જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 54 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 54

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:54"

નાયરાની જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હોય છે પરંતુ માલતીબહેનનો વારંવાર આવતો ફોન નાયરાના આરામમાં ખલેલ પહોંચાડે છે.પરંતુ પાર્થિવ માને છે કે નાયરાના મોત માટે પાર્થિવ માલતીબહેનને જવાબદાર ઠેરવે છે.નિપા પોતાની વાત રજુ કરે છે?

હવે આગળ...

અર્જુનભાઈ: અમે તને ના પાડીશુ તો તારુ ડાચુ બંધ રાખીશ?

નિપા: મારે કહેવુ હશે તો કહીને જ રહીશ...

તમે મમ્મી પપ્પા અમને બધી જ ગમતી વસ્તુ તો અપાવો છો પરંતુ પરંતુ અમને ગમતાં જીવનસાથી કેમ નથી આપી શકતાં...આખરે જીવન તો અમારે જીવવાનું હોય છે...એમાં તમારી આટલી દખલ શુ કામ...?

અર્જુનભાઈ: જ્યારે બોલે ત્યારે લૂંદા જ નાંખે જાય છે.કંઈ બોલવાનું તો ભાન નથી તારુ ગમતું કરીને તો તુ પાછી આવી...હજી શુ કરવુ છે..?

માલતીબહેન: રહેવા દો જ્યાં સુધી ઠોકર ન વાગે ત્યાં સુધી નહીં સમજે...હુ શુ દિકરાનુ ખરાબ ઈચ્છતી હતી?

અર્જુનભાઈ નિપાને નિશાન બનાવી એક જ વાત કહે આજકાલની પેઢી પોતાની જાતને બહુ શાણી સમજે જ્યારે તકલીફમાં મૂકાય એટલે મનભરીને પછતાય...

નિપા: પપ્પા જે કહેવુ હોય એ સ્પષ્ટ કહો ને મને,આમ શુ પેઢીની પેઢીની ગાથા ગાયે જાવ છો...તમે શુ યુવાનીમાં ભૂલ કરી જ નો'હતી?

જીવન મારુ છે એટલે નિર્ણય પણ મારા જ રહેશે...

અર્જુનભાઈ: તારા ધણીને કોઈ નવી મળી હશે કાતો પૈસા ખુટ્યા હશે બે માંથી એક વાત જરૂર બની હશે... નહીં તો પરત ન આવે...

નિપા: આ શુ પાછી આવી પાછી આવી બોલે જાવ છો...? પપ્પા માર પતિ તો તમારા કરતાં ઘણા સારા છે એ અમારું અપમાન નથી કરતાં તમારી જેમ મને લાગ્યું કે તમને મળવા આવુ પણ તમે મારુ વારંવાર અપમાન કરો છો...મને એમને તો ના જ પાડી હતી...

અર્જુનભાઈ : તો શું કામ આવી અહીં...

માલતીબહેન: શુ ક્યારનાય બેઉ ઝગડે રાખો છો બાપ દિકરીના તમારા...એક તો આમ પણ મારે ...
માલતીબહેન રડતા હોય છે...

અર્જુનભાઈ: માલતી શક્ય હોય તો મને માફ કરજે...

માલતીબહેન: હુ ક્યારનીય જોવુ છું કે તમને દિકરીનુ આવવુ ગમ્યુ નથી.દિકરી તો લક્ષ્મી કહેવાય...પોતાની દિકરીનુ વાતે વાતે અપમાન કરવુ સારી વાત નથી..તમારી દિકરી તો એની રીતે સાચી જ હશે ને...?દિકરી પિયર આવે તો ખુશ થવાનું હોય એની જગ્યાએ તુ તો અર્જુન મેણા મારે છે.દિકરીને ગમ્યું તે કર્યું...જીવન એનું છે તો નિર્ણય પણ એનો જ હોવો જોઈએ...

અર્જુનભાઈ: આ કોણ કહે છે... એવુ જ હોય તો તારા દિકરાની પ્રેમિકા તારા દિકરાની રાહમાં આજે મરણ પથારીમાં પડી છે...તો એનું શુ કહીશ એ તો માલતી બીજાને કહેવુ સારુ લાગે પરિસ્થિતિ પોતાની ઉપર આવે તો ખબર પડે...

માલતીબહેન: એ વાત સાચી કહી તે નિપાના કારણે આજે મારી આંખ ખુલી છે.હું અકારણે મારી થનારી પુત્રવધુ પર અન્યાય કરી બેસી...હુ તો માફીને પણ પાત્ર નથી.

