Dumo books and stories free download online pdf in Gujarati

ડુમો

આંખોની કીકીઓ પલકારો પણ મારતી ના હતી ચંદ્રની સામે એકીટશે જોવા જ કરે છે, આંખો અશ્રુઓ થી ઉભરાતી રાતીચોળ થઈ ચુકી ઓશીકા પર એક પડખે સુતા એ ઓશીકું પણ અશ્રુથી ભીંજાય ગયું હતું હતો પુનમનો ચંદ્ર પણ નિત્યા માટે એ કાળી અમાસની રાત હતી, ખુબ જ રડી રહેલી નિત્યા આજ સવારની ભુખી હતી, બારી માથી દેખાતા એ ઉજાશ ભર્યા આકાશ સામે મનોમન સવાલ કરે છે, શું વાંક છે મારો ? શું પાપ કર્યા છે મે?આવું બધું મારી સાથે જ કેમ ? ડુમો ભરાઈ આવ્યો આવાજમા હચમચી ઉઠી આજ નિત્યા આત્મા સુધી સહનશક્તિની પણ એક સીમા હોય જ ને.
નિત્યાને ચંદ્રમાં ઈશ દેખાતા હોય એમ આજે ખૂબ સવાલો કરે છે ચંદ્ર સામે જોયને,

પણ ક્યાં કોઈ જવાબ મળવાના હતા?

