વિક્રમ સંવત ૨૦૨૫ નું વર્ષ. જેઠ માસના પાછલા દિવસોમાં વાદળો અને ધૂળની ડમરી સાથે કેટલીયે આંધી આવી અને કેટલીય ચાલી ગઈ પરંતુ એ બધીયે વાંઝણી પુરવાર થઈ વરસાદનું એક ટીપું પણ ન લાવી વીજળી વગરની અષાઢી બીજ પણ પસાર થઈ ગઈ ને ખેડૂતોને અપશુકન કરાવીને એમના દિલને દુભાગતી ગઈ ખેડૂતો આકાશ તરફ નજર માડી-માડી નેં તેમની આંખો પણ હવે થાકી ગઈ હતી અષાઢી દશમનો નૈઋત્ય નો પવન કંઈક આશાવાદી નીકળ્યો વાયરા સાથે વાદળો તણાઈ આવ્યા ને ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો.
બીજવારો લાવવાની ચિંતા દાબી દઈને દરેક ખેડૂતના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા. ખાસ્સો વાવણી ગાયક વરસાદ થઈ ગયો હતો કોઈકે દોઢા બમણા કર્યા તો કોઈક શેઠને ત્યાંથી બીજ વારો લાવ્યા અને આમ સૌએ ઉમંગભેર વાવણી કરી દીધી અને આ સાલનું ઉગતા અનાજનું કરમ જોઈને ખેડૂતો આ સાલ તો સોળાની વર્ષ આવશે એવો અંદાજ મારતા હતા પરંતુ એ પછી પૂરો અષાઢ અને શ્રાવણ પૂરો થયો દોઢ મહિના સુધી વરસાદનું એક ટીપું પણ ન પડ્યું પાણી વિના પાક બળવા લાગ્યો આ 10 વર્ષમાં જે ઝડપથી જમાનો બદલાયો હતો તેનાથી બમણી ઝડપથી પીપળીયા ની સીમમાં તળના પાણી બદલાઈ ગયા હતા દરેક કુવાનું પાણી ખારું થઈ ગયું હતું તેથી સિંચાઈ કરી બળતા પાકને પાણી આપવું શક્ય ન હતું તે બધામાં અપવાદરૂપ એક ગામ કૂવો હતો જે ઘણો જૂનો અને ઊંડો હોવાથી તેનું પાણી મીઠું હતું પરંતુ એ પાણી આખા ગામને માણસોને ઢોરને પીવામાં માંડ પૂરું પડતું હતું બીજો કોઈ નવો કૂદો ખોદે એટલે તેમાં પાણી ખારું નીકળતું હતું.
માણસોતો હવે પૈસાનું રાતડીયુ અને બાજરી લાવીને પણ ખાતા હતા પરંતુ ઢોર માટે ધાસ ક્યાંય મળતું ન હતું અને વેચાતું પણ મળતુ ન હતું ઊંગી ને બે -બે ફૂટ વધેલી બાજરી અને જુવાર સુકાઈ ગઈ હતી ને તે વાઢીને ઢોરને નાખવાથી ખોરાકને બદલે ઊલટાની તે ઝેર પુરવાર થતી હતી ને તે ખાવાથી ઢોરને મેણો ચડવાથી કેટલાય પશુઓના મરણ થયા હતા.
પચ્ચીસો કાળ પડી ચૂક્યો હતો. છેલ્લા 40 વર્ષથી આ લોકોએ દુષ્કાળ કોઈએ જોયો ન હતો તેથી લોકો બધા નાસીપાસ થઈ ગયા હતા કોઈક છાતી કઢા વરસાદના જે બાજુ આછા- પાતળા વાવડ હતા એવા ડુંગરાળ વિસ્તારમાં પોતાનું પશુધન હંકારી ગયા હતા બાકીના મોટા ભાગના લોકો દાગીના વેચીને કે પોતાનું વહાલ સોયું પશુધન પાણીના ભાવે વેચીને પણ ક્યાંય મજૂરીએ જવું ન પડે અને પોતાના ઘરની આબરૂ રહે તે માટે ફાફા મારતા હતા પડતો કાળ માણસોને બહુ વસમો લાગ્યો હતો.
આમ ભગવાન તો રૂઠયો હતો પરંતુ અણીના સમયે સરકાર ગરીબોના વહારે આવી .બધી જ જગ્યાએ યુદ્ધના ધોરણે ઠેર ઠેર રાહત કામો ખોલવામાં આવ્યા તો ક્યાંક ઢોરવાડા પણ ખોલવામાં આવ્યા. ક્યાંક ક્યાંક આડ બંધ ખોદાતા હતા તો ક્યાંક તળાવ અને ખેતરોના બંધપાળા પણ ખોદાતા હતા જ્યાં જુઓ ત્યાં માનવ ભૂતાવળ શીમને ખૂદતી નજરે પડતી હતી રાહત કામમાં પીપળીયાળા પાદરે આવેલ ગામ તળાવ પણ ખોદાતું હતું તળાવમાં કુલ 105 ગેંગ કામ કરતી હતી ખેતી કામ કરનારું મોહનનું કુટુંબ પણ વખાનુ માર્યું આ માટે કામમાં જોતરાઈ ઈ ગયું હતું.
કુદરત રિઝે કે રુઠે કાળા માથાના માનવીએ એમ ક્યાંય કોઈ હાર સ્વીકારી લીધી કે ખરી ? સખત મહેનત અને સતત સંઘર્ષ કરીને પણ પડકારોને પહોંચી વળવું એ જ તો આ ખેડૂત વર્ગનો જાતિ સ્વભાવ છે તેથી જ તો આ દોહલા કામને પણ આ લોકોએ હર્ષભેર વધાવી લીધું હતું. મેવા રૂડા અને મોહનની ગેંગો પાસે પાસે જ ચોકડીઓ (ખાતા) લેતી હતી કામ કરતા કરતા પણ આ લોકો અવનવા ઉખાણા જોક્સ કે કહેવતો કહીને એકબીજા ને હસાવીને ,માટી કામને ચપટીમાં ચોળી નાખતા હતો.
ઉપરાંત કામ કરાવનાર કારકુન બાબુલાલ બહુ જ મળતાવળા સ્વભાવનો હતો તેણે ગામના અમુક હોશિયાર માણસોને ભાઈબંધ બનાવીને બોગસ ગેંગો પણ બનાવી આપી હતી જેમાંથી અડધો હિસ્સો ગેંગવાળા નો રહેતો અને અડધો હિસ્સો બાબુલાલ કારકુન નો રહેતો આમ અભણ માણસોના ટોળામાં એક ભણેલ માણસે પોતાની ઓળખાણ અને સ્થાન જણાવ્યું અને આ લોકોએ પણ ભ્રષ્ટાચારનું પહેલું પગથિયું શીખ્યું જે સમય જતાં વટ વૃક્ષ બની ગયું મસ્ટરમાં મોહનની ગેંગ નીચે મુજબ હતી
ગેંગ નંબર - ૬૪ જાતિ. ઉપર
૧.મોહન માધા પુ. ૩૨
૨.રૂપા મોહન. સ્ત્રી. ૩૦
૩.વાઘા માધા. પુ. ૨૮
૪.સીતા વાઘા સ્ત્રી. ૨૬
૫.હીરા. મોહન પુ. ૧૪
મોહનના છોકરા હીરા ની ઉંમર આમ તો નવેક વર્ષની હતી પરંતુ સરકારી કાયદો એવો હતો કે 14 વર્ષથી નાના બાળકોનું નામ ગેંગમાં લખવું નહીં જેથી બાબુલાલ ને સમજાવીને મોહને તેની ઉંમર 14 વર્ષ લખાવી હતી તેનાથી એક ફાયદો એ થતો કે ગેંગ માં માણસો કામ કરે તે ન કરે રજીસ્ટરમાં હાજરી પુરાયેલ હોય તેના પણ અમુક પૈસા મળતા હતા અને ધારો કે જરૂરથી વધારે કામ થાય તો પણ તેના પૈસા કપાતા ન હતા.
કોઈક માટી ખોદીને પૈસા મેળવતું હતું તો કોઈક દેખાવ પૂરતું ગેંગમાં નામ લખાવીને વગર મહેનતે પૈસા મેળવવા લાગ્યા. દર અઠવાડિયે પગાર થતો ત્યારે 100- 100 થી વધારે રૂપિયા દરેકને મળતા ને ઉપરથી સરકારે પરદેશમાંથી સહાયમાં મળેલી મફતમાં આપવાની માતર આપવાનું ચાલુ કર્યું હતું. જોકે પહેલા તો આ લોકો તેને ને ધર્માદા નું ગણીને તેને લેવાની આનાકાની કરી પરંતુ એક વખત તેનો સ્વાદ દાઢે ચાડી ગયો પછી તો ભલ-ભલા આબરૂદાર ઘર તે લેવા લાઈનમાં આવવા લાગ્યા. તેથી મોટાભાગના ઘરોમાં તે મફતની માતર ખવાતી હતી દેખાવમાં ધર્માદાનું ન લેનાર ખાનગી રીતે બીજા દ્વારા તે ખાનગી મેળવીને પણ ઘરના ખૂણે બેસીને ટેસ્ટ થી તેનો સ્વાદ માણતા હતા.ને આ ચાર મહિનામાં તો માણસની દાનતની સાથે જમીનનું તળિયું પણ ફરી ગયું હોય તેમ ખારું થઈ ગયું. ઝાડ પણ ધીમે ધીમે સૂકાવા લાગ્યા હતાં .ગામ કૂવાનું પાણી પણ હવે ખારું થઈ ગયું હોવાથી પીવાનું પાણી પણ ટેન્ક આવે ત્યારે જ મળતું. ને ટેન્કરનું પાણી પણ લાઈનમાં લેતાં લેતાં ક્યારેક ગાળા -ગાળી તો ક્યારેક મારામારી પણ થતી હતી ને આમ સુખ અને દુઃખ વેઠીને પચ્ચીસો કાળ સૌએ માંડ પસાર કર્યો.
પચીસા કાળ ને તો સૌએ પડકાર સમજીને સહી લીધો પરંતુ છવ્વીસા ના સપાટા સહન કરી શકવા કોઈ શક્તિમાન ન હતા. વિક્રમ સંવત 2026 ની સાલ .જેઠ માસની આંધી ઓ વહીગઈ ,પૂરો અષાઢ ગયો અને અડધો શ્રાવણ પણ ગયો પરંતુ વરસાદનું એક પણ ટીપીયુ વરસ્યું ન હતું રાહત કામો ખોલીને અને મફતની માતર આપીને સરકાર પણ જાણે કે હવે થાકી હતી તેથી તે યોજનાઓ પણ હવે ધીમે ધીમે બંધ થવા લાગી હતી. ગઈ સાલ ઢોરવાડામાં ખેતી માટે સંઘરી રાખેલ બે- બે બળદો પણ હવે ઢોર વાડા બંધ થયા હોવાથી ધાસ મળતું ન હતું તેથી મરવા પડ્યા હતા. ક્યાંક કામના વાવડ મળતા ત્યાં ઢોરના ડગરા (મૃતદેહો )માથે ઞીઘડા તૂટી પડે તેમ પાંચ- પાંચ ઞાઉ થી માણસો રાહત કામ માટે ઉમટી પડીને કામ ઉપર તૂટી પડતાં હતાં અને ગમે તેવા કામને થોડી જ વારમાં ખલાસ કરી નાખતા હતા અને આવતીકાલ બીજે કયા કામ ચાલુ થવાનું છે? તેની વાવડ અને પૂછપરછ કરતા હતા.
ચોગાનમાં ઢોલિયો ઢાળીને મોહન તેના ઉપર અત્યારે નિરાશ વદને બેઠો હતો . " વાહરે કુદરત ..!.એક ભવમાંય તું કેટ -કેટલા ભવ દેખાડે છે ? એના મોમાંથી નિસાસો સરી પડ્યો તે મનોમન વિચારી રહ્યો હતો. પોતાને બે વર્ષ પહેલાં જે ઘર સ્વર્ગ સમું લાગતું હતું તે ઘર છોડવાના દિવસો સામે આવીને ઊભા હતા. તેની નજર ચોગાનમાના વાડા તરફ ગઈ .જે વાડો આઠ ભેંસો, ચાર ગાયો અને બે બળદ થી હરયો -ભર્યો રહેતો હતો તે વાડામાં અત્યારે સમ ખાવા પૂરતો એક મૂંજડો બળદ જ ઉભો હતો એ બળદ પણ હવે એક માસ થી વધારે જીવે એમ લાગતું ન હતું.
મોહ ને પોતાના તરફ જોઈને ઉભેલા બળદ તરફ નજર નાખી તેને યાદ આવ્યું ચાર વર્ષ પહેલાં આ મુજડા અને ધોળા ની જોડી બળદગાડે જોડેલ હોય ત્યારે ગામનું કોઈ ગાડું તેમની આગળ નીકળવાની હિંમત કરતું ન હતું . શું એમની ચાલવાની છટા હતી ,ને કેવા એમના રૂપરંગ હતા ? મોહનની આંખમાં અત્યારે એ યાદોથી એક ચમક આવી ગઈ પણ સામેનું દ્રશ્ય જોતો જ હતાશા આવી ગઈ .ધોળો તો બે માસ પહેલા જ ભૂખમરા ને લીધે મરણ પામ્યો હતો. જ્યારે પચ્ચીસાઅને છવ્વીસા વચ્ચે ઝૂલતો મુજડો પોતે જીવે છે તેની યાદ અપાવવા પૂરતો જ ઉભો હતો .
ભા...હા....સ...સ...!. મુજડા નો ભાભરવાનો અવાજ મોહનનું કાજુ હચમચાવી ગયો.મોહને લાચાર નજર નીચે ઢાળી દીધી . નજર ઉઠાવીને તેણે જોયું તો મુજડાની આંખોમાં આંસુના રેલા સ્પષ્ટ દેખાતા હતા. જાણે કે પશુ ઓપણ વિતેલા સમયની યાદોને વાગડતા ના હોય ?
"હે ભગવાન માણસ તો ગમે તે પાપ કરે ,પણ બચારા અબોલ પશુએ તારો શો ગુનો કર્યો છે ? એમને તો ઉપર લઈ લે ! જેથી દેખવુય નહીં ને દાઝવું પણ નહીં ! કેટલુંયે વિચારીને મોહન બીજું વાક્ય વિશાદ ભર્યા સાદે બોલ્યો .
તેણે નજર ઉઠાવીને આકાશ તરફ નાખી આકાશમાં કેટલાક ગીધ એકબીજાની આગળ નીકળવાની હરીફાઈ કરતા હોય તેમ આકાશમાં તરયે આવતા હતા.તે ઉપર થ ઈ નેં પસાર થયા ત્યારે તેના સુસ્વાટા ભય પ્રેરક લાગતા હતા. હીરાના રડવાનો અવાજ સાંભળી તે ધીમા પગલે ઘરમાં ગયો " મારે ઘેસ નથી ખાવી ,મારે તો બાજરીનો રોટલો જ ખાવો છે ! હીરા એ જાણે કે રઢ લીધી હતી.
"વાઘો કાકો શહેરમાં બાજરી લેવા ગયા છે એ આવે એટલે રોટલો ઘડી આપું છું હો.! રૂપા રાતડીયા ની ઘેસને વાટલામાં લેતા હીરાને પટાવતા કહી રહી હતી .
આ દ્રશ્ય જોઈને મોહન અવળો ફરી ગયો આજે ઘરમાં અન્યનો એક દાણો પણ ન હતો. છેલ્લું ત્રણ પાસેર રાતડીયુ વધ્યું હતું તેને ચોખ્ખું કરીને છાશ ન હોવાથી પાણીમાં ગેસ રાંધી હતી તેની આંખો આગળ ત્રણ વર્ષ પહેલાંનો સમય તરવરી ઉઠ્યો કોઈની પાસે પાશેર દૂધ માગીએ તો શેરનો લોટો વગર પૈસે દૂધ ભરીને લોકો આપતા હતા એ જ ગામ હતું અને એ જ માણસો હતા છતાં પણ પાંચ ઘર ફરીએ તો પણ પાશેર છાશ પણ ક્યાંય મળતી ન હતી. માણસ નહીં સમય મહાન છે તે નચાવે એમ બધાને નાચવું પડે છે.
મોહન ઘર બહાર નીકળ્યો પડોશમાં રહેતા મેવાના ઘર તરફ પડી ગયેલી માટીની ભીંત ઉપરથી ડોકિયું કર્યું અને બોલ્યો" મેવા બટુક રોટલો છે ? આ હીરીયા એ( રઢ ) આડો લીધો છે એટલે જોઈએ છે .
"રોટલો તો બટકુયે નથી પણ ઘેસ જોઈતી હોય તો આલુ ! મેવો ઘેસ જમતા -જમતા બોલ્યો .ઘેસ તો અહીં પણ છે" કહેતા મોહન પાછો ખાટલા ઉપર આવીને બેઠો તેના પગ જાણે કે ભાગી ગયા હતા. શું કરવું અને શું ન કરવું તેની તેને કંઈ સૂઝ પડતી ન હતી તેના મનમાં ગડમથલ ઉપડી હતી . તો તેઓને હવે શું આ જન્મ ભોમકા ,આ ઘરબાર, આ મુઝડો બળદ અને પોતાનું પ્યારું વતન છોડીને પેટનો ખાડો પુરવા પરદેશ જવું જ પડશે ? વળી પાછો મનમાં આશા નો નવો સંચાર થયો ના-ના સરકાર કંઈક નવી યોજના જરૂર ખોલશે! ને પોતાને ઘરબાર તો નહીં છોડવા પડે !એવો વિશ્વાસ જાગ્યો અને આખી ઉંમર જ્યાં કાઢી તે જનમ -ભોમકા તો વળી સહેલા -સહેલા કેવી રીતે છોડાય ? .
ફરી પાછું ઘડી પહેરવાનું એ દ્રશ્ય નજર સામે આવ્યું એક બટકો રોટલા માટે છોકરાને ટળવળવુ પડે તેવા વતનમાં પડી રહેવાથી હવે શું ? ઘર ઘર કરીને બાપના કૂવામાં કંઈ ડૂબી તો ન મરાય ? ને ભલે ને કામ ગમે તે એટલું કરવાનું હોય પણ કમસે કમ બે ટંક રોટલો તો મળવો જોઈએ ને .!ને મોહ ને હૈયા ઉપર પથ્થર મૂકીને આવતીકાલે મજૂરી શોધવા માટે ગામ છોડીને પરદેશ જતા એ ગામ લોકોની સાથે પોતાને કુટુંબને પણ પરદેશ કમાવા જવાનો મનમાં નિર્ણય કર્યો
તે સાંજે ઘેસનું વાળું કરીને મોહન અને વાઘો ઘેર ચોગાનમાં બેઠા હતા ભારે હૈયે મોહને જ વાતની શરૂઆત કરી "વાઘા મારો વિચાર છે કે કાલે મજૂરી ગોતવા પરદેશ જતાં ગામવાળા ભેગો હું અને તારી ભાભી પણ જઈએ! " અને અમે? વાઘાએ પ્રશ્નાર્થ દ્રષ્ટિ મોહન તરફ નાખી "તું અને વહુ બેય ઘેર રહો ,ખારી વાળા ખેતરે પરદેશી બાવળ ઘણાય છે કોલસા કુટીની પાસેના શેરમાં વેચશો તોય બે જણના પેટનો ખાડો તો આરામથી ભરાશે ! મોહને પોતાના વિચારો કહ્યા" એના કરતાં અમે બે જઈએ અને તમે ઘેર રહો તો? વાઘાએ સામો પ્રશ્ન કર્યો" એ વાત સાચી પરંતુ આ ઘર રહેવામાં મારું હવે મને જ માનતું નથી. એણે જોયું કે વાઘાનો વિચાર પણ મજૂરી માટે સાથે જ પ્રદેશ આવવાનો છે તેથી ઘરને તાળું મારીને મુજડા ને એના કિસ્મત ઉપર ભગવાન ભરોસે છૂટો મૂકી દઈ ને સૌએ સાથે જ કમાવા જવાનો નિર્ણય કર્યો.
સામાનમાં એમની પાસે શું હતું? જુના ફાટેલા ગોદડા નો એક બે ગાભા ,પતરાનો એકાદ ડબ્બો જે આ લોકોએ પોટલું વાળીને બાંધી દીધા .ખાલી ઘરને તાળું મારતા હાથ કંપતા હતા રુદિયો રડતો હતો છતાં લાગણીઓ ઉપર પથ્થર મૂકીને સૌ તૈયાર થઈ ગયા ન ચાલી શકે તેવા અશક્ત માણસોને સાચવવા દસ -બાર ઘર વચ્ચે એક -બે માણસો ઘેર રહ્યા બાકીના સૌ પરદેશ જવા ઉપડ્યા.
સુરજ તો દરરોજ ઉગે છે એ જ હતો પરંતુ પીપળીયા ના માણસોને આજનો સૂરજ ખૂબ ભમરાળો લાગ્યો. પેટનો ખાડો પુરવા માટે ના છૂટકે લોકોને પોતાની જન્મભૂમિ, પોતાના ઘર અને ઘરડા બુઢા મા બાપને શેણ ના ભરોસે છોડીને મજૂરી શોધવા માટે પરદેશ જવા માટે મજબૂર થવું પડ્યું હતું .