લોહીનો ‌ડાઘ - પ્રકરણ 3 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 3

પોષ મહિનાના પાછલા દિવસો ચાલી રહ્યા હતા શિયાળાની ઠંડી જતાં જતાં પોતાનો પ્રભાવ બતાવવા માગતી હોય તેમ કડકડીને પડી રહી હોય એવું લાગતું હતું પીપળીયા નું અડધું ઞામ સીમમાં વસતુ હોય તેવું લાગતું હતું પહેલા તો આ લોકો માત્ર ચોમાસું ખેતી જ કરતા પરંતુ કુદરતી કરામત ગણો કે જે ગણો તે પરંતુ ગામની દક્ષિણ દિશામાં જમીનના તળમાં એક ટીપુ પણ પાણી ન હતું ત્યારે ઉત્તર દિશામાં જમીનના તળમાં એક બે નહીં ક્યાંક તો ત્રણ કોષ ચાલે એટલું પાણી મળી આવ્યું હતું તેથી જમાના સાથે કદમ મિલાવવા આ લોકોએ શિયાળુ ખેતી પણ ચાલુ કરી હતી અને તેમાં ઘઉં ઉપરાંત રાયડો એરંડા અને સરસિયા નો પાક પણ આ લોકો લેતા હતા. દિવસે એક બે પોરા ને બાદ કરતાં પરોઢથી સાંજ સુધી કોસ થી આખો દિવસ સિંચાઈ કરતા પરંતુ હવે તો મોટા કે પાવાકુવા ઉપર એન્જિન પણ આવી ગયા હોવાથી આખી રાત તે ચાલુ રહેતા ને એન્જિન ને લગાવેલી લોટલીનો ટૂક ટૂક અવાજ રાત્રીનો શાંતિ ભંગ કર્યા કરતો હતો તો ક્યાંક વળી મશીનનું પાણી વાળનાર પાણતીયા રંગમાં આવી જઈને" એ મણિયારો મણીયારો તમે સૂરે કરોને કાંઈ મણીયારો છે નાનેરુ બાળ ; અલ્યા હોવે,,હોવૅ મણીયારો છે નાનેરુ બાળ અલ્યા હું તો તને વારુ રે જીવો મળી યાર ':હેજી હું તો તને વારુ રે જીવો મણિયાર.... એમ લાંબા સાથે મણીયારો લલકારતા હતા ક્યાંક પાણતિયા બે જણ હોય તો ઠંડીથી બચવા એક જણ લાકડાનુ તાપણું ચાલુ રાખતો બીજો જણ ક્યારો વાળી હાથ પગ ગરમ કરવા ત્યાં આવતો એ બે જણ વચ્ચે સમય ખુટાડવા ભૂતકાળ વર્તમાનકાળ અને ભાવિની અવનવી વાતો થતી ને આમ જ એ જીવંત રાતનું પરોઢમાં પરિવર્તન થતું .તો પરોઢ થતા પહેલા કોષવાળા પણ ક્યાં જંપતા હતા તેઓ પણ પોતાના બળદોને કોશે જોડી દઈને કોષના અવાજ સાથે "હાલો મારા બાપા હાલો" એવો પોતાનો અવાજ ભેળવી દેઈને કામે લાગી જતા હતા. મોહનના પિતા માધાજી આજુબાજુના વિસ્તારમાં પટેલ મુખી તરીકે ઓળખાતા હતા. આમ તો તેમને પાસે બાર બવટાવા -૬૦ વીઘા જમીન હતી પરંતુ એ જમીન ગામની દક્ષિણ દિશામાં હોવાથી તેના તળમા પાણી ન હતું તેથી ઉત્તર દિશામાં આવેલા રૂડા ના ખેતરમાં તેમણે ભાગમાં વાડી કરી હતી. બંનેનો એક એક બળદ અને બે -બે મનેખ એવી સમજૂતી કરી સાઢોળું કર્યું હતું. મોહનનો મોટો ભાઈ પ્રેમો બે બાળકોનો પિતા હતો જે હવે આલોકોથી જુદો રહેતો હતો બહેન વાલી આગલે વર્ષ પરણાવી હતી જે હવે સાસરે જતી આવતી હતી જ્યારે નાનો ભાઈ વાઘો હજુ કુવારો હતો તે ભેગો હતો જ્યારે મા-તો મોહન 12 વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગઈ હતી .
રાત્રે રૂડો તથા વાઘો વાડી એ ઉંઘતા વહુ આણું વળે છે તે ભલેને મોહન ઘેર સૂતો એમ સમજીને મોહનને ઘેર સૂવાની છૂટી આપતા હતા. રૂડો અને વાઘો પરોઢીયે ઊઠીને કોષ જોડી દેતા ભળભાખરુ થતાં મોહન ચા દૂધને રોટલા નું શિરામણ લઈને ત્યાં આવી પહોંચતો. શિરામણ કરીને વાઘાને ઘેર જવા રજા મળતી ને પછી આખો દિવસ બંને બાળગોઠીયા કામ અને વાતોનો તડાકો ઉડાવતા . દિવસ ક્યારે પસાર થઈ જતો એની એમને ખબર પણ ન પડતી સાંજે વાળું લઈને ઘેરથી વાઘો આવતો ત્યારે મોહનને ઘેર જવા રજા મળતી આ પ્રકારનો આ લોકોનો નિત્યક્રમ ગોઠવાઈ ગયો હતો. ખેતરોમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો રાયડા એ પણ પીળા પીતાંબર પહેરી લીધા હતા શિયાળાનો મીઠો તડકો પાકને ગલીપચી કરી રહ્યો હતો. સવારના દશેક વાગ્યા હતા વાડીએ ભાત આવવાથી કોઈ કોષ છૂટી ગયા હતા તો કોઇક છૂટવાની તૈયારીમાં હતા મોહને રૂપાને ગામ તરફના શેરડે થી માથે ભાત ઉપાડીને ઘૂમટો તાણી ને આવતી જોઈ તેણે કોષ ઊભો રાખ્યો પાવડા વડે ધોરીયામાં માટી નાખીને બળદોને પીવા માટે પાણી રોક્યું અને એક કોષ કાઢીને બળદોને છૂટા કર્યા એટલી વારમાં તો રૂપા પાસે આવી ગઈ હતી લાજનો છેડો સહેજ એક બાજુ કરીને હાસ્ય ભરી નજરે મોહન ઉપર નાખતા મધુર સાથે ટહુકી "કઈ જગ્યાએ ભાત ઉતારું.! બળદોને ચાર નિરીને વળતો મોહન મશ્કરીના મૂડમાં હોય તેમ બોલ્યો" મારા માથા ઉપર બીજે વળી ક્યાં ..!."માથા ઉપર ઉતારીશ તો ખાસો શું ? કહેતા રૂપા એ ભાત નીચે ઉતાર્યું. મોહને ધોરીયા માંથી પાણી થી હાથ ધોયા અને પાસેના લીમડાના છાયા નીચે આવતા રૂડા ને મોટેથી સાથ દીધો" એ ..રૂ્...ડા.લે .. હેડ હેડ ભાત આયુ છે ખાઈ લઈએ ..!.
"આ પ્રવાસ તૂટે એટલે આવું છું તું તૈયાર કર.. કહે તો રૂડો એ ક્યારા નો દામો વાળવા ત્યાં રોકાણો .
રૂડા ની અને આ બંનેની વચ્ચે રાયડા ની આડશ આવી ગઈ એટલે મોહ ને રૂપા ના પેટ ઉપર હળવી ચૂંટણી લીધી અને બોલ્યો "આટલું બધું મોડું થાય ?
" ઓહો તમે તો હજુયે સાવ અબુધ જ રહ્યા.! હવે તો સુધરો ? રૂપો છણકો કરતા બનાવતી ગુસ્સો દેખાડતા બોલી મોહન રુપાનો ઈશારો સમજ્યો કે ન સમજો એ તો રામ જાણે પણ તે આગળ બોલ્યો" અબુધજ છું ત્યારે તો આટલું મોડું ભાત લઈને આવનારને પણ સંધરુ છું ન કે સંધરેય કોણ ?
" જો પાછા આડુ બોલવા માંડ્યા રૂપા વાત કાપતાં વચ્ચે જ બોલી ને ઉમેર્યું "હવે નથી પહેલા જેવા છડ્યા તે બહુ ઉલાળા કરો છો !
રૂડા એ ખૂંખારો ખાઈને પોતે આવી રહ્યો છે તેની હાજરીની જાણ કરી બંને ધણી -ધણીયાણી ચૂપ થઈ ગયાં. રૂડા તથા મોહને ભાતમાં આવેલ બાજરીના રોટલા લીલી ડુંગળી ની કઢી અને તાજી છાશ ભરપેટ ખાધા પાણી પીને ચળુ કર્યું રૂડા એ ખિસ્સામાંથી ટેલિફોન બીડી કાઢી એક પોતે હોઠમાં દાબી અને એક મોહન તરફ ધરતાં બોલ્યો "બાકસ છે ? મોહને પહેરણ તથા બંડીના ખિસ્સા ફંફોસ્યા અને બોલ્યો "મારી પાસે તો કાંઈ નથી !
"હું ત્યારે સામે રામચંદ્રના કૂવે બીડી સળગાવતો આવું કહીને રૂડો રામચંદના કુવા તરફ ચાલતો થયો મોહને દૂર જતા તરફ એક દ્રષ્ટી નાખી ને ફરી એકાંત મળતા પૂછ્યું "શું તું કહેતી હતી કે પહેલા જેવું નથી એટલે ?
"આ જુઓને જાણે કે કંઈ ખબર જ ન હોય એમ કેવા અજાણ્યા થાય છે .. કહીને રૂપા શરમથી આડુ જોઈ ગઈ "સાચે જ મને તો તારી આ ગોળ ગોળ વાતમાં કાંઈ ખબર ના પડી .મોહનને જાણે કે હજુ પુરીગડ પડી ન હતી.
" બીજું તો શું વળી આ આપણું બાળક .કહેતા રૂપા ના મોં ઉપર શરમના શેરડા ફૂટી નીકળ્યા
"આપણું બાળક ? આટલું જલદી ! અચાનક મોહન ના મોંમાંથી ઉદગાર સદી પડ્યા પરંતુ બીજી જ પળે ભાનમાં આવ્યો હોય તેમ ખાસિયાળો પડી જતા બોલ્યો "ઓહો એમ છે ત્યારે ખબરેય ન રહી એક -બે વર્ષ પછી હોત તો સારું !
" તે હું ક્યાં કહું છું કે ઉતાવળ કરો. અહી વાડીએ જ પડ્યા રહેતા હોય તો ?કહેતા એક માદક નજર રૂપા એ મોહન ઉપર નાખી
"એ તો બધી ઉપરવાળાના હાથની વાત છે ને એમાં આપણું શું ચાલે મોહને રામચંદ્ર ની વાડીએથી આવી રહેલા રૂડા તરફ નજર નાખતા કહ્યું ને ઉમેર્યું "સારું થયું લ્યો જે થયું તે તરત દાનને મહા પુણ્ય ! રૂડો ત્યાં આવ્યો એટલે મોહને બીડી સળગાવી ને કોષ જોડવાની તૈયારી કરી જ્યારે રૂપા વાસણ લઈને ઘર તરફ ચાલતી થઈ.
ચૈત્ર માસ ચાલી રહ્યો હતો શિયાળામાં પાકેલ અનાજ કપાઈને વાઢણી થઈને ખળામાં આવી ગયું હતું રાયડો અને સરસિયા જેવા ઉતાવળા પાકને ખેડૂતોએ કાઢીને વાણિયાની વખારમાં પહોંચાડી દીધા હતા જ્યારે ઘઉં અને એરંડા જેવા પાકોને લેવાનું કામ હજુ ચાલુ હતું સામે લગન ગાળાના ભણકારા પણ વાગતા હોવાથી તે પાકોને લેવાની ઉતાવળમાં પણ ખેડૂતો હતા.અનાજ ઉપણવાનું ઘણું ઘણુંખરું કામ વાયરા ઉપર આધારિત હતું તેથી જે દિવસે પવન એકધારો અને સારો હોય તે દિવસે ઘણા બધા બળદગાડા ભરીને અનાજ ખળામાંથી ગામમાં આવતું

રૂપા લગભગ બે માસથી વધુ સમયથી અગેયણીએ નીલપર ગયી હતી તેથી ખળુ લેવાનું કામ મોહન મેવો વાઘો અને મેવાની ભાભી કરતા હતા પાંચ -છ દિવસથી વાલી પણ પિયરમાં મળવા આવી હોવાથી તે પણ મદદ કરતી હતી સવારના પહોરમાં મોહન બળદોને ચાર નિરી રહ્યો હતો એ જ વખતે ગામમાંથી આવતો મેવો ઉત્સાહ થી ટહુકયો " એ મોહન અલ્યા પેંડા તો ખવડાવ ! મોહનને શુભ સમાચાર નો અણસાર તો આવી ગયો છતાં અજાણ રહેવાનો ડોળ કરતા બોલ્યો "શાના વળી પેંડા ..?
"આ જોને મારા વાલા ને બધી ખબર હશે ને અજાણ હોવા નો ડોળ કરી મને કેવું બનાવે છે ! મેવો પાસે આવતા બોલ્યો ને "ઉમેર્યું "ખાજો મારા સમ જો કશી ખબર ન હોય તો ? મોહ ને મેવાના સમ ના ખાધા પરંતુ" કંઈ ફોડ પાડતો ખબર પડે ને ? એમ કહેતા અજાણ હોવાનો ડોળ કરે ચાલુ રાખ્યો" નીલપરથી સમાચાર આવ્યા છે કે તારે ઘેર છોકરો જન્મ્યો છે તેના પેંડા ! કહેતા મેવો મોટેથી હસી સી પડ્યો મોહનના શરીરમાં ખુશીની લહેર દોડી ગઈ સમાચારનું પોતાનું અનુમાન સાચું પડ્યું હતું છતાં પોતાની ખુશી બહાર છલકાઈ ન જાય તેની કાળજી રાખતા બોલ્યો "અલ્યા પેંડા તો તારે ખવડાવવાના હોય હું બાપ બન્યો તો તું કાકો નથી બન્યો ? મોહને સામેથી કોટમાં ટાંટિયા નાખ્યા. કેટલીક મીઠી રકઝક બાદ અંતે મોહને ચામડાના પાકીટમાંથી બે રૂપિયાની નોટ કાઢીને આપી જેના મેવો ગામના શેઠની દુકાને જઈને શેર પેંડા લઈ આવ્યો. બંને જઈને ઢૂવા ના છાંયા નીચે જઈને બેઠા મેવાએ કાગળનું પડીકો છોડીને એક પેંડો હાથમાં લીધો તેના બે ટુકડા કર્યા અને બોલ્યો" લે મોઢું ફાડમોહન શુભ શુકન તો તારાથી જ થાય ! કહીં એક ટુકડો મોહનના મોં માં મૂકી દીધો અને બીજો ટુકડો પોતાના મોમાં મૂકીને ચાવવા લાગ્યો થોડીવાર ચાવીને ને મોહને ચાવેલો પેંડો ગળા નીચે ઉતારવાની કોશિશ કરી પરંતુ કંઈક ગળામાં ભરાયું હોય તેમ લાગ્યું અને પછી ડચૂરો થયો હોય તેણે થૂ..થૂ..કરીને ચાવેલો પેંડો મોહને થૂકી દીધો.
"ચમ. ચમ! કોઈ બાલ ફાલ આયો કે શું ? મેવો ચાવૅલો પેડો ઞળે ઉતારતા બોલ્યો .
"આ જોને કેવડો મોટો બાલ આવ્યો છે! મોહન આવેલા વાળને હાથમાં પકડીને મેવાને બતાવતા બોલ્યો ને આગળ ચલાવ્યું" આ કંદોઈ પણ મારા વાલા મફતના પૈસા પડાવી લે છે કહીને પાસે પડેલા ધડા માંથી પાણી લઈને કોગળો કરીને મોં સાફ કરવા લાગ્યો ત્યારબાદ બંનેએ બે -બે પેંડા ખાધા બાકીનાનું પડીકું વાળીને એક બાજુ મૂક્યું એ જ વખતે વાઘો ખળા માં દાખલ થયો મેવાએ તેને પણ બે પેડા પડીકામાંથી આપ્યા વાઘો પેંડા ખાતા ખાતા બોલ્યો "શાના પેંડા છે મેવાભાઈ આવા પેંડા રોજ ખવડાવો તો કેવી મજા આવે ?" "પાડા પાડીનુ તારે શું કામ છે ભલા આદમી તું તારે બળી ખાવાનું રાખને! મેંવો વાત ઉડાવતા બોલ્યો એ જ વખતે માધોડોશો ખળામાં દાખલ થયા" શાની બળી ખાવાની વાત ચાલે છે મેવા? તેમણે આવતા સાથે જ પૂછ્યું મેવો પહેલા તો ગુંચવાયો પણ પછી તરત મોઢે આવ્યું છે કહી દીધું" એ તો અમારે પુરી ભેંસ વિયાવાની છે તેની બળી વાઘાને ખવડાવીશ એમ કહેતા આખી વાત ફેરવી દીધી ને પવનનો એક લહેરખી આવવાથી ઘઉં ઉપણવા માટે તરવાયા ઉપર ચડ્યો વાઘો દોડીયા ભરીને આપવા લાગ્યો માધાજી ખાળામાં આડુ અવળું જોઈને એક આંટો મારીને ચાલતા થયા તેમના ગયા બાદ વાઘાએ ફરી પૂછ્યું" હે મેવાભાઈ ખરેખર શાના પેંડા હતા કહો તો ખરા ?
"તારી રૂપા ભાભીને ખોળે છોકરો આવ્યો છે એના પેંડા હતા! મેવાએ ચોખવટ કરી "એમ ! વાહ ભાઈ વાહ તો તો આ બંદા કાકો થઈ ગયા. કહી વાઘો આનંદમાં આવી જઈ ને હાથમાંનું દોડીયુ વગાડવા લાગ્યો અને ગીત ગાવા લાગ્યો
પુરા ચાર મહિના પછી રૂડો રૂપાળો બાબો લઈને રૂપા પિયરથી સાસરે આવી હતી ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હતો દીકરો આવવાની ખુશીમાં માતાજી એ ગામમાં ૧૦ કિલો તો સાકર વેચી હતી એક દિવસ બપોરના સમયે રૂપો અને મોહન બંને એકલા જ ઘેર બેઠા હતા રૂપા બાળકને ધવરાવી રહી હતી જ્યારે મોહન પાસે બેઠો બેઠો તૂટેલા દોરડા નો સાંધો કરી રહ્યો હતો એકાંત મળતા જ પતિ પત્ની એકબીજા સામે જોઈને હોઠમાં મુસ્કુરાઈ લીધું રૂપા ઘડીમાં મોહન સામે તો ઘડીમાં છાતીએ ધરાવતા બાળક સામે વારાફરતી જોયા કરતી હતી બાળકના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવતો તે બોલી " મોઢું તો અદલ બાપ જેવું છે હો ! મોહન બાળકના મોં સામે અને પછી રૂપા ના મોં સામે જોઈને મુસ્કુરાઈને બોલ્યો "ને આંખો અને નાક તો અદલ એની મા જેવા જ છે ખરું કે ?
" લો જાઓ જાઓ હવે મારે તો ક્યાંય અણસાર પણ નથી!બાળક ના મોં તરફ જોતાં રૂપા એ છણકો કર્યો મોહન થોડીવાર ચૂપ રહ્યો ને પછી કંઈક વિચારીને હસીને બોલ્યો" લે ત્યારે બીજો ફેરો આવશે એ તારા જેવું હશે બસ !
" લુચ્ચા નહીં તો .! કહેતા રૂપા શરમથી આડું જોઈ ગઈ અને પછી બંને જોરથી હસી પડ્યા અને ભાવિની વાતોમાં ઞુથાઇ ગયા .
નવરાત્રી ના દિવસો પૂરા થઈ ગયા હતા બાજરીનો પાક વાઢવાનો તડાકો ઉડતો હતો . મોહન આખો દિવસ બાજરી વાઢીને થાકયો પાકયો ઘેર આવ્યો તેણે માથા ઉપરનું ચારનો ભારો આંગણામાં નાખ્યો હાથ પગ ધોઈને પાણી પીને ખાટલામાં આડો પડ્યો રૂપા એ ચૂલા ઉપર ચડી રહેલ શાકમાં ચમચો ફેરવ્યો બે ત્રણ લાકડા ચૂલા નીચે અડવયા અને પછી ઘોડિયામાં રોતા પોતાના છ માસના બાળકને ખોળામાં લેતા બોલી "ઓલો લે ઓલો લે શું છે મારા હીરાને ! કેમ રો રો કરે છે ? કહીને બેસીને તેને ધવરાવવા લાગી મોહનના પુત્ર નું નામ હીરો પાડ્યું હતું હીરાને ધવરાવીને ઘોડિયામાં નાખ્યો એક હિંચકો નાખ્યો શાક ની દેગડી નીચે ઉતારીને ચૂલા ઉપર કલાડી મૂકી અને રોટલા ઘડવા લાગી લોટ મસળતા મસળતા હીરો ફરી રડવા લાગ્યો એટલે તે ઊભી થઈ ને બે-ચાર હીંચકા નાખ્યા ને ફરી પાછી રોટલા ઘડવા બેઠી પરંતુ હીરાએ આજે જાણે કે સામે બાંધી હતી થોડી વાર છાનો રહીને ફરીથી બમણા જોરથી રડવા લાગ્યો" નવરા બેઠા છો તો આ છોકરાને બે -ચાર હીંચકા નાખો ને એટલી વારમાં હું બે ચાર રોટલા ટીપી નાખું ! રૂપાએ રોટલા ઘડતા ઘડતા પતિ મોહનને કહ્યું" આખો દિવસ વાઢણું ને ઉપરથી કહે છે કે બે-ચાર હીંચકા નાખો હિચોળવો હોય તો હિંચળ નેકે કંઈ નહીં મારે શું ? મોહન કંટાળો બતાવતા બોલ્યો" મોટા બોલી ગયા કે મારે શું છોકરો તો એ કંઈ મારી એકલી નો થોડો છે . રૂપા બોલી
"તું અત્યારે એ બધી ડંફાસ કર્યા વગર છાનીમાની છોકરાને છાનો રાખને ..મોહનને કંટાળો ગુસ્સામાં પટાઈ ગયો". હું તો કોઈ આ છોકરાને છાનો રાખું કે રોટલા ઘડવું. રૂપા ને પણ મોહન નો તોછડો જવાબ સાંભળી ન જાણે ક્યાંથી ગુસ્સો આવી ગયો ને એ બધી રિચ વાસણ ઉપર ઉતારતી હોય તેમ તેણી એ વાટલુ જોરથી નીચે પછાડ્યું
વાટલાનો ખણણ અવાજ પ્રસરી રહ્યો તે સાથે જ મોહનનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. "અલ્યા તારી ની ક્યારનો કહું છું તોય સામે લપ લપ કરે છે ? લે ત્યારે .! કહેતા પાસે પડેલા ચામડાના ભારે જોડા ને ઉઠાવીને રૂપા ઉપર છૂટ્ટો ઘા કર્યો રૂપા આડુ જોઈ ગઇ તો પણ જોડું તેની પીઠ ઉપર જોરથી વાગ્યું અને તેનું સ્વમાન ઘવાવાથી તેનો ગુસ્સો પણ કાબુ બહાર ગયો. તે રડમસ સાદે મોટા અવાજો બોલી "વગર વાંકે જોડાં મારો છો તે કંઈ કોઈની ગરજે કામ કરો છો ?
અને આ સાંભળતા જ મોહનનો ગુસ્સો સાતમા આસમાને ને પહોંચી ગયો. "હજુપણ સામે બોલ- બોલ કરે છે ત્યારે તને તો રંડ લૅ આજે તો આલુ કહીને તે ઉભો થઈને ખૂણામાં પડેલો ધોકો લઈને રૂપાને આડે -ધડ મારવા લાગ્યો એક બે ધોકા પીઠ ઉપર વાગ્યા એક બે સાથળ ઉપર પણ વાગ્યા એક હાથ ઉપર પણ વાગ્યા. રૂપા એ ચીસા -ચીસ કરી મૂકી સાથે સાપનો વરસાદ પણ વરસાવી રહી "હેઠ મારા રોયા વગર વાંકે સ્ત્રીને મારે છે તે તને જીવતા જીવડા પડશે તારું નખોદ જજો ! વગેરે સાપ રોતા રોતા બોલી રહી હતી છોકરાને રૂપાની ચિંતાચીસ થી લોકો ત્યાં દોડી આવ્યા સૌ પ્રથમ ઢાળિયામાં માં ખાટલા ઉપર બેઠેલા માધો ડોસો ત્યાં પહોંચી ગયા " કેમ અલ્યા મોહનિયા આ ઘરનો તે દાડો ફર્યો છે કે શું .? કહેતા તેમણે મોહનના હાથમાંથી ધોકો ઝૂંટવી લીધો અને તેને એક બે હડસેલા મારીને બહાર ચોગાનમાં માં કાઢ્યો જેમ જેમ માણસો ભેગા થતા ગયા તેમ તેમ રૂપા નું રુદન વધતું ચાલ્યું મોહ ને મારાની બળતા થતી હતી તેનાથી કે પછી આખા ગામ વચ્ચે પોતાની ફજેતી થઈ હતી તેનાથી એ તો રામ જાણે પરંતુ તેનું રુદન અટકતું ન હતું "અરેરે માવતરું મને મોટા ઘર ભાળીને કેમ કૂવામાં નાખી દી...ધી...! "આ મારો ઓશીયાળીનો અવતાર કેમ પૂરો થાશે મારા માવતરો...ઓ.!
લગ્ન થયા ને દોઢ વર્ષો થયું હોવા છતાં આ બે મનેખ નેં કોઈએ કોઈ દિવસ ઊંચા સાથે બોલતા પણ નહોતો સાંભળ્યા ને કોઈ કોઈ જણ તો આ બંનેના સુખી દાંપત્ય જીવનનો દાખલો પણ આપતા છે ત્યાં આ અચાનક નો શોર બકોર અને રોકકળ સાંભળીને કેટલાય માણસો ત્યાં દોડી આવ્યા હતા અને દરેક જણ આવીને એક જ વાત પૂછતું હતું" શું થયું શાનો છે હોબાળો ? સાનો છે ઝઘડો !
