અદ્રશ્ય તત્વ Nimu Chauhan nihan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદ્રશ્ય તત્વ

અદ્રશ્ય તત્વ

"૨૪/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૩ સુધીની સફર "

અજાણ્યા આઈ ડી માંથી અચાનક અજાણ્યો માણસ પુછે છે,
"દોસ્ત બનશો કે દુશ્મન "
કંઈક અલગ અંદાજ વારા મિત્રોની વાર્તાલાપની સફર ખેડવા લાગી, અજાણ્યા માંથી એકબીજાની થોડી ઓળખાણ થતાં રુબરુ મુલાકાત લીધી.
એ મુલાકાત કંઈ સામાન્ય જ હતી કે ઈશનુ ગતકડું ક્યાં કોઈને સમજ પડી.
બંને એકબીજાને મળ્યા છુટાં પડ્યાં,રોજ વાતો નો સિલસિલો વધ્યો, થોડા દિવસ માં પહેલી વાર ગુજરાતી ચલચિત્ર જોવા ગયાં બંન્ને જે છોકરી એ પોતાની ૨૫ વર્ષની ઉંમરે ક્યારેય સિનેમાનું પગથિયું નથી જોયું એ આ છોકરા સાથે નવા વર્ષની શરૂઆતે ૧/૧/૨૦૨૩ના રોજ શહેરના જાણીતા થિએટર માં ઓમ મંગલમ્ સિગલમ ફિલ્મ જોવા ગઈ, એક અનોખી ખુશી છોકરીની જીંદગીનુ આ એક નાનકડું સપનુ જે વર્ષોથી ક્યાંક અકબંધ હતું .
એ આ છોકરા સાથે જીવી , ફિલ્મ પુરુ થયું સિનેમાની સીડીઓ પર એ છોકરા બિલકુલ ફિલ્મી હિરોની જેમ છોકરીનો હાથ પકડી તેની સામે બેસી છોકરીને પ્રપોઝ કરી. એક પળ માટે છોકરીને લાગ્યુ કે દુનિયા થંભી ગઈ છે કે એ ઉંધ માં છે ? ખુદ પર કે એ ક્ષણ પર ભરોસો ના થયો પણ એ પળ જીવાડવા પણ ક્યાંક ઈશ ની ઈચ્છા હતી. એ છોકરા નું ત્યારે પહેલી વખત કંઈ અલગ તત્વ છોકરીને હ્રદયે સ્પર્શી ગયું.
આમ જ એક નવી સફરની શરુઆત થઈ બંન્ને એક રાહે ચાલવા લાગ્યા ઘણું અલગ હતું બંન્ને માં બંનેની રહેણીકરણી જીવવાની ઢબ સામાજિક અને આર્થિક સ્તર બન્ને ના અલગ હતાં અને આ બધું બંને સારી રીતે જાણતા અને સમજતા હતા છતાં બંને એક રાહે ચાલવા સહમત હતાં. આમને આમ એક બીજા સાથે નો સમય પસાર થઈ રહ્યો હતો.
સાથે ફરવા જવું
બાર જમવા જવું,
એકબીજાના સપના જાણવા
વિચારો જાણવા એકબીજાની સાથે નો સમય કેમેરા કૈદ કરતાં કરતાં આંખના પલકારામાં આખું એક વરસ એકબીજાને સાથે જીવ્યા.
આ એક વરસમા બંને એ એકબીજા માટે ઘણું કર્યું એકબીજાને હ્રદયથી આત્માથી સમજતા થયા, જે ક્યારેય કોઈ સાથે ના જીવ્યા હોય એ ક્ષણો જીવ્યાં.
કોઈ માટે આટલી ઉંમરે ખોટું ના બોલ્યા હોય ઘરે ચોરી છુપીથી ફરવા ના ગયા હોય એ બધું બંને એ એકબીજા માટે કર્યું. અઢળક પ્રેમ નામે સંપત્તિ બંને એ સંગ્રહી એક બીજાના હ્રદય ખજાના માં.
