"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:55"
આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને પોતાની ભુલ સમજાય છે.પણ બહુ મોડું થઈ ગયું હોય છે.તો અહી નાયરાના શ્વાસ એકાએક બંધ થઈ જાય છે હવે આગળ...
પાર્થિવ: સિસ્ટર...નાયરા કેમ ઉઠતી નથી,નાયરા...એ.નાયરા...તારો પાર્થિવ તને બોલાવે છે...એ ઉઠ તો...
આર્વી: તુ સંભાળ પોતાની જાત ને...તુ જેટલી જલ્દી હકીકત સ્વીકારીશ...
પાર્થિવ: ચૂપ...બિલકુલ ચૂપ...ખબરદાર મારી નાયરાને કોઈએ લાશ કહી છે તો જીવતી જ છે મારી પાસે જ છે...અને હા...મને ખબર છે કે તને નાયરાની ઈર્ષા આવે છે એટલે તુ આવુ બોલે છે...મારી નાયરા હમણાં મારી માટે સૌ જોડે ઝગડશે...તુ જોજે ને...
આર્વી: એ...પાર્થિવ હોશમાં આવ...અને હકીકત સ્વીકાર...
નર્સ: ભાઈ પોતાની જાતને સંભાળો...હવે આ નહીં ઊઠે ત્યાં એકાએક માલતીબહેનને પાર્થિવ જૂએ છે તો મોઢુ ફેરવી લે છે...
આર્વી: પાર્થિવ આ કોણ છે?
પાર્થિવ: આ હશે કોઈ...મારે શુ છે પરંતુ દુખમાં ભાગીદાર થવા આવ્યા છે તો એમનો ઉપકાર મારી ઉપર...
આર્વી: આવો આન્ટી આવો અંકલ...
નમસ્કાર આટલું કહીને આર્વી ચરણ સ્પર્શ કરે છે...
પાર્થિવ: કોઈ જ જરૂર નથી ચરણ સ્પર્શ કરવાની આમના તારે...
આર્વી: નાયરાના મમ્મી પપ્પાને તો જાણ કર...
પાર્થિવ: હા...
નર્સ: માફ કરજો આ હોસ્પિટલ છે તમારે જે અંતિમ વિધિ કરવાની હોય એ ઘરે પતાવશો તમે અહીં રડારોડ કરશો તો બીજા દર્દીઓ પણ...અમને ખોટા ન સમજતા...
પાર્થિવ: હા સિસ્ટર બીજા ઉપર પણ માઠી અસર પડે એવું કોઈ જ કામ નહીં થાય...
રાત્રીનો સમય છે.લાશને એકલી છોડવી યોગ્ય નથી...
આર્વી: હા પાર્થિવ...
પાર્થિવ નાયરાના મમ્મી પપ્પાને ફોન લગાડે છે...
આર્વી: પાર્થિવને શાંત પાડે છે.
પાર્થિવ: તુ નથી સમજી શકતી મારા દુઃખને....
માલતીબહેન: મને માફ કરી દે દિકરા...
પાર્થિવ: મમ્મી તુ તો બહુ ખુશ હશે આજે...
માલતીબહેન: બેટા,આમ ન બોલ દિકરા..
પાર્થિવ: તે મારો સંસાર બગાડી તારો સંસાર વસાવી જ લીધો તારી ગમતી વ્યક્તિ સાથે...વાહ...મમ્મી...
માલતીબહેન: તુ દિકરા ખોટું સમજે છે...હું...
પાર્થિવ: બહુ સ્વાર્થી છો તુ...મારી નાયરા મને મૂકી કાયમ માટે ચાલી
ગઈ હવે તો તને ટાઢક હશે ને...
આર્વી: પાર્થિવ આ જગ્યા નથી આવી વાત કરવાની...
આર્વી: ચાલ ઘરે...અંતિમ વિધિ પણ તો કરવાની જ છે ને...અને હા નાયરાની ઈચ્છા હતી તારી પત્ની બની સંસાર છોડવાની તો એની ઈચ્છા પૂરી કરને...
પાર્થિવ: હા...
નાયરાના મમ્મી પપ્પા ત્યાં આવ્યા...
"અરે...રે....આ શુ થઈ ગયું...મારી દિકરીને તમે સાચવી પણ ન શક્યા પાર્થિવ કુમાર આ હતો તમારો પ્રેમ પોતાની ખુશી ખાતર મારી દિકરીના જીવનની બલી આપવાનો...."