નિપા: અરે...વાહ તમે તો સાસુપણુ જબર બતાવ્યું હો બાકી માની ગયા આપને...તમને દિકરાની પસંદ ન ગમી એટલે એનુ અપમાન કર્યું ત્યાં સુધી તો માની લીધું પરંતુ દિકરાએ અણગમતી પુત્રવધૂના વિરોધ કરવો..આ...ક્યાંની રીત છે...

માલતીબહેન: તુ આ બધું કેવી રીતે જાણે છે...?આ બધી જાણકારી ખોટી છે...તને જેને પણ કહ્યું હોય આ...

નિપા: એ તો દરેક પોતપોતાની રીતે સાચુ જ હોય છે પણ તમે વડીલો એવું જ માનો છો કે અમારામાં અક્કલનો છાંટોય નથી પણ એવું ન હોય આન્ટી તમારા જમાનામાં એવું હશે કે મમ્મી પપ્પા જ્યાં બેસાડે ત્યાં ચૂપચાપ પરણી જાવુ પણ અત્યારે સમય બદલાયો છે એમ તમારે બદલાવુ જોઈએ...નહીં તો અમૂકને તો એવું હોય કે આપણને નથી મળ્યું તો બીજા મળે એ ન પોસાય...

અર્જુનભાઈ: એટલે તુ કહેવા શુ માંગે છે...? અમે માં બાપ તમને પાળી પોષી મોટા કરીએ તો અમારા પણ સપના હોય ને...

નિપા: પપ્પા સપનાં તમારા હોય એમ અમારા પણ હોય લગ્ન જેવો નિર્ણય આમ અજાણ્યા સાથે જીવન કેમનુ વિતાવવુ...

અર્જુનભાઈ: આ આન્ટી એ જ છે જેને હુ પ્રેમ કરતો હતો પરંતુ તારા દાદાને મંજૂર નોહતુ તો મેં તારી મમ્મીને સ્વીકારી લીધી.

નિપા: વાત તમારી સો ટકાની પણ લગ્ન બીજા સાથે તો પ્રેમ બીજા સાથે આ નહીં બની શકે અમારાથી...અમે અમારી પસંદથી કરીએ એ તમને નથી પસંદને...તો અમે શુ કામ સમાધાન કરીએ...એ તો કહો..દરેક માતા પિતા સંતાનો માટે કરે એ તો ફરજ છે...

અર્જુનભાઈ: ફરજ તમારી પણ તો કંઈક આવે ને...?

નિપા: અમે બને તેટલી ફરજ નિભાવી જ છે...

વિવાદ ઓછો થવાનું નામ નોહતો લઈ રહ્યો.પાડોશીઓને તો મનોરંજન માટે રોજ નવી નવી ઘટના મળી જાતી.

માલતીબહેન: બસ કરો હવે,કેટલુ ઝગડશો...? નિપા તો નાની છે પણ અર્જુન તુ તો સમજ તુ શુ કામ નાનો બને છે બાપ તુ છો કે નિપા...?

અર્જુનભાઈ છોભીલા પડી ગયા.

અર્જુનભાઈ: હુ છું...

માલતીબહેન: તો સમજ શક્તિ તારે જ કેળવવી રહી...હાય...હાય..મારાથી શુ અનર્થ થઈ ગયો?મારી ભ્રષ્ટ બુદ્ધિને કારણે તો મારા દિકરાએ મને ત્યાગી...

નિપા: હવે અહેસાસ થાય છે...જ્યારે પુત્રવધુ જ્યારે મરણ પથારીએ છે...

માલતીબહેન: સાચુ કહ્યું દિકરા..
મારા દિકરાની પ્રેમિકા મરણ પથારીએ છે...એની જવાબદાર હું પોતે છું...મારે ત્યાં જેમ બને તેમ જલ્દી પહોંચવુ પડશે...કેમકે મારુ પ્રાશ્ચિત એ જ છે.

નિપા: હા આન્ટી જ્યારે ભુલ થાય ત્યારે માફી માંગી લેવી અહમ રાખ્યા વગર મન હળવું થશે...

માલતીબહેન: મારી ભૂલ માંફી પાત્ર તો નથી પરંતુ હું માંફી માંગીશ...મારો દિકરો મારી જોડે પરત આવે...

અર્જુનભાઈ: હું પણ આવુ ચાલ તો...પાર્થિવનુ જવાનું અને મારુ આગમન બહુ મળાયુ નહીં...

મુંબઈ જવા નિકળે છે.

તો અહીં હોસ્પિટલમાં નાયરાના શ્વાસ એકાએક બંધ થઈ ગયાને શરીર પણ કડક થઈ જાય છે.

વધુમાં હવે આગળ...

નાયરાની અંતિમ યાત્રા સાથે મળીએ..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:55"માં.