Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 97

પરી એકદમ એક્સાઈટેડ થઈને બોલે છે, "એક આઈડિયા છે."
"જલ્દી બોલ ને દી, શું આઈડિયા છે?"
"જો દેવાંશ તારો ફ્રેન્ડ છે અને સમીર તેનો કઝિન બ્રધર છે તો તું એવું કહી શકે છે કે આ દેવાંશનો બ્રધર છે."
"હા એ વાત તો સાચી પણ તે આપણાં ઘરે શું કામ આવે?"
"હા એ વાત પણ સાચી..." પરી પાછી વિમાસણમાં મુકાઇ જાય છે.
અને એટલામાં ડોર બેલ વાગે છે. ક્રીશા ડોર ઓપન કરવા માટે ઉભી થાય છે અને તેની સામે કોઈ અજાણ્યો ચહેરો ઉભો છે...??
હા, તે સમીર છે..પી એસ આઈ સમીર પટેલ... ક્રીશા કંઈ વિચારે તે પહેલા સમીરના ફેઈસ ઉપર સ્માઈલ આવી જાય છે અને તે હસીને ક્રિશાની સામે જોઈને બોલે છે કે, "આર ક્રીશા મોમ રાઈટ?? આઈ ક્નોવ યુ.." હજી તે આગળ કંઈપણ બોલે તે પહેલા ક્રીશા અજાણી નજરે સમીરને પ્રશ્ન પૂછે છે કે, "બટ હુ આર યુ? આઈ ડોન્ટ ક્નોવ.."
"હું તમને ક્રીશા મોમ કહું તો ચાલશે ને..આઈ એમ છુટકી એન્ડ પરીસ ફ્રેન્ડ.."
"ઑહ, કમ ઈન સાઈડ."
ક્રિશાએ સમીરને ઘરની અંદર આવકાર્યો અને તે બોલી અને તરતજ તેણે છુટકીને અને પરીને બૂમ પાડી..
"છુટકી..પરી.. તમને બંનેને કોઈ મળવા માટે આવ્યું છે."
"ઓકે..મૉમ આઈ એમ કમીંગ.." બોલતા બોલતા છુટકી બહાર ડ્રોઈંગ રૂમમાં આવી અને સમીરને જોઈને ચોંકી ઉઠી અને એક સેકન્ડ તેના પગ પાછા પડ્યા તે સ્હેજ બેક ગઈ અને પરીને બૂમ પાડવા ગઈ એટલામાં સમીરે તેને બૂમ પાડી કે, "હે..કવિશા વ્હેર ઇઝ પરી.."
છુટકી સમીરની થોડી નજીક આવી અને બોલી, "વેલકમ ટુ માય હાઉસ મી.સમીર.."
ક્રીશાની બૂમ પરીએ પણ સાંભળી હતી એટલે પરી પોતાની નાનીમાની બાજુમાંથી ઉભી થઈને ડ્રોઈંગ રૂમમાં આવી અને તે પણ સમીરને જોઈને ચોંકી ઉઠી..
તેની નજર સમીર ઉપર ચોંટેલી હતી અને સમીરે પણ તે જ સમયે પરીની સામે જોયું બંનેની નજર એક થઇ અને બંનેના ચહેરા ઉપર એકસાથે સ્માઈલ આવી ગયું.
પરી સમીરની સામે સોફા ઉપર ગોઠવાઈ અને ધીમેથી, "વેલકમ" બોલીને તેણે સમીરને આવકાર્યો.
પરીએ છુટકીને સમીર માટે પાણી લાવવા ઈશારો કર્યો.
છુટકી પાણી લેવા માટે કિચનમાં ગઈ અને સમીરે ક્રીશા સામે ઈશારો કર્યો અને બોલ્યો કે, "યોર ક્રીશા મોમ રાઈટ" પરીએ હકારમાં માથું ધુણાવ્યું અને એટલામાં તો સમીર પોતાની જગ્યાએથી ઉભો થયો અને તે ક્રીશાને પગે લાગ્યો અને "જય શ્રી કૃષ્ણ આન્ટી" તેમ બોલ્યો. ક્રિશાએ સમીરને આશીર્વાદ આપ્યા કે, "સુખી થા બેટા" અને તેના ચહેરા ઉપર ખુશી છલકાઈ આવી.
