પ્રેમનો વહેમ - ભાગ 6 Dr.Chandni Agravat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો વહેમ - ભાગ 6

વિહાગે આવતાંની સાથે જ ઓફીસે જવાનું ચાલું કરી

દીધું.સુશીલાએ જ્યારે થોડાં દિવસ પછી પુછ્યું હવે તો

ઓફિસ પણ ચાલું કરી દીધી..હવે જિંદગીમાં આગળ શું

વિચાર્યું છે? ત્યારે એણે કહ્યું" મા મેં મારા નસીબને

સ્વિકારી લીધું છે. હવે લડવાથી હાર જ છે, તને મારાં

માટે જે યોગ્ય હોય તે કરો.

સુશીલાનું ચાલે તો તરત જ પ્રાર્થીને વહું બનાવીને

ઘરે લાવી દે. પ્રાર્થી માટેની એની લાગણી એને રોકી હતી.

પોતાનાં દિકરા માટે પ્રાર્થી દુઃખી થાય એ એને મંજુર ન

હતું. એણે એક બે મહિના રાહ જોવાનું વિચાર્યું.

વિહાગને ખુદથી ડર લાગતો હતો , એ સમજતો જો

એ આ બધાંમાંથી જલ્દી બહાર નહી આવે તો .આ

ગુસ્સો આ જખ્મો એને ડીપ્રેશનની એવી ઉઁડી ખાઈમાં

ધકેલી દેશે જેમાંથી તે ક્યારેય બહાર નહીં આવી શકે.

************************************

સ્મિતની લાગણીઓ પાછળથી ન દુઃભાઈ એટલે

પ્રાર્થી એનાથી થોડું અંતર રાખવા લાગી.ક્યારેક બહાનું

કરી દેતી ભુખ નથી કેન્ટીનમાં નથી આવવું તો ક્યારેક

પલ્લવી અને બીજાઓ સાથે બહાર જવાનું બહાનું કરી

સાથે ન આવતી , એકાએક સ્મિતનાં મમ્મી બિમાર થયાં

એમને હ્દયરોગનો હુમલો આવ્યો , એમની સારવાર માટે

એનાં મામાએ એને મુંબઈ બોલાવી લીધાં. પ્રાર્થીની

ગુંગણામણ થોડી ઓછી થઈ.

*********************************

થોડાં દિવસ પછી વિહાગે વાત કરી" મા હું છ મહિનાની

અંદર ઓસ્ટ્રેલિયા જતો રહેવાનું વિચારું છું. ત્યાંથી મને

સારી જોબ ઓફર મળે એમ છે.હું હવે જિંદગીને નવી

દિશામાં વાળવા ઈચ્છું છું".સુશીલાને એનાં શબ્દો

સાંભળી સારું તો લાગ્યું પણ વિહાગનો ચહેરો કંઈ

અલગ જ કહાની કહેતો હતો." હું મા છું એટલે વધારે

વિચારું છું એમ સમજી એણે ધ્યાન હટાવી લીધું." અને

કહ્યું " હું કાલે જ પ્રાર્થીનાં ઘરે કહેણ મોકલાવું છું, લગ્ન

પછી તમે બંને જ્યાં જવું હોય ત્યાં જજો." વિહાગે

ખાલી ડોકું ધુણાવ્યું અને કોઈ વિરોધ ન દર્શાવ્યો. એટલે

મા ખુબ રાજી થઈ.

સુશીલાએ તે દિવસે જ શ્રીકાંતને વાત કરી .એણે સીધો

નનૈયો જ ભણ્યો.સુશીલા પુછ્યું" વાંધો શું છે? તમારાં

મિત્રની દિકરી છે સંસ્કારી છે. એ ગરીબ છે તો આપણે

ક્યાં કંઈ ખોટ છે.? " વિહાગ સાથે એનો તાલ મળશે

બેઉનાં ઉછેરમાં ઘણો ફરક..વડી ઓફીસમાં હતી ત્યારે

તેનાં વિષે....સુશીલા પતિનાં ચારિત્ર્યથી વાકેફ હોય એણે

તરત જ એની વાત કાપતાં કહ્યું " સાચી તકલીફ શું છે?

એણે તમારી સેક્રેટરી ન બની એ? કે..." એનાં શબ્દો એ

લગામનું કામ કર્યું, " તમને મા દિકરાને જે ઠીક લાગે તે

કરો" કહીને એ ઘરની બહાર નીકળી ગયો..


સુશીલાને જોઈ ધીરજલાલને પહેલાં તો

ઓળખાણ ન પડી. ઓળખ્યાં પછી પ્રાર્થીની ગેરહાજરીમાં

આગતા સ્વાગતા કેમ કરવી એ મુંઝવણ..સુશીલા

પોતાની રીતે જ ખુરશી ખેંચી બેસી ગઈ.એણે કોઈપણ

પ્રસ્તાવના વીના સીધું જ કહ્યું.." હું તમારી દિકરીને મારા

ઘરની વહું બનાવવા માંગું છું.મારા દિકરો વિહાગ બહું

હોનહાર અને સાલસ છે, એનાં તરફથી હા છે, પ્રાર્થી એ

પણ એને જોયેલ છે.જો તમારી ઈચ્છા હોય તો બંનેની

મુલાકાત ગોઠવીએ"..ધીરજલાલ માટે આ અણધાર્યું

હતું , એકતો શ્રીકાંત આવ્યો નહતો, અવ્યો ત્યારે એણે

અણછજતો ઉલ્લેખ પણ ન કર્યો..ને ન પ્રાર્થી તરફથી

એવાં કોઈ એંધાણ. એને શું કહેવું? એ સમજાતું ન હતું.

સુશીલાએ એની મુંઝવણ પારખી કહ્યું" તમે પ્રાર્થી સાથે

ચર્ચા કરી જણાવજો બાકી પૈસા અને બીજી કોઈ ચિંતા

કરતા નહીં.

ધીરજલાલ વિચારમાં પડી ગયાં, શાંતિ અને પ્રાર્થીની

મમ્મી બંને બહેનપણીઓની ઈચ્છાથી તેઓ સુપેરે વાકેફ

હતાં પરંતું પ્રાર્થીનાં મનમાં એવું કશું નથી એ પણ

જાણતાં. પ્રાર્થી સ્પષ્ટ વિચારોવાળી સરકાર છોકરી હતી.

એટલે એનાં મનમાં કોઈ વાત નાંખવા નહોતાં માંગતા.

પ્રાર્થી આવી એટલે એમણે કહ્યું, " તારી સાથે જરૂરી વાત

કરવી છે" હા પપ્પા બોલોને" પ્રાર્થીએ કહ્યું "

સુશીલાભાભી ઘરે આવ્યાં હતાં એનાં દિકરા વિહાગ માટે

તારું માગુ લઈને !" "તમે શું જવાબ આપ્યો ? " એણે

સ્થિરતાથી પુછ્યું. " તારી સાથે વાત કર્યાં વીના હું શું

જવાબ આપું?." જુઓ પપ્પા હું હરહાલમાં આર્થિક રીતે

પગભર થવાં માંગું છું,દોઢ વર્ષ સુધી લગ્નતો શક્ય નથી ,

સગપણ માટે વિચારી શકાય હું મારી જિંદગીનાં નિર્ણયો

ઉતાવળમાં નથી કરવાં માંગતી મને અઠવાડિયાંનો સમય

આપો.

પંદર દિવસ પછી બંગલામાં સગાઈની તૈયારીઓ

ચાલતી હતી.વિહાગ એનાં કમરામાં આંટાફેરા કરતો હતો.

આટલી સ્પષ્ટવક્તા અને એકદમ સ્પષ્ટ વિચારોવાળી

છોકરી એણે જોઈ નહતી એની મુલાકાત પછી એને

લાગતું હતું ક્યાંક ઉતાવળ તો નથી થઈને. એ માસુમ

નાજુક ચહેરા પાછળની મજબુતાઈ એનાં પુરુષો

અહમને ઠેસ પહોંચાડતી હતી.....આ સબંધ ક્યાં રંગો

જોશે એ તો સમય જ કહેશે.

ક્રમશ: