લલિતા - ભાગ 6 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 6

અર્જુનનો જવાબ સાંભળીને ઘરમાં તો આનંદો થઈ ગયો....
જ્યંતીભાઈ અને ઇન્દુબેનને હતું કે અર્જુન આ વખતે પણ ના જ પાડશે.
ઘરનું વાતાવરણ ખુશખુશાલ થઈ જતાં અર્જુનની નાની બહેન ભામિની અંદરથી ગોળ પાપડીનો ડબ્બો લઈને દોડી આવી. ભામિની અર્જુનથી દસ વર્ષ અને મહેશથી 14 વર્ષ નાની હતી. ભામિની અર્જુનને ખૂબ લાડકી હતી. નાનપણથી ભામિની થોડી ડરપોક હતી. અહીં સુધી તેના મિત્રો સુધ્ધાથી ડરીને રહેતી હતી. પણ અર્જુને તેને હિંમતવાળી બનાવી હતી. જ્યારે તે ડરતી ત્યારે અર્જુન એને ટોકતો અને તેને સમજાવતો કે જો સાસરામાં તારા સસરા આ જ્યંતીભાઈ જેવા આવશે તો તું શું કરીશ? એટલે તું ડરવાનું બંધ કર અને બિનદાસ્ત થઈ જા મારી જેમ. જેથી ભામિનીને અર્જુન માટે માન અને પ્રેમ બંન્ને હતું.
જ્યંતીભાઈ મહેશને કહે છે, " જરા હવે આપણાં થનાર નવા વેવાઈને પણ આ સારા સમાચાર પહોંચાડી આવો"
મહેશ અને કરુણા ચમ્પલ પહેરીને પ્રકાશભાઈને ત્યાં જવા નીકળી પડે છે. મહેશ અને કરુણાને એક છોકરો હોય છે જે ત્રણ વર્ષનો છે. પણ જન્મથી થોડો કમજોર હોય છે. જેની ચિંતા ઘરના તમામ સભ્યોને અંદરોઅંદર કોરી રહી હોય છે.
મહેશ અને કરુણા પ્રકાશભાઈને ત્યાં પહોંચે છે.
"અરે આવો આવો... મોટાભાઈ અને મોટા બાપા આ અર્જુનના મોટાભાઈ અને ભાભી છે" એમ પ્રકાશભાઈ તેઓની ઓળખાણ આપતાં આગળ કહે છે, "તમે જોઈને ખૂબ આનંદ થયો. લાગે છે ચોક્કસ સારા સમાચાર લઈને આવ્યાં લાગો છો.!"
લલિતાના મોટાભાઈ અને તેના બાપુજી ઊભાં થઈ જાય છે અને પ્રકાશભાઈની બાજુમાં આવીને ઊભા રહી જાય છે મહેશ અને કરૂણાને હાથ જોડીને નમસ્કાર કરે છે અને આશભરી નજરે તેમને નિહાળે છે.
"પ્રકાશભાઈ, મારા નાના ભાઈ અર્જુનને લલિતા પસંદ છે અને હવે આ સંદર્ભે આગળ વાત કરવા તમને મારા ઘરે આવવાનું આમંત્રણ આપું છું." મહેશની આ વાત સાંભળીને તો રસોડામાં બેસેલી લલિતાના આંખમાં હર્ષનાં આંસુ છલકી પડે છે. તેને યાદ આવે છે જ્યારે તેઓ અર્જુનને જોઈને પરત ઘરે આવ્યાં હોય ત્યારે એવી ચર્ચા ચાલતી હોય છે કે અર્જુન કેટલો રૂપાડો, હોશિયાર અને મોર્ડન છે લલિતાને માટે તો તે ના જ પાડશે.
પણ જયારે અર્જુનની હા આવે છે ત્યારે લલિતાની ખુશીનો કોઈ પાર રહેતો નથી. "વાહ, શું સારી વાત લઈને આવ્યાં છો. સરિતા જલ્દીથી સાકર લઈને બહાર આવ" એમ પ્રકાશભાઈ તેમની પત્નીને બૂમ પાડીને બોલાવે છે.
લલિતાના ભાઈ અને બાપુજી તો માંડ માંડ આ સારા સમાચાર ઝીલી શક્યા હોય એવું લાગતું હતું.
મોઢું મીઠું કરીને મહેશ અને કરુણા રજા લેઈ છે. રાતના આઠના ટકોરે જ્યંતીભાઈના ઘરના દરવાજે પ્રકાશભાઈ, લલિતાના મોટાભાઈ અને લલિતાના બીજા બનેવી આવીને ઊભા રહે છે.
લગ્નની ચર્ચા કરવાની હોવાથી ઘરના મુખ્ય વડીલ સભ્યો હોવા જરૂરી બને છે. એટલે જ્યંતિભાઈએ પણ પોતાના બેન બનેવી અને ભાઈને બોલાવ્યા હતાં.
"આવો નવા વેવાઈ તમારું સ્વાગત છે" એમ કહીને જ્યંતીભાઈ તેઓનું સ્વાગત કરે છે. તેઓને બેસાડે છે. અર્જુન, મહેશ અને ભામિની બધાંને નમન કરીને અંદર રૂમમાં જતાં રહે છે કેમ કે પહેલાં લગ્નની વાત થતી ત્યારે માત્ર વડીલો જ તેમાં હાજર રહેતાં હતાં.
વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે થોડી અહીં તહીંની વાત થઈ ગયાં બાદ મૂળ વાત પર તેઓ ફરે છે.
જયતિભાઈને કહે છે, "જુઓ આપણામાં તો વાંકડો આપવાનો રિવાજ છે તો તમે કેટલો આપી શકશો?"
લલિતાના મોટાભાઇ કહે છે, " કાકા, મારી સાત બહેન છે.લલિતા પછી હજી પણ મારે એક બહેન બાકી છે. અમારી એટલી તાકાત નથી કે અમે મોટી રકમ આપી શકીએ તેમછતાં યથાશક્તિ પ્રમાણે અમે આપીશું."
જ્યંતીભાઈ કહે છે, " જુઓ મેં મારા મોટા છોકરાના લગ્ન વખતે વાંકડો લીધો હતો. જો હું હમણાં તેના કરતાં વાંકડો ઓછો લઈશ તો મારે મારા મોટા વેવાઈને શું જવાબ આપવો અને બીજું એ કે તમને આટલો સારો, મુંબઈનો, વ્યસન વીનાનો અને સંસ્કારી છોકરો મળ્યો છે તો તમારે કોઇ વિચાર કરવો જ ન જોઈએ."
પ્રકાશભાઈ કહે છે, " જુઓ, તમે પણ થોડું જતું કરો અને અમે પણ થોડું જતું કરીએ અને બન્નેનું માન જળવાઈ રહે એવું નક્કી કરીએ."
" ના, આમાં કોઈ બાંધછોડ નહીં ચાલશે. ચલો, તમે હું કહું છું એટલો વાંકડો નહીં આપતાં પણ મારા મોટા દીકરા વખતે જે આજથી પાંચ વર્ષ પહેલાં વાંકડો આવ્યો હતો તેટલો તો આપવો જ પડશે."
લલિતાના મોટાભાઈ કહે છે, "માફ કરજો કાકા, પણ અમારી એટલી રકમ ચુકવવાની શક્તિ નથી."
"તો પછી લગ્નની વાત ઉપર અહીં જ પૂર્ણવિરામ મૂકી દઈએ" જ્યંતીભાઈનાં આ શબ્દો સાંભળીને આખા ઘરમાં સોપો પડી ગયો....
(ક્રમશ)