અડધી રાત વિતી ચુકી હતી પણ નિત્યાની આંખોમાં અશ્રુનો વરસાદ એકધારો ચાલુ જ હતો,
આમ તો ખૂબ સમજદાર, દેખાવે શ્યામવર્ણી પણ આકર્ષક આંખોવાળી, આત્મવિશ્વાસી, હાજરજવાબી,એક હોનહાર ત્રીસી વટાવી ચૂકેલ છોકરી,
નાનામોટા દુઃખથી તો ટેવાઈ ચુકી નિત્યા મજબૂત મનોબળની હતી ઘરમાં મા પિતા એક ભાઈ, ભણતર પુરુ થયા બાદ ક્યારેય ઘર બાર એકલા પગલુ ભરવા ન મળતું , મા હતી તો સગી મા પણ વ્યવહાર હંમેશાં સાવકી મા જેવો જ કરતી, જાણે દીકરી પ્રત્યે કંઈક ધૃણા મનમાં હોય એમ. પિતા ધંધાકીય કામ વ્યસ્ત રેહનાર , ભાઈ એની દુનિયા મસ્ત રહેનાર માણસ, નિત્યાની મા સવાર થી રાત લગીના ઘરના બધાં કામ નિત્યા પાસે જ કરાવે, ઘરની સાફ સફાઈ, ત્રણેય ટાઈમની રસોઈ, કપડાં , વાસણ બધું જ કામ નિત્યા હસતાં મુખે રોજ કરતી પણ ખરા, ક્યારેય ફરિયાદ ના કરે, કેમકે એ મા ના વર્તનથી ટેવાઈ ચુકી હતી,
આખો દિવસ કામ કરે થોડો સમય મળે ત્યારે સારી બુકો વાંચે, સંગીત સાંભળે બંને શોખ નિત્યાના જીવનમાં પ્રાણ પુરતા, આના સિવાય નિત્યાના જીવન મા કંઈ નહીં
ના કોઈ મિત્ર ના કોઈ સહેલી , મા ના વર્તાવને કારણે નિત્યા સામેથી જ કોઈ જોડે સંબંધ ના રાખતી કે ના મિત્ર બનાવતી.
મહા, ફાગણનો વાયરો વાતો હતો, કેસુડે લાલ ચટક રંગોના પરીધાન ધારણ કરી લીધા હોય એવા ફુલોની બહાર ખીલી ચુકી હતી, રસ્તા પર પવનના વંડોળ ચડ્યા કરતા એ કપડાં પણ સુકા પાનની હળફભેર સુકાઈ જતાં હતાં.
સવારે ધોયને સુકાવેલા કપડાં લેવા નિત્યા બપોરે છત પર ચઢી આમતો આ રોજનું કામ પણ આજ છત પર થોડો અવાજ સંભળાયો તો આસપાસ નજર ફેરવી ત્યાં ચાર છત મુકીને બે માળનુ મકાન હતું ત્યાં બીજા માળે કોઈ ભાડુંઆત રહેવા આવ્યા હતા તેનો અવાજ અંદરથી આવતો હતો. હજુ કોણ ત્યાં આવ્યું એ વધુ જોવે ત્યાં નિત્યાની મા ની બરાડ છેક ઉપર લગી સંભાળતા ફટાફટ નિત્યા નિચે આવી ગઈ કપડાં લઈને,નિત્યા આમ મિલનસાર, મિત્રો બનાવવા એ લોકો જોડે વાતો કરવી નવુ જાણવું ખૂબ ગમતું પણ મા ના આવા સ્વાભવથી ત્યાં ના પડોશી પણ વાકેફ એટલે નિત્યાને ઓછા બોલાવે પડોશીઓ પણ.
નિત્યાની ઘરની બાજુના બે મકાન ખાલી હતા ત્યાર બાદના મકાનમાં વૃદ્ધ પતિપત્ની રહેતા અને તેની બાજુનુ મકાન તેમના દિકરા વહુનુ હતુ પણ એ બીજા શહેરમાં નોકરી કરતા એટલે એ મકાન ઉપર નીચે ભાડે આપતાં, નિચેના મકાનમાં એક કપલ માધવભાઈ ગીતાબેન અને એમનો પાંચ, છ વર્ષનો દિકરો તીર્થ રહેતા , અને ઉપરના મકાનમાં આજે ભાડે આવેલ એ આ કપલના ફેન્ડ સર્કલનો એક મિત્ર હતો,
દેખાવે ખૂબ ગોરાવાને કદ કાઠીએ એકદમ ફિલ્મી હીરો જેવો લાગે ચોવીસ,પચ્ચીસની આસપાસ ઉમરનો અપરીણીત છોકરો હતો નામ એનું નમન થોડા મહીના માટે અહી ભાડે મકાન રાખ્યું હતું સવાર ના દસ વાગે કામ પર જાય સાંજે છ વાગે આવી જાય જમવા માટેની વ્યવસ્થા તેને નીચે રહેતા ગીતા અને માધવ સાથે ગોઠવી લીધેલ.
નિત્યાના મા ના સ્વભાવને કારણે બીજા કોઈની તેના ઘરે આવજા ના હોતી પણ પાંચ છ વર્ષનો તીર્થ બાર રમતા રમતા ઘણીવાર નિત્યાના ઘરમાં આવી જતો, નાના બાળકને નિત્યાની મા જાકારો ના દેતી તીર્થ નિત્યાનો હેવાયો થઈ ગયો હતો એટલે સાંજે રમવા માટે આવી જ જાય નિત્યાને પણ તીર્થ સાથે રમવાનું ખૂબ જ ગમતું , આમ એક સાંજે તીર્થને રમાડી નિત્યા ગીતાબેન પાસે મુકવામાં ગઈ ત્યારે ત્યાં નમન પણ હાજર હતો એક અઠવાડિયા જેટલો સમય વિતી ગયેલ નમન ભાડે આવ્યાને આજે પ્રથમ વાર નમન ત્યાં ગીતાબેનને રસોડામાં મદદ કરતો હતો, તીર્થ નિત્યાના ખોળા માંથી ઉતરી તરત ગીતાબેન પાસે જતો રહ્યો, ગીતા બેને નિત્યાને આવકાર આપ્યો અને બેસવા કહ્યું,
નિત્યા બેસને ચ્હા બને છે આજ પીને જજે..

