લોહીનો ‌ડાઘ - પ્રકરણ 7 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 7

પ્રકરણ --7 પ્રથમ પ્રેમ

બોર્ડની પરીક્ષાને માત્ર એક મહિનો જ બાકી હતો. હોળીની ચાર -પાંચ દિવસની રજાઓમાં હીરો ,સુરેશ અને રવજીની ત્રિપુટી ઘેર આવી હતી. ગામમાં લોકો તેમને માન અને આદરણીય દ્રષ્ટિએ જોતા હતા ગામની યુવતીઓ પણ તેમની ઈજ્જત કરતી હતી તો કોઈક આશાભરી તો કોઈક વળી બીજી નજરે જોતી હતી .પરંતુ આ ત્રિપુટી એ હજુ સુધી કોઈને કાઠું આપ્યું નહોતું એમને ઘેર રજાનો આજે બીજો દિવસ હતો .આ ત્રિપુટી ગોદરે બેઠી- બેઠી તેમની અભ્યાસની વાતો કરી રહી હતી. અચાનક તરસ લાગવાથી હીરો બોલ્યો" ચાલો ને યાર ક્યાંક પાણી પી આવીએ, મને તો ખૂબ જ તરસ લાગી છે ! "તરસ તો મને પણ લાગી છે. કહે તો સુરેશ પણ ઉભો થયો અને સાથે રવજી એ પણ ઊભા થતો ઉમેરુ" ઠેક ગામમાં જવા કરતાં ,આ ગામ કૂવો નજીક છે માટે ચાલો ને કૂવે જ જઈએ. ને એ ત્રિપુટી પાણી પીવા ગામ ફુવા તરફ વળી.
કુવા ઉપર અત્યારે પુરુષોત્તમની 17 વર્ષની પુત્રી રતન અને તેના કાકા ની 13 વર્ષની દીકરી સોમી બને પાણી ભરી રહી હતી સોમી એ એક ઘડો માથા ઉપર મૂક્યો એ જ વખતે આ ત્રિપુટી પાણી પીવા ત્યાં પહોંચી .તરસ લાગી છે પાણી પીવા ઘડો આપશો ? હીરાએ જતાં વેત જ પૂછ્યું..
" ઘડો તો આપશું ને ! કંઈ કૂવેથી કોઈને તરસ્યા થોડા ને મુકીશું ? રતન માથા ઉપર ઘણો ઉપાડવા જતી હતી તે અટકીને બોલી.ને ક્ષણેક અટકીને ઉમેર્યું "એના કરતાં એમ કરો તમે વારાફરતી ખોબો ધરો હું જ પાણી એમાં રેડું, જેથી તમારે મહેનત કરવાની માથાકૂટ મટે ! સૌપ્રથમ સુરેશ ખોબો કર્યો માં રતન ધડા માંથી તેને પાણી પાવા લાગી "અલી બુન હેડને ,મેં તો માથા ઉપર ઉપાડી લીધું છે મોડું થાય છે ! માથે એક બેડું ઉપાડીને ઉભેલી સો મી અકળાતા બોલી.
" તરસાને પાણી, એ તો સૌથી મોટું પુણ્ય છે. ને જો પાણી ની ના પાડીએ તો મન'ખા દી લાજે ને !રતન પાણી પાતા પાતા સહજતાથી જ બોલી .
પરંતુ તેને જોઈને હીરાના મનમાં અત્યારે હલચલ મચી હતી .તેનું રૂપ જોઈએ તેના હૃદયના ધબકારા વધી ગયા હતા .સુરેશના ખોબામાં ઘડા માંથી પાણી રેડતા રતન ના ગોળ, ઘઉંવર્ણો ચહેરામાં તે ખોવાઈ ગયો હતો. ત્યારે આ બાજુ રતન ની કાળીભમર આંખો ખોબામાં માં પાણી રેડવાનું ,પોતાને જોઈ રહેલા હીરાને નીરખવાનું અને બેડું ઉપાડીને ઊભેલી સોમી ને જોવાનું કામ, એ ત્રણેય કામ એકી સાથે પલકભર માં કરી રહી હતી. રતન માથા ઉપર થી સરકી જતી ઓઢણીને ફરી માથા ઉપર ગોઠવતા બોલી "તમારે નથી પીવું પાણી ? અને ત્યારે જ હીરાને ખ્યાલ આવ્યો કે પોતાના આ ક્ષણેક તપમાં તો સુરેશ અને રવજી બંને એ પાણી પી લીધું છે .પોતે પકડાઈ ગયા નું લાગવાથી હીરો થોડો થોભીલો પડી ગયો. અને પછી ઝડપથી બોલ્યો "હા ,હા ! પીવું જ છે ને ! તરસ તો બધાથી વધારે મને જ લાગે છે.
રતન હીરાના ખોબામાં ઘડા માંથી પાણી રેડવા લાગી. પાણી પીતા પીતા પહેલી વખત આ બંનેની આંખો આટલી નજીકથી મળી. હીરાને રતનની આંખોમાં પોતાનું પ્રતિબિંબ દેખાણુ તેને થયું કે રતને પોતાને તેની આંખોમાં જડી લીધો છે. જ્યારે રતનની આંખ પણ યુવાન પુરુષ સાથે આટલી નજીકથી પ્રથમ વખત મળતી હતી .રતન ઘડામાંથી ખોબામાં પાણી રેડતી હતી. હીરો પાણી પીતો જ રહ્યો , પીતો જ રહ્યો.સોમી કંટાળીને બેડું ઉપાડીને ઘર તરફ ચાલતી થઈ સુરેશ અને રવજી પણ એકબીજાને ઈશારો કરીને ઈરાદાપુરવક ત્યાંથી ખસી ગયા . નમણું નાક ,ગુલાબી ગાલ , અર્ધ ખુલ્લા હોંઠ માથી દેખાતા દાડમ ની કળી શા દાંત, ડોકની સુંદરતામાં વધારો કરતું સોનાનું માદળીયું ,છાતી ઉપર ના કબજા માંથી મુક્ત થવા મથતા સ્તનો નો ઉભાર ,હીરો જાણે કે પહેલી નજરે જ મોહિત થઈ ગયો હતો .ધડા નું પાણી ખલાસ થઈ ગયું એટલે રતન બોલી" બાપ રે બાપ ! આટલી બધી તરસ ? પીવું છે વધારે !
"હા ,ના' હા ! હીરા એ લોચા માર્યા ને હૈયુ મનમાં બોલી ઉઠયું તન તો ધરાયું પણ મનનું શું ? ને અચાનક ભાનમાં આવ્યો હોય તેમ પોતાના કપડા બતાવતા બોલ્યો" આ જુઓને પાણી પીવામાં તો બધા કપડાં પલાળી નાખ્યા છે. હીરાની આંખ થી આંખ મળી ત્યારથી જ રતન ના દિલના તાર પણ ઝણઝણી ઉઠ્યા હતા. માત્ર તે બહાર દેખાવા નહોતી દેતી છતાં તેના થી ધીમા સાદે શબ્દો સરી પડ્યા "કપડા તો ઘડીકમાં સુકાઈ જશે, પરંતુ આ ભીતર નું શું ? હીરો આ શબ્દોનો અર્થ સમજે ના સમજે એ પહેલા રતન બેડા ઉપર બેડું ચડાવી ને "બીજો ફેરો પણ પાણી આવું છું એવો દિલાસો આપી. એક મારકણી નજર હીરા ઉપર નાખીને ગામ તરફ ચાલતી થઈ .
હીરો થોડે દૂર સુરેશ અને રવજી બેઠા હતા ત્યાં આવ્યો. "તરસ છીપાણી કે પછી ભર્યા તળાવ માં થી તરશયો ? પાસે પહોંચતા જ સુરેશ ટૌન્ટ માર્યો. "આ જોને યાર, કપડાં પલાળી નાખ્યા ને ! હીરો વાત ઉડાવવા બોલ્યો . "પલાળી નાખ્યો, કે પલાળી નાખી ? રવજી એ પણ ટૌન્ટ માર્યો. "તમે શું યાર, પૂરું જાણ્યા વિના બંને મંડી પડ્યા છો . હીરા એ વાત ઉડાવવાની કોશિશ કરી.
" નહિ જાણ્યું હોય તો હવે જાણીશું! પરંતુ લાઈન તો ક્લિયર છે ને ? સુરેશે કહ્યું અને એ સાથે જ એ ત્રણે દોસ્તો જોરથી હસી પડ્યા. અને પછી બીજી આડી- અવળી વાતે વળગ્યા. થોડીવાર પછી સુરેશ ઉભો થતા બોલો" ચાલો દોસ્તો , હવે ઘર બાજુ જઈશું ? હીરો સુરેશ નો હાથ પકડીને તેને નીચે બેસાડતો બોલ્યો "બેસો ને યાર આપણે શું ઘેર કામ છે, ઘેર કંઈ થોડા ને છોકરા બીજા રોવે છે ? અને ત્રણે ત્યાં ફરી પાછા બેઠા. બરાબર એ જ વખતે ખાલી બેડું હાથમાં લઈને ગામમાંથી રતન કુવા તરફ આવતી દેખાઈ .ત્રણેય મિત્રોએ આંખો આંખોમાં હસી લીધું .રતન તેમની પાસેથી પસાર થતાં એક પણ નજર નાખ્યા વિના કૂવે પહોંચી ગઈ .તેને મનમાં પાકું હતું કે પોતે હીરાની આંખોમાં જે જોયું છે તે સાચું હશે તો કોઈ પણ બહાને હીરો કૂવે આવ્યા વિના નહીં રહે .
હીરો કૂવે આવવાનું બહારનું શોધતો હતો .ત્યાં જ રવજી એ શબ્દ પ્રહાર કર્યો "હીરા ,તરસ નથી લાગી? પાણી પીવા નથી જવું ? ને હીરો છોભીલો પડી જતા તેણે જવાનો વિચારે જ માંડી વાળ્યો.
બેડું ભરી રહ્યા પછી હાથ પગ ધોવાના બહાને રતન હીરાની ત્યાં પ્રતિક્ષા કરતી રહી પરંતુ હીરો પોતાની જગ્યાએથી હલવાનું નામ લેતો ન હતો તેથી થોડી વાર પછી તે બેડુ ઉપાડીને ગામ તરફ ચાલતી થઈ. ને બરાબર આ લોકો બેઠા હતા તેમની પાસેથી પસાર થતાં એક ક્ષણ ઊભી રહી અને પગમાં કાંટો વાગ્યો હોય અને તે કાઢતી હોય તેવો અભિને કરતા એક ભરપૂર નજર હીરા તરફ નાખી ને ગામ તરફ ચાલતી થઈ.
એ આખી રાત હીરો પડખા ફેરવતો રહ્યો, પરંતુ નિંદ્રા દેવી એ તેનાથી જાણે કે રુસણા લીધા હતા .તે આંખો મિચીને ઊંઘવાની કોશિશ કરતો પરંતુ અચાનક રતનનો રૂપાળો ગોળ ચહેરો તેની આંખો સામે તરી આવતો તેની સાથે થયેલી અલગ-ઝલપ મુલાકાત નું દ્રશ્ય ખડું થતું .અને ન અનુભવેલા દ્રશ્યો આખો સામે ખડા થતાં હતાં તેણે આખી રાત બેચેની માં પસાર કરી .
સવાર થતા જ મોમા દાતણ નાખીને સંડાસ જવાના બહાને હાથમાં લોટો લઈને રતનના ઘરની શેરી બાજુથી પસાર થયો ‌પરંતુ તેનો ફેરો ખાલી પડ્યો રતનના ક્યાંય દર્શન થયાં નહીં. તેથી ચા પાણી પતાવી ને સવારથી જ મકાન બાંધવાનું કામ કરતા મજૂરો ઉપર રેખદેખ રાખવા પહોંચી ગયો .તે કામ ઉપર નજર રાખી રહ્યો હતો પરંતુ આંખો તો રતન તેના ઘેરથી બેડું લઈને પાણી ભરવા કે બીજા કોઈ બહાને ઘેરથી બહાર ક્યારે નીકળે છે તે શોધી રહી હતી.
આખા દિવસની પ્રતિક્ષા બાદ દાડો આથમવાની તૈયારીમાં હતો તે વખતે ખેતરો ના રસ્તે થી લાકડાનો ભારો લઈ રતન આવતી દેખાણી. તેની સાથે બીજી પણ એક સ્ત્રી હતી .ભારો ઘેર ઉતારી ને હાથ માં બેડું લઈ ને આવી હતી એજ ઝડપથી કુવા તરફ પાણી ભરવા ચાલતી થઈ.
