બેશર્મ ઈશ્ક - ભાગ 16 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 16

"બેશર્મ ઈશ્ક ભાગ:16"

આપણે આગળ જોયું કે,,, આ વિવાદ સૌની ઊંઘ બગાડતો હોય છે.સવાર પડી એટલે પ્રધ્યુમ્ન ગુસ્સે થઈ ઓફીસ ગયો... સુનંદાબહેન પણ રાતના વિવાદથી ખાટા થયેલા પરંતુ પ્રધ્યુમ્ન બહેનની સાથે સરખામણી કરતો જોઈ મનોહરભાઈ અને સુનંદાબહેન એક જ વાત વિચારે છે, કે આ પ્રધ્યુમ્ન નથી બોલી રહ્યો આ શ્રેયા બોલી રહી છે... આ મનનો વ્હેમ કેવી રીતે દૂર થાય છે? તે હવે જોઈએ?

પાડોશી: એ જ ને... આ તો ખબર નહીં શુ થવા બેઠું છે? આવી છોકરી તમારા છોકરાને તમારા વિરુદ્ધ કરશે..

સુનંદાબહેન: શું કરુ હું અમારો છોકરો જીદે ભરાયો છે એને જ પોતાની ઘરવાળી બનાવવા માંગે છે...

પડોશી રેવાબાને જોઈ કહે,

પ્રધ્યુમ્ન: સારુ શીખવાડો કોઈના ઘરમાં શું કામ કંકાશ કરાવો છો? તમારે જે કરવુ હોય તે કરો અને જે કહેવું હોય એ કહો,મારી જીવનસાથી શ્રેયા જ બનશે....તમે નહીં માનો તો હું કોર્ટમેરેજ કરી લઈશ.

સુનંદાબહેન: તે નક્કી કર્યું છે અમારી ઈજ્જત ઉછાડવાનુ તો તને હું પણ કહી દઉ છું કે જો તે શ્રેયા જોડે લગ્ન કર્યા તો તને મિલકત માંથી એક રૂપિયો પણ નહીં મળે. આ વાત પણ મારી ધ્યાનથી સાંભળી લે...

પ્રધ્યુમ્ન: તમારી મિલકત તમને મુબારક.... જો જીવનસાથી મારા પસંદનું નહીં હોય તો શું કરીશ મિલકતનુ... અને આજનો સમય જ એવો છે.... કે લગ્ન પહેલાં એકબીજાને ઓળખવા જરૂરી છે...

લગ્ન એવી વસ્તુ છે કે જીતો તો જેકપોટ છે અને હારો તો તમે બરબાદ થઈ જાવ,,, એકબીજાના અસલી સ્વભાવ ત્યારે જ ખબર પડે જ્યારે સતત સાથે રહો તો...

સુનંદાબહેન: આ તે શુ વાત થઈ તારા પપ્પા કેટલા આકરા છે તોય મૈં પાર ન પાડ્યા અને આજકાલની પેઢીને તો વાતે વાતે વાંધા...આજ કાલની પેઢીને તો સહનશીલતા નામની વસ્તુ જ નથી.પોતાની મરજીનુ કરીને સૌને હેરાન ન જ કરવા છે.બસ,,,

સુનંદાબહેનને વ્હેમ શ્રેયા ઉપર પડે છે.કે શ્રેયા પ્રધ્યુમ્નને તેમનાથી દૂર કરવા માંગે છે. માટે શ્રેયાને તેઓ વહુ તરીકે સ્વીકારવા નથી માગતા અને શ્રેયાની લિવઈન વાળી શરત જે તેમના માનસમાં શ્રેયાની છબી હલકી ચિતરે છે.પ્રધ્યુમ્ન અને શ્રેયાની વાત બેઉ પરિવારના દિમાગમાં ઉતરે છે?

વધુમાં હવે આગળ...

પ્રધ્યુમ્ન: તમે જે સહન કર્યું એ અમે શું કામ સહન કરીએ અને ખાસ કરીને મારી શ્રેયા તો નહીં જ કરે..
મમ્મી આજે મારે મિટિંગ છે.તુ મહેરબાની કરીને શાંતિ જાળવજે...

સુનંદાબહેન: હજી તો વહુ આવી પણ નથી ને એની વકિલાત ચાલુ...

પ્રધ્યુમ્ન: તારે જે સમજવું હોય તે સમજ... પણ મારા જીવનમાં બીજી કોઈ સ્ત્રી માટે ક્યારેય સ્થાન નથી...જીજાજીની બહેન જે હોય એ લગ્ન તો મને ગમશે ત્યાં જ કરીશ.

સુનંદાબહેન: અમારી વાત નહીં માને તો મન ભરીને પછતાઈશ...

પ્રધ્યુમ્ન ગુસ્સામાં ઓફીસ ગયો.
કામમાં મન પરોવ્યું.પરંતુ ઘરની કંકાશના કારણે તે માનસિક ડિસ્ટર્બ રહેતો...

તેને યાદ આવ્યું કે શ્રેયાને ફોન કરવાનો છે... નહીં તો શ્રેયા મારા વિશે શું વિચારતી હશે???

પ્રધ્યુમ્ને શ્રેયાને ફોન લગાડ્યો.

શ્રેયા: બોલ,,, શું કામ છે?

પ્રધ્યુમ્ન: આપણા સબંધમા આવુ પુછવાનું ક્યારે આવ્યું??

શ્રેયા: આ નો તો કોઈ મતવબ નથી,આમ આપણે વાતો કરી મન મનાવવાનો...

પ્રધ્યુમ્ન: કંઈ સમજ્યો નહીં કે તું શું કહેવા માંગે છે??

શ્રેયા: હું કહુ છું એ તું સારી રીતે સમજે છતાંય ના સમજ બને છે?

પ્રધ્યુમ્ન: તને કેમ એવું લાગે છે??

શ્રેયા: મૈં રાત્રે બધી જ વાત સાંભળી લીધી છે તારા મમ્મી પપ્પા મને નથી વહુ બનાવવા માંગતા એટલે તો એ હંમેશાં તારી બહેનની નણંદ સાથે મારી સરખામણી કરી મારા અવગુણો શોધે છે.

પ્રધ્યુમ્ન: છોડને શ્રેયા આપણે આપણી વાત કરીએ રાત્રે પણ આની આ બબાલથી માનસિક રીતે થાક્યો છું...

શ્રેયા: તુ મને ભૂલી જા ,તારા મમ્મી પપ્પા જ્યાં કહે ત્યાં કરી લે બીજુ તો શું તુ શાંતિથી રહે એટલે બસ...

પ્રધ્યુમ્ન: તારા વગર મારી જિંદગી વધુ વણસસે તુ સાચી છે હું મનાવીશ મમ્મી પપ્પા શરત પણ માનસે અને આપણા લગ્ન પણ કરાવશે,,,હું પણ જોવુ છું કે હવે એ શું કરે છે તે...ચાલ મને એકવાર હસીને બતાવ...

શ્રેયા:😊😊😊😊બસ...

પ્રધ્યુમ્ન: ગૂડ ગર્લ...

ચાલ મારે બ્રેક પૂરો થયો હું જાવ ઓફિસમાં નહીં તો બોસ મારો કાયમ માટે બ્રેક પાડી દેશે...

શ્રેયા: બાય...મિસ યુ...લવ યુ...

પ્રધ્યુમ્ન: હા...બાય...

ઘરમાં વિવાદ છતાંય પ્રધ્યુમ્ન શ્રેયાને ભૂલી ન શક્યો...
વધુમાં હવે આગળ



વધુમાં હવે આગળ...