બેશર્મ ઈશ્ક - ભાગ 14 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેશર્મ ઈશ્ક - ભાગ 14


પ્રધ્યુમ્ન અને શ્રેયાના આ પ્રેમસંબંધથી સુનંદાબહેન રાજી નથી હોતા એમને ઈચ્છા એ છે કે,તેમને શ્રેયા તો નહીં પરંતુ એની આમ શરત મૂકવી પસંદ નથી હોતી.એવી તો શુ શરત હોય છે એ આપણે આગળ જોઈએ...

સુનંદાબહેન: બેટા,,, પ્રધ્યુમ્ન તુ સમજે છે એવું કંઈ નથી મારા માટે તો બેય સરખા છો...

પ્રધ્યુમ્ન: મમ્મી આ તો કહેવાની વાત છે?જેટલું તમે સિયાનુ ધ્યાન રાખો છો એટલું મારું નથી રાખતા.

સુનંદાબહેન: તે કોઈ બીજી છોકરી પસંદ કરી હોત તો પણ હું તને ન કહોત પરંતુ જે છોકરી શરત મૂકે એવી પસંદ ન કરાય.

પ્રધ્યુમ્ન: જો મમ્મી તારા નજરે જે પણ છોકરી સારી હોય પરંતુ મારે મન મારી શ્રેયા છે એ જ યોગ્ય છે...હું એ ન મળી તો આખીય જિંદગી કુંવારો રહીશ....

સુનંદાબહેન: હું તો તને જમવા બોલાવવા આવી હતી ને વાત કરે છે તુ શ્રેયાની તો એમ રાહ ચલતી છોકરીને આપણા ઘરમાં ન લવાય...આપણુ ખાનદાન લાજે...

પ્રધ્યુમ્ન: જ્યારે સિયાના લગ્ન કરાવ્યા ત્યારે તો આવો વિચાર નો'હતો આવ્યો પરંતુ મારા વખતે કેમ??

સુનંદાબહેન: જમાઈ નું ખાનદાન સરસ છે.

પ્રધ્યુમ્ન: કહી એવું તો નહીં ને કે સિયાના લગ્નજીવનમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એ માટે મને હથિયાર બનાવવામાં આવતું હોય...હું જીજાજીની બહેનની ઈજ્જત કરું છું પણ જોર જબરાઈથી જોડાયેલો સબંધ મને મંજૂર નથી.

સુનંદાબહેન: વૃષ્ટિ બહુ સંસ્કારી છે...અને મા બાપની સામે આટલું બોલવાનું પણ ન હોય...મા બાપ દુશ્મન થોડા છે જે પોતાના છોકરાવને કૂવે ધકેલે??પરંતુ છોકરાવ મોટા થાય એટલે મા બાપને જરાય ન સાભળે ને પછી પછતાય

પ્રધ્યુમ્ન: તારે જે બોલવું હોય એ બોલ...લગ્ન તો મારા શ્રેયા જોડે થશે...

સુનંદાબહેન: એ છોકરીની શરત શુ છે તને ખબર છે??

પ્રધ્યુમ્ન: હા,,,મને ખબર છે અને આ અમારા બેયનો નિર્ણય હતો.

સુનંદાબહેન: શું વાત કરે છે?? આ શોભતું હશે આપણે સભ્ય ખાનદાનના છીએ...

મનોહરભાઈ: તુ કોને સમજાવે છે?આ નહીં સમજે...

સુનંદાબહેન: હા,,, એજ ખબર નહીં પેલી ડાકણે શું જાદુ કર્યો છે આના ઉપર??

મનોહરભાઈ: આ નવી પેઢી છે નહીં સમજે...

પ્રધ્યુમ્ન:જ્યારે સિયાએ લગ્ન કર્યા ત્યારે તો તમે હરખે કરાયા તો મારામા કેમ આવો અન્યાય...

સુનંદાબહેન: જો એ છોકરી જોડે લગ્ન તે કર્યા તો તુ મારી લાશ જોઈશ...

પ્રધ્યુમ્ન: જો તમે જીજાજીની બહેન જોડે લગ્ન કરવા કહ્યું તો તમે મારી લાશ જોશો... મારે એક ભવમાં બે ભવ નથી કરવા લગ્ન શ્રેયા સાથે કરવા બીજી કોઈ વાત નહીં.

આજકાલના છોકરા લગ્ન કરે એટલે આખીય દુનિયા જાણે અમે હતાં કે જેને લગ્ન નાનપણમાં કરેલા હતાં કંઈ ડખો થયો?? આજકાલના છોકરા છોકરીઓ બસ પોતાની જ મરજી ચલાવે છે.

સુનંદાબહેન અને મનોહરભાઈ રડતાં હોય છે....

મનોહરભાઈ: ખબર છે સુનંદા પરંતુ દિકરાએ નક્કી કર્યું છે તો આપણે કંઈ ન બોલી શકીએ...

સુનંદાબહેન: કેટલી સરસ છોકરીઓના માંગા આવે છે એને છોડીને આ સંસ્કાર વગરની નો પાછળ વળગી રહ્યો છે... ખબર નહીં.... આ છોકરો શું કરવા બેઠો છે??

પ્રધ્યુમ્ન: મમ્મી તારી માનસિકતા બદલ અને નવા જમાનામાં સેટ થતા શીખ નહીં તો તને વૃષ્ટિ સાથે પણ નહીં ફાવે...

સુનંદાબહેન: મારી વૃષ્ટિ તો લાખોમાં એક છે...

પ્રધ્યુમ્ન: બસ,,,,મારી શ્રેયાની સિવાય દુનિયાની તમામ સ્ત્રીઓ મા,બહેન... એ જ મારા માટે બધું છે...

સુનંદાબહેન: જો એને આ ઘરમાં આવુ હોય તો આ ઘરના માહોલમાં પોતાની જાતને ઢાળવી પડશે...

પ્રધ્યુમ્ન: મમ્મી હું નાનો નથી કૈ તારો પાલવ પકડી ચાલુ...મારાં પણ કંઈ સપનાં છે...

મનોહરભાઈ: નિકળ તારા માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે...તારા જેવા નાલાયક છોકરાનું આ ઘરમાં કોઈ કામ નથી...
હવે આગળ...

શુ...પ્રધ્યુમ્ન અને શ્રેયા એક થાય છે?શુ બંન્નેનો પરિવાર તેમના લીવ ઈન રિલેશનશિપમાં માટે મંજૂરી માટે છે?કોણ કોના ઘરે જાય છે?એ આપણે ભાગ "બેશર્મ ઈશ્ક ભાગ:15"મા જોઈએ.