જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 1 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 1

આપ સર્વેને મારા વંદન,મારી દરેક ધારાવાહિકમાં આપ સૌનો સહકાર સારો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર હું "ગોલ્ડન પેન ચેલેન્જ"સ્પર્ધામાં એક ધારાવાહિક પ્રસ્તુત કરું છું...

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે..."

(તેરી ચાહત મે જોગી હુએ પગલે કો પ્યાર કા જામ પિલા દે રે...)

આપણે મળીશું ધારાવાહિકમાં રોમેન્ટિક સફર સાથે મારી સાથે જોડાયેલા રહેજો..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે "ધારાવાહિકમાં એ ને આનંદી શહેર અમદાવાદમાં આપણા નાયક શ્રી પાર્થિવ ઓઝાને ત્યાં આ રોમેન્ટિક સફરમાં પગરવ ભરીએ તેઓ ધર્મસંકટમાં ફસાયા છે એકબાજુ વર્તમાન પ્રેમ છે તો બીજીબાજુ હાઈસ્કૂલ વાળો કાચી ઉંમર નો પ્રેમ આ સફર એમની કેવી રહેશે...બેઉ માંથી કોને પોતાની જીવનસાથી બનાવશે...એ જાણવા આપણે ઊંડા ઉતરીશુ નાયકને ધર્મસંકટમાંથી ઉગારવા આવશો કે નહીં...તો એ હાલો અમદાવાદમાં.... મળીએ ત્યારે...

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:1"

હાય...મિત્રો કેમ છો આપ સૌ આશા રાખું કે આપ સૌ મજામાં હશો...આનંદી અમદાવાદમાં આવવું મને ગમે છે.આજે મારી સફર એક ખાસ કામ માટે છે,આપ સૌ મારી સાથે આવશો તો મને પણ ઉત્સાહ ચડશે...

એ હાલો અમદાવાદની ગલીઓ સુની સુની ગલીઓ તરફ પગરવ માંડીએ.

અમદાવાદની ધરા કોઈવાર અહમદનગર ને કર્ણાવતી તરીકે ઓળખાઈ રહેલું,આ ઐતિહાસિક સ્થળમાં ફરવાના ભારે અભરખા મને લોક હૈયે નામી બિઝનેસ મેન ફિલોસોફર અને પ્રસિદ્ધ લેખક કે જેને પોતાની રોમેન્ટિક વાર્તાઓથી લોકોના દિલમાં પોતાની સત્તા સ્થાપી છે.પરંતુ કોઈ કારણોસર લખવાનું છૂટી ગયું છે,વાંચકવર્ગ તેમની કલમની ઝલક જોવા તરસે છે.તેમના જીવનમાં મચેલી ઉથલપાથલ કેમની સર્જાઈ એ જ તો સવાલ માટે આનંદિત અમદાવાદમાં આવ્યા છીએ.પરંતુ અહીં સુધી પહોંચીએ એ પહેલાં તેમના જીવન વિશે ઊંડાણપૂર્વકનુ સંશોધન કરીએ...

એ જ ગ્રામીણ વિસ્તારથી સ્થાયી થયેલા,જેમનો લૂક ન પ્રાચીન ન અતિ આધુનિક અતિ વિનમ્ર જીવ,ચહેરે સ્માઈલ હંમેશા રહે એક નખરાળી સ્માઈલને ગાલે પડતા ડિમ્પલ જે તેમની તરફ સૌને આકર્ષવા પ્રેરે એવા હોશિલા છોકરા પાર્થિવ ઓઝાની જેના દિલમાં કંઈક નવું કરવાની ભાવના હંમેશા ટળવળે,ઉત્સાહી જીવની સાથે.
નવરા બેઠા તેને સમય કરડવા ન આવતો હોય તેવું લાગે...

છોકરીઓ માટે તો પાર્થિવ ઓઝા હીરો કહેવાતો,પણ સૌ છોકરા તેમની ઇર્ષા પણ કરતાં પણ એને આપણો નાયક મોજીલો એને શું ફેર પડે છે?

તેના વર્ગની છોકરીઓ પાર્થિવની નજીક આવવા પ્રયાસ કરતીને આ જોઈ સૌ છોકરાઓને બળતરા ઉપડતી ન કંઈ કહી શકે ન કંઈ સહેવાય આ તે શું કહેવાય?

એ ભાઈની ધરપતનામની વસ્તુ ભગવાન મુકવી જ ભૂલી ગયેલા.