" રામ જાણે તો હું તો બહાર ઢાળિયામાં બેઠો હતો નાના છોકરાને વહુની ચીસો સાંભળીને દોડી ગયો ડોસો સૌને કહેતા હતા અને આગળ ઉમેરતા હતા હશે કાંઈક બે માણસનો ઝઘડો . પોતાના ઘરે કોલાહલ સાંભળીને વાઘો પણ ત્યાં દોડી આવ્યો એને રૂપાને છાની રાખવાની કોશિશ કરતાં પૂછ્યું" શું હતું ભાભી શાનો છે ઝઘડો ? ના કહો તો મારા સમ.! રૂપા એ રડતા રડતા બધી વાત વાઘા ને કહી તે સાંભળીને વાઘાએ ચોગાનમાં ઉભેલા મોહન ને ઉઘડો લીધો " એક તો હારે આખો દિવસ બાજરી વઢાવે છે ઉપરથી ભેંસોનું કરવું ,ખાવાનું કરવું, અને છોકરાનું કરવું તોય વગર વાંકે બૈરાને મારતા શરમ નથી આવતી ? ત્યાં આવી પહોંચેલ રૂડો પણ તેને ઠપકો આપતો હતો. "શું આમ ભલા આદમી આખા ગામમાં ભવાડા કરતો હશે ! શું હતો વહુ નો વાંક કહે તો જોવું ?
"અલ્યા ભાઈ આ બૈરું મને થઈને ધણીના સામું બોલે એનાથી એનો મોટો વાંક -ગુનો એનો કયો હોય ? મોહન પતિ પણ સાબિત કરતા પોતાનો બચાવ કરતો હતો
"શું બોલ્યું સામુ કહેજો એ તો આ ખાનદાન ઘરનું છોરું છે તે ખમે છે નકે કોક હલકા મથાસરા ની મળી હોત તો ચારની ઘરનો ધજાગરો બાંધીને હેડતી થઈ હોત સમજ્યો માધોડોશો પણ મોહનને ઠપકારતા હતા રૂપાના લાંબા વિલાપતો બંધ થઈ ગયા હતા છતાં ડુસકા મુકતાં રડતા કહેતી હતી" એ ભગવાન થાય છે કે કુએ પડીને મરી જવું પરંતુ વિચાર આવે છે કે પાછળ આ નાના છોકરાનું શું થશે ? કહેતા રૂપાથી ફરીથી ડૂસકું મુકાઈ જતું હતું ત્યાં આવી પહોંચે લોકોમાંથી મોટી ઉંમરના એક બે બૈરા રૂપા ને છાની રાખતાં આશ્વાસન આપતા હશે "બેટા ઘર છે તો બે ઠામ કોક દાડો અથડાય પણ ખરા પરંતુ એવા ખોટા વિચાર કોઈ દિવસ ન કરીએ !
પછી તો બીજા પણ ત્યાં આવ્યા ને ઝઘડા નું કારણ જાણીને મોહનને ઠપકો આપતા હતા મોહન મુઞા મોઢે સૌનો ઠપકો સાંભળી રહ્યો હતો રૂપાએ રડી રહેલ હીરાને છાતીએ વળગાડીને ધ્વરાવીને શાંત કર્યો ત્યારબાદ ઘરવાળા એ ખાધું ન ખાધું કર્યું અને કલાકમાં તો ત્યાં પૂર્વ વ્રત શાંતિ સ્થપાઈ ગઈ
એ રાતે રૂપા એ ખાવાનું ન ખાધું આમ તો દરરોજ જોડાજોડ બે ઢોલીયા ઘરમાં ઢળાતા પરંતુ આજે ઝઘડો થયો હોવાથી મોહને જાતે જ પોતાનો ખાટલો આંગણામાં નાખી ઢાળીને તેમાં લંબાવ્યું જ્યારે રૂપા ઘરમાં ઢાળેલ ઢોળિયામાં હીરા સાથે આડી પડી હતી ઊંઘ તો જાણે કે વેરણ થઈ ગઈ હતી તેના મગજમાં વિચારનો વંટોળ ઉઠ્યો હતો. મોહને મારેલ દુખાવો હવે બહુ થતો ન હતો પરંતુ ગામ લોકો વચ્ચે થયેલ અપમાન અને તેના ઘવાયેલા સ્વમાન ની પીડા તેને ઊંઘવા દેતી ન હતી તેણે એક નજર બાજુમાં સૂતેલા હીરા ઉપર નાખી મોઢા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો ને મોમાંથી નિશ્વાસળી પડ્યો. હું તો જઈશ પરંતુ પાછળ આ છોકરાનું શું ? મારા વગર એની સંભાળ કોણ લેશે ? એને કોણ મોટું કરશે? વિચારે ચડેલી રૂપાએ નવું ભાવિ કલ્પ્યું. મારા ગયા પછી કાલ ઉઠીને એનો બાપ બીજું બૈરું કરશે ને તો એ મતરાઈ માં હીરાને કેવો સાચો છે ? આ વિચારથી જ રૂપા નું હૃદય કંપી ઉઠ્યું ફરી પાછો સાંજે નજીવી બાબતે થયેલ ઝઘડો એની આખો આગળ તરવરી ઉઠ્યો" "વગર ગુને માર ઝુડ કરે પછી એવા જીવતરમાં શો સાર ? છોકરાનું તો એના કિસ્મત માં લખ્યું હશે એ થશે એમ ને પણ ખબર તો પડે ને કે મા વગર છોકરા ઉછેરવા કેટલા દોહલા છે ? તે આમેય આ દુનિયામાં મા બાપ વગરના પણ કેટલાય છોકરા મોટા થતા જ હોય છે ને હીરાને હું એક મા નહીં હોઉં તો શું ફરક પડે એનો બાપ તો હશે ને ?
