લોહીનો ‌ડાઘ - પ્રકરણ 12 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

  • એક પંજાબી છોકરી - 34

    સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અ...

  • બે ઘૂંટ પ્રેમના - 14

    " શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?...

શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 12

કોટડીમાં ગઈકાલથી એક નવો કેદી આવ્યો હતો. ભરાવદાર દાઢી, વાંકડી મૂછો અને મોટી આંખોને લીધે તેનો દેખાવ ડરામણો લાગતો હતો. તેને આવ્યા ને આઠ કલાક થયા હોવા છતાં તેની અને મોહનની વચ્ચે એક પણ શબ્દની આપ લે હજુ થઈ ન હતી. તે નવો કેદી સ્વગત બબડતો હોય તેમ બોલ્યો ."કાશ, સગા ભાઈઓ આવા નાલાયક નીકળશે ,એવી પહેલેથી ખબર હોત તો, આવડો મોટો આરોપ માથે ન ઓઢી લેત !" મોહનને પણ એકલતા સાલતી હોવાથી તે પે'લા કેદી પાસે જઈને બોલ્યો "શું માથે ના ઓઢી લેત ભાઈ ?" પેલો કેદી મોહન સામે ફર્યો ને બોલ્યો."જો ભાઈ, મારી કહાની કોઈને કહેવા જેવી નથી ." ને ક્ષણેક અટકીને તે આગળ બોલ્યો ."સામેથી જઈને જાતે આરોપ માથે ઓઢ્યો, ને હવે કોઈને કહેવામાં શો સાર ?" કહીને તે અવળો ફરી ગયો .મોહનને લાગ્યું કે આ ભાઈના દિલમાં કંઈક ભયંકર દર્દ છુપાયેલું છે તેથી તે જાણવા માટે સહાનુભૂતિપૂર્વક તે બોલ્યો "જો ભાઈ મનની વાત, મનમાં સંઘરી રાખવાથી કાંઈજ ઉકેલ નથી મળવાનો તમારે શું દુઃખ છે તે વાત તો કરો તો કાંઈક જાણવા મળે ને !". પે'લા કેદી એ વાત કહેવા હોંઠ ખોલ્યા .ને બીજી જ પળે વિચાર માંડી વાળ્યો હોય તેમ બોલ્યો ."રહેવા દો ભાઈ .તમારા જેવા અજાણ્યા માણસ પાસે ઘરની વાત કહેવામાં, અને દિલની વેદના ઠાલવવામાં શું સાર ?"
"અરે ભાઈ ,જેલમાં આવ્યા એટલે કોણ પોતાનું અને કોણ પરાયું .મળ્યા એટલા ભાઈ -ભાઈ ! ને તમારી વેદના આ કાજળ-કોટડી માં મને નહીં કહો તો કોને કહશો ?"
થોડીવાર ત્યાં ચૂકવીદી છવાઈ ગઈ .પેલો કેદી ભૂતકાળમાં ખોવાઈ ગયો હોય તેમ જેલ ના સળિયા સામે જોઈ રહ્યો. ને પછી ગંભીર સાદે બોલ્યો ."અહીંથી દશ ગાઉ દૂર આવેલા મુજપુર ગામનો હું વતની છું. મારું નામ ભગો છે અમારું ઘર ગામમાં મોટું ખોરડું કહેવાય છે .એક દિવસ ગામમાં નહીં જેવી વાતમાં મારા મોટાભાઈ રામજીના હાથે એક ખૂન થઈ ગયું . જે અત્યારે અમારા ગામમાં સરપંચ છે .તે કાયદાનો જાણકાર ,અને સમાજનો આગેવાન ગણાય છે. જો તેના માથે ખૂન નો આરોપ આવે તો અમારા ખોરડાની આબરૂ નું શું ?" ને જો, તે 'જેલમાં જાય તો, તેને છોડાવે કોણ ?"તેથી અમે બધા ભાઈઓએ ભેગા મળીને નક્કી કર્યું કે ખૂનનો આરોપ મારે માથે ઓઢી લેવો.ને પાછળથી બધા જ ભાઇઓ ભેગા મળીને, ખર્ચ કરીને પણ મને થોડા જ સમયમાં જેલમાંથી છોડાવી દેશે ." તે એક ક્ષણ શ્વાસ ખાવા રોકાણો, ને પછી આગળ ચલાવ્યું.પરંતુ ત્રણ મહિના થયા તોય, એ હરામખોરોમાંથી એક પણ જણ હજી જેલમાં મળવા નથી આવતું . આ લોકોનો ઈરાદો ,હું આખી જિંદગી જેલમાં સબડુ તેઓ લાગે છે. ને પછી તે આવેશમાં આવી જઈને બોલો. "પરંતુ જો એક વખત પણ જો આ જેલ માંથી બહાર નીકળ્યો હોત તો, એ કમબખ્તો ને ખબર પાડી દેત !"
