Jog laga de re prem ka roga de re - 2 books and stories free download online pdf in Gujarati

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 2

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:2"

આપણે આગળ જોઈ ગયા મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓ એક તો પાણીની સમસ્યા અને સાથે સાથે શું રાધવુ એ સમસ્યા અને એકબાજુ મોંઘવારી તાંડવ કરે તો લોકો બિચારા કરી કરીનેય શું કરે?પણ આ બધી જ વસ્તુ આપણા નાયક પાર્થિવ ઓઝાને શું અસર કરે છે તે જોઈએ?

મમ્મીને આમ બકબક કરતાં જોઈ પાર્થિવ અકડાઈ જાય છે.

માલતીબહેન: એ...હે...શું કહ્યું તે પાર્થિવ ફરી બોલ તો...

પાર્થિવ: અરે...રહેવા દે ને મમ્મી અત્યારના સમય મને ખબર છે કે તુ નવરી છો.હું નથી નવરો મારે સ્કુલ જવાની તૈયારી પણ તો કરવાની છે ને...
આજે તો એકમ કસોટી છે શું કરીશું...?

માલતીબહેન: આખોય મહીનો ભટકવાને ફરવામાં પડ્યા હોવ છો તો થોથુ ખોલ્યું હોત તો આ દિવસ ન આવોત...બાપા ને તો જાણે ફેક્ટરી ન હોય પૈસાની એમ ભાઈનુ વર્તન છે.ભણવું તો બાધા છે...ખાલી ફરવા દો બસ...

પાર્થિવ મમ્મીની વાતથી સહેજ અકડાઈને સ્કુલમાં ચાલ્યો ગયો.

માલતીબહેન: એ....પાર્થિવ ઉભો રહે તો લે આ તારુ ટિફિન તો લઈ જા.આજ કાલના છોકરાવને કંઈ કહેવાય નહીં કહ્યું તો પુરુ થઈ ગયું તમતમારે...આ ને ડાચુ બગાડી ચાલ્યા જવાનું...

આડોશપાડોશના સભ્યો તૈયાર જ હોય કે હવે શું ખેલ મંડાશે....તેની તલપ સૌને હતી.માટે સૌ કોઈ માલતીબહેનના દરવાજાને ટકટકી રહેલા.

પાર્થિવ સ્કુલમાં ગયો.
મહેતાજી: સાહેબ આવી ગયા?
કંઈ જોઈશે...તમારે શું સેવા કરી શકું તમારી હું...?

પાર્થિવ: આજે આ ડોસો કયા ટોનમા બોલી રહ્યો છે એ હાવભાવ થકી તેના મિત્રોને પુછી રહેલો.

જવાબમાં કંઈ ખબર નથી પડતી કે આ શું છે...તે...?

પાર્થિવ: આજે તો હું ફસાઈ ગયો મારી મમ્મી પણ તાલ કરે છે...હો...આજે તો ઘર પહોંચુ એટલી વાર...પછી એને😡

મહેતાસાહેબ: અંગૂઠા પકડવા માટે રાહ કોની જૂઓ છો? મુહૂર્ત કઢાવુ...કે શું?

પાર્થિવ: ના સર...હું તો...

મહેતા સાહેબ: છાનોમાનો અંગૂઠા પકડ...કહ્યું ને....સમજ નથી આવતું?

સહેજ મોડું શું થયું માસ્તર મહેતાએ તેને ક્લાસ વચ્ચે કૂકડો બનાવ્યો.

સૌ કોઈ આ દ્રશ્યની મજા લઈ રહેલું.

પાર્થિવ તો માનો કે છોભીલો પડી ગયો.પરંતુ મોડું થયું હતું તો સજા ભોગવે જ છૂટકો.તેના સ્વાભિમાનની તો માનો કે ઐસી કી તૈસી બની ગયેલી.

બ્રેક પડી.સૌ મિત્રો નાસ્તા માટે ગયા પરંતુ ન કોઈએ પાર્થિવને યાદ કર્યો કે ન તો તેના હાલચાલ પુછ્યા સૌ કોઈ પોતાના ધૂનમાં સૌ ઝૂમી રહેલા.

પાર્થિવના હાલ બૂરા થયેલા.તે તો બેસવાનો પણ લાયક નો'હતો.

તો અહીં માલતીબહેનનો તો મિજાજ જ અલગ હતો.

માલતીબહેન ફરી ગરમ થયા.

માલતીબહેન: એ...આ...શુ... કરો છો...તમારે કંઈ કામ ધંધો નથી કે શું?
જાવ પોતાના ઘરમાં પણ ઘણા કામ હશે તો અહીં જાસૂસી કરવાનું બંધ કરશો...?

આજુબાજુ સ્થિત સ્ત્રીસભા :આપણે શું દરેક ઘરની કહાની છે...આમાં ખોટા આપણે મરીશુ...ચાલો...પાર્થિવ અને આ બેન જાણે આટલું કહી મોં મચકોડી કામમાં પરોવાઈ ગયાં.

માલતીબહેન પણ સાંજની રસોઈ માટે તૈયારી કરી રહેલા.

સૌની વચ્ચે એક છોકરી સૌથી અલગ હતી.ભણવામાં મધ્યમ પરંતુ લાગણીશીલ છોકરી સહેજ તોફાની પરંતુ દિલની સાફ.જ્યાં સૌની વિચારવાની ક્ષમતા પુરી થાય ત્યાં તેની વિચારધારા શરૂ થાય.

નાસ્તો કર્યા પહેલાં પાર્થિવ પાસે આવી.
એ પાર્થિવ શું થાય છે તને...?

હદ તો ત્યારે થઈ કે પાર્થિવની ક્લાસમેટ હતી છતાંય પાર્થિવ અજાણ હતો તેનાથી.

"અરે...અરે...તમે કોણ... તમને ઓળખ્યા નહીં..."

અજાણી છોકરી: એ...લ્યો કરો વાત... આ તો હદ થઈ ગઈ.કાલે જ તો તે મારી મદદ કરી આપણે એક જ ક્લાસમાં છીએ છતાંય નથી ઓળખવાની આવું મગજ સાવે...લા...

પાર્થિવ પોતાના મગજ પર બરફ રાખી.
અરે...તુ જે હોય એ અત્યારે મગજ પર આમ પણ સ્ટ્રેસ છે વધુ ન સતાવતી મને...આમ પણ તું શું કામ અહીં આવી છો મારી મજાક ઊડાડવા...જો એવું જ હોય તો....

અજાણી છોકરી: એ...ય...મગજ પર થોડો બરફ મૂકો...શાંતિ જાળવોને ઊંડો શ્વાસ લો...

પાર્થિવ: અબ્બે...આ મુસિબત ક્યાંથી આવી..કોણ છો તું તારે છોકરીઓ સાથે હોવું જોઈએ તને નથી લાગતું.કોઈ તારા વિશે કેવી વાતો કરશે...તને કંઈ ખબર પડે છે જા તો...

અજાણી છોકરી:અરે...જાવ છું આપણે તો રોજ મળવાનું થાશે...હું ક્લાસમાં જ છું જ્યારે પણ કંઈ કામ પડે ત્યારે બેધડક કહેજે...પરંતુ હા...પહેલા આ નાસ્તો કરી લે...હું જાણું છું સવારનો ભૂખ્યો છે તું....ખાઈ લે તો...

પાર્થિવ:એમ કેમ ખાઈ લઉ ન કોઈ ઓળખ..?

અજાણી છોકરી: ઓફ...પાર્થિવ તું તો સાવ એવો ને એવો જ રહ્યો...પહેલા તુ ખાઈ લે મારું નામ પછી જાણજે.

ચાલ પહેલા ખાઈ લે તો...તે છોકરી પ્રેમથી પાર્થિવને પોતાના હાથે જમાડી રહેલી.

પાર્થિવ: આ...તો...જો...આટલું પ્રેમથી તો મારી મમ્મી પણ નથી જમાડતી મને કહેવું પડે હો બાકી...મનમાં એકીટશે તેને નિહાળી જ રહ્યો.

મનમાં તો બોલી રહેલો કે આવી અલૌકિક છોકરી હકીકત છે કે સપનું?આખાય વર્ગમાં તો આવું કોઈ જ નથી તો આ મોડલ આવ્યું ક્યાંથી?

અજાણી છોકરી: પહેલા ખાઈ લો પછી બીજી વાત કરીએ.

પાર્થિવ:ઓ...હો...આ તો મનની વાત પણ જાણે છે...હવે તો સાવધ રહેવું પડશે નહીં તો આપણે બાપુ લેવાઈ ગયાં...

પરસ્પર નજર ટકરાઈ રહેલી માસુમ નજાકત એકબીજાના દિલમાં ઉતરી રહી હતી.

ત્યાં જ પાર્થિવને ખાસી ઉપડી...એ સૂચવવા કે "ભાઈ બહુ રોમાંચક થઈ ગયા ટિકિટ પૂરી થઈ હવે વાસ્તવિકતા તરફ પગરવ ભરો..."

હળવું હસાઈ પણ ગયું...

ત્યાં જ એ છોકરીએ હળવી ટપલી મારી
"એ...પાર્થિવ પહેલાં જમી લે તો પછી વિચારો કરશે હું અહીં જ છું ક્યાય નથી જવાની...ખાતી વખતે કોઈ આડાઅવળા વિચાર કરશો તો પરિણામ આજ આવશે.

પાર્થિવ: હા...બીજું હવે મારી માં શું આદેશ છે મારા માટે? કહો તો?

અજાણી છોકરી: આજથી હું અજાણી નથી તારા માટે...તને જે પણ ખાવાનું મન થાય એ મને કહેજે હું બનાવી લાવે...

પાર્થિવ: ઓહ...આટલી બધી મહેરાબાની કરવા બદલ આભાર પણ આ મહેરબાનીનુ કારણ જાણી શકું?

અજાણી છોકરી: પહેલાં ટિફિન ખત્મ કર પછી વાત કરીએ...

પાર્થિવ: આ ટિફિન તુ મારા માટે લાવી હતી?

અજાણી છોકરી: હા...કેમ નહીં તારા માટે લાવી તો એમાં મેં શું ગુનો કર્યો કંઈ સમજણ નથી પડતી.

પાર્થિવ: તને કંઈ ભાન છે?તને તારા જીવનીય પરવાહ નથી?તારા મમ્મી પપ્પાને ખબર પડશે તો...

અજાણી છોકરી:એ...પહેલાં તો આમ ગામઠી ઢબ રિએક્શન ન આપ આ સિટી છે અહીં સૌ પોતાની મોજમાં હોય માટે કોઈ કોઈની પડીય ન હોય અને હા આ અજાણી છોકરી હવે અજાણી નથી..તારા માટે...

મારુ નામ આર્વી છે,મને તું આરુ કહી શકે છે.

પાર્થિવ: ઓ...રિયલી...

આર્વી: હા...બે...બહુ સવાલ કરે તુ તો..ચાલ...ફટાફટ ફ્રેશ થઈ આવ...

પાર્થિવ: હા...આ આવ્યો...એ...હા...એકમ કસોટી પણ તો આપવાની છે ચાલ ચાલ હું આવું ત્યારે...

આર્વી: હા...તારી તૈયારી કેવી છે?

પાર્થિવ: તૈયારી તો છે...પણ આ વખતે કંઈ કહેવાય નહીં આ જગ્યા નવી સ્કુલ નવી છે...મારા માટે...

આર્વી; હા...પણ...શાંતિથી કસોટી આપજે જરાય મિજાજ ગૂમાવ્યા વગર બેસ્ટ ઓફ લક....હું જાવ...

પાર્થિવ: એ...બેસ ને...જવાય છે...આટલી શું ઉતાવળ છે?

આર્વી: સૌ કોઈ વર્ગમાં આવતાં હશે જો આપણને આમ જોશે તો કેવીએ કલ્પના કરશે...માટે હું જાવ છું...સાચવજે...હા...તે પાર્થિવના વાળ પ્રસરાવી ચાલી ગઈ પરંતુ પાર્થિવના દિલમાં હજીય એ છાપ અકબંધ હતી.

વધુમાં હવે આગળ...

માસૂમ નજર પરસ્પર ટકરાવી આ નજરનો ટકરાવ આગળ કેવું સ્વરૂપ ધરે છે.મીઠડુ કે પછી કડવું એ આપણે"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:3" મળીએ નવા ઉત્સાહ સાથે....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED