સંભાવના - ભાગ 12 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભાવના - ભાગ 12



(વાર્તા ભૂતકાળમાં જાય છે)

સન 1979 નો સમય.....


માતા-પિતાના મૃત્યુ બાદ ફોઈ એ યશવર્ધનભાઈ અને તેમના નાના ભાઈનું ભરણપોષણ કર્યું હતું.નાનપણથી જ બંને ભાઈ માતા પિતાના પ્રેમ વગર ઉછર્યા હતા. ફોઈ જવાબદારી તો નામ માત્રની પૂરી કરી રહયા હતા.

વહેલી સવારનો સમય છે યશવર્ધનભાઈ ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા.

"બસ આમ રોજ સવારે તૈયાર થાવ અને નીકળી પડો બહાર.....ઘરનાં કામમાં કંઈ મદદ કરવી જ નથી કોઈએ અને આ ભાર મારે આખી જિંદગી વેઠયા કરવાનો.....બંને ભાઈ માંથી એક ને પણ એવું થાય છે કે ફોઈની થોડી મદદ કરી દઈએ.તમારા ફુવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને તમે બસ એમના પૈસા ઉડાવી રહ્યા છો - ફોઈએ બંને ભાઈઓ તરફ પોતાનો રોષ બતાવતા કહ્યું

"ફોઈ મારે થોડું કામ છે હું આવું છું"- કહેતા યશવર્ધનભાઈ તો બહાર નીકળી જાય છે.

નાનો ભાઈ ચૂપચાપ ફોઈને કામમાં મદદ કરવા લાગી જાય છે. આના સિવાય બીજો કોઈ રસ્તો પણ તો નહોતો એમની પાસે , આથી બસ રોજની જેમ ચુપચાપ બંને ભાઈ ફોઈના આવા મહેણાં-ટોણાં સાંભળીને ચૂપ થઈ જતા હતા.


યશવર્ધનભાઈ જ્યારે પરત ફરે છે ત્યારે હાથમાં એક કાગળ અને બેગ લઈને આવે છે.


"ફોઈ મારી નોકરી પોલીસમાં લાગી ગઈ છે હવે તમારે આ ભાર નહીં સહન કરવો પડે"- કહેતા યશવર્ધનભાઈએ તો જોત જોતમાં પોતાના અને નાના ભાઈનો સામાન પેક પણ કરી દીધો અને બંને ભાઈ એ પોતાના ફોઈના ઘરનો દરવાજો હંમેશા માટે છોડી દીધો.

ફોઈ માથા પર હાથ મૂકીને બંનેને જતા જોઈ રહે છે....

આજે યશવર્ધનભાઈને પોલીસ ખાતામાં જોડાયે લગભગ બે મહિના જેટલો સમય થઇ ગયો હતો, અને તેમનું પોસ્ટિંગ ભરૂચમાં આવેલા ધાનપુર ગામમાં થયું.બંને ભાઈ હવે ધાનપુરમાં આવીને વસવાટ કરવાનું શરૂ કરે છે.

યશવર્ધનભાઈ પોતાના નાનાભાઈ નું ખુબ જ ધ્યાન રાખતા હતા તેનું ભણવાનું.... જમવાનું.... દરેક બાબત એક પિતાની જેમ સાચવી રહ્યા હતા....રવિન્દ્ર પણ પોતાના મોટાભાઈ ને પિતા સમાન માનીને તેમનો ખૂબ સન્માન કરતો હતો.


રવિન્દ્ર પટેલ.....

તેણે આ જ વર્ષે બી એ માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને હવે તે મોટાભાઈ સાથે રહેતા અને ત્યાં જ ભરૂચની કોલેજમાં એમ. એ. નો અભ્યાસ કરી રહ્યા હતા.


યશવર્ધનભાઈ ખૂબ જ નિષ્ઠાપૂર્વક પોતાની પોલીસ તરીકેની ફરજ બજાવી રહ્યા હતા.ખૂબ ઓછા સમયમાં તેમણે દરેક ગામવાસીનાં મનમાં પોતાનું ઘર બનાવી લીધું હતું. ક્યારે પણ ગામમાં કોઈને કોઈ તકલીફ પડતી તો તેઓ સીધા યશવર્ધનભાઈ પાસે જ પહોંચી જતા હતા. યશવર્ધનભાઈ પણ પોતાના ઘરના સદસ્યની જેમ જ તેમની દરેક સમસ્યાનું સમાધાન કરતા હતા.ગામના લોકોમાં મનમાં તેમના માટે ખૂબ જ આદરની ભાવના હતી.


વર્ષો સુધી અનેક સમસ્યાઓ નો સામનો કર્યા બાદ આજે બંને ભાઈ શાંતિથી જીવન જીવી રહ્યા હતા.

રાત્રી નો સમય છે..... બંને ભાઈ જમવાનું જમીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. ચોમાસાની ઋતુ છે ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા થઈ રહ્યા છે અને અચાનક જ લાઈટ જતી રહી.....

ઠક ઠક ઠક ઠક.....

"મોટાભાઈ આપણો દરવાજો ખખડી રહ્યો હોય એવું લાગે છે બહાર કોઈ આવ્યું છે..."- અવાજ સાંભળીને રવિન્દ્ર એ કહ્યું

"અરે પણ આટલી રાત્રે કોણ હોય? તને વહેમ થયો હશે ચલ હવે સુઈ જઈએ...."- યશવર્ધનભાઈ બોલ્યા

ઠક ઠક ઠક....

આ વખતે તો યશવર્ધનભાઈ એ પણ દરવાજો ખખડવાનો અવાજ સાંભળ્યો.તેમણે રવિન્દ્ર સામે જોયું અને તુ બેસ હું જોઈને આવું છું કહેતા યશવર્ધનભાઈ દરવાજો ખોલવા જાય છે.

(આટલી રાત્રે કોણ આવ્યું હશે યશવર્ધનભાઈ ના ઘરે? કોઈ મહેમાન કે પછી કોઈ વિપદા...)