લોહીનો ‌ડાઘ - પ્રકરણ 8 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 8

એસ.એસ.સી.નુ વર્ષ વિદ્યાર્થીને પોતાની કારકિર્દી ઘડવા અતિ મહત્વનું ગણાય છે અને તેમાંય બોર્ડની પરીક્ષા એ એવરેસ્ટ શિખર ગણાય છે એ એવરેસ્ટ શેર કરો એટલે કારકિર્દીની જે લાઈન લેવી હોય તે લઈ શકાય છે. દર વર્ષે એકચિત્તે અભ્યાસ કરીને પ્રથમ નંબરે પાસ થનાર હીરાનું ચિત આ વખતે ઘેરથી સંસ્થામાં આવ્યા બાદ બરાબર અભ્યાસમાં ચોટતું ન હોતું. સુરેશ રવજી અને બીજા દોસ્તો ની વચ્ચે પણ તેને એકલતા લાગતી હતી. અભ્યાસના સમયે તે એક ધ્યાન થઈને પુસ્તક વાંચવાની કોશિશ કરતો તો પુસ્તકમાં પાનામાં અચાનક તેની નજરે એક સ્ત્રીનો ચહેરો ઉપસી આવતો તે જાણે બોલતો હતો. "તમે મને ભણવામાં ભૂલ તો નહીં જાઓ ? ને તે થોડી ક્ષણો આખો બંધ કરીને એકધ્યાન થવાની કોશિશ કરતો તો બંધ આંખો આગળ વળી બીજું દ્રશ્ય ખડું થતું. પોતે કૂવે ખોબો ધરીને ઉભો છે ને પોતાની આંખોમાં આંખો પરોવીને ઘડામાંથી પાણી રહેલી એ રતન નો ચહેરો તેની નજર સામે તરવરતો.
ઘેરથી આવ્યા બાદ હીરામાં જાણે કે ઘણું બધું પરિવર્તન આવી ગયું હતું છોકરીઓથી દૂર દૂર ભાગનારો હીરો હવે છોકરીઓને ચોરી છુપી થી જોવા લાગ્યો હતો .અને એ છોકરીઓના ચહેરા માં જાણે કે એ પોતાના પ્રિય પાત્રને શોધતો ન હોય ? આ બાજુ રતનની દશા એનાથી પણ કફોડી હતી .તે પાણી ભરવા આવતી ત્યારે હીરાની યાદોમાં ખોવાઈ જતી .તેમના પ્રેમની શરૂઆત અહીંથી જ થઈ હતી ને ? પાળ ઉપર કાલી માતાના મંદિરની લાલ ધજા હવામાં ફરકી રહી હતી .જાણે કે હીરાની અને તેની છેલ્લી મુલાકાતની તે યાદ અપાવતી ન હોય ? ઘેર કે ખેતરે તેનું ચિત કોઈ કામ માં ચોટતું ન હતું.કોઈ ને કોઈ બહાને હીરાની યાદ તેની નજર સામે તરી આવતી .
અને મૂઝાયેલુ માણસ કંઈકને કંઈક સહારો શોધી લે છે તેમ,રતને પણ ઝમકુના રૂપમાં તેવો સહારો શોધી લીધો હતો. મોહનના ભાઈ વાઘાની 10 વર્ષની પુત્રી જોડે તેણે ગોઠીપણા કરી લીધા હતા. તેના મનમાં આશા જાગી હતી કે તેના દ્વારા હીરાના સમાચાર તેને મળતા રહેશે. અવારનવાર પાણી ભરવા જતાં ઝમકુનો સથવારો તે કરતી અને રસ્તામાં તેને પૂછતી "ઝમકુ બુન, હીરાભાઈ નો કોઈ કાગળ -બાગળ આવ્યો કે નહીં ? ઝમકુ 'ના'માં જવાબ આપતી ત્યારે રતન નું મોં પડી જતું .ને નિરાશ વદને તે કહેતી" બહુ લોઢાના માણસ કહેવાય હો.! ઘર જેવું ઘરેય નહીં સાંભળતું હોય ? અને તેનો માંહ્યલો મનોમન પોકારતો "ભલા માણસ ,એક પંદર પૈસા નું પત્તુ તો લખ ! જેથી કોઈના 15 દાડા તો સુખમાં જાય !
બોર્ડની પરીક્ષા આપીને હીરો, સુરેશ અને રવજી અત્યારે ઘેર આવી રહ્યા હતા. તેમની ધારણા હતી એ પ્રમાણે પેપર સારા ગયા ન હતા. છતાં તેઓ ખુશ ખુશાલ હતા પીપળીયા ના પાદરે આવ્યા એટલે હીરો બોલ્યો " દોસ્તો પાણી પીતા જઈશું !
"આ કૂવો જુએ છે ,ને હીરાને તરસ લાગે છે ! સુરેશે ટોંટ માર્યો .અને ત્રણે દોસ્તો હસી પડ્યા કારણકે હીરા રતન ના પ્રેમ પ્રકરણ ને આ બંને દોસ્તો પણ થોડું ઘણું જાણતા હતા.
"પિતા જઈએ ,જો કાળકા મારી કૃપા હશે તો કોઈ સારા માણસના દર્શન થઈ પણ જાય ! રવજીએ પણ તેઓની વાતમાં ટાપશી પુરી અને ત્રણે જણ કુવા તરફ વળ્યા . કૂવે બે - ત્રણ બૈરાં પાણી ભરી રહ્યા હતા.પરંતુ રતન ના દર્શન તેમને ન થયાં.તેમની પાસે પાણી પીને એ ત્રણે જણ ગામમાં પ્રવેશ્યા.
આ ત્રિપુટીને ગામમાં આવ્યા ને દસ દિવસ થઈ ગયા હતા. આ 10 દિવસમાં તો રતન નેં હીરાએ કેટલીય જગ્યાએ શોધી. પરંતુ ક્યાંય દર્શન થતા ન હતા. એક માત્ર રવજી અને સુરેશ સિવાય ગામમાં કોઈને તેના વિશે પૂછી શકાય એમ પણ ન હતું. પરંતુ પેલા બે તો પોતાની સાથે જ બહારગામ થી આયા હતા તેથી તેમને ક્યાંથી ખબર હોય ? માટે હવે શું કરવું, કોને પૂછવું ? કેવી રીતે રતન ની ભાળ મેળવવી ? હીરાની અકળામણ વધતી જતી હતી. અને હવે તો આ અઠવાડિયા પછી તો કોલેજ અને હોસ્ટેલના એડમિશનની દોડધામમાં પડવું પડશે માટે આ પાંચ દિવસના ગાળામાં રતન ક્યાં છે તે જાણી લેવું અને તેને મળવું તેવી ગોઠવણ હીરો મનમાં કરવા લાગ્યો .આખરે વાઘાની પુત્રી ઝમકુ દ્વારા તેને સમાચાર મળ્યા કે રતન તો તેમના આવ્યા ના આગલા દિવસે જ તેના મોસાળ ઈશ્વરીયા ગઈ છે. જે હજુ પાંચ દિવસ પછી આવવાની છે. અને હીરાની ધીરજનો અંત આવી ગયો. તેણે મનોમન નક્કી કર્યું ,કે કોઈપણ ઉપાયે રતન ને ત્યાં જઈને પણ મળવું જ !. કેટલાક વિચારના અંતે તેને એક રસ્તો સુઝ્યો ,જોકે તેમાં થોડું જોખમ હતું પરંતુ હવે જોખમ ખેડયા વિના બીજો રસ્તો ક્યાં જ હતો?
સૂરજ ઉગીને હજુ રાસવા ચડ્યો હતો. છતાં ઉનાળાની ગરમી ફેકી રહ્યો હતો કોઈ સિદ્ધિ મેળવવા માંગતો માણસ પોતાના કામમાં મશગૂલ થઈ જાય તેમ, હીરો પોતાની તે જ ચાલને વળગી રહ્યો હતો .રસ્તો રેતાળ હતો ,બંને બાજુએ થોરની મોટી વાડ હતી .પરસેવાના રેલા તેના શરીરમાંથી નીકળીને બુશટ અને પેન્ટમાં ભળી જતા હતા. "બપોરદાડો ચડતાં સુધીમાં તો જરૂર પહોંચી જઈશ ! સુરજ સામે જોઈને હીરાએ મનોમન અંદાજ લગાવ્યો. પીપળીયા થી ઈશ્વરીયા પુરા છ ઞાઉ હતું, પરંતુ હીરાને પોતાની ચાલવાની ઝડપ ઉપર પૂરો વિશ્વાસ હતો.
બપોર દાડો ચડ્યો ત્યાંતો તેણે ઈશ્વર્યાના પાદરમાં પ્રવેશ કર્યો. આ ગામમાં તે પહેલ- વહેલો આવતો હતો. તેથી કોઈ ઓળખી જશે તેવી બીક ન હતી.પરંતુ આવડા મોટા ગામમાં રતન ના મામા નું ઘર ક્યાં આવ્યું હશે અને રતન ને કેવી રીતે શોધવી ,તે એક સવાલ હતો.થાક અને તરસ બંને લાગ્યા હતા. તેથી ગામ કૂવે પાણી ભરી રહેલ પાણીયારો તરફથી તે ગયો‌" કદાચ અહીં જ એનો ભેટો થઈ જાય એવી આશાએ જ! પરંતુ પોતાનું પ્રિય પાત્ર અહીં ન દેખાણું . તે જોશમાં અને જોશમાં અહીં સુધી આવી તો ગયો પરંતુ હવે શું કરવું તેની તે મૂંઝવણમાં પડ્યો.
પાળ ઉપર આવેલા લીમડાના ઝાડના છાયા નીચે આવીને તે બેઠો .અને અહીં બેઠા બેઠા પાણી ભરવા આવતી જતી દરેક પાણીયારીને તે નીરખવા લાગ્યો. લગભગ એક કલાક તે ત્યાં જ બેઠો .જતા -આવતા માણસો તેને વટેમાર્ગુ સમજી ને કંઈ જ પૂછતા ન હતા .ઘણી પનિહારીઓ આવતી અને જતી હતી, પરંતુ રતન ક્યાંય દેખાતી ન હતી. હવે તે ખરેખર મુંઝાણો .અને સાચી પરિસ્થિતિ નું તેને ભાન થયું .અને અહીં બેસવામાં તેને હવે બીક લાગવા માંડી‌. અચાનક કોઈ આવીને પૂછે કે "ક્યાંથી આવો છો ? અને ક્યાં જવું છે, તો' પોતે શું જવાબ આપે? ગામમાં રતનના મામા નામ, કે ઘર છે જાણતો ન હતો. માત્ર એટલી જ ખબર હતી કે ઈશ્વરીયામાં રતનનું મોસાળ છે. ને લોકોની નજરથી દુર થવા, દૂર ઊભેલા લીમડાના મોટા ઝુંડ તરફ તે સર્કી ગયો. અહીં બેસીને લીમડાના થડે માથું ટેકવી તે વિચારે ચડ્યો ‌"આટલે દૂર આવ્યા પછી તેને મળ્યા વિના પાછા કેવી રીતે જવાય ? ને પ્રેમમાં પાગલ માનવી ક્યારેક ન ધારેલા નિર્ણયો પણ લઈ લે તેમ, તેણે પણ મનમાં કંઈક નિર્ણય કર્યો .તેના પહેરેલ કપડાં ભલે સારા હતા પરંતુ ધૂળ અને પરસેવો ભળવાથી ભિખારી જેવા મેલાં લાગતા હતા . તેણે ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢીને, તેની પટ્ટી બનાવીને કપાળ ઉપર બાંધી. ને ઘેરથી નાહવાનું બહાનું કરીને નીકળ્યો હતો એટલે પાસે લૂંગી તો હતી જ. તેથી તેની જોળી બનાવીને ખભે લટકાવી. અજાણ્યા ગામના કુતરોથી રક્ષણ મેળવવા હાથમાં એક લાકડીનો નાનો ડંડો લઈ લીધો‌ અને આમ તૂરી નો વેશ ધારણ કરીને તેણે ગામ તરફ પગ ઉપાડ્યા.
તેને મનમાં થયું કે ગામ ખૂબ મોટું છે અને આખા ગામમાં ક્યારે ફરી રહીશ .લાવ ને રતન ના મોસાળ વાળા વાસનું નામ જ કોઇક ને પૂછી લઉં, જેથી કોઈને શક નહીં પડે અને ઝડપથી તે વાસમાં ફરી વળાશે . તેને ગોદરેજ એક આદમી સામે આવતો મળ્યો. જેની ઉંમર આશરે 40 એક વર્ષની હતી .ચહેરા ઉપર સપરમાણ દાઢી મુછ હતી. તેણે અઢીવટો અને પહેરણ પહેર્યું હતું, અને માથા ઉપર ફાળિયું બાંધેલ હતું ."બાપુ ફલાણો વાસ કઈ બાજુ આવ્યો? હીરાએ બને એટલા ગરીબડા સાથે ભિખારીની ભૂમિકામાં પૂછ્યું ."અહીંથી સીધો ચાલ્યો જા ,ડાબા હાથે પહેલી શેરી વળે ,એ રહ્યો એ વાસ ! પેલા માણસે આંગળી ચીંધી બતાવતા કહ્યું .
હીરાએ કંઈક આશા સાથે ઝડપથી પઞ ઉપાડ્યા.હીરાને થોડો આગળ નીકળવા દયી પેલી વ્યક્તિ શંકાશીલ દ્રષ્ટીએ તેની પીઠ તરફ જોઈ રહી .અને તે મનોમન બબડ્યો "માગણ હોય એ તો આખા ગામમાં ભીખ માંગે ,એને વળી અમુક વાસ નું શું કામ ? અને આ ભિખારી ઉપર તેને નજર રાખવા જેવું લાગ્યું .
"રામપરાનો તૂરી છું બાપજી, જે મળે તે કણચ આપજો..!.. હીરો એક પછી એક ઘર ફરે જતો હતો અને મોટા લહેકાથી ભિખારી જેવી બૂમ પાડતો હતો. અને તે પછી એક ઝડપી નજર આખા ઘરમાં ફેરવી લેતો હતો. ભીખ આપવા માટે મોટા ભાગે, સ્ત્રી ઓજ હાથ ના ખોબા મા કે રકાબીમાં અનાજ લ ઈ ને આવતી,અને તે પણ તેને અડીને અભડાઈ ન જાય એ માટે અધર હાથે દાણા નાંખતી.
ક્યાંક વળી કૂતરા ભસી ને તેનું સ્વાગત કરતા ત્યાં હાથમાં ના દંડા વડે તેમને તગેડી મુકતો.તો ક્યાંક વળી તે ભીખ માંગતા આંગણામાં પ્રવેશી જાય તો." અલ્યા પાછો મરને, નથી ભળાતું ? ઠેક ચાલ્યો આવે છેઃ તે ! જેવા અપમાનજનક શબ્દો પણ સાંભળવા પડતા હતા .તો ક્યાંકથી કોઈ સંભળાવતુ "મારા બેટા ને મજૂરી કરવી નથી, ને નીકળી પડ્યા છે બધા ભીખ માગવા ! ને આમ અપમાન અને અપ શબ્દો સહન કરતો હીરો એક પછી એક ઘર ફરે જતો હતો. ને દૂર બેઠો બેઠો કાળુ ચલમ ફુકી રહ્યો હતો અને ત્રાસી નજરે તેના ઉપર નજર રાખી રહ્યો હતો.
50 એક ઘરોના એ મહોલ્લામાં હીરો ઝડપથી એક પછી એક એમ 35 ઘર ફરી વળ્યો, તેની આશા હવે તુટતી જતી હતી .અને એણે 36 મા ઘરમાં પ્રવેશ કર્યો " રામપરા નો તુરીછુ બાપજી, જે મને મળે તે કળચ આપજો ! આ અવાજ સાંભળતા જ ખાટલો આડો કરીને સ્નાન કરી રહેલ એ સ્ત્રી ધ્રુજી ઉઠી.અવાજ અને લહેકો એ જ લાગે છે પણ--
ઘેર અત્યારે તે એકલી જ હતી. અને તે પણ ઘાઘરી ,અને પોલકુ પહેરીને સ્નાન કરી રહી હતી .એ જ અવાજ ફરી સંભળાણો.ને તેણી એ ખાટલા આડેથી ઊભી થઈને ચોગાન માં નજર નાખી. અને તે હૅબતાઇ ગઈ. અરે મારા રામ ,એ આવેશે ? ને અહીં ? તેના હૈયા ને હોંઠ માંથી સવાલો નીકળી પડ્યા .બંનેની આંખો મળી. ક્ષણભરતો બને એમજ ઉભાં રહીં ગયા. કોઈ કશું બોલતું ન હતું. જાણે કે આખો જ વાતો કરી રહી હતી ."રતુ,તને શોધવા તૂરી બન્યો છું ! કેવો લાગું છું ? હીરા એ જ આખરે મૌનનો ભંગ કર્યો. " વાહ, ભલા માણસ વાહ !એક દાડો સારું ધીરજ ન રહી ? આવતીકાલે તો મારે ત્યાં આવવાનું હતું .તેના માટે તો માથા-લુગડા કરી રહી છું ! રતનની આંખો જાણે કે હીરાને પૂછતી હતી. ને બીજી જ પળે તેણીની આંખોમાંથી દડ દડ કરતા આંસુસરી પડ્યા. હર્ષના કે શોકના એ તો એ જાણે. અને પરિસ્થિતિનું ભાન થતાં ઝડપથી બોલી "મારા મામી પાણી ભરવા ગયા છે, તે હવે આવતા જ હશે. અને ક્ષણેક અટકીને કંઈક વિચારીને તે આગળ બોલી "તમે એમ કરો , પાદરેથી ઉગમણા માર્ગે થોડે દૂર મોટો વડલો છે. ત્યાં મારી વાટ જોજો ! અને હાથની ચપટી વગાડતા બોલી "હું કોઈ પણ બાને આહ આવી સમજો ! હીરાના ચહેરા ઉપર હાસ્ય ફેલાઈ ગયું. તેનો ફેરો સફળ થયો હતો. અને તે ઝડપથી ત્યાંથી રવાના થયો.
રતનની મામી પાણી ભરીને આવી એટલી વારમાં તો રતન કપડાં બદલીને તૈયાર થઈ ગઈ હતી. તેની મામીને બેડું ઉતરાવી અને હાથમાં અછોડો અને દાતરડું લેતા બોલી "મામી ,ત્યારે હું આપણા ઉઞમણા ખેતરેથી ચારનો ભારો લઈને આ આવતી રહું ."
"ના-ના બુંન ,તું તો પરોણી કહેવાય ,રહેવા દે હવે. ને એ તો મોડેથી હું લઈ આવીશ !"એની મામી એ તેને સારું લગાડવા કહ્યું‌" મામી જે દિ, હું કામ નથી કરતી એ દી મારુ ડીલ જ વશ નથી રહેતું .કહી ને રતન ઝડપથી ચાલતી થઈ ."એ બુન ,થોડું ઉપાડજો ! એવી તેની મામી એ ભલામણ કરી.
ગામ થી નીકળ્યા બાદ હીરાએ ભિક્ષામાં માં મળેલ દાણા પાદરે આવીને પાળ ઉપર પંખીઓને વેરી નાખ્યા. ને ઉગમણા રસ્તે જઈને મોટા વડના થડ નીચે બેસીને રતનની રાહ જોવા લાગ્યો.
થોડી જ વારમાં રતન એક હાથમાં દાતરડું અને બીજા હાથમાં અછોડો ધુમાવતી -ધુમાવતી એ તરફ આવી રહી હતી. બંને પાસે આવ્યા .આખો મળી, કેટલીક ક્ષણો મૌનમાં વીતી ,આખરે હીરાથી મૌન સહન ન થતાં તેણે જ મૌન નો ભાગ કર્યો ." કેમ કંઈ બોલતું નથી ?
"બોલવા તો અહીં આવી છું ."કહેતા રતને આંખો નચાવી. ને એ આંખોના ઉલાળે જ હીરાને ઉત્તેજિત કરી દીધો. તેણે ઝડપથી રતન નો હાથ પકડી લીધો અને પોતાના તરફ ખેચી. "આ તો ધોરીમાર્ગ છે. ખેતરોમાં આવતું- જતું કોઈ જોઈ જશે. હેડો થોડો આગળ બેસીએ ! કહેતા રતન આગળ થઈ ને થોડે દૂર આવેલી ગીચ ઝાડીમાં માં બંને સરખી ગયા .
ઝાડીમાં જતાની સાથે જ હીરાએ રતનને લગોલગ ખેંચી લીધી અને બોલ્યો." રતુ તને ખબર છે ? તારા વગર મેં એક એક દાડો, એક એક પળ કેવી રીતે ઞુજાર્યા છે એ ?
"ના જોયા મોટા ભણે શ્રી, ભલા માણસ 15 પૈસાનું એક પત્તું પણ નહોતું મળતું ? રતને આંખોમાં આંખ પરોવીને ઠપકો આપ્યો‌" કાગળ તો ઘણાય મળતા હતા, પરંતુ થોડો ને કાંઈ તારા નામે લખી શકાય ." હીરો રતન ના વાળમાં પ્રેમથી આંગળાં ભરાવી પંપાળતા તો બોલ્યો.
"મારા નામે નહીં ,તો તમારા ઘરવાળાના નામે તો લખી શકાય ને ? અને એમાં બાંધ્યા ભારે બધા સમાચાર લખવાતા તો યે હું સમજી જાત ."અને અક્ષેક રહીને ઉમેર્યું "હોઠથી યાદ કરતા હતા, કે હૈયે થી ? ને હૈયે થી યાદ કરતા હશો એવી અમને શિખાત્રી ?
અચાનક હીરાને યાદ આવ્યું હોય તેમ ઊભો થયો અને પેન્ટ ના ખિસ્સામાંથી મહામુસીબતે સાચવી રાખેલું એક પડીકું બહાર કાઢ્યું ને તે ખોલ્યું તો તેમાં સોનેરી કલરની ચકચકિત આઠ બંગડીઓ હસું હસું થઈ રહી હતી "રતન ,તે કહ્યું હતું ને કે શહેરમાંથી મારા માટે કંઈક હંભાયણી લેતા આવજો .જો આ તારા માટે લાવ્યો છું."કહીને એક પછી એમ એમ પોતાના હાથે જ હીરાએ એ બંગડીઓ રતન ના બંને હાથોમાં પહેરાવી દીધી .
"હવે સાચા ! મને હતું કે ત્યાં જઈને ભણવામાં મને સાવ ભૂલી જ ગયા હશો .કહેતા રતન બંને હાથોની બંગડીઓને વારા ભરતી રમાડવા લાગી અચાનક હીરાએ રતન ને પોતાના ખોળામાં ખેંચી લીધી અને હોઠો ઉપર દીર્ઘ ચુંબન આપ્યું .રતનની આંખો તો કોઈ ભવિષ્યને જોતી હોય તેમ દૂર દૂર ક્ષિતિજ માં મંડાઈ રહી હતી .હવે આમને આમ ક્યાં સુધી ચલાવીશું હીરા ? તે ધીર ગંભીર સાદે બોલી.
" તો પછી હવે આમ ચલાવીએ કહેતા હીરાએ ઉપસેલા ઉર પ્રદેશ ઉપર અડપલુ કરી લીધું ."એનો સમય આવશે, એની પણ ક્યાં ના છે ? પણ આપણે આપણા ભવિષ્યનું કંઈ વિચારવું તો જોઈએ ને ! રતન જાણે કે ગંભીર થતી જતી હતી .
"તેની તું ચિંતા અત્યાર થી શું કામ કરે છે ગાડી ? જો હું લગ્ન કરીશ તો તારી સાથે જ ,બીજી બધી આ દુનિયામાં મારી ,માને બુન છે ! હીરો લાગણીમાં આવીને બોલ્યો .
"એ તો ખરું ,પણ આપણે બેય અલગ -અલગ જ્ઞાતિના, લોકો એવું થવા દેશે ખરા? રતને ચિંતા દર્શાવી .
"લોકોને દુનિયા ન થવા દે અને તે કરી બતાવે તે જ સાચો પ્રેમ રતન !"હીરો આવેશમાં આવીને બોલતો હતો ને આગળ ચલાવ્યું હતું." હું તને સાચો પ્રેમ કરું છું "ને પછી ઉપર સુરજ તરફ જોઈને બોલ્યો." ને હું આ સૂરજ ની સાક્ષી એ પ્રતિજ્ઞા કરું છું કે હું જિંદગીભર તારો સાથ નહીં છોડુ!"
હીરાના આ શબ્દોથી રતનને નિરાંત થઈ અને તેણે હીરાની આંખમાં આંખ પરોવી .પરંતુ આ વખતે હીરાની આંખ પહેલાં જેવી નિર્મળ નહતી .પ્રેમની જગ્યાએ તેમાં કંઈક બીજો જ સળવળાટ દેખાણો.ને હીરાના હાથ રતન ને ઉત્તેજવા માંગતા હોય તેમ હડપલા કરી રહ્યા હતા.
"પરણ્યા પહેલા આપણાથી એ પાપમાં ન પડાય હીરા." રતન ના હાથ તેને રોકતા હતા." શહેરમાં તો પહેલા એ બધા જલસા ,અને પછી લગ્ન ! હીરો આગળ વધવા માંગતો હતો.
" આપણે ગામડામાં છીએ એટલે ગામડાની રીત પાળવી જોઈએ ."રતન મોયથી તો બોલતી હતી પરંતુ તેનામાં શું પરિવર્તન આવ્યું કે તેનો હાથોથી વિરોધ ઓછો થઈ ગયો હતો .ઉત્તેજિત હીરાએ રતન નેં છાતીએ ચાપી દીધી. રતન પણ જાણે કે હવે સમર્પિત હતી. ને બીજી જ પળે વીંછી એ ડંખ માર્યો હોય તેમ, હીરો રતન પાસેથી દૂર ઉછળી પડ્યો. તેણે જોયું તો ગીચ ઝાડીમાં તેમનાથી 10 ડગલા જ દૂર ચામડાના મજબૂત જૂતા પહેલા બે પગ તેમના તરફ આગળ વધી રહ્યા હતા. ને બીજી જ પળે ઝાડી ,જાખરા કે કાટાની પરવાહ કર્યા વગર હીરાએ જૂતાની વિરુદ્ધ દિશામાં દોટ મૂકી.
"બહાર નીકળો સાલાઓ ! આવા હલકા ધંધા કરતા શરમ નથી આવતી ? આવનાર વ્યક્તિ ઝાડી સાથે ડાંગ પછાડીને બોલ્યો .ઝાડી ના ખડખડાટથી તેને ખ્યાલ આવ્યો કે તેનો શિકાર ભાગે છે. અને તે ને આંતરવા તે એ દિશામાં દોડ્યો. હીરો ભાગ્યો હતો તે જ રસ્તે થી રતન પણ ભાગવા ગઈ. પરંતુ પેલા આવનાર વ્યક્તિએ તેને આંતરી લીધી ."ખબરદાર ,ઉભી રહેજે નકર મારી નાખીશ ! ને રતન ત્યાં જ ઉભી રહી .અને તેણી એ ઝડપથી મોં આડો પછેડો ઓઢી અને નીચું જોઈ લીધું.
"ઓહો, આ તો શંકરની ભાણી છે ! બીજું કોણ હતું એ ? પે'લા એ રતનને આંતરી નેં પૂછ્યું .
રતને તેને ઓળખ્યો .અને તેના મોતિયા મરી ગયા. ગામનો એક નંબર નો લબાડ અને ચાડિયો એ કાળું હતો .એના ધંધા લોકો ની જાસુસી કરીને દરેક પાસેથી કંઈક ને કંઈક પડાવવાના હતા." કોણ હતું એ છોકરી ? કાળુ એ સવાલ ફરીથી દોહરાવ્યો." કોઈ નહોતું કાળુ મામા !"રતન ગભરાયેલી રડમશ સાદે બોલી .
"કોઈ નહોતું ? હું નાનો કીકલો ખરો ને તે મને બનાવે છે.મે બંને ને ઓળખી લીધા છે.ગામમાં આવો ગામમાં ,તમારી ખબર કાઢું ,પછી તમારી વાત !"કાળું એ પોતાની ચાલ ચાલુ કરી.
"કાળુ મામા જે હતું તે હતું ,આ વાત ઉપર પથરોજ મૂકો તો સારું ! ભાઈ સાબ તમારા પગે પડું !" રતન આજીજી ભર્યા સ્વરે બોલી.
"પથરો મુકુ ? હા હા .હા...! કાળું લુચ્ચુ હસ્યો. મારા જેવો સાહુકાર માણસ ,આવી વાતો ઉપર પથરો મૂકે તો ,તો પછી આખું ગામ મુંબઈની રંડિ બજાર થઈ જાય સમજી ? અને એક પણ અટકીને તે રતન ના મો સામે જોઈ રહ્યો, ને પછી બોલ્યો . "છતાં તું ભાણી છે એટલે જવાદહુ પરંતુ બદલામાં મને શું મળે? મને શું લાભ !કાળું મૂળ વાત ઉપર આવ્યો .બેબાકળી બનેલી રતન કબજાના ખિસ્સા ફંફોસતા બોલી "કાળુ મામા ,અત્યારે તો મારી પાસે કાંઈ નથી .પણ કાલ સાંજ સુધીમાં તમે કહો તે આપીશ બસ !"
કાળુ એ રતન ના મો ઉપર નજર નાખી અને કંઈક વિચારીને બોલો. "વાયદા એ વાયદા! જો આપવું જ હોય તો આ કાનોમાં ડોયણા રહ્યા એ શા કામના છે !"
"ને જો મારું તારું મન ,ના માનતું હોય તો કંઈ નહીં મારે પરાણે નથી લેવાં.પણ પાછળથી મને કહેતી નહીં !"કહીને તેણે ગામ તરફ પગ ઉપાડવાનો અભિનય કર્યો .
રતન ક્ષણ બે ક્ષણ કાળુની પીઠ તરફ જોઈ રહી. બદનામીના ડરે તેને ધ્રુજાવી દીધી .અને બીજી જ પળે તે બોલી "ઉભા રહો કાળુમામા !"
બંને કાનની બૂટ માં લગાવેલ સોનાના ડોયણા ને મહા મહેનતે તેણી એ ચાવીઓ ખોલીને કાઢ્યા.ને કાળું ના હાથમાં આપતા રતન ગરીબડા સાથે બોલી "કાળુ મામા, કોઈને કહેશો તો નહીને ? મારા સમ,જો કોઈ ને કહો તો !" કાળું ઉપકાર કરતો હોય તેમ ડોયણા ખીસામાં નાખતા બોલ્યો "તું ભાણી છે ,એટલે જતી કરું છું .બાકી બીજી કોઈ હોત તો ગમે તે આપે તોય ના છોડત .અને એને ખબર પાડી દેત ! કહીને કાળું ચાલતો થયો .એના મો ઉપર લુચ્ચુ હાસ્ય રમી રહ્યું હતું.
સુરજ અડધો ડૂબી ગયો હતો. રતને ફાફા મારીને ઝાડી માંથી દોરડું અને દાતરડું શોધી કાઢ્યા. નજીકના ખેતરે જઈને ઝડપથી રજકાનો ભારો બાંધ્યો ને ઉપાડીને ઝડપી ચાલે ગામ તરફ ચાલતી થઈ .ઘેર આવીને જેવો ભારો નીચે ઉતાર્યો ને પાણી પીધું કે તરત જ તેનુ આખુ શરીર ધ્રુજવા લાગ્યું .અને થોડીવારમાં જ તેને ભયંકર તાવ ચડી ગયો. રતનની આ દશા જોઈને આડોશ- પાડોશી પણ ત્યાં દોડી આવ્યા . આવીને કોઈકે કહ્યું કે, કંઈક વગાડ છે . તો બીજા એ કહ્યું કે ક્યાંક ઝપટમાં આવી ગયી છે.બીજા માણસોના કહેવાથી તેના મામા શંકર શિવા ભોપા ને બોલાવી લાગ્યા. તેમણે મંત્રીને દોરો બનાવી આપ્યો. જે રતન ના જમણા બાવડે બાંધ્યો ને તેનાથી સવાર સુધીમાં તો રતન નો તાવ પણ સાવ ઉતરી ગયો.
જ્યારે માણસને માણસની જ બીક હોય, ત્યારે ભૂત પ્રેત કે વાઘ વરુ ની બીક તેની આગળ વામણી પુરવાર થાય છે. ઝાડી માંથી ભાગતી વખતે હીરાને, બે- ચાર જગ્યાએ ઉધરડા પડ્યા હતા. જે આટલો સમય તો નહોતા દેખાણા. પરંતુ હવે થોડી- થોડી બળતરા ઉપડી હતી પરંતુ તેની પરવા કર્યા વગર હજુ પણ હીરો રેવાલ ચાલે પીપળીયા ના માર્ગે દોડે જતો હતો .આશરે બે કિલોમીટર દોડ્યા બાદ તેણે દોડવાનું બંધ કરીને ઝડપી ચાલે ચાલવા માંડ્યું. શાળામાં કરેલ કસરતનો મહાવરો એને આજે પૂરો કામ આવ્યો. અંધારું થઈ ગયું હતું. રસ્તાની અંદર નમેલા પરદેશી બાવળના ડાળા હીરાના ચહેરાને સ્પર્શી જતા હતા. તો ક્યાંક કરોળિયા બાંધેલી જાળ તેની આંખો અને મોં આડે આવતી હતી .જેને ચહેરા ઉપર હાથ ફેરવી તે દૂર કરતો હતો .સહેજ ભય ઓછો થતાં તે વિચારે ચડ્યો. આવનાર વ્યક્તિ કોણ હશે ? રતન નું શું થયું હશે ? તેણે પોતાનું નામ કહી તો નહીં દીધું હોય ને ? વગેરે જાત જાતના સવાલો તેના મનમાં ઉડતા હતા .તેની વિચાર માળા આગળ ચાલી .કદાચ આવનાર માણસે રતન પાસેથી કંઈક અવળી -સવળી ખોટી માગણી કરી હશે તો ? આ વિચાર સાથે જ તેના મોં ઉપર લાલાશ તરી આવી .પોતાને આમ કાયરની જેમ ભાગવું જોઈતું ન હતું. ભલેને જે થવાનું હોત તે થાત.રતનને આમ એકલી મૂકીને ભાગી જવા બદલ હીરાને પોતાની જાત ઉપર જ તિરસકાર અને ગુસ્સો આવ્યો .તેના વિચારો આગળ ચાલ્યા "આવનાર વ્યક્તિ રતનનું કોઈ સગુ- વહાલું કે ઓળખતું હશે તો ? તો નક્કી કાલે સવારે જ તેનો મામો તેને પીપળીયા મુકવા આવશે. ને તે આવતા જ પોતાની અને રતનની વાત ગામમાં જાહેર થઈ જાય, તો 'તો 'ગજબ થઈ જાય ! તેની બંનેની કેટલી મોટી બદનામી થાય ? ને પોતે ગામમાં કોઈને મોઢું બતાવવા પણ લાયક પણ ન રહે .પેઢી દર પેઢીથી ચાલી આવતી પોતાના કુટુંબની આબરૂ નું શું ? ને છેલ્લે તે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો" હે ભગવાન આ વાત ઉપર પડદો પડી જાય તો કેવું સારું !"આમેય હવે બે ત્રણ દિવસ પછી તો તેને કોલેજના એડમિશન માટે અમદાવાદ જવાનું છે માટે બે દિવસ વહેલા કે મોડા કાલે સવારે જ રતનના મોસાળ વાળું તેને અહીં કોઈ મૂકવા આવે ,એ પહેલા ગમે તે કરીને આ ગામ છોડીને ચાલ્યા જવું એવો તેણે મનમાં નિર્ણય કર્યો.
રાતના દસેક વાગ્યે તેણે પીપળીયામાં પ્રવેશ કર્યો. ઉનાળો હોવાથી આંગણામાં અને ચોગાનમાં ઢોળિયા ઢાળીને લોકો સૂતા હતા. ગામમાં ઝાંપે જ ખાવું તેમનું ગાવું એ રીત પ્રમાણે બે- ત્રણ કુતરાએ ભસીને તેનું સ્વાગત કર્યું. તેઓ હીરાને ઓળખી ગયા એટલે પાછાં શાંત થઈ ગયા પોતાના ઘેર જવાને બદલે હીરો રવજીના ઘરે તરફ વળ્યો .અને ચોગાનમાં ઢોળિયા ઢાળીને સુઈ રહેલા રવજી ભેગો જઈને તે પણ સુઈ ગયો. સવારે રવજી ઉઠ્યો .પોતાની સાથે હીરાને સુતેલો જોઈને તેને થોડું આશ્ચર્ય થયું .પરંતુ આવું તો અવાર- નવાર બનતું .તેથી તેને કાંઈ ન પૂછ્યું. હીરો ઘેર ગયો એટલે મોહ ને પૂછ્યું" કેમ કોઈ બહારગામ ગયો હતો કે કેમ બેટા ? કાલે રોટલાટાણા થી કેમ કયાય દેખાણો જ નહીં ." કાલે આખો દિવસ રવજીના મશીને હતા, ઠેક વાળું ટાણે ત્યાંથી આવ્યા. ને પછી વાળુ કરીને ત્યાં જ સુઈ ગયો ; હીરાએ મોઢે આવ્યો છે જવાબ આપી દીધો." પણ બેટા, ખાવા- પીવાનું તો ધ્યાન રાખવું જોઈએ ને !" રૂપા મમતા દેખાડતા બોલી ."મા આપણું અને રવજીનું ઘર તો એક જ છે ને ! ત્યાં જમીએ કે અહીં એમાં શું ફરક પડે છેઃ હીરો પોતાની શૂટકેશ બહાર કાઢતા બોલ્યો.
"કેમ બેટા ,બહારગામ જવું છે કે શું ? હીરાને કપડાં સુટકેશમાં ભરતો જોઈને મોહને પૂછ્યું ."કોલેજના એડમિશન માટે અમદાવાદ જવાનું છે" હીરો સુટકેશમાં ઝડપી કપડા નાખતા બોલ્યો .જાણે કે કોઈ અજાણ ભય તેને સતત સતાવી રહ્યો હતો તેવું તેના ચહેરા ઉપરથી લાગતું હતું ‌.
"પણ તું તો કહેતો હતો ને કે ,બે -ત્રણ દિવસ પછી અમદાવાદ જવાનું છે !"રૂપા એ થોડી ચિંતા જ દર્શાવી .
"એ બધું હાઇસ્કૂલ માં ચાલે માં ,આ તો કોલેજ કહેવાય. અને આ બે દિવસ તો એડમિશન મેળવવામાં ,અને રૂમ ભાડે શોધવામાં સમય ક્યારે નીકળી જશે એની ખબર પણ નહીં રહે."કહેતા હીરા એ સુટકેસ પેક કરી અને નીકળવાની તૈયારી કરી.
" સાચવીને જજે ,અને બધું ગોઠવાઈ જાય એટલે તરત જ કાગળ લખજે!" વગેરે ભલામણ કરીને તેને વિદાય કર્યો.
સુરેશ ની સગાઈ બાળપણથી થયેલ હતી અને આ સાલે જ તેના લગ્ન હતા તેથી ભણવાનું તેણે માંડી વાળ્યું હતું. જ્યારે રવજી રૂડા નો એકનો એક પુત્ર હતો અને રૂડા ની તબિયત હમણાંથી સારી રહેતી ન હતી તેથી ઘરની જવાબદારી બધી રવજી માથે આવી હોવાથી તેણે પણ ભણવાનું છોડવું પડ્યું હતું. એકમાત્ર મોહન હીરાને આગળ ભણાવવા ની વાત માં મકમ રહ્યો હતો. તે કહેતો હતો કે "ગમે એટલું ખર્ચ થાય, પરંતુ મારે તો હીરાને પૂરેપૂરો ભણાવવો જ છે .
સુરેશ અને રવજી બંને ભાઈબંધ અત્યારે હીરાને વિદાય આપવા જઈ રહ્યા હતા. સાત -સાત વર્ષથી સંસ્થા માં સાથે ભણ્યા હતા ,એટલે છૂટા પડતા ત્રણે ની આંખોમાં આંસું આવી ગયા ‌ને વિદાય થતાં હીરો છેલ્લું વાક્ય અવળો ભરીને બોલ્યો ‌"દોસ્તો, ગામમાં કંઈ નવા જૂની થાય,ને કોઈ નવા સમાચાર મળે તો તરત જ મને કાગળ લખીને એની જાણ કરજો ‌"
"અને એ મળે તો મારી એને યાદ આપજો . બસ આવજો‌, બાય બાય દોસ્તો . કહીને હીરાએ પીઠ ફેરવી લીધી દૂર દૂર જતા હીરાની પીઠ પાછળ જોઈને બંને દોસ્તો વિચારે ચડ્યા .ગામમાં નવા જૂની થાય એવું તો કંઈ દેખાતું નથી. તો પછી હીરાએ એવું શા માટે કહ્યું હશે ? પરંતુ હીરામાં તો જાણે કે પાછળ ફરીને એ બંને દોસ્તો તરફ જોવાની હિંમત પણ ન હતી અને કોણ જાણે કેમ પીપળીયા થી બને એટલી ઝડપથી દૂર જવા માગતો હોય તેમ તે પગ ઉપાડી રહ્યો હતો.