યાદોની ઘડિયાળ
સવારના આઠ વાગી ગયા હતાં ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે જલ્દી તૈયાર થઈ એક્ટિંવા પર નીકળી પડી માર્ગ માં રાધાકૃષ્ણ મંદિર આવતુ .
રોજનો નિયમ એનો ત્યાં જવાનો આજ મોડું થઈ ગયું હતુ પણ
આજે એના માટે ખાસ દિવસ હતો એટલે જવું જ એવું વિચારી સાઈડમા એક્ટિંવા રાખી .
દર્શન કરવા મંદિરે ગઈ ઇશ્વરને માથુ નમાવી આવીને ફરી પોતાની મંઝિલ માર્ગે નીકળી પડી
ઘરથી થોડે દૂર એક અનાથ આશ્રમ હતુ ત્યાં અનાથ બાળકોને શિક્ષા આપવાનુ કાર્ય અમુક વર્ષોથી કરતી હતી.
ઉતાવળે એક્ટિંવા પાર્ક કરી
વર્ગખંડમાં જતા દરવાજા પાસે ઉભી રહી ગઈ
અંદર નજર પડતા જ લગભગ આઠ દસ વર્ષના અંદાજે ચાલીસેક નાના બાળકો મોટેથી એકસાથે બોલવા લાગ્યા
"જન્મ દિવસની શુભેચ્છાઓ મેમ"
સુતરાઉ બ્લુ રંગ સાડીમાં સજ્જ ,
શ્યામ વર્ણ આંખે અલગારી ચમક ધરાવતી આધેડ ઉમરની મીતલ.
વર્ગમા મોગરાના ફુલથી જન્મ દીવસની શુભેછાઓ લખેલું હતુ એ જોતી જ રહીને ગઈ અને ભાવુક થઈ બાળકો વચ્ચે જઈ ભેટી પડી.
બાળકો કેહવા લાગ્યા મેમ આજે બગીચામા ફરવા જવાનું ને?
મીતલે કહ્યું
"હા ચાલો નજીકના બાગીચે જઈશુ"
અનાથ બાળકોને ભણાવાનુ કામ મિતલ અમુક વર્ષોથી સહર્ષ કરતી હતી
એના ખૂદના બાળકો જેવા થઈ ગયા હતા અહીંના બધા બાળકો .
બાળકોને લઈ મિતલ બાગીચામા આવી પહોંચી,
એક માની જેમ મિતલ બોલી
બધા આરામથી સાચવીને હિચકા ખાજો
લપસ્યાંમા રમજો.
"જે રમવું હોય તે રમો બેટા પણ
દૂર ના જતા અંદર જ રમો"
બાળકો ખૂશ થઈ રમવા લાગ્યાં.
મિત્તલ ત્યા બગીચા બાંકડા પાસે બેસવા ગઈ ત્યાં પાછ્ળથી રમતા રમતા અમુક બાળકોનો ધક્કો લગતાં મિતલનો હાથ બાંકડામાં અથડાતા ખૂબ જુની એવી કાંડા ઘડિયાર તુટી નીચે પડી ગઈ ને ટુકડા થઈ ગયા.
પાછળ બાળકોનુ ટોળુ રમતા રમતા માફી માગી આગળ જતા રહ્યાં.
મિત્તલ ઘડિયારના તૂટેલા ભાગ હાથમાં લેતા વિચારે સરી પડી...
નગરના એક પુસ્તકાલયના બાકડે નમનની રાહ જોતી મીતલ બેઠી હતી ખાસ્સી એવી વાર થઈ એટલે અકળાય ઉભી થવા ગઈ કે
પાછળથી અવાજ કાને પાડ્યો .
''જન્મ દિવસની શુભેચ્છાઓ મિતલ"
દેખાવે શ્વેત વર્ણ સાધારણ પણ સંસ્કારી પરીવારનો સ્વાભિમાની યુવાન નમન હાથમાં મોગરાના ફૂલનો ગુછો અને એક ભેટ લઈને મીતલ સામે આવી પહોંચ્યો.
નમન મીત્તલને એ ભેટ આપી અને ત્વરિત ખોલવા કહ્યું મીતલે ભેટ ખોલીને જોયું તો તેમાં બ્લુ કલરની કાંડા ઘડિયાર હતી જે મીતલને અનહદ પસંદ પડી.
