Love or deprivation books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે વિરહ


એક છોકરો અને છોકરી સોશિયલ મીડિયા પર અચાનક મળ્યા એકબીજા સાથે વાતો કરતા થયા થોડા જ સમયમાં સારા મિત્રો બની ગયા, મેસેજ ફોન કોલ્સ માં વાતોનો દોર શરૂ થયો ક્યારે એક બીજાને પસંદ કરવા લાગ્યા ખબર જ ના રહી, છોકરી છોકરાને ખૂબ ચાહવા લાગી સવાર ના આંખો ખુલે ત્યાંથી લઈ રાત ના સુવા સુધી છોકરા જોડે જ વાતો કરે , છોકરો નાઈટ સિફ્ટમા જોબ કરતો તો છોકરી પેલા છોકરા સાથે વાતો કરવા પુરી રાત જાગે, આખો દિવસ કામનો થાક હોત છતાં પેલા છોકરા માટે બધું સહી લેતી , ક્યારેક ઉનાળાની એવી ગરમી હોય તો પણ છોકરા સાથે રાત્રે વાત કરવા રજાઈમા પરસેવે રેઝબેઝ થઈ જતી છતાં ઓઢી ને કલાકો સુધી વાત કરતી, છોકરો પેલા થી પરણેલ હતો એ વાતની જાણ છોકરીને હતી નહી,એક દિવસ છોકરાના ભાઈને જાણ થઈ કે આ છોકરી એના ભાઈને સાચી લાગણી થી ચાહે છે, તો છોકરા ના ભાઈએ પેલી છોકરીને કહ્યું કે એના ભાઈના લગ્ન થય ગયા છે, છોકરી આવું અચાનક જાણવા મળતા હેબતાઈ ગય, એક બે દિવસ બાદ છોકરી એ સીધું છોકરા ને પૂછ્યું તારા લગ્ન થઈ ગયા છે, તો છોકરો બોલ્યો હા થઈ ગ્યા છે પણ આઠ દિવસ ચાલ્યા તા લગ્ન હવે છુટાછેડા લેવાની વાત ચાલે છે, છોકરી એ ત્યારે હિંમત કરી પુછી લીધુ મારી સાથે લગ્ન કરીશ, છોકરા એ સીધી હા પાડી , છોકરા છોકરી આમ તો એકજ જ્ઞાતિ ના હતા , ખાલી પછી પેટા જ્ઞાતિ અલગ હતી પણ સામાજિક રીતે લગ્ન કરી શકે એમ હતા, છોકરી એ છોકરા ને કહ્યું કે વિચારી લે જ્ઞાતિ થોડી અલગ છે તારા મા બાપ માનશે ને પછી ના પડશે તો? છોકરા એ ત્યારે એના મા બાપની સૌગંદ ખાઈને કહ્યું મારા પર આજ થી તારો જ હક છે છેલ્લા શ્વાસ લગી હું તારી સાથે જ લગ્ન કરીશ મારા મા બાપ નહીં માને તો કોર્ટ મેરેજ કરશુ પણ તારા સિવાય બીજે ક્યાંય લગ્ન નહી કરુ, આવું સાં ભળી છોકરીને જાણે પુરી દુનિયા મળી ગઈ એ છોકરા માં જ,એ છોકરા માટે જ જાણે હવે જીવતી તી, એ છોકરા ને જે ગમે જેમ ગમે એમ જીવવા લાગી એક વરસ જેટલો સમય આમ જ કોલ્સ , વિડિયો કોલ્સમાં વીતી ગયો, હવે બંને એ એકબીજા ને રૂબરૂ મળવાનુ મન બનાવ્યું, છોકરી નુ ઘર થોડું આકરા નિયમો વાળું હતુ એકલી ઘર બહાર જવુ મુશ્કેલ હતું, પણ છોકરાને નજર સામે જોવાની ઉત્સુકતા હતી, છોકરાને મળવા માટે ઘરે આજ પહેલી વાર ખોટું બોલી બજાર ગઈ, છોકરો મળવા આવ્યો છોકરી માટે ગીફ્ટ પણ લાવ્યો તો, બંને એકબીજાને રૂબરૂ મળ્યા નો આનંદ અનેરો હતો, થોડી વાતચીત કર્યા બાદ બંને કેફમાં નાસ્તો કરવા ગ્યા એક જ પ્લેટમાં સમોસા ખાધા , એકબીજાને હાથે ખાધા લસ્સી પીધી સાથે , ત્યાર બાદ બગીચામાં એકબીજા સાથે બે કલાક જેટલો સમય એકબીજા ના હાથ પકડી સપના જોયા આવનાર દિવસોના , એ દિવસ છોકરી માટે ખૂબ જ અદભૂત હતો, આમને આમ સમય પસાર થતો ગયો બંને ખૂબ નજીક આવી ગયા તા છોકરી ઘણી વાર પુછતી કે છોકરા ના છૂટાછેડા ક્યારે થશે?છોકરો કહેતો સમય આવે થઈ જશે, છોકરી ખુબ મૂઝાઈ જતી, છોકરી એ છોકરાના છુટાછેડા માટે એક મંદિરમાં ચાલી ને જવાની મન્નત રાખી, છોકરી છોકરો સાથે નવરાત્રી ના ઉપવાસ કર્યા એકબીજા સાથે લગ્ન કરવા મન્નત પણ રાખી, છોકરી વારંવાર પુછતી લગ્ન કરીશને મારી સાથે, છોકરો કહે તો મરી જઈશ તારા સિવાય બીજે લગ્ન નહીં કરુ, છોકરી ની પુરી દુનિયા, જીવવા માટે ના શ્વાસ પેલો છોકરો જ બની ગયો, બેક મહિના બાદ છોકરા ના છુટાછેડા થઈ ગયા , પેલા લગ્ન હતા ત્યાં થી, હવે છોકરી પેલા છોકરાને કહેતી કે એના ઘરે વાત કરે બને ના લગ્ન માટે, છોકરો વાત ટાળવા લાગ્યો કે છૂટાછેડા નો થોડો સમય થાય પછી વાત કરુ, એમને એમ બે મહિના થૈ ગ્યા છેટાછેડાને છોકરી એ ફરી કહ્યું લગ્ન ની હવે તો વાત કર ઘરે, છોકરો અચાનક પલટી ગયો , કહેવા લાગ્યો મારા માબાપ તારી જ્ઞાતિ માટે ના પાડે છે, અને હજુ એક વરસ લગી લગ્ન ની સાવ ના પાડે છે, છોકરી ની લાગણી જાણે સાવ છુંદાઈ ગય આવુ સાંભળી, છોકરી એ કહ્યુ તે જ કહ્યું તુને કે તુ મનાવીશ તારા મા બાપને, નહીં માને તો કોર્ટ મેરેજ કરશુ, ચાલ મનાવ અથવા કોર્ટ મેરેજ કરી, છોકરો સાવ બદલાઈ જ ગયો , છોકરો કહે ના હુ કોર્ટ મેરેજ ના કરુ, મારા મા બાપ નથી માનતા તારી સાથે લગ્ન માટે , તું બીજે કરી લે લગ્ન , છોકરી સાવ તુટી ગય કે આ એજ છોકરો છે જેના માટે કેટલુ કર્યું તું, એ છોકરો જ છોકરી માટે જીવવા નુ કારણ હતો સાચી લાગણી થી પ્રેમ કર્યો તો, એ છોકરો છોકરી જોડે વાત ચીત કરવા નુ બંધ કરી દીધું છોકરી થી સહન ના થયું છોકરી બિમાર પડી ગય એક અઠવાડિયા બાદ થોડી સાજી થૈ, સામે થી છોકરાને ફોન કરી વાત કરી તો છોકરા એ તો બીજે સગાઇ પણ કરી લીધી, છોકરી ના જાણે શ્વાસ રોકાઈ ગયા, શું કરે એ કંઈ જ સમજ ના આવ્યુ ,ખૂબ રડી અનહદ રડી થોડા દિવસો જમી પણ નહી, જ્યારે પેલો છોકરો વાત કરે, ત્યારે એક જ વાત કહેતી કે મે સાચા દિલથી ચાહ્યો છે પ્લીઝ લગ્ન માટે માની જા ને, છોકરો એ જ કહેતો મારા મા બાપ નથી માનતા, છોકરી રોજ ખુબ જ રડતી એ છોકરામા જ છોકરી એ પૂરી દુનિયા વસાવી રાખી જે એક જ ઝટકા માં વેરવિખેર કરી નાખી, એક પણ દિવસ રડ્યા વિના એ છોકરી નો વીતતો નથી, શું આવો જ અંજામ હોય સાચી લાગણીઓ નો, શુ પેલો છોકરો બીજે લગ્ન કરી ખુશ રહી શકશે?, છોકરીના આંસુ , પીડા જોઈ ઉપર વાળો શુ છોકરાને માફ કરી દેશે?

- નિમુ ચૌહાણ સાંજ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED