સંભાવના - ભાગ 4 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભાવના - ભાગ 4

શિયાળાની આછી આછી ધુમ્મસ વચ્ચે પડછાયો ગાડી તરફ આગળ વધી રહ્યો હતો અને સાથે સાથે વધી રહ્યા હતા શ્રેયસ ના ધબકારા.....

"કોણ છે ત્યાં?"- ગભરાયેલા અવાજમાં શ્રેયસે પૂછ્યું

પરંતુ સામેથી કોઈ ઉત્તર આવ્યો નહીં.

ધીમી ગતિએ તેની તરફ આગળ વધી રહેલા પગરાઓનો અવાજ સાંભળીને શ્રેયસે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી.....

જુના ફાટેલા કપડા જેના ઉપર થીંગડા મારેલા હતા.... એક હાથમાં કોથળી હતી જેની અંદર શાકભાજી દેખાઈ રહ્યું હતું પરંતુ વાસી..... બીજા હાથમાં તગારુ અને કોદાળી હતા એવું લાગી રહ્યું હતું કે તે ક્યાંકથી મજૂરી કરીને આવી હોય..... તેના ધ્રુજી રહેલા હાથ અને ચહેરા પરની કરચલીઓએ વાત જણાવી રહી હતી કે આ સામાન ઊંચકવા માટે તેના શરીરમાં પૂરતી તાકાત પણ નહોતી .....ચહેરો સામાન્ય હતો પરંતુ આકર્ષક..... તે એક આધેડ વયની મહિલા હતી......

તે સ્ત્રી શ્રેયસ ની આંખમાં આંખ નાખીને જોતા જોતા ત્યાંથી પસાર થઈ રહી હતી. તે સ્ત્રીની અશ્રુ ભીની આંખો તેના દુઃખની સબૂતી આપી રહી હતી.તેને જોઈને શ્રેયસ એકદમ ચુપ થઈ ગયો હતો, તે બસ માત્ર તેને જતા જોઈ રહ્યો...

તે બાઇ લથડતા ડગલા સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.

" અરે સાંભળો એમને પૂછો ને અહીંયા કોઈ મિકેનિક મળશે કે નહીં?"- રાધિકાએ શ્રેયસ નું ધ્યાન ભંગ કરતા કહ્યું

શ્રેયસે માત્ર હમમ... માં જવાબ આપ્યો.

"અરે માજી સાંભળો છો?" -તે બાઇ એ કોઈ ઉત્તર આપ્યો નહીં

"અરે મારી વાત સાંભળો ને અમને થોડી મદદની જરૂર છે."- શ્રેયસે થોડું વધારે જોરથી બૂમ પાડીને કહ્યું.

તે બાઇ રોકાઈ ગયા અને ધીમે રહીને પાછળ ફરીને જોયું.

અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે અમને એક મિકેનિક ની જરૂર છે શું તમે કહી શકો છો કે અહીંયા મિકેનિક ક્યાં મળશે?"- શ્રેયસ એ પૂછ્યું


હકારમાં માથું હલાવીને તે બાએ ધીમેથી હાથ ઉંચો કરીને આગળના રસ્તાની તરફ ઈશારો કર્યો અને ફરીથી ધીમા ધીમા ડગલે આગળ ચાલવા માંડ્યા.

આખરે શ્રેયસ ના જીવમાં જીવ આવ્યો.

"ઠીક છે તમારો ખૂબ ખૂબ આભાર"- શ્રેયસે કહ્યું

તે સ્ત્રી હાથ ઉંચા કરી આશીર્વાદ આપી હળવા હાસ્ય સાથે ત્યાંથી ચાલી નીકળ્યા.

મદદ મળી જવાની આશા સાથે ગાડીમાં બેઠેલા ઘરના તમામ સભ્યો શ્રેયસ ની તરફ મીત માંડીને બેઠા હતા. ચારે તરફ ફેલાયેલા ધુમ્મચ ભર્યા વાતાવરણના કારણે તેમને આજુબાજુ નું દ્રશ્ય ખૂબ ઝાંખું ઝાખું દેખાઈ રહ્યું હતું.

શ્રેયસ તે બાઇ ને ધુમ્મસ માંથી પસાર થતાં જોઈ રહ્યો અને ફરીથી ક્ષણભર માટે જાણે ક્યાં ખોવાઈ ગયો....

" પપ્પા કેટલી વાર લાગશે....."

" શું થયું દીકરા શું કહ્યું એમણે...."

" ક્યાં મળશે આપણને મિકેનિક...."

" શ્રેયસ શું થયું? શું કહ્યું એમને મિકેનિક મળશે કે નહીં...."

ગાડીમાં બેઠેલા દરેક સભ્ય એક પછી એક સવાલો પૂછી લીધા પણ શ્રેયસ સુદભુત ખોઈને બસ ઉભો રહ્યો.અને આંખ માંડીને તે જોઈ રહ્યો હતો ધુમ્મસ માંથી પસાર થઈ રહેલા તે બાઇને..... રાધિકાએ શ્રેયસ ને હાથ પકડીને પૂછ્યું કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું.

" હા... હા... શું થયું?"-સવાલ ના બદલામાં શ્રેયસે પણ સવાલ પૂછી લીધો.

"શું છે.... શું થઈ ગયું છે તમને....? તે બાઇ એ તમને મિકેનિક વિશે જણાવ્યું કે નહીં?"-

" હા તેમણે કહ્યું કે અંદર ગામમાં મળી જશે મદદ...
તમે ગાડીમાં બેસો હું જોઈને આવું છું"-કહેતા કહેતા શ્રેયસ તે બાઈએ બતાવ્યો હતો તે રસ્તાની દિશા તરફ આગળ વધી ગયો.



શ્રેયસ રાધિકા નો જવાબ પણ સાંભળવા ઊભો ન રહ્યો અને ક્ષણભરમાં તો તે પણ ધુમ્મસમાં ગાયબ થઈ ગયો...


( શ્રેયસ મિકેનિક લઈને પરત ફરશે કે તે......???? )