Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 96

નિકેત પરીને પોતાની કારમાં લિફ્ટ આપે છે અને પછીથી રસ્તામાં બંને વચ્ચે થોડી વાતચીત ચાલે છે અને નિકેત અને પરી બંને નિકેતની એક્શન ઉપર અને તેનાં એક્સપ્રેસન ઉપર ખડખડાટ હસી પડે છે... નિકેત પરી સાથે જે રીતે ઈન્ટ્રેસ્ટથી વાતો કરે છે અને તેને ચા પીવા માટે એક ટી સ્ટોલ ઉપર રોકાય છે તે જોઈને લાગે છે કે નિકેતને પણ સૌમ્ય હ્રદયી ખૂબજ ખૂબસુરત અને પોતાના જ ફિલ્ડ માં અભ્યાસ કરતી પરી ગમી ગઈ લાગે છે.

બંને નાનકડી છત્રીમાં પલળાય નહીં તેમ એકબીજાને સાચવતા સાચવતા અંદર વાંસની ઝૂંપડીમાં પ્રવેશે છે. નિકેત બારીમાંથી બહારનો નજારો દેખાય તેવી પોતાની કાયમી જગ્યા ઉપર ગોઠવાઈ જાય છે અને પોતાની સામે પરીને બેસવા માટે કહે છે. પરી છુટકીને વરસાદ હોવાથી પોતે ડૉક્ટર નિકેતની કારમાં લિફ્ટ લીધી છે અને તે એકાદ કલાકમાં ઘરે પહોંચી જશે તેમ જણાવે છે. નિકેત પોતાના માટે અને પરી માટે આદુવાળી ચા નો ઓર્ડર આપે છે અને પરીને તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પૂછે છે.
પરી પોતાની માધુરી મોમની લાઈફમાં શું બન્યું તે વિશે નિકેતને જણાવે છે અને એટલામાં ફર્સ્ટ ક્લાસ આદુવાળી ચા આવે છે એટલે બંને ગરમાગરમ ચાની ચૂસકી લગાવે છે.
ચા પી ને બંને પાછા કારમાં ગોઠવાઈ જાય છે કારે પોતાની સ્પીડ બરાબર પકડી લીધી છે. પરંતુ નિકેતના મનને એક પ્રશ્ન સતત સતાવ્યા કરે છે કે, તો પછી પરી અત્યારે કોની સાથે અહીં બેંગ્લોરમાં રહે છે? તે તુરંત જ પરીને આ પ્રશ્ન પૂછી લે છે.
પરી પોતાની ક્રિશા મોમ અને શિવાંગ ડેડની મહાનતા વિશે નિકેતને જણાવે છે નિકેત પરીના જીવનની ઈમોશનલ વાતો સાંભળીને અને ક્રીશા તેમજ શિવાંગની મહાનતા વિશે જાણીને જાણે આભો બની જાય છે અને તે ક્રિશા મોમને એકવાર મળવા માંગે છે તેમ જણાવે છે. પરી પણ તેને પ્રોમિસ આપે છે કે એકવાર તે ક્રિશા મોમને લઈને હોસ્પિટલ જરૂરથી આવશે ત્યારે નિકેત તેને એવી કોમેન્ટ કરે છે કે, "કેમ, અમને તમારા ઘરે નહીં બોલાવો?"
અને પરી ખડખડાટ હસી પડે છે અને, "સ્યોર સ્યોર, પાક્કું પાક્કું..." બોલી પડે છે.
વાતો વાતોમાં રસ્તો ક્યાં કપાઈ જાય છે તેની બંનેમાંથી કોઈને ખબર પણ પડતી નથી અને પરીનું ડેસ્ટિનેશન આવી જાય છે. પરી નિકેતને કાર રોકવા માટે કહે છે અને નિકેતને પોતાના ઘરે આવવા માટે આવકારે છે. પરંતુ નિકેત, " ના ના, અત્યારે નહિ ફરી ક્યારેક.." કહીને પરીને, "બાય" કહીને પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.
પરી ઘરમાં પગ મૂકે છે ને તરત જ છુટકી બૂમો પાડે છે કે, "કેટલું બધું મોડું કર્યું દી તે તો..!"
"અરે યાર, વરસાદમાં ફસાઈ ગઈ હતી, ઈટ્સ હેવી રેઈન અને એકપણ ઓટો કે કાર કે કોઈ જ આવવા માટે તૈયાર નહીં એ તો સારું થયું કે ડૉક્ટર નિકેત ત્યાંથી નીકળ્યા અને તેમની નજર મારી ઉપર પડી નહીં તો હજી વધારે લેઈટ થયું હતે.."
"ઓકે, ચાલ બેટા તું પહેલા કપડા બદલી લે અને ફટાફટ જમવા માટે આવી જા આજે મેં તને ભાવતાં રસમ રાઈસ બનાવ્યા છે તો ચાલ જલ્દી કર બેટા." ક્રિશાએ પરીને કહ્યું.
"ઓકે, આવી મોમ ટુ મિનિટ્સ ઓન્લી.."
અને પરી પોતાના રૂમમાં ગઈ અને નાનીમાને વળગી પડી અને તેમને કિસ કરવા લાગી.
નાનીમાએ પણ તેને ફટાફટ કપડા ચેન્જ કરવા કહ્યું.
પરી કપડા ચેન્જ કરીને ફ્રેશ થઈ એટલે બધાજ સાથે જમવા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.
શિવાંગ પરીને આ રીતે સાંજના સમયે એકલા માધુરીને ન મળવા જવા માટે સમજાવી રહ્યો હતો પણ પરીને પોતાના ડેડની આ વાત ગમી નહોતી એટલે તે ચૂપ હતી.
જમ્યા પછી પરી તેમજ છુટકી બંને પોતાના રૂમમાં ગયા અને નાનીમા તેમજ મોમ અને ડેડ થોડીવાર દિવાન ખંડમાં જ ટીવી જોવા માટે બેઠા. તે દરમિયાન છુટકીએ પરીને જણાવ્યું કે, આજે સમીરનો ફોન આવ્યો હતો અને તે નાનીમાને મળવા માટે આપણાં ઘરે અને માધુરી મોમને જોવા માટે પણ આવવાનું કહેતા હતા તો શું કરીશું?"
"હા યાર, આ સમીર પણ જીદ્દી છે માનતો જ નથી હું પણ એ જ વિચારું છું કે, શું કરીશું મોમ અને ડેડને શું કહીશું?"
"તું કહી દેજે ને કે તારો ફ્રેન્ડ છે અને તને ડ્રોપ કરવા માટે આવ્યો છે." પરીએ છુટકીને કહ્યું.
"શું મારો ફ્રેન્ડ છે! એક પી એસ આઈ મારો ફ્રેન્ડ કઈ રીતે બન્યો હું શું કહીશ?"
"હા યાર, એ પણ છે તો પછી શું કરીશું?" પરી અને છુટકી બંને વિચારમાં પડી જાય છે.
પરી એકદમ એક્સાઈટેડ થઈને બોલે છે, "એક આઈડિયા છે."
"જલ્દી બોલ ને દી, શું આઈડિયા છે?"
"જો દેવાંશ તારો ફ્રેન્ડ છે અને સમીર તેનો કઝિન બ્રધર છે તો તું એવું કહી શકે છે કે આ દેવાંશનો બ્રધર છે."
"હા એ વાત તો સાચી પણ તે આપણાં ઘરે શું કામ આવે?"
"હા એ વાત પણ સાચી..." પરી પાછી વિમાસણમાં મુકાઇ જાય છે.
અને એટલામાં ડોર બેલ વાગે છે. ક્રીશા ડોર ઓપન કરવા માટે ઉભી થાય છે અને તેની સામે કોઈ અજાણ્યો ચહેરો ઉભો છે...??
કોણ હશે...??
આપના માનવામાં શું આવે છે કોણ હશે?? કોમેન્ટમાં અચૂક લખીને જણાવવા વિનંતી 🙏.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/12/23