લલિતા - ભાગ 14 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 14

લલિતા એટલી શરમાળ હતી કે બે મિનિટ સુધી તો તે બહાર આવવામાં ખચકાટ અનુભવી રહી હતી. પ્રકાશભાઈએ ત્રીજી બૂમ પાડી અને અંદરથી બહેને રીતસરની તેને બહાર ધકેલી ત્યારે તે બહાર આવી. લલિતા બહાર તો આવી પણ હજી પણ તેની નજર નીચેની તરફ જ હતી. જે રીતે તે સ્કૂલમાં સાડી પહેરીને જતી હતી તે રીતે જ તેણે હમણાં સાડી પહેરેલી હતી. શરમના લીધે પોતાના પાલવને પણ ખભા ઉપર વીંટાળી લીધેલો હતો.

અર્જુન ચપળ અને હોશિયાર હતો તે લલિતાને જોઈને તરત સમજી ગયો કે લલિતા તેની સાથે એકલી બહાર જવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. લલિતા ઘરના દરવાજે આવીને ઉભી રહે છે.

"લલિતા, ચાલો આ ઝડપે તમે ચાલશો તો આપણે પહોંચીશું ત્યાં સુધીમાં ફિલ્મ પુરી પણ થઈ જશે." આમ બોલીને અર્જુન લલિતાની સાથે થોડો ફ્રેન્ડલી બનવાની કોશિશ કરે છે.

અર્જુનનું સાંભળીને લલિતાના પગમાં જાણે જોર આવી ગયું હોય તેમ તે ઝડપથી ચાલવા માંડે છે. લલિતાને એવું લાગ્યું કે અર્જુન ને કદાચ મારું ધીમે ચાલવું પસંદ ન પડ્યું હશે. એટલે તે થોડી ગભરાઈ ગઈ હતી. રસ્તામાં ચાલતાં ચાલતાં અર્જુન લલિતાની સાથે વાત કરવાના ઘણાં પ્રયાસ કરે છે. પણ લલિતા માત્ર હા અથવા ના માં જ જવાબ આપે છે. એક તરફ લલિતાને શરમ પણ આવતી હતી અને બીજી તરફ ગભરાતી પણ હતી કે જો કંઈ ઉંધુ ચતુ બોલાઈ જશે તો અર્જુન મારા માટે શું વિચારશે?

અર્જુન તો પેન્ટ અને ટીશર્ટ પહેરીને આવ્યો હતો સાથે ક્લીન સેવ અને વાળની હેર સ્ટાઇલ સેટ કરીને એકદમ અપ ટુ ડેટ થઈને આવ્યો હોવાથી વધારે હેન્ડસમ લાગતો હતો જ્યારે લલિતા તો નૉર્મલ સાડીમાં હતી અને કોઈપણ પ્રકારના મેકઅપ વિના તે આવી ગઈ હતી. અહીં સુધી સાડીમાં પિન પણ સરખી મારી ન હતી.

અર્જુન અને લલિતા થિયેટરમાં આવી પહોંચે છે. અર્જુનના મિત્રોએ કોર્નરની સીટ તેઓ માટે બુક કરેલી હોય છે. અને તેમાં પાછું પિક્ચર પણ રોમેન્ટિક. પિક્ચર શરૂ થાય છે. અર્જુન રાહ જોતો હોય છે કે કયારે લલિતા સીટ ના હેન્ડ રેસ્ટ ઉપર હાથ મૂકે અને તે તેનો હાથ પકડી શકે પણ લલિતા તો બન્ને હાથને સંકોચાઈને બેસેલી હોય છે. અર્જુન રાહ જોઇને બેસી રહે છે. ઈન્ટરવલ પડે છે.

"લલિતા ઠડું ફાવશે કે પછી ચા લાવું." અર્જુન લલિતાને પૂછે છે. "ના, મારુ પેટ ફૂલ છે હું જમીને જ આવી છું મને કંઈ નથી જોઈતું." લલિતા એકી શ્વાસે બધુ બોલી જાય છે.
અર્જુન કંઈ બોલતો નથી. અને બે મિનિટમાં આવું એમ કહીને નીકળી જાય છે. અર્જુન બહાર આવીને કોલ્ડરિંગની એક બોટલ અને બે સમોસા લઈ આવે છે.

"લલિતા, આ લે " અર્જુન લલિતાને કોલ્ડરિંગ અને સમોસા હાથમાં પકડાવતાં કહે છે.
"મેં ના પાડી હતી..." લલિતાનું આ ધીમા અને ગભરાયેલા અવાજે નીકળેલું વાક્ય પૂરું થાય તે પહેલાં અર્જુન કહે છે," હા..હા.. તે ના પાડી હતી તું ખાઈને આવી છે તારું પેટ ફૂલ છે બરોબર ને? ૬.૩૦ વાગ્યે સ્કૂલેથી ઘરે આવીને ૭ વાગ્યામાં તે ખાઈ પણ લીધું હોય અને તે પણ ઘરનાં બધાં લોકો જમે તે પહેલાં? યે બાત કુછ સમજ મેં નહીં આઈ! કંઈ નહીં હવે લાવ્યો છું તો ખાઈ લે કેમ કે કેન્ટીન વાળો આ નાસ્તો પાછો તો તે લેશે નહિ."

લલિતા પહેલી વખત અર્જુનની તરફ એકી નજરે જોતી જ રહી ગઈ. તેને થયું કે એક બે વાર માં જ અર્જુન તેને આટલી બારીકાઈથી કેવી રીતે પારખી ગયો. અને આજ સુધીમાં આવી ચિંતા કરી પણ કોણે હતી?

"તમે પણ લો. તમે પણ આટલા જલ્દી નહીં જ જમ્યા હશો ને.." લલિતા સમોસા અર્જુનની તરફ ધરતાં કહે છે. "ના, મારો આજે ઉપવાસ છે." એમ કહીને અર્જુન હસવા લાગે છે.

ઈન્ટરવલ પૂરો થાય છે અને પિક્ચર શરૂ થાય છે.આખરે જે સમયની અર્જુન રાહ જોતો હતો તે સમય આવી ગયો. લલિતાએ સીટ ના હેન્ડ રેસ્ટ ઉપર પોતાનો હાથ ટેકવ્યો. અર્જુન પળનો પણ વિલંબ કર્યા વિના પોતાનો હાથ લલિતાના હાથ ઉપર મૂકી દીધો.