"અરે ભાઈ ,જ્યાં પોતાના પેટનો દીકરો સગો નથી થતો. ત્યાં ભાઈઓની ક્યાં વાત કરો છો ?"મોહન આવેશમાં આવી જઈને બોલી ગયો. " કેમ, તમારે પણ કંઈ મારા જેવું જ દુખ છે ?"નવા કેદીએ આંખો ઝીણી કરતા પૂછ્યું અને ખાનગીમાં તેણે ખિસ્સામાં સંઘરી રાખેલ મીની ટેપ રેકોર્ડર ઓન કરી દીધું .જે મોહનની જાણ બહાર હતું. મોહને એક ખોખારો ખાધો અને શરૂઆત કરી "મારી સાથે પણ લગભગ તમારા જેવું જ થયું છે દોસ્ત ! વાત એમ છે કે મારા એકના એક દીકરાની સુહાગ રાતે જ, હું મારા બંગલા ની અગાસી ઉપર સૂતો હતો .રાતના આશરે 12:00 વાગે એક ચીસ ના અવાજ થી હું જાગી ગયો. ઉભો થઈને ચીસ કઈ બાજુથી આવી છે તે જાણવા માટે, અગાસી ઉપર આંટા મારતો હતો .એ જ વખતે વીજળીના ચમકારામાં મેં જોયું તો કોઈ આદમી શેઠ કાંતિલાલના બંગલાની બારી પાસેથી નીચે ઉતરતો હતો .હું દોડતો નીચે આવ્યો અને એ તરફ દોટ દીધી .તેનાથી થોડો દૂર રહ્યો એ જ વખતે વીજળીનો મોટો ઝબકારો થયો ને એ ચમકારામાં મેં જોયું તો ભાગનાર બીજું કોઈ નહીં, પરંતુ મારો એકનો એક પુત્ર હીરો હતો. શું બન્યું છે તે જાણવા માટે પાઇપ વાટે થઈને હું ઉપરના માળે શેઠના રૂમમાં ગયો જઈને જોયું તો કાંતિલાલ નો દેહ લોહીથી ખરડાયેલો પડ્યો હતો. વાત કરતા કરતા મોહનની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં તેણે આગળ ચલાવ્યું" હું શેઠના દેહને તેઓ જીવે છે કે મરે છે તે જોવા માટે તેમની પાસે ગયો. એ જ વખતે બહારના જોરદાર ધક્કાથી બહારનું તૂટી ગયું. ને ગામ લોકોને પોલીસ અંદર ઘસી આવ્યા તેમણે મને પકડી લીધો મેં ધાર્યું હોત તો હીરાનું નામ લઈને હું છૂટી શક્યો હોત. પરંતુ મેં એમ ન કર્યું. એકના એક પુત્રની જિંદગી બચાવવા ખૂન નો આરોપ ને માથે ઓઢી લીધો .તેના ચહેરાના ભાવ બદલાયા તે આગળ બોલ્યો "પરંતુ મારા પુત્રે મારી બધી જ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. મારો એક ભાઈબંધ ગઈકાલે જ મને મળવા જેલમાં આવ્યો હતો. એણે સમાચાર આવ્યા તે હું અહીં જેલમાં સબડુ છું, અને તેની સગી માતાને તેના છોકરાએ ઘરમાંથી કાઢી મૂકી છે. તે ચાર દિવસથી માંદી છે તોય નાલાયક તેની ખબર કાઢવા પણ નથી જતો .મોહનનો ચહેરો ક્રોધ થી શ્યામ થઈ ગયો. આંખની રેખાઓ લાલ થઈ. ને એ દાંત ભીસીને બોલ્યો. "પરંતુ જો એક વખત જેલમાંથી બહાર નીકળ્યો હોત તો, એ કપાતરને જીવતો અને જીવતો ન સળગાવી દઉ તો' મારું નામ મોહન નહીં !" મોહને કહાની પૂરી કરી એટલે નવા કેદીએ ખિસ્સામાં હાથ નાખ્યો .તેના મો ઉપર સંતોષનું સ્મિત હતું .
