત્યારે એના પિતા જ એક એવા હોય જે સૌથી વધારે રડે. એક બાપ ના માટે પોતાની દીકરી ની વિદાયીની વેદના એ કોઈ બીજું ના સમજી શકે. એ પિતા જેને રાજકુમારી ની જેમ પોતાની દીકરી ને સાચવી હોય તે પિતા આજ પોતાની દિકરી ની વિદાયી કરે છે. કહેવાય છે ને કે દિકરી બે ઘર તારે. એક દીકરી જ છે જે મા બને, મોટી બહેન બને, કાકી બને, દાદી બને, નાની બને, મામી બને, ફુઈ બને, માસી બને. એ એના પિતા માટે દીકરી તો હોય જ પણ તે જરૂર પડે એના પિતા માટે મા પણ બની જતી હોય છે.દીકરી આજ એ જગ્યા એ છે જ્યાં કોઈ છોકરો બહુ મેહનત કરે તો ઓન નથી પોહચી શકતો.શુ કોઈ દીકરો કોઈ દિવસ જરૂર પડે ત્યારે પિતા કે માં નો બાપ બની સમજાવ્યા તેમને ના. દીકરી ના મા બાપ બહુ જ નસીબદાર હોય છે. દીકરી ને એટલા માટે જ કહેવાય છે કે દીકરો વંશ છે તો દીકરી અંશ છે. દીકરો માંન છે તો દીકરી સ્વમાન,સ્વાભિમાન છે. દીકરો સંસાર છે તો દીકરી એ સંસાર માં રહેવા માટે નો સાર છે. દીકરી નાની હોય તો રડે તો જોર થી રડે કેમ કે બધા એને મનાવે પણ જ્યારે એ મોટી થાય ત્યારે એ સંતાયી ને રડી લે કેમ કે એને ખબર છે એના પાપા જોશે એને રડતા તો એમને ખૂબ દુઃખ થશે. દીકરી તો સહનશકતી છે દીકરી તો નવદુર્ગા નો અવતાર છે. દીકરી તો તુલસી નો ક્યારો છે. દીકરી તો વ્હાલ નો દરિયો છે. આજ દીકરી ની હાલત બહુ જ ખરાબ થયી છે જ્યાં જોઈએ રેપ ને દીકરી ને હેરાન કરવાનુ. શુ આ બધું તમારાં ઘર ની લક્ષ્મી જોડે થાય એ સારું કહેવાય.ના એવું કોઈ ને ના ગમે. દીકરી તો ચંદન છે જેના આજુબાજુ સાપ રહે તો પણ એને કાઈ અસર ના થાય. દીકરી તો નાજુક નમણી હોય છે જે બધા ખરાબ છોકરાઓને ના પહોંચી વડે. દીકરી ને એટલું જ માં આપો જેટલું તમારા દીકરા ને આપો કેમ કે દીકરો એની પત્ની આયા પછી એનો થયી જશે અને બને તો સારા ઘર ની છોકરી હોય તો જ સારું નહીં તો ઘરડા ઘર માં મૂકી આવે પણ સારા ઘરની છોકરી હોય તો એના સાસુ સસરા ને મા બાપ જેમ રાખે.એટલે જ દીકરી બે ઘર તારે છે. હું પણ એક દીકરી જ છું એટલે કોઈ દીકરી ને ધિક્કારો નહિ પણ એને આવકાર આપો. એ પછી તમારી દિકરી હોય કે બીજાની. તમારી વહુ દીકરી માં ફેર ન કરો કેમ કે તમારી દીકરી બીજા ઘરે જવાની છે અને તમારી વહુ તમારા માટે બીજા ને છોડી ને આવી છે એટલે.