જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 53 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 53

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:53"

આપણે આગળ જોઈ ગયા કે નાયરા હોસ્પિટલમાં હોય છે.પાર્થિવ નાયરા પાસે બેઠો હોય છે જેથી નાયરાના બેચેન મનને થોડી શાંતિ થાય છે.તેને ડોક્ટરે મગજમાં ખેંચ ન આવે તે માટે બોલવાની ના પાડી હોય છે પરંતુ નાયરા મિલનસાર સ્વભાવવશ તે બોલતી હોય છે આર્વી તેની સારી રીતે કાળજી લઈ રહી હોય છે
તેને એકાએક ખેંચ આવે છે,સૌ સ્ટાફ દોડતો જાય છે.

હવે આગળ...

જુનિયર નર્સ: દર્દીની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે મેડમ...

પાર્થિવ: શુ થાય છે મારી નાયરાને મેડમ...

આર્વી: નાયરા આંખ ખોલ તો જો નાયરા પાર્થિવ પણ રડે છે...કોઈ પોતાના પ્રેમને આમ તકલીફ આપે?જો પાર્થિવની સામે એ રડે છે...

જુનિયર અને સિનિયર નર્સ: બહેન તમે શાંતિ રાખો અમને અમારુ કામ કરવા દ્યો...

પાર્થિવ: હું ક્યારનોય જોઈ રહ્યો છું કે તમે અહીંથી ત્યાં ફર ફર કરે જાવ છો તમને નથી જ આવતું ઈલાજ કરતાં તો પહેલાં નોહતા કહી શકતા...

આર્વી: પાર્થિવ ચાલ બીજી હોસ્પિટલમાં ઢસેડી જાઈએ...અહીં ડોક્ટર તો છે નહીં તો...

પાર્થિવ: એમ કેમ ડોક્ટર નથી હમણાં ફોન લગાડુ...

પાર્થિવે ગુસ્સામાં ફોન લગાડ્યો...

પાર્થિવ: સાહેબ તમને કંઈ ભાન જેવું છે? અહીં દર્દી મરતો મૂકી તમે આમ બહાર ચાલ્યા ગયા શુ આ છે તમારી માણસાઈ?

ડો અનુજ: મેં તમને પહેલાં જ કહી દીધેલું કે દર્દી મહીનો જ જીવી શકશે...

પાર્થિવ: તમે કેટલુ સરળતાથી કહી દીધુ...?

ડો અનુજ: હુ સમજી શકું છું.

પાર્થિવ: શુ સમજો છો તમે તમારી જાતને આમ પેશન્ટને નર્સના ભરોસે છોડી જાતા શરમ ન આવે...

ડો અનુજ: હુ આવુ છું...

પાર્થિવ: તમે સાહેબ આવશો તો શુ થશે હવે...મારી પત્ની પર એકાએક જાદૂ થોડો થાશે...

ડો અનુજ: એટલે કહેવા શું માગો છો?જેટલા અમે લાપરવાહ હતા એનાથી પર વધુ તમે હતાં...જ્યારે પેશન્ટ અકળાઈ રહેલું ત્યારે તમે તો બેઠાબેઠા તમારી સહેલી સાથે ગપ્પાં મારી રહેલા ત્યારે ક્યાં ગયો તમારો પ્રેમ ને હવે એકાએક પ્રેમનું મોજું ઉમટી ગયુ?

જોવો...મિ.તમારી પત્નીને દર્દે નથી માર્યા પણ તમારી લાપરવાહીએ માર્યા છે...

પાર્થિવ શુ બોલે ભૂલ ડોક્ટર એકલાની તો ન'હતી.નાયરાની કથળતી તબિયત માટે જવાબદાર કોઈ એકને ઠેરાવો એ મુર્ખામી ન કહેવાય તો શું કહેવાય?

એક ખેંચે નાયરાનો જીવ લીધો.
પોતાની નજર સમક્ષ પોતાની પત્ની સમાન પ્રેમિકાને દેહ ત્યાગ કરતાં જોઈ પાર્થિવના મગજ ઉપર ગહેરી અસર પડી....

તો અહીં પાર્થિવ હોસ્પિટલમાં હતો એ સાંભળી અર્જુનભાઈને પ્રશ્ન કરવાનુ મન તો થયું પાર્થિવને...પરંતુ કેમ પ્રશ્ન કરે એ સવાલ મનમાં ઉઠી રહ્યો હતો.

તે પ્રશ્ન કેવી રીતે કરે?મનમાં અનેક સવાલો હતાં..

પરંતુ મન કઠણ કરીને પુછી જ લીધું...

માલતીબહેનની આંખોમાં આંસુ હતા.

અર્જુનભાઈ: એ માલતી શુ થયું રડે છે કેમ...?

નિપા પણ જાણવા માંગતી હતી.
પરંતુ મોટાની વાતમાં રસ લેવો તેને જરૂરી ન સમજ્યો.

તે યુ ટ્યુબ ચાલુ કરી રેસિપી શીખવા લાગી.

પરંતુ અર્જુનભાઈથી પુછ્યા વગર ન રહેવાયું...

અર્જુનભાઈ: માલતી મારી આગળ વાત નહીં શેર કરે?

માલતીબહેન: હવે કહેવા માટે તો એકે શબ્દ નથી.

અર્જુનભાઈ: સમજાય એવું બોલ તો કંઈ ખબર પડે...

માલતીબહેન: મારા દિકરાએ મારો ત્યાગ કર્યો..

અર્જુનભાઈ: શુ માલતી તને કંઈ વ્હેમ થયો હશે...પાર્થિવ તો સમજુ દિકરો છે એને તો આપણને એક કર્યા હતા ને એ જ...આવુ કેવી રીતે કરી શકે?

માલતીબહેન: આ કળીયુગમાં જીવીએ છીએ કોઈ કોઈનુ સગુ નથી હોતું.પતિએ મને પ્રેમિકા માટે છોડી ચાલ્યો ગયો તો દિકરાએ એની પ્રેમિકા માટે મને તરછોડી દીધી...

"એ એવું માને છે કે એની પ્રેમિકા નાયરાના મોત માટે મને જવાબદાર ગણે છે...એનુ માનવું એ છે કે મેં એની ખુશીને ગ્રહણ લગાડ્યું છે."

અર્જુનભાઈ: હું વાત કરુ તુ કહેતી હોય તો?

માલતીબહેન: મારો દિકરો બહુ જ જીદ્દી છે એ નહીં વાત કરે...

અર્જુનભાઈ: એક પ્રયત્ન તો કરવા દે...

માલતીબહેન: નહીં માને...

મેં દિકરાના ઉછેરમાં શુ ખોટ રાખી?એને જે માંગ્યુ મેં બધું જ આપ્યું.છતાંય દિકરાનો વિશ્વાસ અને પ્રેમ ન જીતી શકી...

નિપા:મારે બોલવું તો ન જોઈએ પણ હું આજ બોલીશ...

વધુમાં હવે આગળ...

નાયરાની સ્વર્ગની સફર કેવી રહે છે?શુ આર્વી આઘાતમાંથી બહાર લાવી શકે છે?એ આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:54" માં જોઈએ.મારી સાથે આવશો ને નાયરાની અંતિમવિધિમાં સામેલ થવા નાયકની સાથે દુઃખ વહેંચવા તો ચાલો મુંબઈ.