ભાગ 3
આજ એકદમ ખુશમિજાજ અને હસતાં ચહેરે પ્રાર્થીને
આવતાં જોઈ , માનસી પણ ખુશ થઈ ," શું વાત છે
આજ પહેલાં દિવસે ઓફીસ જોઈન કરી તેવી ખુશ લાગે
છે." હા એવું જ સમજ હવે મારી મુશ્કેલીઓનો અંત
આવી જશે અને એની શરૂઆત થઈ ગઈ છે." એણે
મોઘમ જવાબ આપ્યો. "આજથી એ ખંધો તો મારાથી
દૂર જ ભાગશે ખોટી રીતે તો હેરાન નહીં જ કરે" ." એમ
એવો તો તે શું ઉપાય કર્યો?" માનસીની ઉત્સુકતા વધી.
એવામાં જ શ્રીકાંતનું આગમન થયું એટલે સહું ચુપચાપ
કામે વળગ્યાં.
બે ત્રણ કલાક વિત્યાં તોય શ્રીકાંતે પ્રાર્થીને એકપણ વાર
બોલાવી નહીં તેથી સહુંને નવાઈ લાગી. છેવટે બે ત્રણ
સહીઓની જરૂર હોય ને સાથે રીપોર્ટ પણ ચેક
કરાવવાનાં હતાં એટલે પ્રાર્થી જ ગઈ.આ વખતે એ તેની
સાથે નજર મિલાવીને વાત પણ નહોતાં કરતાં કે ન હા ના
સિવાય કોઈ સુચના..એમનાં વર્તનમાં ડરનાં બદલે
ક્ષોભને અફસોસ વર્તાયો પાર્થી વિચારવા લાગી કે
શેઠાણીએ તેમને મારા વિશે શું કહ્યું હશે!
પછીનાં થોડાં દિવસ કોઈ ખાસ ઘટનાં વિના સરળ
ગયાં. જિંદગી કંઈ પાટે ચડી તેવું લાગ્યું. છેલ્લાં વર્ષનું
રીઝલ્ટ સારું આવ્યું તો માસ્ટર્સની તૈયારી કરવા લાગી.
એકાદ મહિ થયો હશે ત્યાં શેઠાણીનો એનાં પર કોલ
આવ્યો. "કેમ બેટા તું તો ક્યારેય આવી જ નહીં ,
આ શુક્રવારે હું વૈભવલક્ષ્મીનું વ્રત ઉજવું છું તારે
આવવાનું જ છે, રજાનું થઈ જશે મગનભાઈ તને લઈ
આવશે." મગનકાકા પાસેથી શેઠાણીએ પોતાનો નંબર
લીધો એ તો ખ્યાલ પરંતું ઘરે જવાનું આમંત્રણ એને થોડું
અજીબ લાગ્યું.એને જવાની ખાસ ઈચ્છા નહોતી પરંતું
એ આમંત્રણનો અનાદર કરી નારાજગી પણ વહોરવાં
નહોતી માંગતી.
જોતજોતાં શુક્રવાર આવી ગયો પ્રાર્થી એ પપ્પાને તો
વાત કરી જ હતી. તે સવારે જ નીકળી ગઈ, એનાં મનમાં
હતું કે કંઈક કામ હશે તો કરાવવાં લાગીશ.મગનકાકા ચાર
રસ્તા પર તેની રાહ જોતાં હતાં.બંનેએ રીક્ષા લઈ લીધી
તે રસ્તામાં કંઈ ન બોલ્યાં એટલે પ્રાર્થીને નવાઈ લાગી
તોય કંઈ પુછ્યું નહીં.જતાં જતાં એનું મન કંઈ અકળ
મુંઝવણમાં હતું, જાણે એને રોકતું હોય ! આમપણ
આપણે મોટાભાગે અંતરના અવાજ ને અવગણતાં જ
હોઈએ. પ્રાર્થીને લાગતું હતું જાણે નોકરી પર જાય છે..
ઘર પ્રાર્થીની કલ્પના મુજબ જ આલિશાન હતું.દરેક
ભાગ શ્રીમંતાઈની ચાડી ખાતો હતો..છતાંય વાતાવરણમાં
એક અગમ્ય અજંપો હતો. આ દરેક વાતમાં ધ્યાનમાં
લેવાની મારે શું જરૂર એવું વિચારી તે મગનકાકા પાછા
દોરવાઈ..કાકા આ ઘરનાં પરિચિત હોય કોઈએ એમને
રોક્યા નહીં.સુશીલાએ ભાવ પુર્વક એ લોકોને આવકાર
આપ્યો ને પ્રાર્થીને તો હાથ પકડી દોરી જ ગયાં.
આખી પૂજામાં એમણે પ્રાર્થીને સાથે રાખી પછી પણ
કોઈને કોઈ બહાને કલાકેક રોકી. એમની નજર કોઈની
તલાશમાં દિવાનખંડ સુધી લંબાતી અને પાછી ફરતી.છેલ્લે
મોડું થાઈ છે કહીને પ્રાર્થી મક્કમતાથી જવાં નીકળી.
રસ્તામાં એને વિચાર આવતો હતો કે આટલો મોંઘો કોઈ
અંગતને જ આપે તેવો સલવાર સૂટ એમણે મને કેમ
આપ્યો? હશે મારે હવે ક્યાં જવું છે તો વધારે વિચારું?
ન એને ખુશી થઈ ..નાની ઉંમરમાં વેઠેલાં દુઃખ અને
તકલીફે તેને મહદઅંશે નિર્લેપ બનાવી દીધેલી.એનાં
મનમાં એક પીઢ જેવી સ્થિતપ્રગ્નતા હતી.
થોડાં દિવસ પછી પાછો સુશીલાનો ફોન આવ્યો
શ્રાવણ માસ છે, આ સોમવારે અમારાં તરફથી
દીપપ્રાગટ્ય અને આરતી છે , તારે આવવાનું છે ઓફીસનાં
તમામ સ્ટાફને આમંત્રણ છે. આ વખતે માનસી છે
તો એકલું નહીં લાગે એ વિચારી એને નિરાંત થઈ.
સાંજ સમયે બંને સખીઓ મંદિર પહોંચી, સુશીલા
એમને આવકારી ફરી માનસીને દોરી ગઈ, માનસી
બિચારી જરાં ઝંખવાઈ ગઈ..તેમણે શેઠની પાસે ઉભેલાં
યુવાનને કહ્યું ,જો આ ધીરુકાકાની છોકરી.પ્રાર્થી જરાં
એની સામે જોયુ ન જોયું ને એણે કંઈક અનોખું સ્પંદન,
થોડો સંકોચ અનુભવ્યો.એ યુવાને એની નોંધ જ ન
લીધી , એટલે થોડું કુતુહલ થયું અને સારું પણ લાગ્યું.
અત્યાર સુધી મોટાં ભાગે એણે વિધી નાખતી નજરો જ
અનુભવી હતી. એનું મન એનાંથી બેખબર નોંધ લેવા
લાગ્યું , એ યુવાનની . એની આંખોમાં જાણે કોઈ
પ્રતિબિંબ જડાઈ ગયું હોય નવા કોઈ પ્રતિબિંબનો
અવકાશ ન હતો.એક લાંબી યાતના અને દુઃખમાંથી
ઉભરેલું મન એનાં વર્તનમાં દેખાતું હતું, આ મોટી ગહેરી
આંખો ક્યારેક તો ભાવવાહી હશે.એનાં વિચારોમાં આરતી
પુરી થઈ એટલે તે માનસી પાસે સરકી ગઈ..
એનું ચંચળ મન ફરી પાછું ત્યાંજ પહોંચી ગયું. ..શું એ
આવો જ હશે અકડું , કે...
સુશીલાનાં મનમાં અલગ જ તરંગો હતાં, તો શ્રીકાંતનાં
મનમાં અલગ " આ સુશીનાં મનમાં શું ચાલે છે, નક્કી એ
વિહાગ માટે એને પસંદ કરી ચુકી પણ એવું હરગઝ નહીં
થવાં દઉઁ..બધા પોતપોતાનાં સંતાપ લઈ પડખાં ઘસતાં
રહ્યાં..
સવાર કોનાં વિચારોને સાકાર કરવાનું મંડાણ કરશે એ
જોવું રહ્યું.
ડો.ચાંદની અગ્રાવત