એકબીજાના સાથ વગર હવે તો બંનેની જાણે દુનિયા અધુરી લાગવા લાગે . એકબીજાની વાતચીત વીના જાણે સ્વર વિહિન જગ ભાસે છે.
પણ... પણ... પણ..
અમુક સમય પરીક્ષાનો પણ આવે જ છે ને.
એ ઈશ એમનેમ તો કંઈ ના જ આપે ને. બંને ના સંબંધની એકમેક ના વિશ્વાસની પરખતો એ પણ કરશે જ ને.
એવી ક્ષણો પણ બંન્ને એ સાથે રહીને પાસ કરી છે. એક બીજા પરના ભરોસાએ જ બંનેને આજ સુધી બાંધીને રાખ્યા છે, સમય ના વહેણ માં થોડો બદલાવતો
આવવા નો જ.
હવે પરીસ્થિતિ એવી સર્જાય કે છોકરો પેલા જેટલો સમય આપતો એનાથી થોડો ઓછો સમય આપવા લાગ્યો પણ હા જેટલો સમય મળે એ આ છોકરીને જ આપે છે , એ વાત છોકરીને પણ ખબર જ છે પણ છોકરીને નાનાં માં નાની વાત આ છોકરાને કહેવી હોય છોકરીને દરેક પળ પોતાની સાથે વીતાવે એજ ખંજના હોય કેમકે છોકરીએ ક્યારેય કોઈ અન્ય મિત્રો કે સખી બનાવ્યાજ નહીં.
સમય જરુર એક વરસનો પસાર થઈ ગયો પણ બંન્નેનો પ્રેમ લાગણી આજે પણ થિએટરની પહેલી મુલાકાત જેવા છલોછલ જ છે.
આટલી સફરમા ઘણી વખત ઝઘડ્યા છે, છોકરી બોલવાની થોડી વધારે પણ એ મામલે છોકરો બહુ સહનશીલ સમજદાર .
છોકરી હ્રદયની સાફ
છોકરો દિલથી ઈમાનદાર,
બંને એકબીજા માટે કંઈ પણ કરી શકે એટલી સત્યતાની એકબીજાને માન આપીને જીવે , હા આજકાલ છોકરો થોડો વ્યસ્ત ચાલે એટલે છોકરીના ગુસ્સાનો પારો ચડે પણ અંદર ખાને છોકરી પણ સમજે તો છે કે છોકરો જે કંઈ પણ મહેનત કરે છે એ છોકરી માટે જ કરે છે.
ને સામે પક્ષે છોકરી ગુસ્સો કરે મનમાં આવે તેમ બોલી નાખે પણ એ છોકરીનો પ્રેમ જ હોય છે જે સમય ના અભાવના પ્રભાવે થાય છે. હા બંન્ને ગમે તેટલા ઝગડે વાત વાતમાં એકબીજાને ગમેતે કહે પણ અંતે બધું બાજુ પણ રહી જાયને ફરી બંનેની એ સ્નેહ ઉલ્ફત ની વાર્તાલાપમા પ્રેમ ઝરણું ખડખડ વહેવા લાગે ત્યારે બંને ના હ્રદયમાં કોઈક કંઈક અદ્રશ્ય તત્વ છે જે એકબીજાને સજોડે રહેવા બંધી રાખે છે એ ઈશનો કંઈ ઈશારો કે સથવારો છે જ કે એકબીજાને અલગ નહીં થવા દે.
હાલ તો બંનેના સંબંધનુ કોઈ જ નામ નથી પણ બંન્ને એ ઈશ અને ખુદ પર એટલો ભરોસો છે જ કે ખુબ જ જલ્દી આ સંબંધને સાત જન્મોના સાથનું નામ જરુર મળશે.
આ વર્ષમા એકબીજાનો સંગાથ એ ઈશ તરફની મળેલ અમુલ્ય ભેટ જ છે , અને આવનારા અનેકો વર્ષ બંને પર ઈશના આર્શીવાદ રહે અને સંગાથે સ્નેહ સફર ખેડવા અઢળક પ્રેમ સંપત્તિ ફળશે જ એ અતુટ વિશ્વાસ છે .

- નિમુ ચૌહાણ નિહન