સમીર ફરીથી પાછો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો અને છુટકી પાણી લઈને આવી એટલે ગટગટાવી ગયો.
શિવાંગ પોતાના રૂમમાં બેસીને લેપટોપ ઉપર પોતાનું કામ કરી રહ્યો હતો તે પણ ડ્રોઈંગ રૂમની થોડી હલચલ સાંભળીને બહાર આવ્યો.
તેને જોતાંવેંત સમીર ફરીથી ઉભો થયો અને તેને પગે લાગ્યો અને, "જય શ્રી કૃષ્ણ, અંકલ" બોલ્યો અને ફરીથી પાછો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો.
શિવાંગે પણ તેને આશીર્વાદ આપ્યા કે, "સુખી થા બેટા" તેના ચહેરા ઉપર પણ ખુશી છલકાઈ આવી.
પરી સમીરનો પરિચય આપતાં બોલી કે, "ડેડ, આ સમીર છે. મારો અને છુટકીનો ફ્રેન્ડ છે."
"તું શું કરે છે બેટા?"
"જી, અંકલ હું પોલીસમાં છું અને ડીફીકલ્ટ કેસ હેન્ડલ કરવાની મારી ડ્યુટી પણ છે અને મારો શોખ પણ છે."
"યસ, ફાઈન બેટા" શિવાંગ સ્માઈલ આપતાંની સાથે બોલ્યો.
છુટકી પાણીના ગ્લાસની ટ્રે કિચનમાં મૂકીને આવી અને શિવાંગની બાજુમાં બેઠી.
પરી સમીરની વધારે ઓળખાણ આપતાં બોલી કે, "ડેડ, હમણાં જે ડ્રગ્સનું આખું સ્કેન્ડલ પકડાયું તેની પાછળ સમીરનો જ હાથ છે તે આખું ઓપરેશન સમીરે જ સંભાળ્યું હતું અને આખી ગેંગને અમદાવાદ જઈને તેણે જ પકડી પાડી હતી."
"અચ્છા એવું છે..!! એ તો ખૂબ સરસ કામ તમે કર્યું.."
"જી,થેન્કયુ અંકલ"
પરી સમીરને તે શું લેશે ચા કોફી તેમ પૂછવા લાગી, "સમીર તને શું ફાવશે ચા કે કોફી?"
"ના બસ અત્યારે કંઈ નહીં આમ પણ જમવાનો જ ટાઈમ થયો છે હું ઘરે જઈને જમી જ લઈશ.."
"ના ના એવું નહીં ચાલે, તમારે કંઈક તો લેવું જ પડશે" છુટકીથી બોલ્યા વગર ન રહેવાયું એટલે તે સમીરની વાત પૂરી થતાં જ બોલી ઉઠી.
"ઓકે, તો મને કોફી ચાલશે"
છુટકી પણ કોફી બનાવવા માટે ઉભી થઇ અને પરી પણ કોફી બનાવવા માટે ઉભી થઇ.
સમીર ક્રીશા અને શિવાંગ સાથે વાત કરતો રહ્યો એટલામાં તેને માટે ગરમાગરમ કોફી આવી ગઈ.
સમીરે શિવાંગ સાથે કોફી શેર કરી અને પછી પોતાની નાનીમાને મળવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી.
પરી તેને પોતાના બેડરૂમ તરફ લઈને ગઈ. બેડરૂમ તરફ જતાં જતાં જે થોડી સેકન્ડો મળી તે સમીર વેસ્ટ જવા દેવા નહોતો માંગતો તેણે પરીની સામે જોયું અને તે બોલ્યો કે, "બાય ધ વે યુ આર લુકીંગ સો બ્યુટીફુલ ઈન પીંક ટી શર્ટ.. લુકીંગ પીંકી પીંકી..પરી ફક્ત સ્માઈલ કરતી રહી તેણે સમીરની કોમેન્ટનો કોઈ જવાબ ન આપ્યો.
પરી જરા અકળાઈને બોલતી હોય તેમ તેણે ત્રાંસી નજરે સમીરની સામે જોયું અને બોલી કે, "તને કોણે આ રીતે જાણ કર્યા વગર આમ સરપ્રાઈઝલી આવવાનું આમંત્રણ આપ્યું હતું?
"તે હું તને પછી કહીશ.."
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/1/24