Lalita book and story is written by Darshini Vashi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lalita is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લલિતા - નવલકથા
Darshini Vashi
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ શબ્દો આજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો...
લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં તેના પિતા અને મોટો ભાઈ. પણ ત્યારે ખર્ચા ઓછા અને બચત વધારે રહેતી એટલે વાંધો આવતો નહીં. પહેલાંના સમયમાં બાળકો મોટેભાગે સગા સંબંધીઓની ત્યાં જ મોટા થતાં. એટલે લલિતાનું પણ એવું થયું. લલિતાએ પ્રાથમિક અને સેકેન્ડરી શિક્ષણ ગામની નજીક આવેલી શાળામાં લીધું અને પછી આગળ નોકરી કરવા માટે મુંબઈ આવી. ગામમાં મોટી થયેલી લલિતાને મુંબઈ ની લાઈફ, ફૅશન, નખરાં અને લોકોના ટોન્ટિંગ વિશે કશું જ ખબર નહીં. એકદમ નાદાન. કોઈપણ સરળતાથી મૂર્ખ બનાવી જાય એટલી ભોળી. એકદમ સિમ્પલ.
લલિતા ભાગ 1'જો હેંગર જેવી દેખાઈ છે તે છોકરી છે. જોઈ લે ગમે તો આગળ વાત વધારીએ' આવા શબ્દો જો આજે કોઈ છોકરી માટે વપરાય તો તેને જોવા આવેલો છોકરો તરત લગ્ન માટે ના પાડીને ચાલવા માંડે પણ આ ...વધુ વાંચોઆજના નથી પણ ૪૦ વર્ષ પહેલાંનાં છે. છોકરીનું નામ છે લલિતા. અને તેના માટે જેણે આવા શબ્દો વાપર્યા તે તેના નજીકના સગા હતા એટલું જ નહીં પણ લગ્ન કરાવવા માટે વચ્ચે પણ તેઓ જ પડ્યાં હતાં બોલો... લલિતા ની વાત ક્યાંથી શરૂ કરીએ તે જ સમજ નથી પડતી. અંતરિયાળ ગામમાં જન્મેલી. ઝાઝા ભાઈ બહેન અને ખેતી કરીને માંડ ઘર ચલાવતાં
અર્જુનની નજર પેલી સાવ ગરીબની ગાય જેવી દેખાતી લલિતા ઉપર પડે છે પહેલાં તો દૂરથી જોતાં વેંત જ અર્જુન વિચારે છે કે 'હું ના પાડી દઉં. આ તો સાવ સિમ્પલ અને ઓલ્ડ ફૅશન છે. છોકરાને જોવા આવવાનાં હોય ત્યારે ...વધુ વાંચોરીતે કોણ તૈયાર થઈને આવે! જવા દે, છોકરીને મળીને અને વાત કરીને ના પાડીશ તો છોકરીની આબરૂ જશે. તેના કરતાં અત્યારે અહીંથી જ બહાનું આપીને નીકળી જાઉં તે જ બરાબર રહેશે.' આટલું વિચારીને અર્જુન તેના ભાઈને વાત કરવા જ જાઈ છે ત્યાં તેના ભાભી કરુણા બોલી ઉઠે છે, ' અર્જુન ભાઈ, જલ્દી કરો. ઘરે મમ્મી અને પપ્પા તમારાં પાછા આવવાની
અર્જુન અને લલિતા જે સમાજમાંથી આવતાં હતાં એમાં ભણતર અને નોકરીનું મહત્વ ઘણું હતું. દરેક ભણેલી છોકરીઓ નોકરી તો કરતી જ હતી. આ સાથે તેઓને ઘરનું દરેક કામ પણ આવડવું જોઈએ એવી શરતો મુકાતી. પૈસાદારની છોકરીઓ હોય તો તેઓ ...વધુ વાંચોસાથે એક કામવાળી પણ લઈ આવતી હતી. પણ ત્યારે દરેક માતા પિતાની એવી યથાશક્તિ નહતી. અર્જુને લલિતાને પહેલો પ્રશ્ન કરે છે 'તમે ક્યાં નોકરી કરો છો?' લલિતા થોડા ગભરાયેલા અને શરમભર્યા ધીમા અવાજે જવાબ આપે છે, ' હા, હું સેમી ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર છું. અને કાયમી થઈ ગઈ છું. અને મારો પગાર ₹ ૫૦૦ છે.'અર્જુનને ન પૂછેલા સવાલોનો જવાબ પણ
અર્જુનના પિતા ખૂબ જ ગરમ મિજાજના હતાં. તેમનું મગજ એટલું ગરમ રહેતું કે જ્યારે તેઓ ગુસ્સે થતાં તો તેમની આંખ એવી લાલચોળ થઈ જતી જાણે અંગારા વર્ષવાના હોય. અર્જુન નાનપણથી એકદમ બિનદાસ્ત, મજાકિયો પણ ઓછા બોલો હતો. તેને ઘરમાં ...વધુ વાંચોકરતાં મિત્રો સાથે રહેવાનું, મનગમતી પ્રવૃત્તિ કરવાની અને નવું નવું શીખવાનો શોખ હતો. પણ તેમના પિતાને એવું હતું કે જો અર્જુન આવી બધી પ્રવૃત્તિમાં વળગાયેલો રહેશે તો કરીયર નહીં બની શકે. બીજી તરફ અર્જુનનો મોટો ભાઈ મહેશ તેનાથી એકદમ વિરુદ્ધ હતો તે ભણવામાં હોશિયાર, બહાર કરતાં ઘરમાં જ વધુ સમય પસાર કરનાર, મર્યાદિત મિત્રો ધરાવનાર અને પપ્પા જેમ કહે તેમ
દરવાજો ખોલતાંની સાથે સામે પ્રકાશભાઈ ઉભેલા દેખાય છે."અરે, તમે.. શું થયું? અચાનક..." મહેશને તે સમયે શું કહેવું તે ખબર પડી નહીં.હજી થોડા સમય પહેલાં જ તો મળ્યાં હતાં અને આવી રીતે અચાનક પ્રકાશભાઈનું આગમન કોઈને સમજાતું નહતું. અને તે ...વધુ વાંચોછોકરીવાળા વગર કારણસર એમ જ છોકરાવાળા ને ત્યાં દોડી જતાં નહીં.જ્યંતીભાઈ આગળ આવે છે "શું થયું પ્રકાશ? અંદર આવ." પ્રકાશ ભાઈ જ્યંતીભાઈના ફુઈનો છોકરો થતો હતો. એટલે તેમની વચ્ચે સબંધ સારો હતો. પણ અત્યારે તો છોકરીવાળા તરફથી જ ગણાતો હતો.પ્રકાશભાઈ જાણે પૂછવાની જ રાહ જોતા હોય તેમ "અમને છોકરો પસંદ છે અને લલિતાને પણ તમે ક્યાર સુધીમાં જવાબ આપશો? "પ્રકાશભાઈના