જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 4 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 4

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:4"



આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવમાં આવી રહેલા બદલાવ જોઈ માલતીબહેન પોતાના દિકરાને નિહાળી રહેલા.તે દિવસથી દિકરા માટે કડક વર્તન છોડી કૂણાશ લાવ્યા રવિવારે પાર્થિવે ભણવામાં વિતાવ્યો.સોમવારે સ્કુલમાં ગયો.આર્વી સ્કુલમાં મોડા આવી તો મહેતા સાહેબે તેને બેન્ચ પર હાથ ઊંચા રાખવાની સજા આપી.પછી સર ગણિતના પ્રકરણમાં વ્યસ્ત થઈ ગયાં ત્યાં એકાએક આર્વીને ચક્કર આવ્યા.માનો કે પાર્થિવના દિલમાં માનો કે ભૂકંપનો એક આંચકો આવ્યો.તે સીધો જગ્યા પર ઊભો થઈ પડતી આર્વીને ઝીલી લીધી.મહેતા સાહેબ વિરોધ કરતાં રહી ગયા પરંતુ પાર્થિવ સરની વિરુદ્ધ જઈ આર્વીની પાસે બેઠો રહ્યો.તેમની વાતનો અનાદર કરવાનું શુ પરિણામ આવે છે?શું પાર્થિવની સ્કુલ ચેન્જ થાય છે કે પછી પાર્થિવને સજા આપવામાં આવે છે?તે
હવે જોઈએ..?

પાર્થિવ અને આર્વીની દોસ્તી ગાઢ બનતી જાય છે.આ દોસ્તી આખીય સ્કુલમાં ચર્ચાનું કેન્દ્ર બની જાય છે.

આ ચર્ચા એકવાર મસાલા ન્યુઝ તરીકે પ્રિન્સિપાલ પાસે આવે છે.પહેલાં તો નાકનું ટેચવુ ચડી જાય છે.

પ્રિન્સિપાલ: કોણ છે 9(ક)ના ક્લાસ ટીચર? એ પહેલાં તો અહીં આવો તો...

જી...
રિતિકા મેડમ નજર નીચી કરી બોલ્યા.

પ્રિન્સિપાલ: જુઓ તો ખરા વર્ગમાં શું બનાવ બને છે તે...?

રિતિકા મેડમ: શું થયું કોઈ મને કહેશો...?

પ્રિન્સિપાલ: તમારા વર્ગમાં ધ્યાન આપો જરા...છોકરા છોકરીઓની ફરિયાદ આવે છે...

રિતિકા મેડમ: હું જોઈ લઈશ મારા ક્લાસનું....મેડમ...

પ્રિન્સિપાલ: ઓહ...હેલ્લો...આપણી સ્કુલ બદનામીના દલદલમા પહોંચે પછી...જે કરવું હોય એ જલ્દી કરો...

નહીં તો વાલી મિટિંગ ભરવી પડશે મારે આ બાબતે,પણ જ્યાં સુધી ક્લાસ ટિચર સમસ્યાઓનું સમાધાન કરે ત્યાં સુધી આપણે મામલા પર ઢીલ મુકીશુ

સ્ટાર્ફ મિત્રો તો પરસ્પર આ મુદ્દા પર ગોસિપ કરી રહેલા,આ સ્પર્ધાત્મક યુગ છે.એકબીજાને નીચા પાડી આનંદ લેવો એ સ્વાભાવિક છે.પરંતુ રિતિકામેડમ ખુબ સ્ટોંગ લેડી હતા એમને આ બધાંની વાતને તડકે મૂકી તેમના વર્ગમાં ગયા.

વિદ્યાર્થીઓ: good evening....મેડમ...

રિતિકા મેડમ: good evening મેડમ..વિદ્યાર્થીમિત્રો,

વધુમાં કહે,બેસી જાવ...

વિદ્યાર્થીઓ:થેન્ક્યુ ટીચર....

ભણાવવાની શરૂઆત કરી.આર્વી ધ્યાન નોહતી આપી રહી તો પાર્થિવ એને ઈશારાથી પુછી રહેલો કે શું થાય છે?આર્વી તને...?

પરંતુ આર્વીની આંખોમાં ચક્કરના કારણે વિકનેશ દેખાઈ રહી હતી.

રિતિકા મેડમ: એ...આર્વી ધ્યાન ક્યાં છે તમારું અહીં ભણાવી રહી છું ખબર નથી પડતી કે શું?

પાર્થિવ: પણ મેડમ...

રિતિકા મેડમ: તને મેં પુછ્યું...?જેને પુછ્યુ હોય એ બોલે...?

પાર્થિવ: સોરી મેડમ...

સૌ વિદ્યાર્થીઓ: બહુ વકાલત કરવાનો અંજામ કેવો આવે છે?

રિતિકા મેડમ: શાંતિ જાળવો વર્ગમાં...અને પાર્થિવ કહે તો બેટા શું વાત છે?

પાર્થિવ: એટલે મેડમ કંઈ સમજ્યો નહીં હું....?

રિતિકામેડમ: વાત ફેરવવાની કોશિષ ન કરો,હું કોઈ કારણોસર ગેરહાજર શું રહી તમે તો ક્લાસને વાયરલ કરી દીધો..

પાર્થિવ: મેડમ કંઈ સમજ નથી પડતી શું કહેવા માંગો છો તે?સમજાય એમ કહો,

રિતિકા મેડમ: હવે એટલા પણ અજાણ ન બનો,તમારા વાલીઓની મિટિંગ કરવાની વાત ચાલે છે...અને જોવો વધુ વાત વણસી તો એલ્સી હાથમાં આપી દેવામાં આવશે...તમે ભણવા આવ્યા છો કે ખબર નહીં...છી...મને તો બોલતાય...

ક્લાસમાં તો વાત જાણે ઉપરથી ન જાતી હોય તેમ સૌ અવાક્ બની રહેલા...

રિતિકા મેડમ: કોઇ મને હકીકત જણાવશો..કે શું વાત છે? ને આ મારી પીઠ પાછળ કેટલા સમયથી ચાલતુ આવે છે તે?

ત્યાં જ આર્વી બોલીએ વિગતવાર ઘટના કહી,પછી છેલ્લે એક જ વાત કરી "મેડમ,પાર્થિવે તો મારી મદદ કરી હતી,શું કોઈની મદદ કરવી એ એક અપરાધ છે?

સૌ છોકરા છોકરીઓ: કેટલા દિવસે જીભ ઉપડી...અને...બોલી તો પણ..

રિતિકા મેડમ: હવે વર્ગમાં નિયમ છે કે કોઈ છોકરા છોકરીઓ વાત નહીં કરે...ને હા...મને જો એવી કોઈ ખબર પડી તો તમે સૌ ગયા કામથી યાદ રાખજો...

છોકરાવ: તમારા પ્રિય વિદ્યાર્થીના કારનામાની સજા બધાંયને શું કામ?

રિતિકામેડમ: સાઈલેન્ટ...આ શુ પ્રિય અપ્રિયની વાત કરો છો...?અહીં સૌ સમાન જ છો મારા માટે હું તમારી સાથે દોસ્તીના ભાવથી શું રહી તમે તો મારો ફાયદો ઉઠાવો છો...

પણ હા...જે થયું એ થયું પરંતુ હવે આવું ન થવું જોઈએ...

આ વાતનુ ધ્યાન રહે આ તમને છેલ્લી વોર્નિંગ છે.

મેડમ વોર્નિગ આપી ગયા...રિસેષ માટે બેલ વાગ્યો.

રિતિકા મેડમ જેટલા મિલનસાર હતા એટલા કડક પણ...વિદ્યાર્થીઓ એમની વાત માનતા એમને ઈજ્જત પણ એટલી જ આપતાં..રિતિકામેડમ વિદ્યાર્થીઓને દરેક રીતે સહકાર આપતાં પરંતુ વિદ્યાર્થીઓ ગેરશિસ્ત આચરે એ ચલાવી ન લેતા.

સૌ કોઈ પાર્થિવ અને આર્વીને જવાબદાર ગણાવી રહેલુ...આ જોવો તો તમારા બેઉના કારણે કેવી દશા આવી છે...

આ દિવસ પછી બધું જ બદલાઈ જશે...એવી આશા તો હતી.પરંતુ દિલમાં ઉમટી રહેલા લાગણીઓના મોજાંને કેમ મનાવે?

સ્કુલમાં તો મેડમની વાતનું માન રાખી લીધું પરંતુ સ્કુલ છૂટ્યા પછી આર્વી અને પાર્થિવ બેઉ મનભરી વાતો કરી હળવાશ અનુભવતા પરંતુ આ કૂણી લાગણીઓ ક્યારે મજબૂત પ્રેમનુ વટવૃક્ષ બની ગઈ એની ખબર જ ન રહી બેઉને...

સમય વિતતો ગયો...

પાર્થિવ નવરાશનો સમય પોતાની જાત સાથે વાર્તાલાપમાં નિકાળતો...માલતીબહેન પણ દિકરાને
લઈ ચિંતામાં હતા.

વધુમાં હવે આગળ...

આર્વી અને પાર્થિવનો આ પ્રેમ સબંધ કેવો રહે છે?માલતીબહેનની ચિંતાનો હલ આવે છે કે સમયના વ્હાણની સાથે વધે છે?તે આપણે...."જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:5" માં મળીએ ત્યાં સુધી સૌ મસ્ત રહો આનંદમય રહો...