નમન મીત્તલને સારી રીતે ઓળખતો અને જાણતો હતો મીત્તલ સમયની કદર કરનાર અને સમય સાથે જીવનાર વ્યક્તિ હતી.
એટલે કાંડાઘડીયાળ જેવી ભેટ જ એને શોભે એવુ નમન જાણતો હતો.
મીત્તલ ખૂબ ખુશ થઈ નમનનો આભાર માન્યો પણ થોડી વાર ચુપ રહી અને
મીત્તલે નમને કહ્યું મારે બીજી એક ભેટ જોયે આપીશ?
"અરે બોલ જોયએ આપીશ"
મીતવ કોઈ ખચકાટ વીના એકાએક નવા ઉત્સાહ સાથે બોલી..
"નમન લગ્ન કરીશ મારી જોડે"
મીતલના આ શબ્દો સાંભળીને
નમન અવાક રહી ગ્યો.
થોડી વાર ચુપ રહી નમન બોલ્યો જવાબ સાંજે આપું તો ચાલશે?
મીત્તલે કહ્યું હા ભલે ચાલશે જ.
બન્ને ઘણા લાંબા સમયથી સારા મિત્ર હતા.
એકબીજાને ખુબ સમજતા
પ્રેમ પરિપક્વતા ભરી લાગણી હતી બંને ને એકબીજા માટે એ બંને જાણતા હતા..
નમનનુ ના કહેવુ અશક્ય હતું .
સવારે એજ પુસ્તકાલય કે જ્યા બંને પહેલી વાર એક સાહિત્યક સેમિનારમાં મળેલા અને દોસ્ત બન્યા હતા ત્યાં એક પાસે ના બાકડે બેસી ઉત્સુકતા સાથે નમનના આવવા ની રાહ જોવા લાગી.
લગભગ બપોર થવા આવી પણ નમન આવ્યો જ નહી.
મીતલ થોડી હતાશ થઈ પુસ્તકાલયમા કામ કરતા એક ભાઈને પુછ્યુ જે નમનના ઘરના વિસ્તારમાં રહેતા હતા.
નમન વિશે પુછતાએ ભાઈ એ ગજવા માથી કાગળની પરચી મીતલને આપતા કહ્યું,
"નમને આ કાગળ તમને આપવા કહ્યું છે"
ત્યાં જ ઉભા ઉભા એ ચબરખી ખોલી મીતલ વાચવા લાગી.
જેમાં લખ્યું હતું,
" હું બહુ સામાન્ય ગરીબ પરીવારનો છોકરો છુ,
તુ ખૂબ સારા સ્વભાવની છોકરી છે
હુ તને ખૂબ જ સુખી અને ખુશ જોવા ઈચ્છુ છું.
હુ અત્યારે તારે લાયક નથી મીતલ.
મારી પાસે ખુદનુ મકાન નથી
સારી નોકરી નથી.
તુ મોટા પરીવારની દીકરી છે
તારા અને મારા પરીવારની પરીસ્થિતિ સાવ અલગ છે
હુ તારી લાગણી ની કદર કરું છું.
હા અત્યારે હું તારી સાથે લગ્ન નહિ કરી શકું.
પણ આપણા નસીબ અને પરમતત્વને મંજૂર હશે તો હું તને તારા સપનાંની દુનિયામાં જીવાડી શકું એટલો લાયક બની જઈશ ત્યારે સામેથી તને ગમે ત્યાં થી શોધીને તારી સાથે લગ્ન કરીશ જ આ મારુ વચન છે.
અત્યારે એ સમય અને સંજોગો નથી.
મને માફ કરી દેજે.
તારી સાથે લગ્ન નહી કરી શકું
આટલુ વાચતા મીત્તલ સ્તબ્ધ બની ગઈ.
મીત્તલ એ ચબરખી લઈ નમન જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં નમનની તપાસ કરવા નિકળી પડી રસ્તામાં આસપાસના અમુક લોકોને પુછી નમનના ઘર સુધી પહોંચી ગઈ.
ત્યાં દરવાજો ખખડાવ્યો.
તો અંદરથી નમન જેવડો જ એક છોકરો બહાર આવ્યો અને પુછ્યું કોનુ કામ છે?
મીત્તલે નમન વિશે પુછ્યુ.
કે નમન અહીં રહે છેને.
હા નમન અહીં જ રહેતો હતો
પણ કાલ રાત્રે એ એના ગામ જતો રહ્યો છે એના પરીવાર મા કોઈ ગંભીર હતુ એવા સમાચાર આવ્યા અને એ રાત્રે જ એનો બધો સામાન લઈ ગામડે જવા નીકળી ગયો..
મીત્તલે કહ્યું નમનના ગામનુ કે એનો કોઈ સંપર્ક માટે નો કંઈ નંબર કે હોય તો આપી શકો જાણકારી.
પેલા ભાઈ કહ્યું નમન અહી અમારી સાથે જ રહેતો એ બહુ સીધો સરળ સમય સર રૂમે આવી જતો અને એના કામથી કામ જ રાખજો.
ક્યારેય અમે એના ગામના ઘરના કોઈ સંપંક કે જાણકારીની જરૂર પડી જ નથી એટલે પુછવાનું થયુ જ નથી.
પણ તમે કેમ આટલુ એના વિષે પુછી રહ્યા છો?
મીતલે કહ્યું નમન જે પુસ્તકાલય મા આવતો
હુ એ પુસ્તકાલયના ટ્રસ્ટીની દીકરી છુ
અને નમનની મિત્ર અમે સાથે પુસ્તકોની વિતરક શિબિર ચલાવીએ છીએ.
આજે એ સવારે આવવાનો હતો આવ્યો નહી એટલે હું અહીં સુધી આવી પહોંચ્યી તેની જાણ કરવા માટે .
હતાસ ચહેરા સાથે અંતે મીતલ કહ્યું નમનનો કોઈ ફોન કે સંપર્ક મળે તો કહેજો કે મીતલ માથુર ને રૂબરૂ મળવા કહ્યું છે.
આટલું કહી મીતલ ત્યાંથી પોતાના ઘર તરફ જતી રહી.
એ રાત્રે મીતલ ખૂબ રડી .
પોતાનાહાથમાં નમને આપેલી ઘડીયાળમાં લાગણીઓનો દરિયો કેદ હતો અને પેલી ચબરખીમાં નમનના લખેલા કવનો મા નમની હાજરી વર્તાતી હતી.
મીતલ નમનને આત્મા થી ચાહતી હતી કદાચ નમન એ સમજી શક્યો નહોતો.
મીતલ માટે નમનની લાગણી અને સાથ જ છેલ્લા શ્વાસ લગ જીવવા પુરતો હતો.
પણ કહેવાય છે કે જ્યાં સાચો પ્રેમ અને નીતિમત્તા નિષ્ઠાપૂર્વકની હોય છે ત્યાં ઈશ્વર પર કસોટી અઘરી કરે છે.
મીતલે નમનની લાગણી છલોછલ યાદો હૈયે સંધરી
અને એ અનમોલ કાંડા ઘડીયાળ આજીવન સાચવી રાખવા જાતને વચન આપ્યું.
"મેમ તમારો ફોન વાગે છે"
એક બાળકે મિતલને પાસે આવી કહ્યું
ત્યાં સહજ ભૂતકાળના વિચારોથી મીતલની આંખોમા ચોમાસુ બેસવા આવ્યુ
વાદળો ફાટેને ટીપે ટીપે ધરતી પલળે એમ
ગાલ પર આંસુઓ માઝા મુકવા તૈયાર હતા.
ત્યાજ પોતાના સાડીના પાલવથી આંસુ ઓને અટકાવી દીધા જેમ નમનના ગયા બાદ મીત્તલે પોતાની સપનાની દુનિયાને અલવિદા કહી અટકાવી દીધી હતી એમજ.
એ જુની ઘડિયારના ટુકડા સાચવીને મીતલ પોતાના થેલામાં મુક્તા એને એ વચન મનોમન યાદ આવ્યું
જે ખુદને આપ્યુંતુ કે નમન સિવાય કોઈ જ બીજા સાથે આજીવન મીતલ પરણશે નહીં .
બસ એ જ અનમોલ ઘડિયારમાં નમનની યાદનો સંધરીને જીવશે.
એજ નગરના અનાથ આશ્રમમાં એ રોજ નવા ખિલતા પુષ્પો સમાન એ ભૂલકાઓમા પોતાની અલગારી દુનિયા જીવતી હતી.....
- નિમુ ચૌહાણ નિહન
જામનગર