થોડી વાર પછી ---
પેલા નવા કેદીએ પોતાને સંડાશ જવું છે એમ કહીને બૂમ પાડી .કોન્સ્ટેબલે આવીને બારણું ખોલ્યું અને તે બહાર ગયો. કેટલીક વાર પછી તે પાછો અંદર આવ્યો .થોડીવાર ચૂપ રહ્યા પછી તે મોહન સામે જોઈને બોલ્યો "આપણે બંને આ જેલમાંથી ભાગી જઈએ તો કેમ ?"
" કેવી રીતે ?" મોહનની આંખમાં આશા નો ચમકારો થયો. પેલા કેદી એ કહ્યું હું સંડાસ જવા બહાર ગયો હતો .ત્યારે હું જોઈને આવ્યો છું, કે' આપણી ચોકી કરનાર આ એક પોલીસવાળા સિવાય બીજું કોઈ અત્યારે જાગતું નથી. બધા જ પોતાના કવાટરમાં જઈને સૂઈ ગયા છે .આપણે કોઈ પણ બહાને આ પોલીસ વાળાને પાસે બોલાવીએ, ને પછી ગમે તે રીતે તેને બેભાન બનાવીને નાસી છૂટીએ .નવા કેદીએ પોતાની યોજના બતાવી. થોડીવાર વિચાર કરીને મોહન બોલ્યો "એને ગમે તે બહાને પાસે તો હું બોલાવું.
"તો -તો પછી બાકીનું હું કૂટી લઈશ ."નવો કેદી ઉત્સાહથી બોલ્યો . મોહન સળિયા પાસે ગયો અને કોન્સ્ટેબલને મોટેથી બૂમ પાડી ,"એ સાહેબ...! જરા દરવાજો ખોલો ને ? બહુ સંડાસ લાગ્યું છે .". "મારા સાળાઓ ! જરા થોડું ખાતા હોય તો ?"કોન્સ્ટેબલે ગંદી ગાળો બોલી .અને પાસે આવી ને કંટાળા થી દરવાજો ખોલ્યો. ને બોલ્યો "નીકળ બહાર સાલ્લા ! "બરાબર એ જ વખતે લાગ જોઈને ,પેલો નવો કેદી પણ મોહનની સાથે જ દરવાજા બહાર ઘસી આવ્યો .અને કોસ્ટેબલ કંઈ સમજે તે પહેલા જ તેના ગરદનના પાછલા ભાગે એક જોરદાર મુકો મારી દીધો. કોન્સ્ટેબલ નેં ચક્કર આવ્યા. ને એક જ મૂકે તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. બંને કેદીઓ ચોર પગલે દોડતા બહાર તરફ ભાગ્યા . સદનશીબે મુખ્ય ગેટ ખુલ્લો જ હતો. બંને સડક પર આવ્યા. એટલે ધીમી ચાલે દોડતા -દોડતા મોહન બોલ્યો."પહેલા મારો હિસાબ પતાવી લઈએ, પછી તમારા હિસાબ ની વાત !"