ના ના રસોઈ બાકી છે મોડું થશે તો ખિજાશે ઘરે પછી ક્યારેક.

રહે બેસને થોડી વાર આજ ચા પીને જજે નમન બનાવે છે.

ગીતાદીદી કોઈ મહેમાન છે કે તમારા,

અરે ના ના આમતો મિત્ર છે માધવના પણ અહીં ઉપર થોડા સમય ભાડે રહે છે.

એટલાં નમન ચા બનાવી બે કપમા લઈ રસોડાથી બહાર આવે છે,નમનની નજર નિત્યા તરફ જાય છે.

ગીતાભાભી લો ચા તૈયાર કહો ચાખીને કેવી છે,

વાત ગીતાભાભી સાથે અને નજર નિત્યા તરફ રાખી નમન નિત્યાને ક્ષણભર જોયાજ કર્યો,
નિત્યા સાદગીપૂર્ણ પણ ખૂબ અલગ લાગતી હતી , પાણીદાર આંખોમાં કાજળ લગાવેલુ,
હાફ પીનઅપ કરેલા ખુલ્લાવાળમાં કોઈ પરીથી
કમના લાગતી હતી.
ગીતા દીદીએ નમન અને નિત્યાને એકબીજાનો પરીચય કરાવ્યો, નિત્યા એ ખાસ કંઈ નમન સામુ જોયુ નહી , ક્ષણવાર બેસી નિત્યા પોતાના ઘરે ચાલી ગઈ.
નમમે નિત્યા વિશે વધુ ગીતા ભાભી પાસે થી જાણ્યું.
બીજા દિવસે સવારે આઠ વાગ્યા માં નમન છત પર રાહ જોતો હતો, ગીતા ભાભીએ કહેલું કે રોજ નિત્યા કપડાં સુકાવા છત પર આવે છે, રોજની જેમ નિત્યા નવવાગે છત પર કપડાં સુકાવવા ગઈ, નમન એકીટશે નિત્યાને જોયા કરતો હતો, નિત્યાનું ધ્યાન તેના કામ સિવાય ક્યાય ના હતું, કપડા સુકવી નિચે જતી હતી નિત્યા ત્યાં નમને અવાજ કર્યો,
કેમ છો નિત્યા ? ગુડ મોરનીગ,
નિત્યાનુ હવે ધ્યાન પડ્યું નમન તરફ ગુડ મોરનીગ નમન
કહી નિચે જતી રહી.
આજ નિત્યક્રમ એક અઠવાડિયા લગી ચાલ્યો, નિત્યાની એક ઝલક જોવા નમન આઠવાગ્યાથી છત પર ઉભો રહેતો, નમનને લાગ્યું આમ વાત આગળ નહી વધે,
નમન નિત્યા સાથે વાત કરવા તલપાપડ થઈ રહ્યો હતો, અને બીજા જ દિવસે મોકો મળી ગયો, નિત્યાના મા પાપા કોઈ કામ સર સવાર ના બહાર ગયાં નિત્યા ઘરે એકલી હતી, આજ નમનને કામ પર મોડું જવાનું હતું, એટલે નમન નિત્યાના મા પાપા નિકળા કે તરત તીર્થને લઈને નિત્યા પાસે પહોંચી ગયો.
તીર્થ નિતામાસી બોલતો ઘરમાં દોડ્યો, પણ નમન દરવાજે ઉભો રહી ગયો, નિત્યા રસોડામાં હતી બહાર આવી જોયું તો નમન દરવાજે હતો તીર્થ નિત્યા પાસે આવી ગયો.
