ધ સર્કલ - 18 Roma Rawat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સર્કલ - 18

૧૮

એ નાના ઈટાલીયન એરપોર્ટમાંથી અમારી ભાડુતી કાર બહાર હંકારી જતા મેં વિચારપૂર્વક કહયું. ‘હફ ભુગર્ભ કબ્રસ્તાનમાં જનતાને જવા દેવાની છુટ હોય છે.’

‘ કેટલામાં' હફે કહયું, ‘એમાં ગાઈડરાખેલો હોય છે. પ્રવેશ ફી પણ હોય છે. પ્રવાસીઓમાં તે એક સારૂ આકર્ષણ ધરાવે છે.’

તેણે કાર બહાર કાઢી રોમ તરફ હંકારી.

‘તો તેનો અર્થ એ કે મહામાતાપંથીઓ જનતાનુ ધ્યાન દોર્યાં વગર ત્યાં ભેગા થઈ શકે નહીં.’ 

‘હં જોકે અમુક કબ્રસ્તાનો સીલ કરેલાં છે તો અમુક ભુગર્ભ ગુફાઓમાં પણ ફેરવી નાખેલા છે.'

તે આવા એકાદા કબ્રસ્તાનમાં તેઓ મીટીંગ ભરી શકે ખરા.’

‘હા’

હફે ભવા ચડાવ્યા .

શાંતિ.

મ્યુઝીયમમાં એક પૂરાતત્વવીધ હતો તેણે મને ભુગર્ભ કબ્રસ્તાનના એક બીજા પ્રવેશ રની વાત કરેલી. એ જનતા માટેના પ્રવેશદ્વારથી દુર આવેલુ છે. તે કોઈ મંદિર આગળ આવેલુ છે. કયુ? 

તે યાદ કરવા લાગ્યો.

એક મીનીટ...

બે...

પછી...

‘યાદ આવ્યું.'

‘કયુ ?'

‘મીંગળ દેવતાનું મંદિર. તે રોમન સામ્રાજયના પતન પછી લગભગ ખંડીયેર હાલતમાં ધસાઈ ગયું છે. હવે તો તેમાં કંઇ બચ્યું નથી. છે ફકત ભંગાર કાટમાળ. પણ તું વિચાર કે તે કંઇક સુચવે છે,'

‘શુ ?’ 

‘મંગળ’

ચોકલેટ,

વાઈન, 

કાગ્નેકનો ફલાસ્ક, 

ફ્લેશલાઈટ.

પછી મેં હફને મંદીરનો રસ્તો પુછ્યો તો તે ચોકકસ દિશાસુચન કરી શકયો નહિ. અડધા કલાક પછી અમે રસ્તો ખોઇ બેઠા. 

આખરે મે કાર રસ્તાની બાજુએ એક ઝાડ નીચે ઉભી રાખી.

‘હવે?’

‘કાર ઊત્તર તરફ લે’

‘ચોકકસ’ 

‘ચોકકસ,’

મેં કાર ચાલુ કરી અને પુરઝડપે ઉત્તર તરફ હંકારી મુકી

૨૦ મીનીટ બાદ અમે મંગળ દેવતાના મંદીરે આવી પહેચ્યા. તે રોમની ઉત્તરે આવેલો ટેકરાળ પ્રદેશ હતો. મંદિર ૧૦ એકરના વિસ્તારની મધ્યે આવેલુ હતું. ચોમેર ગીચ ઝાડી આવેલી હતી.

જગ્યા અવાવરૂ હતી.

કોઈ રાહદારી નહોતો.

કોઈ બાળકો નહોતાં. 

શાંતિ.

ભયંકર શાંતિ.

એક પંખી પણ ફફડતું નહોતું.

જયાં જુઓ ત્યાં ભંગાર પડયો હતો- 

આરસપહાણના ચોસલા, 

થાંભલા,

વિનાશના પ્રતીકો.

જયાં જુએ ત્યાં મોતની છાયા હતી. 

‘વાતાવરણ ભુતાવળ છે નહિ ?' હફે કહયું.

‘હા.’

મેં કાર એક ઝાડી આગળ ઉભી રાખી. પછી મેં જોઈતી ચીજવસ્તુઓ એરલાઈન્સના બગલ થેલામાં ભરી, બારણું ખોલ્યું અને કારમાંથી નીચે ઉતર્યાં ધીમેથી ચાલતો અને હું મંદિરના અવશેષો તરફ આગળ વધ્યા.

‘નસીબદાર છીએ,' તેણે કહયું. ‘અહીં કોઈ હજી દેખાતું નથી.’

તે ખરો હતો.

કોઇ નહોતું.

કબ્રસ્તાનની શાંતિ. ભુતાવળ ખામેાશી.

પવન નહોતો અને એક પાંદડુ પણ કયાંય હલતું નહોતું.

‘મારી ધારણા પ્રમાણે ભુગર્ભ કબ્રસ્તાનનું પ્રવેશદ્વાર મંદિરના અવશેષોની વચ્ચે હોવુ જોઈએ.' હફે કહ્યું. ‘હું અહીં એક વાર ફરવા આવેલો પણ અંદર ઉતર્યો નહોતો. અમે મધ્યમાં ગયા.

એક મોટું બાકોરૂ દેખાયું. 

વીહેલ્મીના તૈયાર રાખી હું બાકોરા પાસે ગયો. પથરાની એક જીર્ણશીર્ણ સીડી નીચે ઉતરતી દેખાઇ. ૨૦ ફૂટ નીચે લોખંડના સળીયા દેખાતા હતા.

સીડી પર કોઈ નહેાતુ .

સળીયા પાછળ પણ કોઇ હિલચાલ નહાતી.

મેં વીલ્હેલ્મીના મજબુત પકડી અને સીડી ઉતરવા લાગ્યો. મારી પાછળ હફપણ સીડી ઉતરી રહયો હતો.

જેમ જેમ અમે નીચે જતા ગયા તેમ તેમ હવા ઠંડીને ઠંડી થતી ગઈ. અમે તળીયે પહોંચ્યા તો બહારનો મોટરકારોની અવરજવરના અવાજ આવતો બંધ થઇ ગયો.

સંપુર્ણ શાંતિ.

કોઈ માંનવ સંચાર નહિ.

મેં સળીયાવાળું બારણુ ધકેલ્યું.

તે કિચુડાટ કરતુ ખુલ્યું.

હું અને હફ અંદર પ્રવેશ્યા.

હું થેભ્યો.

કાન સરવા કર્યાં.

શાંતિ.

ઉપર અંધકાર.

મેં બગલથેલામાંથી ફ્લેશલાઈટ કાઢી. તેના અજવાળાનો લીસોટો અંધકારને ભેદી રહ્યો. અમે એક લાંબી ટેનેલમાં આગળ ચાલ્યા. તે ઘણી સાંકડી હતી. માંડ ત્રણ ફુટ પહોળી હશે તે નીચી હતી. માંડ સાડા ચાર ફુટ ઉંચી. તેની ફરશ, દિવાલો અને છત અવશિષ્ટ થતા જતા પથરાની હતી.

કમરેથી વળી હું આગળ ચાલ્યો. હું મારી પાછળ આવતો હતો. મારા એક હાથમાં વીલ્હેલ્મીના અને બીજા હાથમાં ફલેશલાઈટ હતી. જેમ જેમ અમે ઉંડે જતા ગયા તેમ તેમ ટનેલ નીચે ઢળતી ગઈ. હવા વધુને વધુ ઠંડી થતી ગઇ. હવે તેમાં કોહવાટની વાસ પણ ભળી હતી—

સડેલા પાંદડા,

કબરોની માટી,

મડદાંની માટી.

અને શાંતિ.

ફલેશલાઇટના બીમ સિવાય અંધકાર.

સંપુર્ણ અંધકાર,

પાછળ હફ ધ્રુજતો હતો.

અચાનક ટનેલ પુરી થઈ. વધુ નીચે જતી પથરાની સીડી દેખાઇ. પણ આ સીડીના પગથીયા સાફ હતા. હું નીચે નમ્યો.

પછી તે દેખાઈ. 

કાદવવાળા બુટની છાપ.

વરસાદ પછી કોઈ નીચે ઉતર્યુ હતું. અને કાદવ તેના કે તેણીના બુટના સોલ ઉપર ચોંટી ગયો હતો. 

આંખ અને કાન સરવા રાખી હું સીડી ઉતરવા લાગ્યો. સીડી વકાકાર બનતી વધુ નીચે ઉતરી.

શાંતિ. 

ધરખમ શાંતિ.

પગલાના આછા અવાજ સિવાય બીજે કોઇ જ અવાજ નહોતો.

અમે નીચે ઉતરતા ગયા...

નીચે...

નીચે...

કોઇ નવીજ દુનિયામાં.

પાંચ મીનીટ પછી સીડી પુરી થઈ પણ તે ટનેલમાં દોરતી નહોતી. મેં ફલેશલાઈટના અજવાળાનો લીસોટો આજુબાજુ ફેરવ્યેા.

હું ચમકયો અમે ૫૦ ફુટની એક મોટી ચેમ્બરના બારણામાં ઉભા હતા.