"હા !હા ! એમ જ કરીએ ."સાથે દોડતા કેદીએ કહ્યું. અને આગળ મોહન અને પાછળ નવો કેદી બંને મોહનના ઘરની દિશા તરફ દોડવા લાગ્યા. તેમનાં પગલાંનો ઠપ..ઠપ. અવાજ રાત્રિની નિરવ શાંતિનો ભંગ કરી રહ્યો હતો. પગલાના અવાજથી જાગી ગયેલા કૂતરાં હાઉ...હાઉ...કરીને ,પોતાની ફરજ અદા કરી રહ્યાં હતાં. મોહન ના નવા ઘરના બારણા પાસે આવીને બંને અટક્યા. બેઠક ખંડમાં નાઈટ લેમ્પ ચાલુ હતો. બેઠક ખંડ વટાવીને બંને હીરાના શયનખંડ પાસે આવ્યા. શયનખંડનું બારણું બંધ હતું .મોહને બે હાથથી બારણા ને ધક્કો માર્યો. બારણું હચમચી ઉઠયું .પરંતુ ખુલ્યું નહીં. ને બીજી જ પળે મોહને બારણા ને જોરથી લાત મારી .ધડામ ...દઈને બારણું ખૂલી ગયું. અંદર દુધીયો ગોળો ચાલુ હતો. અને હીરો અને નીતા આલીશાન બેડ ઉપર અર્ધનગ્ન અવસ્થામાં આરામ થી સૂતાં હતાં. બારણું ધડાકાભેર ખુલવાથી બંને ઝબકીને બેઠાં થઈ ગયાં . તેમને ડર પેઠો કે, કોઈ ચોર -લૂટારા કે ધાડપાડુઓ ત્રાટક્યા કે શું ? પરંતુ બારણાના વચ્ચે જ, દાઢી વધેલી હાલતમાં ,પોતાના બાપ અને એક અજાણ્યા માણસને ઉભેલા જોઈને તે બંને ચોકી ઉઠ્યાં.હીરો દોડતો બારણા પાસે આવ્યો‌" બાપુજી તમે ? અહીં ? આ ટાણે? આશ્ચર્યથી તેનો સાદ ફાટી ગયોઃ "હા હીરીયા હું જ !". જૅલમાંથી ભાગીને આવ્યો છું .પહેલા મોઢેથી એ ફાટ, કે તારી મા ક્યાં છે ?"મોહનની આંખમાં ક્રોધ વરસી રહ્યો હતો "જી..!જી ..! એ તો આપણા જૂના ઘેર રહેવા ગયાં છે ."હીરાએ થોથવાતા લોચા માર્યા .
"રહેવા ગઈ છે ,કે 'તે કાઢી મૂકી છે ? મોહનનો ક્રોધ કાબૂ બહાર જતો હતો . હીરાએ મોહનનું આવું વિકરાળ રૂપ પહેલી વખત જોયું હતું .તેને પોતાના બાપ મોહનનો ડર લાગ્યો. આમાંથી કેમ બચવું તેવું તે વિચારતો હતો. એ જ વખતે રાત્રિના શાંત વાતાવરણને ચિરતો પોલીસની જીપની સાયરન નો અવાજ ગુંજી ઉઠ્યો . "પોલીસ...! પોલીસ..! એ ત્રણેય એકી સાથે બોલી ઉઠ્યા.બાજી હાથમાંથી સરકી જશે એમ વિચારી મોહન હીરાને પકડવા બારણા તરફ ધસ્યો. ધડામ ...દઈને હીરાએ બારણું અંદરથી બંધ કરી દીધું .બારણું જોરથી મોહનના માથા સાથે અથડાયું .તે સહેજ પાછળ હટ્યો .એટલી વારમાં તો હીરા એ અંદરથી બારણા ની બંને સ્ટોપર વાસી દીધી . બારણું મોહન ના કપાળ માં ભટકાવાથી, મોહનના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું .તે બારણા ઉપર મૂક્કા મારતાં બરાડી રહ્યો હતો. "હીરા ,બારણું ખોલ. હું તને નહીં મારુ ! હું તને કંઈ નહીં કરું !". પરંતુ હીરો હવે બારણું ખોલે એવી સ્થિતિમાં જ ન હતો .તેને ડરપેસી ગયો હતો કે તેનો બાપ આજે તેને જરૂર મારી નાખશે. તેથી તે અંદર થર- થર કાંપતો હતો. પોલીસની જીપ ની શાયરન હવે નજીક ને નજીક આવતી જતી હતી .હવે તો જીપની હેડલાઇટ પણ દેખાવા લાગી હતી. નવો કેદી બોલ્યો "અહીંથી ભાગો ,નહીં તો પોલીસ આપણને પકડી લેશે !"અને બંને કેદીઓ ધોરી રસ્તો છોડીને વાંકી- ચૂકી ગલીઓમાં થતા ગામના છેવાડે આવેલા મોહનના જૂના ધર તરફ ભાગ્યા.