હીરા એ તેને જોઈ લીધી હતી એટલે ખાસુ અંતર રાખીને તે પણ તેની પાછળ -પાછળ ચાલતો થયો . ચાલતા -ચાલતા રાતને ત્રાસી નજરે પાછળ જોઈ લીધું તેની ધારણા પ્રમાણે હીરો પાછળ જ આવતો હતો . પરંતુ કૂવે પહોંચતા તેનું મોં ઉતરી ગયું .તેણીએ જોયું તો બેડું ભરીને રતનની મહોલ્લા ઢાળે થતી ભાભી બેડુ ઉપડવા માટે કોઈની રાહ જોઈને ઉભી હતી .તે બોલી "અલી બુન, હેડ- હેડ ઉતાવળી, જોને ક્યારની ઉપડાવવાની વાટ જોઈને ઊભી છું !
રતન ધડા વડે કુવામાંથી પાણી સીંચતા બોલી "ઉભાં રહો ભાભી,હુંય બેડું ભરી રહુ એટલે બેય સથવારો કરીએ !હીરો બરાબર એ જ વખતે ત્યાં પહોંચ્યો પ્રથમ તો બીજી સ્ત્રીને જે જોઈએ તે ચમક્યો પરંતુ બીજી જ પડે હિંમત એકઠી કરીને બોલ્યો "પાણી પાજો!
"ખોબો માંડો હું રેડી છું! કહેતા રતન કહેવા લાગી "ભાભી આજે તો આખો દિવસ રાયડુ વાઢવા ગઈ હતી. એટલે પાટીયારુ તો બધું ઠાલું પડ્યું છે, ને મારે તો હજુ બીજો ફેરો પણ પાણી ભરવા આવવું પડશે .બોલતા ધીમે- ધીમે ઘડામાંથી ખોબામાં પાણી રેડવા લાગી. પાણી પીતા- પીતા એ આંખો ,એ ભાષામાં કેટલીક વાતો કરી લીધી. હીરો પાણી પીતો હતો કે રતન ના રૂપ ને પીતો હતો તે કહેવું મુશ્કેલ હતું. કારણ કે પાણી તો બધું હીરાના ખોબામાંથી નીચે ઢળી રહ્યું હતું.
પાણી પાઈ રહ્યા પછી તેની ભાભીને રતને બેડુ ચડાવ્યું.ને પછી હીરા તરફ ફરીને એક આંખ કાણી કરતા બોલી "બેડું ઉપડાવજો ! ને હીરા એ ઉત્સાહ માં દોઢ મણિયા બેડા નેં લોટો ઊંચકે તેમ ઊંચકીને રતન ના માથા ઉપર મૂકી દીધું. રતન અને પેલી સ્ત્રી પાણી ભરીને ગામ તરફ ચાલતી થઈ જ્યારે હીરાએ તળાવની પાળ ઉપર ઉભેલા એક દેશી બાવળ તરફ પગ ઉપાડ્યા .પાળ ઉપર જઈને હીરો દેશી બાવળના દાતણ લેવાનો દેખાવ કરવા લાગ્યો જ્યારે તેની નજર તો ગામ તરફથી કેડી ઉપર જ મંડાયેલી હતી .
સુરજ અડધો ડૂબ્યો બરાબર એ જ વખતે એક સ્ત્રી હાથમાં બેડું લઈને ઝડપી ચાલે કુવા તરફ આવી રહી હતી એટલે દુરથી પણ ચાલ ઉપરથી હીરા એ પારખી લીધી, હા તે રતન જ હતી. અને એણે પણ ધીમા પગલે કુવા તરફ પગ ઉપાડ્યા. ગામ કુવા ઉપર અત્યારે બને એકલા જ હતા ."આમ નજીક આવશે તો કંઈ અભડાઈ નહીં જાઓ! રતને જ વાત ની ની શરૂઆત કરી
".આટલે તો આવ્યો છું, ને એનાથી વધારે નજીક આવીને વળી શું કામ છે ?
"આ બે મોઢા વાતો થઈ જાય અને ધરાઈને મોઢું જોવાઈ જાય એટલું જ, બીજું વળી શું હોય !
"શું મોઢું નથી જોયું કોઈ દિવસ ? ને મોઢું જોઈને માણસ ધરાય ખરું ? એવું જ હોય તો મોઢું તો રોજ જુએ છે ને!"રોજના જોવા મા અને આજના જોવામાં મોટો ફેર છે. તમને નથી લાગતો ફેર ? રતને સામો પ્રશ્ન કર્યો.
"એ તો ખરું પણ કોઈ બીજું માણસ જોઈ જાય તો નકામી બદનામી કરી નાખે ને ! હીરો નજીક સરકતા બોલ્યો
" દરિયામાં રહેવું, અને મગર થી બીઆવું કેવી રીતે મેળ પડે ? રતન મક્કમ સાદે બોલી.
" બીઆવું નહીં, તો પણ ચેતતા તો રહેવું જોઈએ ને ! હીરો એકદમ પાસે આવીને બોલ્યો. ને પછી દોરડાની સાથે બાંધેલા ઘડાને રતન પાસેથી પોતાના હાથમાં લઇ લેતા આગળ બોલ્યો" લાવ ત્યારે આજે તો મારા હાથે જ તને પાણી ભરી આપું.
" હાય હાય ,મારા રામ ! તમને તો વળી પાણી ભરતા આવડશે ? કહેતી રતન હાસ્ય સાથે પોતાના અણીયાળા નેણ હીરા તરફ ઉલાળી રહી. પરંતુ ગામની શેરડી તરફ નજર જતા જ હીરા એ ઘડો પાછો આપી દીધો. કારણ કે એક સ્ત્રી રુપી મગર તેમના રંગમાં રંગ પાડવા કુવા તરફ પાણી ભરવા આવી રહ્યો હતો .
"કભારજા ને નાગ-બાગ પણ ના કરરડયો ? આટાણે જ પાણી ભરવાનું એને મુરત ક્યાંથી આવ્યું? રતને પ્રેમમાં ભંગ પાડવાનો બધો ગુસ્સો ચાલી આવતી પાણીયારી ઉપર ઠાલવીને ,એ પછી ધીમે સાદે ઝડપથી કરવા માંડ્યું. "આવતીકાલે પણ મારે ભીલા વાળા ખેતરે રાયડુ વાઢવા જવાનું છે.હુ એકલી જ હોઈશ, તમે પણ આવજો ને ! આવશો કે ? કહીને હીરા તરફ આશા ભરી નજરે જોઈ રહી . પેલી સ્ત્રી હવે ઘણી નજીક આવી ગઈ હતી ."અવાશે છે તો જરૂર આવીશ ! લે હવે હું જાઉં પેલી ચુડેલ ઓળખી જશે તો નકામી વહેમાશે " કહેતા હીરો ઝડપથી ત્યાંથી સરકી ગયો .
કૂવે આવીને પેલી સ્ત્રી ઘડો શીચતાં- શીચતાં દૂર અદ્રશ્ય થતા હીરાની પીઠ તરફ જોતા બોલી " રતનબુન કોણ હતું એ ?
"હતું કોક પર ગામનુ ,પાણી પીવા આવ્યું હતું ! રતને ટૂંકો જ જવાબ આપીને પતાવ્યું .ને પછી બંને જણીઓ પાણી ભરીને ગામ તરફ ચાલતી થઈ.

હીરાની રજાઓનો આજે ચોથો દિવસ હતો આવતીકાલે તો તેમને ભણવા જવાનું હતું. દરરોજ 24 કલાક ભેગી રહેનાર ત્રિપુટી માં છેલ્લા બે દિવસથી હીરો કોઈને કોઈ કામના બહાને પેલા બને થી અલગ રહેતો હતો. એ જ પ્રમાણે રતનના કહેવા પ્રમાણે ભીલાવાળા ખેતરે જવા માટે હીરા એ આજે ધોરી રસ્તો છોડી ને ઉજ્જડ કેડી પસંદ કરી .પોતાને કોઈ જોતું તો નથી ને ? તેની ખાતરી કરવા આજુબાજુ આગળ- પાછળ નજર કરતો કેડી ઉપર ઝડપી ચાલે તે ચાલી રહ્યો હતો .
રતનના ખેતરેથી બે- ત્રણ ખેતરવા દૂર રહ્યા બાદ તે ઉભો રહ્યો. અને કંઈક વિચારીને બીજી જ પળે તે સડસડાટ પાસેના લીમડાના ઝાડ ઉપર ચડી ગયો .ને ટોચે પહોંચીને તેને રતન ના ખેતર તરફ નજર નાખી. એક સ્ત્રી તેને રાયડુ વાઢી રહેલી દેખાઈ ,હા તે રતન જ હતી ! અને તે પણ સાવ એકલી જ !આજુબાજુ ના ખેતરોમાં ઉડતી નજર દોડાવી ,બીજું કોઈ ન હતું .ને બમણી ગતિએ તે ઝડપથી લીમડાના ઝાડ ઉપર થી તે નીચે ઉતરવા લાગ્યો.ઝડપ અને ઝડપમાં નીચેની ડાળ પકડવાનું તો ચૂકી ગયો અને આશરે દસેક ફૂટ થી નીચે પછડાયો. પ્રથમ તો તે હેબતાઈ ગયો. પછી કપડા ખંખેરીને ઉભો થઈ ગયો .ને ખાતરી કરી લીધી કે ક્યાય વાગ્યું તો નથી ને ? તે પછી મનમાં જ મુસ્કુરાઈને તે આગળ વધ્યો.
થોડીવારમાં જ તે રતન ના ખેતરમાં પહોંચી ગયો. તેના ખેતરમા બંને હાથે રાયડામા રસ્તો કરતો આગળ વધી રહ્યો હતો .રતન રાયડુ વાઢવાના કામમાં મશગૂલ હતી પરંતુ આંખો તો ધોરી રસ્તા તરફ વારેવારે જોઈ લેતી હતી.હીરા એ લપાતા છુપાતા પાછળ થી આવી ને રતન ની બંને આંખો ઉપર હથેળીઓ મૂકી દીધી .રતન એક ક્ષણ તો ધ્રુજી ઉઠી. પણ બીજી જ પળે ,રાયડાનો કરલો અને દાતરડું છોડી દઈને બંને હાથ આંખો બંધ કરનાર એ હાથ ઉપર પકડ્યા ,એ હાથનો સ્પર્શ ઓળખી ગઈ હોય તેમ તે બોલી "કઈ બાજુથી આવ્યા ? વાટ જોવામાં ને જોવામાં મારી તો આંખો પણ થાકી ગઈ ! પોતાના બંને હાથથી હીરાના હાથ પકડીને આંખો ખોલી નાખી .અને પછી બોલી."આ ખાટલા ઉપર પધારો, આજે તો નિરાંત છે હવે અહીં કોઈ પાણી ભરનારું નહીં આવે ! રતને આખો વડે રાયડાના પાથરા ઉપર ઈશારો કર્યો .
"પહેલા તું બેસ, પછી હું બેસું ! હીરો રતનના ગાલ ઉપર હળવી ટપલી મારતાં તો બોલ્યો.
પહેલુ ઢોલિયે કોણ બેસે ,એનો વ્યવહાર કંઈ જાણો છો કે પછી બસ -રતને ઘણા ગૂઢ અર્થ માં કહ્યું.
"એ વ્યવહાર બધા તું શીખવાડજે, આપણે તો બસ ભણવાનું જ જાણીએ ! રતન નેં હાથ પકડીને નીચે ખેંચી,ને બંને લગભગ સાથે જ રાયડાના પાથરા ઉપર ફસડાઈ પડ્યાં ને પાછાં બેઠા પણ થઈ ગયા . આંખો વડે પોતાના ચહેરાને નિરખી રહેલા હીરાના મોં પાસે મોં લાવીને રતન બોલી " શું જોઈ રહ્યા છો ?
" તને ! " મને ? મને નથી જોઈ ? પહેલીવાર જુઓ છો અત્યારે. ?
" જોઈ તો છે પરંતુ આટલા દિવસ સુધી અધૂરી ! આજે પુરી જોઈ રહ્યો છું. હીરો જાણે કે કાંઈક ઘેનમાં ઊતરતો જતો હતો.
ખેતરના એકાંતમાં બે યુવાન શરીર રાયડાના પાથરા ઉપર લગો-લગ બેઠા બેઠા હતા. અચાનક આવેશમાં આવી જઈને હીરાએ પોતાના હોઠ ,રતન ના ગુલાબી હોઠ ઉપર ચાપી દીધા.રતન વિરોધ કરવાને બદલે જાણે કે મધુરસ પી રહી હોય તેમ આંખો બંધ કરીને બેઠી હતી, અને મરક મરક હસ્તી હતી .
ને રતન ના આ વર્તાવે અને મદહોશ વાતાવરણે હીરાને ઓર ઉશ્કેરી દીધો તેણે રતન ના દેહને પકડીને પોતાના તરફ ખેંચ્યો. રતને આખો ખોલીને હીરાની આંખોમાં જોયું. તેમાં તેણીને કંઈક જુદું જ દેખાણુ ને અચાનક તે થથરી ઉઠી ને કાપવા લાગી .આવેગ માં આવેલા હીરાએ પોતાના હાથને ઉપાંગો તરફ આગળ વધાર્યા. " ના હો ! આનાથી આગળ આજે કંઈ નહીં, એ બધું ફરી ક્યારેક ! રતન વિરોધ દર્શાવતાં ગરીબડા સાદે કહેતી હતી .
પરંતુ હીરાની પકડ અત્યારે વધુ મજબૂત હતી. અને બરાબર એ જ વખતે " રતન...! ઓરે રતન ..!એવા પવન સાથે તર્યા આવતા શબ્દો કાને વિજળી નો કરંટ લાગ્યો હોય તેમ બંને અલગ થઈ ગયા .
એ અવાજ રતન ના પિતા પરસોતમની હતો " અવાજ તો મારા બાપુનો લાગે છે. આવવાનું તો કોઈ ન હતું ,તો પછી કેમ આવ્યા હશે ? રતન ફફડી જતા બોલી.
બીજી જ પળે હીરાના શરીરમાંનો આવેગ, આવેશ એ બધું ગાયબ થઈ ગયું. " હવે, હવે શું થશે? હું કઈ બાજુ ભાગુ ? તે ધીમા ગભરાટ ભર્યા સાદે બોલયો.રતને તેને દાતરડા વડે ધોરી માર્ગ થી વિરુદ્ધ બાજુ જવાનો રસ્તો ચીંધ્યો ને હીરો નીચે નમીને બિલાડા ચાલે તે બાજુ ના રાયડામા સરકી ગયો.
રતન ઝડપથી રાયડુ વાઢવા લાઞી ગ ઈ.એના પિતાએ નજીક આવીને ફરીથી બૂમ પાડી " રતન ...! ઓ..રતન.‌..!
અને રતને જાણેકે પ્રથમ વખત જ સાંભળ્યું હોય ઉભા થતા બોલી "શું છે બાપા, કેમ ટહુકા પાડો છો?" લે લે ,આ ભાતું લઈને આવ્યો છું ખાઈ લે બેટા! કામ તો પછી પણ થશે .તેના પિતા ઢૂવા ના છાંયે ભાત ઉતારતાં બોલ્યા. "પણ બાપા ,ભાત તો આજે ખાવા માટે, મારે ઘેર આવવાનું હતું ને ! નાહક લો તમે શા માટે આંટો ખાધો ? રતન ઢૂવાના છાંયડા તરફ આવતા બોલી .
"મને થયું કે છોડી એકલી ગઈ છે ને આખો દાડો ભૂખે મરશે, તેથી ધરપત ન રહી એટલે ભાત લઈને આવ્યો. તેના પિતાએ કહ્યું અને પછી બાપ અને દીકરી ઢૂવાના છાંયેબેઠા.
બીજી બાજુ વાનર ચાલે ચાલતો ચાલતો હીરો સામે છેડે તો પહોંચ્યો પરંતુ બહાર નીકળાય એવું ક્યાંય છીંડું ન હતું બધે માથાબોળ થોરની વાડ હતી .ને જો પોતે ઉભો થઈને થોર કાપીને છીડુ પાડવા જાય, તો દેખાઈ જાય તેથી આખરે હાથથી બે- ત્રણ થોરના ડીડા એક બાજુ કરી, નાની ગરશેન્ડી પાડી ‌અને તેમાંથી સરકવા લાગ્યો. ગર શેડીમાંથી નિકળતા બે કાંટા વાગ્યા પણ ખરા, પરંતુ તેને તેની અત્યારે પરવા ન હતી ત્યાંથી નીકળીને તે ઉજ્જડ રસ્તે જ ગામ તરફ આવવા રવાના થયો‌
રસ્તે પરત ફરતા હીરાના મગજમાં વિચારો ઘૂમતા હતા.પોતાને એવું તે શું થયું ,તે' આજે પોતે પોતાની જાત પર કાબૂબ કેમ ન રાખી શક્યો ? રતનની ના મરજી હોવા છતાં પોતે એવું ખોટું કામ કરવા કેમ તૈયાર થઈ ગયો ? ને કદાચ તેના પિતાને મોકલી ને ભગવાને જ તેને એ કામ કરતા નહીં રોકે હોય ને ? તે આગળ વિચારી રહ્યોં . ને કદાચ એવા સંજોગોમાં તેના પિતા ત્યાં આવી ગયા હોત તો ? અને બંનેને એ હાલતમાં જોઈ ગયા હોત તો ? ને આગળ વિચારવાના વિચારથી જ તે ધ્રુજી ઉઠ્યો .
હીરા ,સુરેશ અને રવજીને આજે સાંજની ગાડીમાં ભણવા બહાર જવાનું હતું ગઈકાલથી જ હીરો બેચેન હતો અને તેથી જ સવારના પોરમાં જ ગામ કૂવે ઠંડા પાણી હીરો નાહવા આવ્યો હતો. પણ હીરાને કપડાં લઈ ને ગામ કૂવા તરફ જતા રતને જોઈ લીધો હતો ‌તેથી પાણી ભરવાના બહાને તે પણ બેડું લઈને કૂવા તરફ ચાલતી થઈ .તેમના સદનશી બે સવાર સવારમાં કુવા ઉપર કોઈ ન હતું‌ બંને નજીક આવ્યા બાદ બંનેની આંખો મળી અને પરાણે હસી પડાયું .ગઈકાલના પ્રસંગ ની યાદ માં‌
" કુશળ- મંગળ. ? હીરાએ પૂછ્યું .
"કુશળ ,છે અને મંગળ હજી બાકી છે ! રતન ગામની કેડી તરફ જોતા બોલી. બે આગળ ઉમેર્યું "ક્યારેય યાદ કરશો ? કે ભણવામાં બધું ભૂલી જશો ! હીરો લગભગ ગળગળો થઈ ગયો અને બોલ્યો" આ જન્મ તો શું હવે સાત જન્મે ભૂલી રહ્યા તને !
"પાછા ક્યારે આવશો ? રતન ઉંડો નિશ્વાસ નાખી ને બોલી .
"આ એક મહિનામાં તો પરીક્ષા છે, એ પતે એટલે તરત જ આવી જઈશ.અને જાણે કે રતન ની પરીક્ષા કરવા માગતો હોય તેમ હીરો આગળ બોલ્યો "તું મને ભૂલી તો નહીં જાય ને ?
રતને પાળ ઉપરની કાલી માતાના મંદિર તરફ બે હાથ જોડ્યા અને "બોલી" હે મા કાલકા, રુદિયાના જે ધબકારે હું એમને ભૂલું એ ધબકારે તું મને તારા ખપ્પરમાં લઈ લેજે ! કહેતા તેણીની આંખોમાં આંસું આવી ગયા .
"રતુ આમ જ તું સાવ હિંમત શું હારી જાય છે‌ આ એક મહિનો તો આમ ચપટી વગાડતા નીકળી જશે ! હીરો જાણે કે તેને આશ્વાસન આપતા બોલ્યો .થોડીવાર હિરાના ચહેરા ને રતન સ્થિર નજરે નિરખી રહી ને પછી બોલી
" જો પરદેશમાં હું યાદ આવું તો મારા માટે કંઈક હંભાયણી લેતા આવજો ! ગામ તરફથી કેડીએ કુવા તરફ આવી રહેલા એક બે સ્ત્રીઓને જોઇને રતને બેડું ઉપાડ્યું ને કહ્યું . લ્યો બેડું મૂકો હવે .બેક બૈરાં આ બાજુ આવી રહ્યા છે .
હીરો બીજું બેડું લઈ ને રતન ના માથા ઉપર મુકવા ગયો. બંને ના મો એકબીજાથી નજીક આવ્યાં . ગરમાગરમ શ્વાસોનું મિલન થયું .હીરાના ધ્રુજતા હોંઠ રતન ના ગુલાબી હોઠોને સહેજ સ્પર્શી ગયા .હાથ માંનુ બેડું સહેજ ધ્રુજી ગયું ‌જેને રતને સંભાળી લીધું ને હૈયે મણ-મણ ના પથ્થર મૂકીને બંને છૂટા પડ્યા.