નમન આવોને અંદર તમે અહી .? કંઈ કામ હતું? સ્વાભાવિક રીતે નિત્યાએ પુછ્યું,
કેમ કામ વિના ના આવી શકાય તમારા ઘરે એવો કોઈ નિયમછે નિત્યા માસી ...
એમ મઝાક કરી નમન અંદર આવી ગયો, એ નિત્યા સામે જ જોયા કરતો હતો, નિત્યા તીર્થને રમાડતા નમન સામે જોય નિચે જોય જતી, પણ નમન નિત્યા સામેને સામે જ જોયા કરતો.
નિત્યા એ હવે પૂછ્યું શુ જોવો છો ક્યારના એક નજરે?
એમ વિચાર આવે કે આટલી ખૂબસુંદર છોકરી હજુ અપરીણીત કેમ રહી, નિત્યા થોડી ગંભીર થઈ ગય, જેવા જેના નસીબ નમન, હુ કોઈ રૂપાળીરાધા નથી કે દરેકને ગમી જાવ, નમન મને દંભ કરી જીવતા નથી આવડતું,
એટલે કદાચ હજુ નથી ગમી કોઈને, નમને નિત્યાની આ પ્રામાણિકતા હ્રદયમાં ઉતરી ગઈ, એજ ક્ષણે નમને તીર્થને નિત્યાના હાથ માથી ઉચકી નિચે મુકી નિત્યાના હાથમાં હાથમુકી કહ્યું,
નિત્યા તું મને ખૂબ ગમે છે પહેલીવાર જોઈ ત્યારબાદ મારા આંખોમાં વસી ગઈ છે, હુ તને ખૂબ ચાહવા લાગ્યો છું, નિત્યાના શ્વાસ અધ્ધર જાણે થઈ ગયા, નિત્યા કંઈ સમજે એ પહેલાં જ નમનને નિત્યાને પોતાના બાહુપાશમાં સમાવી લીધી , નિત્યા ને પ્રથમ વાર પ્રેમનો અહેસાસ થયો.
આમને આમ સમય વહેવા લાગ્યો નિત્યા નમનનો પ્રેમ દિવસે દિવસે વધતો જતો હતો, નિત્યાની સવાર નમનને જોઈને શરુ થતીને રાત નમનને જોઈને જ પડતી હતી, નમન અને નિત્યા અનેકો વાર પુનમના ચંદ્રના અજવાશે છત પર એકાન્તમાં એકબેકના આલિંગનમાં આવનારી કાલના સપનામાં ખોવાઈ જતાં બધાંના સુઈ ગયા બાદ સપનાના આકાશને હથેળીમાં ભરતા અને એકમેકમા ખોવાઈ જતાં.
આમને આમ સમય જતો રહેતો નિત્યાને જાણે સાતમા આકાશની ખુશીઓ મળી ગઈ હતી, નિત્યા નમન સાથે લગ્નના સપના જોવા લાગી, પણ બે મહિના જેટલા સમયમાં નમને નિત્યાને એકવાર પણ લગ્નની વાત ના કરી હતી.
નિત્યાનો કાલ જન્મદિવસ એટલે એ નમનને યાદ પણ ખરો, સવારમાં છત પર બંનેને મળવા સમયે નમને નિત્યાને વિશ કરી એટલે નિત્યાએ નમન પાસે ભેટ માંગી, એટલે નમને કહ્યું તારે જે જોય તે આપીશ, નિત્યાએ તરત જ નમનને લગ્નમાટે પુછ્યું ,કે

