સંભાવના - ભાગ 11 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

સંભાવના - ભાગ 11


એક કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે.જમીન પર ફસડાઈ પડેલા યશવર્ધનભાઈ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા હતા. આંખો જેમ જેમ ખુલી રહી હતી તેમ તેમને ચારે તરફ ફેલાયેલા અંધકારમાં પણ સહેજ સહેજ અજવાસનો આભાસ થઈ રહ્યો હતો. તેઓ ધીમે ધીમે પોતાના હાથ પગ ને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.જંગલમાં આવી રહેલી એ તીવ્ર સુગંધ એ હવેલી માંથી જ આવી રહી હતી.

યશવર્ધનભાઈ ની નજર ફરી તે જ તસવીર ઉપર જઈને અટકી ગઈ અને તે સાથે જ તેમની આંખોમાંથી આંસુ જાણે ઝરણું બનીને વહેવા લાગ્યા.

હું.....અહીં......
કેવી રીતે???
હે ભગવાન......
આ શું થઈ રહ્યું છે??

યશવર્ધનભાઈના મનમાં અનેક વિચારોના વંટોળ ઉપાડ્યા હતા.

મનમાં અનેક સવાલો અને ડર સાથે યશવર્ધનભાઈ ની નજર ચારે તરફ હવેલીમાં ફરી રહી હતી.અને ત્યાં જ તેમની નજર જઈને થોભે છે સામે જ પડેલી એક આરામ ખુરશી ઉપર જે ધીમે ધીમે હાલી રહી હતી...... તે જર્જરીત થઈ ગયેલી અતિ પ્રાચીન ખુરશી માંથી અત્યંત ડરામણો અવાજ આવી રહ્યો હતો...... યશવર્ધનભાઈ જમીન પર હાથ નો ટેકો લેતા ધીમી રહીને ઉભા થવાનો પ્રયાસ કરે છે.

"પપ્પા અમારી મદદ કરો. તમે ક્યાં છો? જલ્દીથી દરવાજો ખોલો"- યશવર્ધનભાઈ ના કાન માં શ્રેયસ નો અવાજ પડ્યો

"પપ્પા અમે અહીં અંદર છીએ. દરવાજો ખોલો, પપ્પા...."- રાધિકાનો અત્યંત રડમસ અવાજ પણ અંદરથી આવી રહ્યો હતો.

"હા બેટા..... હા.... હું અહીંયા જ છું. દીકરા તમે ક્યાં છો? હું આવું છું તમે ચિંતા ના કરો"-યશવર્ધનભાઈએ પોતાના શરીરમાં રહેલી બધી તાકાત લગાવીને કહ્યું

હવે તો તેમના શરીરમાં જોરથી બોલવાની તાકાત પણ નહોતી રહી.

યશવર્ધનભાઈ ઉભા થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ હવે તેમનું શરીર ખૂબ જ થાકી ગયું હતું. તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા.

ધીમે ધીમે હવેલીના તે રૂમમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હતું, અને સાથે જ વધી રહી હતી તે અત્યંત વિચિત્ર ગંધ....

યશવર્ધનભાઈ જેમ જેમ ધીમે ધીમે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમ તેમ તે સુગંધ વધુ અને વધુ તીવ્ર થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું માનો કોઈ ધીમે ધીમે તેમની નજીક અને વધુ અને વધુ નજીક આવી રહ્યું હતું.....

શું આ તેમનો આભાસ હતો કે ખરેખર ત્યાં કોઈ હતું? એ જાણવા ધીમેથી તેમને પોતાની નજર ફેરવી.....

જમીન પર બેઠા બેઠા જ ધીમે રહીને પાછળની તરફ જેવી તેમની ડોક ફેરવે છે કે તેમની નજર સમક્ષ આવે છે.....

જમીનથી અધ્ધર હવામાં ઊડી રહેલી એક આત્મા.....

જમીનથી બે ફૂટ અધ્ધર હવામાં ઉડી રહેલી તે આત્મા સંપૂર્ણપણે બળી ગયેલી હતી. તેના બળી ગયેલા શરીર પર પણ ક્યાંક ક્યાંક ચામડી લટકી રહી હતી જેમાંથી ક્યાંકથી વહી રહ્યું હતું અત્યંત કાળું લોહી તો ક્યાંકથી તેમાંથી નીકળી રહ્યો હતો પરુ.....તે આત્માની આગ સમાન લાલ થઈ ગયેલી આંખો તેના ગુસ્સાની પ્રતીતિ કરાવી રહી હતી.તે યશવર્ધનભાઈ ની ચારે તરફ ઉડી રહી હતી. ધીમે ધીમે તે અત્યંત જર્જરીત થઈ ગયેલી આરામ ખુરશી તરફ આગળ વધી અને ત્યાં જ જઈને બેસી ગઈ.

તે આત્માને જોઇ ને યશવર્ધનભાઈ ના ગળામાંથી થૂક પણ ન ઉતરે એવી હાલત થઈ ગઈ. તેમના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. માથા પરથી સતત પરસેવો પડી રહ્યો હતો. ડરના કારણે દાદાનું શરીર ધીમે ધીમે સફેદ થઈ રહ્યું હતું.

" બહુ જલ્દી ભૂલી ગયો મને યશવર્ધન...."


( ક્યાં છે ઘરના બધા સભ્યો?કેવી રીતે જાણતી હતી તે આત્મા યશવર્ધનભાઈ નું નામ? અને આખરે કોણ હતી તે? જાણીશું આવતા ભાગમાં)