પાર્થિવ: હુ તમારો અપરાધી છું...તમે દિકરી ખોઈ છે...એનુ દુઃખ શુ હોય હું સમજી શકુ છું...
રેખાબેન: તમે શુ સમજો અમારુ દુઃખ...તમે નવી પેઢીએ પ્રેમ શબ્દને કેટલો હલકો બનાવ્યો છે....એનુ ઉદાહરણ આ છે...
પાર્થિવ: આ એટલે કોણ?
રેખાબેન: આ એટલે તારી આ મિત્ર...જે જાણે છે છતાંય તારા જીવનમાં આવી છે...જેના કારણે મારી દિકરી આ દુનિયા છોડી ચાલી ગઈ છે.
પાર્થિવ: માનુ છું કે દિકરી ચાલી ગઈ હું સમજુ છું જેટલું તમને છે એટલું મને પણ થાય છે...એટલે એનો મતલબ એવો થોડો હોય કે તમે જેની તેની ઉપર બંદૂક રાખો...
ચિંતનભાઈ: એક સમય હતો કે મારી દિકરી આના દિલમાં વસતી હતી પરંતુ હવે,...
પાર્થિવ: અંકલ હું તમારી ઉંમરની ઈજ્જત કરુ છું એટલે એનો મતલબ એવો નહીં કે મારી દોસ્ત માટે મનફાવે તેમ બોલો!
ચિંતનભાઈ: પહેલા નાયરા અને હવે આ...?હજી કેટલી છોકરીઓને ફસાઈ રાખી છે...
રેખાબેન: નાયરાના મમ્મી ભૂલ આપડી જ છે તો બીજાને શુ દોષ આપવો?આપણી દિકરી ભલે ના પાડતી હોય જબરજસ્તી જો આપણે કસમ આપી બાંધી હોત તો આપણી દિકરી આપણી પાસે હોત!
પાર્થિવ: દરેક મમ્મી પપ્પા આજ વિચારે છે કે બાળક ગમે તે નહીં પણ એમને ગમે તે કરે એ ચાહે બાળકને ગમે કે ન ગમે...
માલતીબહેન: નાયરા દિકરી મને માફ કરી દે...
પાર્થિવ: અરે...મમ્મી તુ રડી રડીને ઢગલો પણ કેમ ન થા મારી નાયરા કંઈ પરત આવવાની છે...?તો પછી તું ખોટો ડોળ ન કર....
રેખાબેન: જે બનવાનું હતું એ તો બની ગયું,હવે તમારા રડવા કકળવાથી અમારી દિકરી તો પાછી નહીં આવે ને...તો અહીં શોરબકોર કરવાનો મતલબ શુ છે?
નાયરાના મમ્મી પપ્પાએ પોતાની વ્હાલસોયી દિકરી ખોઈ...
પાર્થિવ: તમે મને જે સજા કરવા માંગો એ કરી શકો છો...
નાયરાના પપ્પા: અમે શુ સજા કરીએ કુદરત સજા કરશે...
માલતીબહેનનુ કાળજુ કંપી ઉઠ્યું પણ પાર્થિવ મમ્મીને અટકાવતા કહે:
પાર્થિવ: મમ્મી તુ હવે રહેવા દે...મને ખબર છે...તારો નાયરા માટેનો પ્રેમ...
ચિંતનભાઈ: તારે પ્રેમ તારી મમ્મીને પુછીને કરવો હતો અમારી દિકરી તો આમ લાચાર ન થાત..
પાર્થિવ: અંકલ એક વાત કહુ આ સમયે આવી વાત કરાય કે નહીં મને ખબર નથી...
ચિંતનભાઈ: કહી દે નહીં તો મનની મનમાં ન રહી જાય...
પાર્થિવ: અંકલ હુ કેનેડા હતો તમે તો અહીં જ હતા ને દિકરી જોડે તમે તો છેડો ફાડી નાખ્યો હતો...તમે ચાહતા તો તમે પણ તો આવી શકતા હતા ને...તો તમે દિકરીને મળવા કેમ ન આવ્યા...
વધુમાં હવે આગળ
નાયરાના મૃત્યુબાદ પાર્થિવનુ જીવન કેવું રહે છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા
દે રે ભાગ:56"માં જોઈએ...