નમન તુ મારી સાથે ક્યારે લગ્ન કરીશ.?

મારે તારી સાથે જોયેલા સપના જીવવા છે બોલ એ સપના પુરા કરીશ ?
નમન બે પળ વિચારવા લાગ્યો નિત્યા મારી ક્યાં ના છે હે આટલું કહી નિત્યાના હાથ માં ગુલાબનુ ફુલ આપતા કહ્યું જો મારા ઘરે વાત કરી લઉ પછી લગ્ન કરશું. નિત્યાં એ કહ્યું જો ઘરના ના પાડશે તો?
નમન બોલ્યો તારા સિવાય હું બીજી કોઈ છોકરી સાથે પરણીશ નહી સમજી પાગલ.
એમ કહી નમન નિત્યા માટે લાવેલી ચોકલેટ એક બીજાને ખવડાવી જુદા પડ્યા, અહી રહેવા આવ્યા બાદ હજુ લગી નમન એના મા પાપા પાસે એના ગામ ગયો.નમન નાના ગામાનો મૂળ રહેવાશી હતો ,પણ હા નિત્યાને એના પરીવાર વિશે વાતો કરતો, એના બા બાપુજી અને એક નાનો ભાઈ છે.
એના બા બાપુ વાડીમાં કામે જાયને ગુજરાન ચલાવે સામાન્ય પરિવારના લોકો છે એમ નમન કહેતો નિત્યાને નમન માટે અઢળક પ્રેમ હતો,નિત્યાને પૈસાની ભુખ ન હતી પણ પ્રેમની ખૂબ અછત હતી , ઘરના જે વાતાવરણમાં રહેતી ત્યાંથી જલ્દી નિકળી નમન સાથે સપનાનુંજીવન જીવવા આતુર હતી હવે.
નિત્યાના જન્મ દિવસ ની રાત હજુ પુરી ના થઈ હતી ત્યાં નમન આજ રાત્રે દેખાયો નહી નિત્યા અકળાઈ ગઈ કે આટલા મહીના માં આજ પહેલી વાર નિત્યાને નમનની રાહ બે કલાક લગી જોવી પડી, નમન ખૂબ મોડો આવ્યો એના કામ પરથી લગભગ બાર વાગાની આસપાસ રાતના , નિત્યા હજુ જાગતી હતી નમનનો કોલ જોતા જ છત પર ચુપચાપ ગઈ, નિત્યા નમનને કંઇ પુછે એ પહેલાં જ નમન બોલ્યો નિત કાલ મારે ઘરે જાવ છું, અહીનુ કામ પુરુ થય ગયુંછે ,
કેટલા દિવસ માટે જાવ છો?
અરે તુ સમજી નહી, અહી થોડા મહીનાની ટ્રેનિંગ હતી જે પુરી થઇ ગય હવે અહીં જોબ જ નથી તો શુ કરવાનુ અહી.
એટલે નમન કાયમ માટે જાવ છો મને હવે કહો છો ?
નમન અહીં હું નથી શુ?
મારા માટે નહીં આવો ?
આપણાં લગ્નની વાત ક્યારે કરશો માં ઘરે.?

જો નિત પેલા મારા ઘરે વાત કરી લઉ પછી તારા ઘરે વાત કરીશું.
નિત્યા ખૂબ ગંભીર હતી આંખો માં આશુ સાથે નમનને ભેટી પડી કે જલ્દી આવજો મને લેવા નહી તો હુ જીવી નહી શકું મારી દુનિયા તમે જ છો નમન.
નિત્યાને શાંત પાડી નમન નિત્યાને સુવા મોકલી દઈ, ખુદ રુમમા જઈ, પોતાનો સામાન પેક કરી વહેલી સવારે ચાર વાગે કોઈને કહ્યા વિના જ નિકળી જાય છે.