માલતીબહેન અને સુશીલભાઈ બે વર્ષ પહેલાં જ કામધંધાની શોધમાં અમદાવાદ આવેલા,અમદાવાદમાં પોતાનુ મકાન મળવું એ તો એક મોટી સમસ્યા હતી.એટલે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા.

એ ને પાણીની સમસ્યાઓ તો દરેક જગ્યાએ લોહી પીવે તે સમસ્યા પણ અહીં એ હતી.

પણ ઘરમાં નિયમ પ્રમાણે કામ વહેચવામાં આવેલું.
પાર્થિવને પાણી પુરવઠાખાતાની અને શાકભાજી,કરિયાણાની જવાબદારી આપેલી.

પરંતુ જો કોઈવાર કામમાં ચૂક થાય તો એકવાર વોર્નિગ બેલ પડતો,અને તો પણ સુધારો ન થાય તો પછી માલતીબહેન નહીં પરંતુ તેમની વ્હાલી "રામદુલારી"સાવરણી વાત કરતી.

માટે ભૂલનો તો સવાલ જ પેદા ન થાય.
સવારના સાડા છ વાગ્યા.ચકલીઓ ચી ચી કરી સવારના ઓવારણાં લઈ રહેલી.
તો માલતીબહેન સુતેલા પાર્થિવને સહેજ ઝંઝોળતા કહે"

એ...પાર્થિવ બેટા ઉઠ તો,

પાર્થિવ પણ રહ્યો ભારે જીદ્દી એમકેમ સીધી રીતે માને...

"અરે...મમ્મી સુવા દેને ખુબ થાક્યો છું..."

માલતીબહેને થોડી શાંતિ તો જાળવી પરંતુ શાંતિ લાંબા સમય સુધી રહે તેમ નો'હતી.

સવારના છ વાગેલા એટલે રાડારાડ પણ કરી શકાય એમ નોહતી તો તેઓ પ્રેમથી મીઠા મીઠા શબ્દો થકી દિકરાને ઉઠાડી રહેલા.

"એ...પાર્થિવ ઉઠ તો બચ્ચા,જો સવારમાં પાણી આવ્યું છે તને તો ખબર જ છે ને મને ડોક્ટરે વજન ઉપાડવાની ના કહી છે,

પાર્થિવ: મમ્મી હું જાણું છું...પણ મેં મોડા સુધી લેશન કર્યું છે તો માથું દુ:ખે છે તો તું સમજ ને...

માલતીબહેન એમ કંઈ આને દિકરાની વાત થોડી માને!

એકવાર દિકરા પાર્થિવનુ માથુ ચેક કરે છે.તો હાથે ખરેખર ગરમ લાગતા તે પણ હેબતાઈ થાય છે.

પાર્થિવ:શું મમ્મી હું ખોટું બોલી રહ્યો છું તું તો જો...કેવી છે સાવ...સાસુવહુનો શો જોવાનું બંધ કર બંધ તારુ મગજ તો ફરશે સાથે અમારુ પણ ફેરવી દઇશ...

પપ્પા ક્યારે આવશે?

માલતીબહેન: તારા પપ્પા કંઈ કહીને જાય છે ખરા...? એ તો મને શું ખબર એ તો મનમોજી છે...

પાર્થિવ: પાછી તું શરૂ થઈ ગઈ,હવે બંધ કર મમ્મી મને તાવ છે તું સમજે કેમ નહીં મારી દશા...

માલતીબહેન: માંફી માંગુ કહેતો હોય તો આ બાપ ને દિકરો બેઉ સરખા છે કોઈનેય વખાણ્યા જેવા નથી.તમતમારે કરો તમારી મનમાની...

પાર્થિવ: અરે...મમ્મી શાંતિ રાખ તો સવાર સવારમાં તારું તો જો એકવાર રેડિયો શરૂ થાય તો બંધ થવાનું નામ ન લે...

સુવા પણ ન દે સરખી રીતે....આ તો કંઈ રીત છે...આની...અમદાવાદમાં રહીએ છીએ સીટીમાં રહીએ તોય ગામડાની બાઈઓ જેવા આના લખણ ગ્યા નહીં બોલો...

મને લાગે છે કે આ કહેવત અહીં જ લાગુ પડી છે કે "ઉંમર ગમે તેટલી થાય પરંતુ વાંદરો ગુલાટ મારવાનું ન ભુલે..."જે સાંભળ્યુ હતું પરંતુ પ્રત્યક્ષ જોઈ પણ લીધું.

માલતીબહેન દિકરાના પાછળથી કાન પકડી પકડ સહેજ મજબૂત કરતાં કહે"કંઈ કહ્યું દિકરા તારા લક્ષણો માંદગીના તો નથી જ નહીં તો માદુ માણસ કોઈ ગમે તેટલું બોલે પરંતુ એક શબ્દ પણ ન ઉચ્ચારે...સીધી રીતે જાય છે કે,

"રામદુલારી"ને કહું?

પાર્થિવ: અરે....મમ્મી નહીં...નહીં રહેવા દે ...મારે સ્કૂલમાં પણ જવાનું છે,જો રામ દુલારી જો આવશે તો હું બેન્ચ પર બેસી નહીં શકું માટે તુ શાંતિ રાખ તો...

માલતીબહેન: તો રાહ કોની જૂઓ છો મુહૂર્ત વિતિ જાય છે...આમ ઊભા રહેવું સારુ મુહૂર્ત ને ગ્રહણ લગાડશે તો માટે જાવ...છો...કે...

પાર્થિવ: હા....રે...મમ્મી હું જાવ જ છું...હો....મારે હજી બેગ પણ તો ભરવાની છે...

માલતીબહેન રામદુલારી નું નામ લેતા ને તેમનું કામ નિવડી જાતું.

માલતીબહેનની ધાક એવી કે દિકરો ઊંચા અવાજે તો શું મસ્તક ઊંચુ કરી બોલી પણ ન શકે.કામકાજ અને અનુશાસનમાં દિકરાને ખોટા લાડ લપાડ કરી બગાડવામાં માનતા નહીં

પાર્થિવ આદર્શ છોકરાની જેમ મમ્મીના પડ્યા બોલ ઝીલતો હતો...

આજુબાજુની કાકીઓ માસીઓ અને બા,પાર્થિવની ટીખળ કરવાનું ન ચૂકતી તો યુવાન ભાભીઓ આ ચાલતી ગાડી કેમ ચૂકી જાય વળી...

ઓ પાર્થિવભાઈ ઘરકામની તાલીમ લો છો કે શું?અમારી દેરાણીને રાહત રહે એ માટે?

પાર્થિવ: નહીં તો? મમ્મીને શરીરમાં તકલીફ છે તો મદદ કરી રહ્યો છું...

"ઓહ એમ...અમને તો કંઈ માનો કે ખબર જ નથી પડતી શું કહેવું બા..."સૌ ભાભીઓ પાર્થિવ પર કટાક્ષ કરી રહેલી તો બા બોખલા સ્મિત સાથે કટાક્ષમાં પોતાની સંમતિ દર્શાવી રહેલી.

ઘરડી બા: બોલો...બેટા પાર્થિવ... આ તે શું વાત થઈ? અને એ તમે શું ખિજાયે જાવ છો...છોકરાને...?તમારે શું કંઈ કામધંધો નથી...?ઘરમાં એકએક એક બાળકો બેઠા છે ને આમને..એ જોઈ શું રહીયો છો...જાવ કામે લાગો તો...

મારો દિકરો કામ કરે છે ને તેમે હસ્સી ઠીઠોલી કરો તમને લાજ નથી આવતી...ચાલ બેટા કામ કર...માલતી બહુ નસીબદાર છે કે એને આવો સરસ દિકરો મળ્યો...પણ બિચારાને કામવાળો બનાવી રાખ્યો છે...

પાર્થિવ નજરો ઝૂકાવી પાણી ભરી પોતાના ઘરમાં ચાલ્યો ગયો.

પાર્થિવ:લે મમ્મી આ પાણી શેમાં ગળવાનુ છે તું ગળી દેજે હું તૈયાર થાવ સ્કૂલમાં જો મોડો પહોંચીશ....તો મારે મેદાન વાળવું પડશે...

માલતીબહેન:આ તો વળી શું વાત થઈ સ્કુલના શિક્ષકો છે કે દાનવો...છોકરાવ પાસે આવા કામ કરાવે...એકવાર મને આવવા દે પછી જો...એમને ખબર પાડી દઉ આજ પછી તને તો શું કોઈના પણ છોકરાંને કામ કરાવતાં 1000 વાર વિચાર કરશે...

પાર્થિવ; અરે મમ્મી બસ કર કેટલું બકીશ સરકાર ટેક્સ વધારે છે તો બકબક કરવા પર ટેક્સ કેમ નથી વધારતા?

વધુમાં હવે આગળ...

પરંતુ આ ઉત્સાહી છોકરાની યુવાન બનવા સુધીની સફર કેવી રહે છે તેનો સ્કુલનો સમય ગાળો કેવો રહે છે?તે હવે જોઈએ,"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:2"મારી સાથે જોડાયેલા રહો...