મે હીબકુ ભર્યું.

દિવાલ આગળ લગભગ ચાર ફુટ ઉંચેક માણસના હાડકાનો ઢગલો છેડ છેડા સુધી પડેલો હતો સમય વીતતાં હાડકાં કાળા–પીળા પડી ગયા હતા અને તેમની પર ફુગ જામી હતી.

અને હવે હાડકા ઓ ઉપર દિવાલને ટેકે કોફીનો મૂકેલા હતા. દરેક કોફીનમાં અકકેક હાડપિંજર હતું. 

હફે ખૂંખાર્યો.

‘આ એક કબર કીશ્ર્ચીયન વિસ્તાર છે,' તેણે ધીમેથી કહ્યું ‘પંથનો કોઈ માણસ મરી જાય ત્યારે લાશ 

  ફકત અહીં મૂકી દેવાતી.’

હું ધ્રુજયો.

‘બીજું પણ એક બારણું દેખાય છે,' હફે આંગળી ચીંધતાં કહ્યું.

મેં ફલેશલાઈટનું અજવાળુ ફેકયુ. 

બારણું ડાબી દિવાલમાં હતું.

હું ત્યાં ગયો. તેમાંથી બીજી ટનેલ જતી હતી. તે પહેલી કરતાંય સાંકડી અને નીચી હતી. અમે અંદર ગયા. ૩૦૦-૪૦૦ વાર પછી બીજી એક સીડી આવી. તળીયે બીજી એક ચેમ્બર આવી.

વધુ હાડકાં...

વધુ હાડપીંજરો....

બીજા ત્રણ બારણા દેખાયા.

હું ખચકાયો.

‘કાઇ સુચન ?' મેં હફને કહ્યું.

‘કંઈ સંભળાતુ નથી' તેણે કહ્યું.

શાંતિ.

અંધકાર.

નીરવતા.

માનવીના હાડકા.

કહોવાટ.

સડો.

જો મહામાતા પંથીઓએ નીશોવેવને અહીં જ સંતાડયો હોય તો તેને સોધવો સહેલો નહોતો.

મેં એક બારણુ પસંદ કર્યું. બીજી એક ટનેલ. આંટીધુંટીઓ. ટનેલ ઢોળાવવાળી હતી હજી વધુને વધુ ઊડે જતી હતી.

બીજી એક ચેમ્બર આવી.

હજી વધુ હાડકાં...

હાડપી જરો...

અમે પાછા આવ્યા અને બીજી ટનેલમાં ગયા.

ફરી એ બારણા.

‘લાગે છે અહી ભુલભુલામણી છે,' મેં કહયું.

‘ગમે તે અંદર ન ઘુસી આવે એટલે રાખી હશે,’ હફે કહયું.

બે કલાક પછી અમે લગભગ ૧૫-૧૬ ટનેલો ખુંદી વળ્યા હતા છતાં હતા ત્યાંના ત્યાંજ હતા.

એ જ શાંતિ 

ભુતાવળ શાંતિ.

અને અંધકાર.

‘હવે?’ મે પુછ્યુ.

'હું પણ એજ વિચારૂ છું.' હફે કપાળ પર આંગળી મુકતાં કહ્યું.

સવાલ સમયનો હતો.

મેં ફ્લેશલાઈટના અજવાળામાં કાંડાધ ડિયાળ જોયુ.

નવ વાગ્યા હતા.

ટુંક સમયમાં મહામાતાપંથીઓ માનબલિદાનની વિધિ માટે આવશે.

મારે નીશોવેવને બચાવવો જ હતો.

અને તે મુશ્કેલ હતુ.

‘મહામાતાપંથીઓ આવે ત્યાં સુધી અહીં રાહ જોવી જ રહી,' મેં હફને કહ્યું. ‘આપણે પહેલી ચેમ્બર આગળ જઈને રાહ જોઈએ.’

હફ મુંઝાયો.

‘તે જોખમી છે. આપણે અહીં શેાધ ચાલુ જ રાખીએ તે ઠીક’

‘સમય કયાં છે ?’

‘પણ….'

મે તેને ફેરવ્યો, હાથ પકડયો અને પહેલી ચેમ્બર તરફ ખેચ્યો.

‘સાંભળતો ખરા !’

‘શુ છે ?’

‘આપણે સંતાઈશું કયાં ?’

‘હાડકાના ઢગલા પાછળ' મેં કહયું, ‘કોફીનો પણ ઘણાં છે.'

હફનો ચહેરો ફિકકો પડયો.

‘હું.'

હું સ્થિર ઉભો રહયો.