નિત્યા રોજની જેમ નમનને જોવા છત પર જાય છે પણ તેના રુમ પર તાળું જોય હેબતાઈ ગય નિત્યા મનોમન વિચારવા લાગી કે નમનને જતા વખતે કહ્યું પણ નહી?
તરત છત પર થી ગીતા દીદી પાસે ગઈ ને નમન વિશે પુછ્યું તો જાણવા મળ્યું કે નમન ચાર વાગે જ જતો રહ્યો. નિત્યાના ચહેરા પર રીતસર હતાશા આવી ગઈ ,
ગીતાદીદી આ હતાશા પારખી ગયા, પુછ્યુ નિત્યા શુ થયું નમન અને તારા વચ્ચે મિત્રતાથી વધૂ કંઈ હતુ? નિત્યા એ પહેલાથી છેલ્લે લગી બધું કહ્યું, ગીતાદીદી પણ થોડા ઉદાસ થય ગયા અને કહ્યું કે જ્યારે નમનને મે તારા વિશે પુછ્યુ ત્યારે નમનને કહ્યું કે તુ એના ટાઈપની નથી એ તને પસંદ પણ નથી કરતો,
નિત્યા આ સાંભળી અંદરથી હચમચી ગઈ,
ગીતાદીદી એ ઉમેર્યુ કે નિત્યા નમનના દસ દિવસ બાદ લગ્ન છે મને એમ કે તુ અને એ મિત્રથી વધુ કંઈ નથી તો એને તને લગ્ન વિશે જાણ કરી હશે.
નિત્યા સાવ ભાંગી પડી, કંઈ જ બોલ્યા વિના ધરે આવી નમનને ફોન કર્યો પણ ફોન બંધ આવ્યો નિત્યાને રીતસરનો તાવ ચઢી ગયો, એક અઠવાડિયા લગી દિવસ રાત નમનને ફોન કર્યા અંતે એક વાર નમને ફોન ઉપાડ્યો,

હૈલ્લો નમન હુ નિત્યા
હા ખબર છે બોલ શું કામ છે
નમન આમ કેમ બોલે છે, શું થયું કેમ મને ભુલી ગયો ?
અચાનક ક્યાં જતો રહ્યો, મે આઠ દિવસથી ખાધું પણ નહી ફુલ તાવ છે પ્લીઝ એકવાર તને જોવો છે , વિડિયોકોલ કરને .
જો મારી પાસે એવો સમય નથી મારે કામ છે
નિત્યાને ગુસ્સો આવ્યો શેનુ કામ હે લગ્ન કરશ તુ ?
વચનો મને આપી બીજે પરણીસ
આ હતો તારો
પ્રેમ લાગણી,

નિત્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
નમને કોઈ જ ફર્ક ના પડ્યો,

જો નિત્યા બીજે તુ લગ્ન કરીલે તારા ટાઈપના છોકરા સાથે મારા લગ્ન બે દિવસ પછી છે મારા મા બાપ ના માને તારા જેવી છોકરી માટે
નમન હુ મરી જઈશ તારા વિના...
હવે મને ફોન ના કરતી
તારે જે કરવુ હોય તે કર
નમને ફોન કટ કરી નાખ્યો .
અને નિત્યાનો નંબર બ્લોક કરી નાખ્યો.
એ પુનમની રાત નિત્યા માટે અમાસની આખરી રાત જેવી લાગી,
બારીની બાર ચંદ્ર સામે અનેકો સવાલ આસુ સાથે વહી રહ્યા હતા, એ રાત્રે નિત્યાની વેદના કોઈ સમજી શકનાર ના હતુ ,
મા ની ધૃણા પહેલાંથી જ સહતી હતી જીવતા મડદાં જેમ ખાલી શ્વાસ લેતી લાશ બની ચુકી નિત્યાને આ પીડા અસહ્ય લાગી,
એજ રાત્રે નિત્યાએ હાથના કાંડાની નશો કાપી જીવને ટુકાવી લીધું.

- નિમુ ચૌહાણ સાંજ
- જામનગર

******(((((****સમાપ્ત****)))))))******

ખુદ્દાર ,સ્વાભિમાની આવી હજારો નિર્દોષ નિત્યા આવા નિર્દય નમનના વિશ્વાસમાં આવી આત્મા લગી પ્રેમ કરે છે અને બદલામાં આવો ફરેબ મળે ત્યારે જીવન અસ્તિત્વ બધું ગુમાવી દે છે પણ શું આવા નમન ને ઈશ્વર માફ કરી દેતો હશે . આવા ગુનાહ ની સજા કદાચ આખી જિંદગી આવા પથ્થર દિલ નમન ભોવગતા જરૂર હશેજ ને...
...............અંગત અભિપ્રાય................






બીજા રસપ્રદ વિકલ્પો