રાત્રિના 11:00 વાગ્યા હતા એણી એ દ્રઢ નિર્ણય કરી લીધો છોકરો જાગી ન જાય તેમ રૂપા હસ્તેથી ખાટલામાંથી ઊભી થઈ તેણે એક નજર સળવળાટ કરી રહેલા હીરા ઉપર નાખી તેની આંખમાંથી આંસુ ખરી પડ્યા પરંતુ બીજી જ પડે હૃદય ઉપર કાબુ મેળવી લઈ તેણે રાસ લઈને ઘર વચ્ચેના નાટ નીચે આવીને ઊભી રહી અને નાટ ઉપર કેવી રીતે ચડવું તેની ગડબથલ કરવા લાગી બરાબર એ જ વખતે ઉંઘી રહેલ હીરાએ એક બે વાર આજુબાજુ પછાડ્યા અને ઢોલિયોખાલી લાગવાથી તે રડવા લાગ્યો એક નજર અટકીને હીરા ઉપર નાખી જે હવે જોરથી રડવા લાગ્યોહતો હીરાને છાનો રાખવો કે પોતે ધારેલું કામ પૂરું કરવું તેની અઢવવમાં તેણી એમ જ ઉભી રહી અચાનક તેને ભાન થયું કે હીરાના રડવાના આવાથી આ સમયે કોઈ ઘરમાં આવે અને પોતાને આ સ્થિતિમાં જોઈ જાય તો ? તે ભય થી ઘ્રુજી ઉઠી અને બીજી જ પળે હાથમાંની રાસ નો ખૂણામાં ઘા કરીને ખાટલા પાસે દોડી આવી અને એ જ વખતે બહારથી ધક્કો લાગવાથી ધડાકાભેર કમર ખૂલી ગયા ઉતાવળે પગલે મોહન દાખલ થયો અને કરડા સાથે બોલ્યો "શું થયું છે છોકરાને કેમ રો રો કરે છે ? રૂપાના શરીરમાં ભય નુ એક લખ- લખું પસાર થઈ ગયું એક પણ શબ્દ બોલ્યા વિના તે ઢોલિયામાં આડી પડી ને હીરાને વળગાડીને ધવરાવવા લાગી હીરો રડતો બંધ થઈ ગયો મોહને એક શંકાશીલ નજર રૂપા ઉપર નાખી અને તે ઓરડાની બહાર નીકળી ગયો છાતીએ વળઞીને ધરાવતા હીરાને જોઈને રૂપાનું માતૃત્વ તડપી ઉઠ્યું પ્રેમથી એક બે ચૂમીયો ભરી લીધી માથા ઉપર હાથ ફેરવીને તેને જોરથી છાતીએ ચાંપતા પાનો ચડવાથી તેને હેતથી ધવરાવવા લાગી ને પછી તો ક્યારે સુઈ ગઈ તેની પણ તેને ખબર ન રહી લગભગ 5-6 દિવસ સુધી બે માણસના અબોલા ચાલ્યા તે દરમિયાન બંને યંત્રવત મૂંગા મૂંગા પોતાનું કામ કરતાં રહ્યાં પેલો ઝઘડો યાદ આવવાથી ક્યારેક ક્યારેક રૂપાના મનમાં આપઘાત કરવાનો વિચાર ચમકી જતો પરંતુ પુત્ર પ્રેમ આગળ તેમ કરવાની હિંમત જ ન ચાલી ને છઠ્ઠા દિવસે તો એ બે માણસ બોલતા પણ થઈ ગયા ને ફરી પાછો તેમનો ઘર- સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો.