લોહીનો ‌ડાઘ - પ્રકરણ 2 કરસનજી રાઠોડ તંત્રી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 2


વિક્રમ સંવત 2014 ના વૈશાખ સુદ સાતમનો દિવસ હતો સૂરજ ડુબવાને થોડી વાર હતી ધીબાતાણા,, ધીબાતાણા,, નીલ પરને પાદર બે ઢોલ સતત લય બંધ અને તાલબથ રીતે ધરબુકી રહ્યા હતા કેટલું બધું ઓત-પરોત હોય છે ગ્રામીણ લોકોનું ઢોલ સાથેનું એ જીવન બૈરા નો ઢોલે રમવાનો ઢોલ કે મડચી રમવાનો ઢોલ પુરુષોનો બેસણી રમવાનો ઢોલ કે પટ્ટા બાજી રમવાનો ઢોલ મડદા નો ઢોલ કે પછી કજીયાનો પણ ઢોલ તો ક્યાંક વીવા અને વરઘોડોના પણ અલગ ઢોલ ગામડાનો 12 -15 વર્ષનો છોકરો સીમમાં ઢોર ચલાવતો હોય અને એને કાને જો ઢોલની દાડીનો અવાજ પડે તો તે તરત જ ઓળખી બતાવે કે આ વિષયનો આ ઢોલ છે
નીલ પરના પાદરે ધબકી રહેલ એ ઢોલ વિવાના ઢોલ હતા ગામને ગોંદરે અડધુ એક ગામ ભેગું થયું હતું બધા જ જામાજીની દીકરી રૂપાને વળામણાં કરવા આવ્યા હતા આ ઘર છોડીને પાર કે ઘર જવું પડશે એની તો રૂપાને સમજણી થઈ ત્યારથી જ ખબર હતી પરંતુ સ્વજનોની વિદાયની આ વેળા આટલી વસમી હશે તેનો તેને સપને પણ ખ્યાલ ન હતો તેથી તેણી હૈયાફાટ રડી રહી હતી તો સામે વળાવવા આવનાર સહેલીઓ ,મા બાપ અને અન્ય સગાની આંખો પણ ભીની હતી સંતાનમાં જામાજીને બીજા પણ ત્રણ પુત્રો હતા પરંતુ દીકરી તો એક રૂપા જ હતીને,
વરરાજાના ગાડાથી છોડી દૂર બંને ગામના ઢોલી હરિફાઈ માં ઉતર્યા હોય તેમ આંખો મૂકીને ઢોલ પીટયે જતા હતા નીલ પરનો યુવાન ઢોલી જીવણો પોતાનુ બળ અને હુંનનર દેખાડવા માગતો હોય તેમ ઢોલના તાલમાં વધઘટ કરી સામેના ઢોલીને ભુલાવાની કોશિશ કરતો હતો તો સામે પીપળીયા નો ઢોલી આધેડ અને અનુભવી હેમશો એમ કાંઈ ગાંજો જાય તેમ ન હતો આ તો જાણે કે હજુ શરૂઆત જ છે મારું પાણી તો હજુ ઘણું ઊંડુ છે એમ કહેવા માગતો હોય તેમ તે સામેના ઢોલ થી તાલ થી તાલ મિલાવી નિરાંતે ઢોલ પીતે જતો હતો 8-10 જાનૈયા અને 10 12 માંડવીયાળનું ટોળું બંને ઢોલી ની આજુબાજુ વળીને આ હરીફાઈની મોજ માણી રહ્યું હતું. નીલ પરના એક યુવાને આગડાના ખિસ્સામાંથી બે આના કાઢ્યા જીવણા ના ઢોલ ઉપર ગોળ ગોળ ફેરવી ઘોળ કરી જીવણાના આંગડા ના ઉપલા ખિસ્સામાં નાખ્યા અને જીવણાને પાણી ચઢાવ્યું જોજેહો જીવણા નીલ પરનું પાણી ના જાય તેના જવાબમાં એક જાનૈયાએ રંગમાં આવી જઈએ ચામડાના પાકીટમાંથી ચાર આના કાઢી હેમસાના ઢોલ ઉપર ઘોળ કરી હેમસાના આગડાના ખિસ્સામાં નાખી સૌને અચંબામાં નાખી દીધા
બે-ચાર જાનૈયા ઞુશ -પુશ વાતો કરી રહ્યા હતા. આવા તો હેમશાએ લાખો કાઢી નાખ્યા છે ક્યાંય પાછો નથી પડ્યો એનો જવાબ આપતો હોય તેમ હમશો તીરછી નજરે તેમના તરફ જોઈ હોઠમાં પછી લેતો હતો બીજી બાજુ રૂપાની પાંચ છ ગોઠેણો નું ટોળું સૌથી આગળના ગાડામાં બેઠેલા વરરાજા મોહન પાસે પહોંચી ગયું હતું જે અત્યારે વિદાય લેતી જાનની મજાક કરી લેવાના મૂડમાં હતું ને વરરાજા મોહન સસરા ના ગામના પાદરની પણ મર્યાદા ભરતા હોય તેમ ગાડા ઉપર મોં આગળ રૂમાલ નો મોટો ગોટો આડો ધરી નીચી નજર ઢાળીને બેઠા હતા યુવતીઓનું જુમખું તેમના તરફ આવતુ જોઈને સખાયા બનેલા મેવા રૂડા અને મોહન ત્રણે કંઈક ખાનગી પૂછ પૂછ કરી લીધી,
"બનેવી બોલતા કેમ નથી કે પછી મોઢામાં મગ-બગ ભર્યા છે કે શું ? ,એક શાળીએ પહોંચતા વેતજ મશ્કરી છેડી " અલી કે પછી પાડો કે બોબડો તો નથી ને ? બીજી સાળીએ સીધો હુમલો જ કર્યો
"બાડો હોય કે બોબડો હવે તમારાથી કંઈ થાય એમ છે ? વરરાજા ને બદલે સખાયા બનેલા મેવા એ કહ્યું
"આ આ લ્યો લ્યો જુઓ કુંભાર કરતાં ગધેડા ડાહ્યા "બીજી યુવતી કતરાતી નજરે મેવા તથા રૂડા તરફ જોતાં બોલી
"મેવલા હંભાળજે હો,ઝોટા બધાય વરોળ લાગે છે ક્યાંક હડફેટે લેશે" રૂડાએ ધીમા અવાજે મેવાના કાનમાં કહ્યું
"શું બોલ્યો ફરી બોલતો જોઉ "ત્રીજી અલ મસ્ત યુવતી હાથનો મૂંકો ઉગમવાનો અભિનય કરતા બોલી અને વરરાજા મોહને પ્રથમ વખત નજર ઉઠાવીને કરડી નજરે એ સાળી તરફ જોયું તે સાથે જ તે ટોળામાંથી બે -ત્રણ યુવતી ઓ એકી સાથે "હાય હાય ઓમા,આ તો માય મેઢો છે જો ને કેવો દોઢી આંખે તાકે છે ? કહેતા હસી પડી આ લોકોની આમ છઠ્ઠા મશ્કરી ચાલુ હતી ત્યારે જ ગાડામાં બેઠેલ જાનડીઓએ ગાણું ઉપાડ્યું
"રામ રામ છે એ રામ રામ છે મારા જામા વેવાઈ રામરામ છે શોભા દેજો ઓ શોભા દેજો મારે માધાબાને શોભા દેજો હોશિયાર રહેજો ખબરદાર રહેજો મારા જામા વેવાઈ હોશિયાર રહેજો "
તો બીજી બાજુ વિદાય વખતે રડી રહેલ રૂપાને છાની રાખવાની કોશિશ કરતા સ્વજનો ઞળગળા શાદે દિવાસો આપતા હતા "બેટા છાની રહે ,બેટા રૂપ છાની રહે જોને તું ક્યારની રો રો કરે છે તને ભાન પણ છે ? તો બીજું જણ માથા ઉપર બે હાથ મૂકી છાના રાખવાની કોશિશ કરતા કહેતું હતું "તારા માવતર ના સમ, જો તું હવે એક પણ વધારે વખત રોઈ છેતો "

આ બધું જ છોડે દૂર લીમડાના થડ પાસે ઉભો રહીને ભીમો એકી નજરે જોઈ રહ્યો હતો ખાખી બીડી નો ધુમાડો તે મોં અને નાક વાટે બહાર કાઢતા તે મનો મન બબડ્યો "મારુ હાહરુ આખું ગામ પાઞલ થઈ ગયું લાગે છે એક છોડીને હાહરે મેલવી એમાં આટલું બધું મનેખ ચમ આયુ હશે ? ક્ષણિક અટકીને તેનો બબડાટ આગળ વધ્યો ને મારી બેટી રૂપલી ને પણ જુઓ ને કેવી ઉસ્તાદ છે તે,દાડાની પૈણું પૈણું કરતી હતી ને ખરે ટાણે ખોટી ખોટી રોઇને કેવા બધાને ઉલ્લુ બનાવે છે?
પેલી બાજુ વેવાઇઓ એ એકબીજાને ભેટી ની રામરામ કર્યા. સાચવીને જજો ભૂલચૂક માફ કરજો આવજો વગેરે શબ્દોની આપ લે થઈ ને છ ગાડા ભરેલી ને 35 માણસ ચાલતું એવી એ જાન પીંપણિયાના પંથે પડી તો આ બાજુ રૂપાની વિદાય વખતે લાગણી વશ થયેલી પણ પાછા ફરતા સ્વસ્થ થયેલી રૂપાની એ સખીઓ ગાઈ રહી હતી
"શખીઓ આપણે ક્યાં ક્યાં ભેગી થાશું રે ઓ લેરી વાણી ડો, શખીઓ આપણે વાછરડું જેમ વેરાણી રે લેરી વાણિડો " ધૂળિયા રસ્તાને કૂદતી જાન પીપળીયા તરફ આગળ વધી રહી હતી ગામ તો હજી અઢી ગાઊ દૂર હતું રાત્રિની નિરવ શાંતિમાં જાનડીઓનો તીણો શ્વર લહેરાઈ રહ્યો હતો "લીલી વાડી લીલો આંબો લીલી નાગરવેલ ચુડેલાના પહેરનાર રૂપા વહુ ચાલો આપણા દેશ"
જાનમાં સૌથી પાછલા ગાડે બેઠેલ ઘંટીયા વૃદ્ધો પોતાની વાતોમાં મુસ્કૂલ હતા "અલ્યા ભાઈ સઞાએ ટાવરી તો જબરી કરી હો જોયો નહીં ખુદ વેવાઈ જ કળશીયો આપવા જાતે ઉભા થઈ જતા હતા તો બીજો જણ બોલ્યો એ તો ભાઈ જાત વગર કંઈ ભાત પડતી હશે ને એમાં પણ આ તો આપણા ગોળનું ગામ છે પેલા ની વાતમાં તેણે સુર પુરાવ્યો,
જાનની આગળના ભાગે ચાલતા પાંચ સાત મોટી આરોની મોજડીઓનું ચડાક ચડાક અવાજ જાનડીઓના ગાણાનો અવાજ અને બળદોના ડોકે બાંધેલ ઘુઘર માળના ખણક ખણક અવાજ વચ્ચે પણ વરરાજાનું ગાડું હાકનાર વિરમજીના કાન ચમક્યા ગાડાની ચાલ થોડી ધીમી પડી તેણે સામે કાન માડયા સામેથી આવતો ઘુઘરમાળ નો અવાજ તેને ચોખ્ખો વરતાણો અને એણે મોટેથી હાક મારી "અલ્યા મોટીયા ર બધાય હથિયાર લઈને આગળ આવતા રહો સામેથી કોક ધ્યાન આરતી લાગે છે"
ને વિરમજીની એ હાક સાથે જ પાછળ ચાલતા બીજા પણ 10 15 યુવાનોનું એક ટોળું પોતપોતાના હથિયાર સંભાળીને જાનની આગળ થઈ ગયું કોઈના હાથમાં કાતોરો હતી તો કોઈના હાથમાં તલવાર હતી કોઈના હાથમાં ધારીયુ હતું તો કોઈના હાથમાં લાંબી બરછી પણ હતી તો વિરમજી વાંકડાના હાથમાં હતી માધાજીની પરવાના વાળી ખાંડી ને ભરવાની બંદૂક
શુદ-સાતમના આછા ચંદ્રપ્રકાશમાં આ લોકોએ જોયું તો સામેથી પણ 15 20 પુરુષો હથિયારો સાથે ચાલતા ને તેમની પાછળ ચાર પાંચ ગાડા ભરેલી જાન ઘૂઘરા ઘમકાવતી સામે ચાલી આવતી હતી બે એક રાસના અંતરે બંને જાનો ના ગાડા અટક્યા એક પળમાં બંને જાનો ના માણસોમાં શૌર્ય ભય અને જનુન નુ લખલખુ પસાર થઈ ગયું
"અલ્યા એ પીપળીયા ના પટેલ ના ઘરની જાન સામે આવનાર કયો બે માથા વાળો પાકયો છે ? વિરમજીએ ગાડાના ઝોહરા ઉપર બેઠા બેઠા તુંકારા થી જ પડકાર ફેંક્યો "તો પછી અહીં પણ ક્યાં જાવડભાવડ છીએ મોતીપરાના પોપટજીના ઘરની આ જાન છે "કહેતા એક બુકાની બાધેલ આધેડ સામેથી જાનમાંથી હાથમાં લાંબો ભાલો લઈને આગળ ઘસી આવ્યો સૌએ પોતપોતાના હથિયાર સંભાળ્યા હમણાં ધીંગાણું મચી જશે એવું પણ સૌને લાગ્યું
"અલ્યા એ સંભાળજો આ તો સગા વાલા નીકળ્યા "અવાજ ઉપરથી સામે વાળાને ઓળખી ગયો હોય તેમ વાહજી તલવાર ની મુઠ ઉપરથી પકડ ઢીલી કરતા બોલ્યો અને આગળ ઉમેર્યું કોણ રામસિંહજી તો નહીં ?
"ખરા ઓળખ્યા મારા વાલા. કોણ વાહતોજી છે ને ? કહેતા રામસંગજી એ પોતાની બુકાની છોડી નાખી અને ફાળીયું સરખું બાંધ્યું ઓળખાણ નીકળતા જ પળ ભર પહેલાં જ્યાં ઉશકેરાટ હતો ત્યાં હેત ભળ્યા બને જાનના માણસોએ પોતપોતાના હથિયાર બગલમાં દબાવીને એકબીજાને રામરામ કર્યા જાનુ કયા ગામ અને કોને ત્યાં ગઈ હતી તેના સમાચાર લીધા અને બંને ગાડા ને સમજૂતીથી એક ચિલો છોડીને સામેની જાનને ચિલો આપ્યો અને બંને જાનો પોતપોતાના ગામ તરફ જવા રવાના થઈ ત્યાં થી રવાના થયા બાદ બંને જાનું ના માણસોમાં ચર્ચા નો વિષય એક જ હતો કિલો આપવાની બાબતમાં ભૂતકાળમાં કયા કયા ગામની કઈ કઈ જાનુ વચ્ચે કેવો કેવો ઝઘડો થયો હતો કેટલાને પોતે પાડ્યા હતા અને કેટલા ઘા પોતે જીલ્યા હતા એના અનુભવની વાત આધેડો અને વૃદ્ધો વરણવી રહ્યા હતા જાન પીપળીયા ના પાદરે આવી પહોંચી હતી એટલે ગાડામાં બેઠેલ જાનડીઓએ ગાણું બદલ્યું
"બાપા હો બાપા વર પરણીને આયો પરણીને આયો લાખણી લાડી લાયો કેસરિયો વર ચડે ઘોડે આયો "
ઢોલના ધુબાકા થી અને જાનુડીઓના ગીત થી ઊંઘવા મથતા અડધા એક લોક જાગી ગયા હતા જાન આવી ગઈ છે તેની ખબર પડવાથી માધાજીના ઘરના ચોગાનમાં બધાએ ભેગા થઈ ગયા હતા તેમાં પણ નવી લાડીને જોવાની હોસ વાળી સ્ત્રીઓ વધારે સંખ્યામાં હતી કોઈ ઊંઘમાંથી જાગેલ છોકરાં ઓ કુતુહલવશ ત્યાં આવી રહ્યા હતા થોડીવારમાં ત્યાં કોલાહલ મચી રહ્યો ગાડા થી નીચે ઉતરવા માટે રૂપા વહુને નણદ વાલીએ ચાંદરી ભેંસ આપવાનું વચન આપીને મનાવી લીધા ને અડધા કલાકમાં તો હોઝણુ પોખવાની અને બીજી વિધિ પણ આટોપી લેવામાં આવી ને થોડીવારમાં તો જાનમાંથી આવેલું અને ગામ વાળું બધું મનેખ પોત પોતાના માળામાં સમાઈ ગયું
સાતમનો સુદ ચંદ્ર છેલ્લો પ્રકાશ પૃથ્વી ઉપર રેલાવી રહ્યો હતો મોહન રૂડો અને મેવો એ ત્રણેય ભાઈબંધ ની ત્રિપુટી અત્યારે પીપળીયા ના ગોદરે બેઠી હતી ત્રણેમાં રૂડો બે વર્ષ મોટો હતો જેના લગ્ન થયા ને બે વર્ષ થઈ ગયા હતા જ્યારે મેવો એક વર્ષ નાનો હતો જેને કન્યા રજૂ હવે ગોતવાની બાકી હતી " મોહન આ બૈરા મનેખ નું તો એવું છે ને કે જો પહેલી જ રાતે મનમેળ થઈ ગયો તો ઉમરે અડ્યા " રૂડો પોતાનું અનુભવ જ્ઞાન ઠાલવતો હતો અને ક્ષણ એક અટકી આગળ ઉમેર્યું "પણ જો પેલી જ રાતે કમેળ થઈ ગયો તો આખી ઉંમર હાય-બળતરા"
"મેળ કે કમેળ લાવવો એ આદમીના હાથમાં કે બૈરાના હાથમાં" મોહન જાણે કે પેલી રાતના પાઠ શીખશો હોય તેમ બોલ્યો
"આમ તો બેયના હાથમાં પણ આદમી ના હાથમાં ઘણું,આ બૈરું મનેખ તો એક આંખે હસાવવું અને બીજી આંખે રડાવવું આ બે રીત આવડી જાય એટલે બેડો પાર "રૂડો જાણે મહામંત્ર કહેતો હોય તેમ બોલ્યો જ્યારે મેવો પોતાને આ બધું એક બે વર્ષ પછી કામ લાગશે એમ સમજીને બંનેની વાતો કાનધરી ને સાંભળી રહ્યો હતો
" ભલા આદમી તું પણ આ હસાવવા અને રોવડાવવા ની વાતની કોડ પાડીને વાત કરે તો ખબર પડે ને "મોહન જાણે કે એ વાત હજુ ન સમજવાથી મૂંઝવણમાં હતો
"લે,કર વાત હસવું એટલે હેત કરવું અને રાજી રાખવું અને રોવડાવવું એટલે દાબમાં રાખવું આટલામાં બધું આવી ગયું" અને પછી ખુદ રૂડા એ પોતાની જ સુહાગરાતની આખી કહાની મોહન તથા મેવાને કહી સંભળાવી જે પહેલા બંને ખૂબ જ રસ પૂર્વક સાંભળી રાતના 11 વાગી ગયા હતા ગામમાં સોપો પડી ગયો હતો "લો ત્યારે હવે ઘરે જઈએ "રૂડા એ વાતની પૂર્ણા હુતી,કરતા કહ્યું અને એ ત્રણેય ભાઈબંધ ત્રિપુટી ઘર તરફ આવવા રવાના થઈ ,

પ્રકરણ - ૨ સુહાગરાત

પોતાના જ ઘરમાં પોતે કંઈક ચોરી કરવા જતો હોય તેમ વરરાજા મોહન ચોર પગલે આગળ વધી રહ્યો હતો શાનીચોરી રૂપાલા દિલની રૂપાના દેહની કે પછી રૂપાની ખીલેલી યુવાનીની તેની તો ખુદ મોહનને જ ખબર ન હતી પરંતુ કશુંક ચોરવાતો તે જતો હતો એવું એના એ ચોર પગલાં અને ચહેરા ઉપરની અધીરાઈ ઉપરથી જરૂર લાગતું હતું ચોગાન માં આવીને એક ક્ષણ તે અટક્યો ઉડતી નજર બધે નાખી ઘરના બધા જ સુઈ ગયા હતા અથવા તો સુવાનો ડોળ કરીને પથારીમાં પડ્યા હતા મોહને ધીરે રહીને ઓરડા તરફ પગ ઉપાડ્યા બારણા પાસે જઈને અટક્યો ને ક્ષણિક અટકીને આસ્તેથી લાકડાના કમાડને હળવા હાથે ધક્કો માર્યો
કીચડુક ,,,અવાજ સાથે કમાડ ખુલવાનો હળવો અવાજ થયો જાગતી છતાં બંધ આંખો કરીને જમીન ઉપર ઉંઘી રહેલ રૂપાને ખબર પડી કે પોતાના ધણીએ ઘરમાં પ્રવેશ કર્યો છે છતાં તે ઊંઘવાનો ડોળ કરીને એમ જ પડી રહી મોહ ને ધીમેથી કમાડ બંધ કરીને અંદરથી આસતે થી સાંકળ ચડાવીને ધીમા પગલે રૂપા પાસે આવ્યો મજુડા ઉપર મુકેલ કેરોસીન નો દીવો ઓરડામાં પ્રકાશ રેલાવી રહ્યો હતો ઓરડા વચ્ચે ઢોલિયો ઢાળેલ હતો અને તેના ઉપર નવું ગોદડું પાથરેલ હતું અને પોતાની પરણેતર જમીન ઉપર ગોદડું પાથરીને તેના ઉપર બંધ આંખો કરીને સુતી હતી પળ-બે પણ તે વિચારી રહ્યો હોય બૈરું બંધ આંખો કરીને સુતી હોય ત્યારે શું કહીને જગાડવું એ તો રૂડાએ શીખવાડ્યું જ નહોતું તે ધીરે પગલે પાસે આવ્યો મોં ઉપર નજર ઠેરવી મોહને સ્થિર નજર કરી
તેણીની ઓઢણી માથા ઉપર થી નીચે સર્કી ગઈ હતી રૂપાના ગોરા ચહેરા ઉપર ઓરડામાં પવન ન આવવાને લીધે પસીના ના બિંદુઓ ઉપસી આવ્યા હતા કાજલ ઘેરીએ બંધ આંખો નમણું નાક ઊંઘમાં પણ હશું હશું થતાં ગુલાબી હોઠ ઘઉંવર્ણ ચહેરાને ઓર આકર્ષક બનાવતા હતા માથા ઉપરનો કાળો ચોટલો રૂપના ગોરા દેહ નીચે થઈ કાળુડો નાગ અડધો દરમા ઉતરી ગયો હોય તેવો ભાસ ઉભો કરતો હતો નાકમાંની સોનાની ગોળ મોટી વીંટી બંને કાનમા.ઉપરના ભાગે વેડલા અને નીચે બુટોમાં છ આની ભારના સોનાના ડોયણા.ડોકમાં સવા શેરનો ચાંદીનો વાડલો વગેરે થી મઢેલો રૂપાનો ચહેરો ઓર આકર્ષક લાગતો હતો મોહનની નજર ડોકથી નીચે આગળ વધી
શ્વાસોશ્વાસથી ઊંચો નીચો થતો ઉરપ્રદેશનો એ ભાગ જો સહેજ વધુ ફુલ્યો તો નીલા રંગના પાતળા પોલકને ફાડીને જવાની બધી હમણાં જ વેરાઈ જશે એમ લાગતું હતું તે ક્ષણિક વિચારી રહ્યો શું સ્ત્રીઓની જવાની બધી છાતીમાં સમાતીહશે વધુ વાર જોઈ ન શક્યો તેણે નજર નીચે સરકાવી પીઠી ચોળેલું દીવાના ઝાંખા પ્રકાશમાં પણ ચમકતું એ સપાટ પેટ પાતળી કમર.ને સપાટ પેટ વચે ગોળ નાભી કોઈની નજર ન લાગી જાય એ માટે તો ભગવાને નહીં બનાવી હોય ને ત્યાંથી નજર હટાવીને મોહને પાછી રૂપાના મો ઉપર લાવીને સ્થિર કરી કેટલી વખત કે રૂપાના રૂપને આંખો વડે જ પીતો રહ્યો ઉડતી નજરે અને ઊંડી નજરે સ્ત્રીને જોવામાં કેટલો ફેર હોય છે તેની તેને આજે ખબર પડી
સુહાગરાત હા આજે પોતાની સુહાગરાત હતી તેના હૃદયના ધબકારા જોરથી ધબકતા હતા કંઈ સૂઝના પડતા રૂપાને જગાડવા માટે તેણે રૂપાના કાન પાસે મોઢુ લાવીને બોલ્યો પરંતુ રૂપા એમ જ આડા પડખે પડી રહી મોહનની ધીરજ તૂટી ગઈ હોય તેમ જમણા હાથે તેણીની હડપતિ પકડીને જોરથી ચહેરો ગુમાવતા બોલયો એ--ઈ ઊંઘી ગઈ ?
અને એ સાથે જ રૂપા જાણે કે સાચે જ ઊંઘમાંથી ઝબકી ને જાગી હોય તેમ સફારી બેઠી થઈ ગઈ "વો-મા,બીવડાવી દીધી ને રૂપા માથા ઉપર થી સરકી ગયેલી ઓઢણી માથા ઉપર ગોઠવતા બોલી "સાચે જ ઊંઘી ગઈ હતી કે પછી મોહને વાત આગળ ચલાવી "તમોને ખબર રૂપાએનીચે નજર ઢાળીને ટૂંકો જવાબ આપ્યો" લે-કર વાત તારી ઊંઘની મને શી રીતે ખબર પડે કહેતા મોહન પાસે સરક્યો ને હડપચી થી ચહેરો ઊંચો કરી આંખથી આંખ મિલાવવા નથી રહ્યો
રૂપાએ મહેદી ભર્યા બે હાથોથી પોતાનો ચહેરો છુપાવી દીધો અને હળવા સાદે બોલી "ક્યારે આવ્યા?
"જોયો ત્યારે કહેતા મોહન ઉભો થયો ને ગોદડું પાથરેલા ખાટલા ઉપર બેસતાબોલ્યો ત્યાં સુકામ બેઠીછો આઈ ખાટલા ઉપર આવતી રહે ને!
"ના હો મને તો શરમ આવે કહેતા રૂપાએ આંખો નચાવી
"શરમ શાની શરમ આપણા બંને વગર બીજું કોઈ જોનાર છે તે કોઈની શરમ આવે મોહન આજુબાજુ જોતો બોલ્યો
"કેમ કોઈ નથી જોતું ભગવાન તો બધેય બધું જુએ છે ને કહેતા રૂપા હસી રહી એક ક્ષણ મોહન છોભીલો પડી ગયો ને બીજી જ પળે તેનામાં આવેગ નું ઘોડાપુર ઊંમટયુ એને રૂડા એ કહેલા શબ્દો સાંભર્યા "શરૂઆત તો આદમીય જ કરવાની એક વખત બૈરુ બોલતું થાય પછી તો બધુંય તે સંભાળી લે શે તે ખાટલામાંથી ઉભો થઈ ગયો મોં ઉપર લાલાશ તરી આવી ને રૂપા ને લગભગ ખેંચતો હોય તેમ બંને બાહુએથી પકડીને રૂપા ને ઊભી કરી "એ ખરું પરંતુ આ'પણ ભગવાને જ લખેલું છે ને? કહેતા બંનેના શરીર એકી સાથે ઢોલિયામાં ગબડી પડ્યા બંનેના શરીરમાં ઝણઝણાટી પસાર થઈ ગઈ"
"બે ઘડી મીઠી વાતો કરશો કે પછી આમ જનાવરની જેમ સીધો જુમલો કરશો રૂપા બનાવટી છણકો કરતા બોલી
"હૈયુ કાબુમાં રહેતો ને કહેતા મોહ ને રૂપાને પોતાના પડખામાં ખેંચી બંને એક જ ઢોલિયામાં અત્યારે સુતા હતા બંને વર વહુ આંખોથી આખો મિલાવીને એકબીજાના રૂપને કેટલીક ક્ષણો આખો વડે પીતા રહ્યા ને પછી જીવ ઝાલ્યો ન રહ્યો હોય તેમ મોહને પડખે થઈ જમણો પગ રૂપાના શરીર ઉપર નાખી દીધો ને રૂપાની છાતીના ઉપસેલા ઉરપ્રદેશ ઉપર જમણા હાથની આંગળીઓ વડે અડપલું કરી લીધું
"થોડી તો ધીરજ રાખો હવે થોડી ને હું કંઈ અહીંથી જતી રહેવાની છું કહેતા રૂપમાં એ પગ તો ન ખસેડ્યો ઉલટા ની પોતાના હાથની આંગળીઓ મોહનના હાથની આંગળીઓમાં ભેળવી દીધી બંનેની વાચા ખુલી ગઈ હોવાથી એક જ ઢોલિયામાં સૂતા સૂતા બંને પોતાની સગાઈ કેવી રીતે થઈ કોણે પૂછી તેમાં કેવા વિઘ્નો આવ્યા અને અંતે કેવી રીતે તેમની સગાઈ થઈ ત્યાંથી મળીને લગ્ન થયા ત્યાં સુધીની અવનવી વાતોમાં ઞુથાઇ ગયા ત્યાં સુધી તો બંનેના શરીરમાં કેટલી એ આંધી ઓ ઉઠીને પાછી શરીરમાં સમાઈ ગઈ હતી
અડધી રાત વીતી ચૂકી હતી એકજ ઢોલિયામાં સાથે સૂતેલા પોતાના ધણીના જમણા પગ નો ભાર પોતાના શરીર ઉપર થી હળવા હાથે હટાવતા રૂપા બોલી "લ્યો ત્યારે હવે ઊંઘી જઈશું?
"જેવી તારી મરજી "મોહને પગ સીધો કર્યો પરંતુ આંખો તો ચહેરા ઉપર સ્થિર જ હતી
"જોજો પાછળથી કંઈ ઠપકો ન આપતા કહીને રૂપા ધણીના પૌરુષતવ ને પડકારી રહી હોય તેમ પોતાનો સુંવાળો હાથ મોહનની છાતી ઉપર મૂકી તેને પ્રસરાવી રહી હતી
ને બીજી જ પળે બંનેના શરીરમાં અને મનમાં અચાનક આંધી ઉઠી નશોમાં લોહી ઝડપથી દોડવા માંડ્યું બંનેના હૃદય એટલા જોરથી ધડકયા કે ઞતી પણ ચૂકી ગયા વેદના -સંવેદના હર્ષ- રોમાન્સ બધું જ એક મેક માં પોતપોત થઈ ગયું ને બંને મનેખ આદુનિયાનુ ભાન ભૂલીને સંસાર જીવનની રંગીન ક્ષણોમાં ડૂબી ગયા
રાત્રી નો ત્રીજો પ્રહર ચાલતો હતો કેરોસીન નો દીવો પણ જાણે કે થાકયો હોય તેમ તેનો પ્રકાશ ઝાંખો થઈ ગયો હતો પરંતુ આ નવા વર -વહુ ની વાતો ખૂટતી નહોતી કે તેમને ઊંઘ પણ આવતી ન હતી કંઈક યાદ આવ્યું હોય તેમ મોહન વાત બદલતા બોલ્યો તમારા ગામમાં કોઈ ભીમા નામનો મોટિયાર રહે છે ખરો. ?
રૂપા નું હૃદય એક ધબકારો ચૂકી ગયું પરંતુ બીજી જ પળે તેણીએ સ્વચ્છતા મેળવી લીધી "ભીમા તો બે -ત્રણ છે કયા વાસના ભીમાની તમે વાત કરો છો રૂપાએ ત્રાસી નજરે મોહન તરફ જોતા પૂછ્યું
"વાસની તો ખબર નથી પરંતુ પેલો માથાભરેલ જેવો રહ્યો ને એ ! મોહનની ચોખવટ કરી
"તમે એને ક્યાંથી ઓળખો ? રૂપાએ મોહનના ચહેરા ઉપર નજર નોંધી રાખીને જ પૂછ્યું
"એ તો ગયા કારતકના મેળામાં ભેટો થયો હતો એટલે ઓળખાણ થઈ હતી બીજું કંઈ ન હતું મોહન જાણે કે વાત તો કાઢી હતી પરંતુ એ વાતને હવે ઉડાવી દેવા માગતો હતો
રૂપા પળ બે પળ મોહન ના ચહેરાને સ્થિર જોતી રહી અને પછી આજીજી ભર્યા સાદે બોલી "નાના તમે મારાથી કાંક છુપાવો છો શું વાત હતી કહો ને ?
"કહ્યું ને કે કાંઈ નહોતું એ તો પોર મેળામાં -
"ના કંઇક તો વાત છે સાચું ના કહો તો મારા સમ બસ ! રૂપા એ જાણે કે જીદ પકડી
"એ તો એ તો મોહને ખચકાટ અનુભવ્યું તારીને એની કંઈક વાત અમથી જૂઠી વાત - મોહને ના છૂટે લોચા માર્યા
અને આ સાથે જ રૂપોના માથે જાણે કે વીજળી પડી હોય તેમ તેનો ચહેરો સુનમુન થઈ ગયો. તેની કાજળ ઘેરી આંખોમાંથીદડ- દડ કરતાં આંસુ ખરી પડ્યા ને આઠ મહિના પહેલા ઘટેલી એ ઘટનાનું દ્રશ્ય તેની આંખો આગળ તરવરી ઉઠવું
ગયા ભાદરવા મહિનાની એ વાત હતી રૂપા તે દિવસે એકલી જ પોતાના વીડવાળા ખેતરે ચાર નો ભાડું લેવા ગઈ હતી પોતાના ખેતરમાં માથાબોળ બાજરીમાં તે ચાર લઈ રહી હતી તે સાથે ધીમું ધીમું કાંઈક ગીત પણ ઞણ ગણી રહી હતી બાજરીમાં કંઈક આછો ખડખડાટ થયો હોય તેઓ તેને ભાસ થયો તે એક ક્ષણ અટકી શું હશે? રોઝ હશે કે ઢોર ઢાંકર હશે કે પછી કંઈક બીજું જાનવર હશે વગેરે સવાલો તેના મનમાં થયા પરંતુ કંઈ ન દેખાવાથી તે પાછી ચાર લેવા લાગી ગઈ
થોડીવાર વીતી ત્યાં એ ખડખડાટ નજીક આવતો વળતાણો તે ચપ દઈને ઊભી થઈ ગઈ આંખો આગળ આવતા બાજરીના ડુંડાને જમણા હાથમાં રહેલા દાતરડા વડે એક બાજુ કર્યા બાજરીમાં કોક આદમીને ઝડપી ચાલે બાજરીના ડુંડાને બે હાથો વડે એક બાજુ કરી રસ્તો કરતો પોતાના તરફ આવતો જોયો કોણ હશે એમ વિચારે તે પહેલા એ આદમી નજીક આવી ગયો હતો
ને એને ઓળખતા જ રૂપાના શરીરમાં ભાય નુ લખ લખુ પસાર થઈ ગયું ગામમાં એક નંબરનો ઉતાર ગણાતો તે ભીમો દારૂડિયો હતો પોતાની ઉંમરની છોકરીઓ પાસેથી તેણીએ સાંભળ્યું હતું કે તે એક નંબરનો લુચ્ચો છે કામ ધંધો કંઈ કરતો નથી અને જ્યાં ત્યાં મફતમાં દારૂ મળે છે પીને રખડ્યા કરે છે તેનું ચરિત્ર સારું નથી ને ગામની રૂપાળી બહુ દીકરીઓને લોલુપ નજરે જોયા કરે છે તેઓ એ પૂરા પાંચ હાથ ઊંચો પાડા ની જેમ મચેલો ભીમો સામે આવી ઊભો હતો અને તે પોતાની નાની છતા વાંકડી મૂછોને વળ આપવા તે બોલ્યો "રૂપા બીએ છે શું કામ એ તો હું ભીમો છું!
રૂપાનો ચહેરો ક્રોધ અને ભયથી ધ્રુજતો હતો છતાં તે સમય વર્તીને મીઠા સાથે બોલી" ઓ ભીમાભાઇ તમારે કોનું કામ હતું અહીં તો કોઈ નથી ભાઈ હું એકલી જ છું!
"એકલી છો ત્યારે તો આયો છું કહેતા ભીમો ધીમુ આગળ વધ્યો રૂપાએ જોયું તો ભીમાની ખુન્નસ ભરી આંખોમાં વાસના સળવળતી હતી તેનો ઈરાદો રૂપા પામી ગઈ તેણી ત્રાડ પાડી કડક સાથે બોલી" ભીમા સારુ કહું છું અહીં થી જતો રહે નહીં તો આ દાતરડું જોયું છે?
ભીમા ને જાણે કે તે દાતરડાનો કોઈ ડર ન હોય તેમ તે બે પ્રવાહીથી આગળ વધ્યો "ઈ દાતરડા કોક બીજાને બતાવજે આ ગામમાં કોઈ આદમીની હિંમત નથી પડતી મારી સામે થવાની ને તું બૈરું થઈને મારી સામે થાય છે ? કહીં તેને પકડવા તેણે હાથ લંબાવ્યો
ને બરાબર એ જ પળે ક્રોધમાં કે પછી ભાયમાં છટાક કરતું દાતરડું રૂપાએ ભીમાના કપાળ વચ્ચે ઝીંકી દીધુ,
ભીમા ને આભ-ધરતી ફરતા દેખાણા ઓ બાપ રે! માત્રએ એટલું જ બોલી શક્યો ને બીજી જ પળે ચક્કર આવવાથી બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો
હરણીની જેમ રૂપાએ આજુબાજુ નજર કરી ક્યાંય મનેખ દેખાતું ન હતું કાપી હતી તેટલી ચારનો ઝટપટ ભારો બાંધ્યો. એક નજર બાજરી અને જમીન ઉપર પડેલા ભીમા ઉપર નાખી ને જાતે જ ભારો માથા ઉપર ચડાવીને દોડતી ચાલે તે ઘરે તરફ આવવા રવાના થઈ રસ્તામાં તેને જાત જાતના વિચારો આવતા હતા. ક્યાંક એની આંખ ફૂટી ગઈ હોય ને કે પછી ક્યાંક કડોળુ વાગ્યું હોય અને ઉપરવાળાને ત્યાં તો -- ને એ વિચાર આવતા જ તેના શરીરમાં ભયની કંપારી વ્યાપી ગઈ તે આગળ વિચારી રહી ઘેર જઈને આ વાત કોઈને કહેવી કે નહીં જો કહે તો પોતાના અને ભીમાના ઘરવાળા વચ્ચે મોટું ઘમસાણ મચી જાય અને ન કહે તો પોતાની આબરૂ જાય પરંતુ પોતાની આબરૂને આચ ક્યાં આવી હતી? માટે કોઈપણ વાત ન કરે તો પોતે સામેથી કંઈ ન કહેવું તેવો મનમાં નિર્ણય કર્યો
લગભગ અડધા એક કલાક પછી ભીમો ભાનમાં આવ્યો તેને સ્થળ અને સંજોગો નું ભાન થયું ચહેરો લોહીથી ખરડાયેલો હતો લોહી ઘણું બધું બાજરી અને જમીન ઉપર વહી ગયું હતું આંખ ઉપર કપાળમાં લમણા ના ભાગે વાગ્યું હતું જેમાંથી હજુ પણ થોડું થોડું લોહી ટપકી રહ્યું હતું તેને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો હતકારીની એક છોડી પોતાને હરાવી ગઈ તેણે ઊભા થઈ આજુબાજુ નજર કરી પરંતુ હવે કાંઈ વિતે એમ ન હતું ક્ષણિક તે ત્યાં ઉભો રહયો ને મનોમન કંઈક સંકલ્પ કર્યો અને ધીમા પગલે બાજરી વચ્ચેના માળા પાસે આવ્યો ઘડો અડધો એક પાણીથી ભરેલો હતો અને તેના ઉપર મોટું કાળીંગડું મોઢા ઉપર ઢાંકેલ હતું કાળીગડુ નીચે મૂકી ઘડો નમાવી હાથ વડે પાણી લઈ ઘસી ઘસીને પાણીથી ધોઈને લોહીથી ખરડાયેલા ચહેરાને સાફ કર્યો પરંતુ હજુ ધામાંથી થોડું થોડું લોહી ટપકતું હતું ગવારના 8- 10 પાન લઈને બે હથેળીઓ વચ્ચે મસળીને તેનો અર્થ બનાવ્યો અને ધાને બરાબરનો તેના વડે ભરી દીધો પાણીથી હાથ ધોયા તેનો ચહેરો ગંભીર બની ગયો અને તેણે ગાડવામાંથી જમણા હાથની અંજલીમાં પાણી લઈ જળ મૂક્યું "આનો બદલો ના લ ઉ તો' અસલ હું એક બાપનો નહીં ને પછી ગામને બદલે તે સીમ તરફ ચાલતો થયો
રૂપાએ આ બનાવની વાત કોઈને નહોતી કહી પરંતુ ભીમા એ ક્યાંક દારૂની મહેફિલમાં બફાટ કરી દીધો હતો અને જેમ વાયરો વાત લઈ જાય તેમ છેક પીપળીયા ગામના પોતાના પતિ સુધી આ વાત પહોંચી ગઈ હતી. પોતે આમાં સાવ નિર્દોષ હતી છતાં પોતાની આવી ખરાબ વાત થવાથી તેને દિલમાં લાગી આવવાથી દડદડ આંસુ પાડી તે રડી રહી હતી
રૂપાને પ્રથમ રાત્રે જ રડતી જોઈને મોહનને રૂડાએ કહેલા એ શબ્દો સાંભળ્યા" ને જો પહેલી જ રાતે કમેળ થઈ ગયો તો આખી ઉંમર હાઈ બળતરા " તેથી રૂપા ને મનાવવા તે હેત ભર્યા સાદે બોલ્યો આવડી એમથી વાતમાં આટલું બધું ખોટું ને તેણે આગળ ઉમેર્યું એ તો અમે પણ જાણ્યું હતું કે તે દાડે તે તેને કપાળમાં દાતરડું માર્યુ હતું ત્યારથી તારી સામે જોવાની એ હિંમત પણ નથી કરતો
મોહનના આ શબ્દોથી રૂપાને થોડી રાહત થઈ તેણે ભીની પાપણો મોહન ઉપર માડી અને રડમસ સાથે બોલી "માથે ખોટું વાળા આવે એટલે ખોટું તો લાગે ને!
મોહ ને પોતાના હાથની આંગળીઓ વડે રૂપાની ભીની પાપણો લૂછી નાખી ને હડપચી પોતાના મો તરફ ફેરવી હોઠ ઉપર હોઠ મૂકી દીધા "મારી વાલી!
સામાજિક રિવાજ પ્રમાણે પહેલા આણે એક જ રાત વહુને સાસરામાં રોકાવાનું હતું તે પછી બળેવે બીજું આણું આવવાનું હતું ત્યારે વહુ ચાર પાંચ દિવસ સાસરામાં રોકાતી દિવાળીએ ત્રીજા અણામાં પુરા પાંચ સાત દાડા વહુ સાસરામાં રોકાતી ને હું તાસણીએ ચોથા આણામાં દસ દાડા વહુ સાસરામાં રોકાતી ને આવતી અખાત્રીજ સુધી તો તેડવા જવું અને મેલવા જવું એ બધું બંધ થઈ જતું વર -વહુ પોત પોતાની રીતે આવતા જતા થઈ જતા
રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. વરરાજા મોહનને પોફાટતાં પહેલાં ઘરની બહાર નીકળી જવાનું હતું" હવે પછી ક્યારે મળશુ! જાણે કે છુટા પડવાનો જીવ ન થતો હોય તેમ મોહન ચિંતીત સાદે બોલ્યો
"કેમ વળી બળેવ ઉપર જતો. બીજા આણે,ને જો ઘણી ઉતાવળ હોય તો આણું વહેલું મેલજો બસ કહેતા રૂપા એ આંખો નચાવી
"વહેલું તો મેલી રહયા પણ બળેવને તો હજુ ત્રણ મહિનાનો સમય છે એટલો બધો સમય કેમ નીકળશે મોહનનો અવાજ ઢીલો પડી ગયો
લ્યો કરો વાત આખી ઉમર નીકળી છે ને આ ત્રણ મહિના નહીં નીકળે રૂપા મોહનને દિલાસો દેતી હોય તેમ બોલી
આખી ઉંમરની વાત જુદી હતી અને હવે ની વાત જુદી છે મોહન સાચે જ ઢીલો પડી ગયો હતો
"કેમ એવું તો શું બદલાઈ ગયું છે બધું રૂપા મોહનની આંખમાં આંખ પરોવી જાણે કે ત્રાટક કરતી હતી
કેટલી ક્ષણો એમ જ પસાર થઈ ગઈ થોડીવાર પછી કંઈક સાંભર્યું હોય તેમ ઉત્સાહ માં રૂપાને આજીજી કરતો હોય તેમ મોહન બોલ્યો "મારી એક વાત માનીશ અષાઢી બીજ ના મેળ જરૂર આવજે અમે પણ જરૂર આવશુ
જો વાસની છોડીઓને બૈરા આવશે તો જરૂર આવીશ રૂપા એ પણ વાયદો દીધો બહાર કોઈના ઉધરસ વાળો ધીમો અવાજ સંભળાવો મોહન સફાળો બેઠો થઈ ગયો બહાર ભળભાખરુ થઈ ગયું હતું તોય ખબર ન રહી તે સ્વાગત બગડ્યો ને જતા જતા રૂપાના પીઠી ચોળેલા સુવાળા અને ચમકતા ગાલ ઉપર એક દીર્ઘ ચુંબન ચોડીને ઝડપથી તે બહાર નીકળી ગયો તેના ગયા બાદ રૂપાએ નવું ગોદડું વાળીને પટારા ઉપર ગોઠવી દીધું ખાટલો પણ ઉભો કરી દીધો અને એક જૂનું ગોદડું જમીન ઉપર પાથરીને તેના ઉપર બેસી રહી
સવારના આઠેક વાગતાં સુધીમાં તો ગામ આખું માધાજીના ઘેર ટોળે વળ્યું વૃદ્ધો અને આધેડોએ રિવાજ મુજબ ચોગાનમાં કશુંબા માટે જમાવી ને યુવાનો સ્ત્રીઓ અને બાળકો લાડા- લાડી ની વિધિ જોવા માટે ઓસરીમાં પડાપડી કરી રહ્યા કલાક- દોઢ કલાક માં તો લાડા લાડીને મીઢણ છોડવા વીંટીએ રમવું અને કપાસ વીણવો એ વિધિ પણ પૂરી થઈ ગઈ ને સૌ પોતપોતાના ઘેર જવા વેરાણા
દિવસના બારેક વાગતા સુધીમાં તો બે યુવાનો અને ત્રણ ચાર સ્ત્રીઓ થી ભરેલું બળદ ગાડું રૂપા ને તેડવા આવી પહોંચ્યું ઘરના માણસોએ તેમને આવકાર આપ્યો "કેમ છો બનેવી મજામાં ને કહેતી તોફાની સાળી એ આંખના ઇશારા દ્વારા ઘણું બધું પૂછી લીધું થોડીવારમાં તો મહેમાનો માટે ભૈડકુ, બટાકાનું શાક અને બાજરીના રોટલા પણ બનાવી નાખવામાં આવ્યા અને સાંજે ચારેક વાગે એ લોકો રૂપા ને તેડીને નીલ પર આવવા રવાના થયા ને થોડે દૂર પીપળીયા ના પાદરની તળાવની પાળ ઉપર મોહન ક્ષિતિજમાં અદ્રશ્ય થતા એ બળદગાડાને જોઈ રહ્યો હતો

અષાઢી બીજ નો મેળો પૂરેપૂરો જામ્યો હતો. લોકો કીડીઓની જેમ ઉભરાયા હતા. આખા પંથકનું યુવાન ધન આ મેળામાં ઠળવાણુ હોય તેમ લાગતું હતું કોઈક ચકડોળમાં ઘૂમતા હતા તો કોઈક ધડ વગરનું માથું જોતા હતા કોઈક મોતનો કૂવો જોતા હતા તો કોઈક રસિક તળાવની પાસેની પાળ ઉપર ઉભો રહી પોતાની મસ્તીમાં પાવો વગાડીને આનંદ લેતો હતો ક્યાંક નવા પરણેલ બે મનેખ તો ક્યાંક સાળી- બનેવીની ખાટી મીઠી વાતો ચાલુ હતી તો ક્યાંક વળી પાસેના ગઢ ઉપર ચડીને કોણ શું કરે છે એ નિરીક્ષણ કરવામાં જાણે કે આનંદ લેતું હતું એક બાજુ સ્ત્રીઓની ઢોલે રમવાની રમતો ચાલુ હતી તો બીજી બાજુ પુરુષોની ઝેડીયે રમવાની રમતો અને પટ્ટા બાજી ખેલવાની રમતો પણ ચાલુ હતી આમ વાતાવરણ કોલાહલ ભર્યું યુવાન ભર્યું અને મસ્તી ભર્યું હતું
આખા મેળામાં મોહન રૂડો અને મેવો મિત્રો ત્રણ ચક્કર મારી ચૂક્યા હતા. કેટલીય કોણીઓ કાઢી હતી અને સામેના ને પણ ખવડાવી હતી મોહનને ખાતરી હતી કે રૂપા વાયદા પ્રમાણે તેની બહેનપણીઓ સાથે જરૂર મેળામાં આવશે બીજું તો અહીં કાંઇ નહીં થઈ શકે પરંતુ દરરોજ સાંભરતું રૂપાનું રૂપાળું કોરું મો પુરા દોઢ મહિના પછી જોવા મળશે અને પ્રેમ ભરી મીઠી બે વાતો પણ થઈ શકશે જ્યારે મેવાને આશા હતી કે રૂપાની ભેગી તેની સખી રેવલી પણ જરૂર આવશે મેળાના આ મુક્ત વાતાવરણમાં તેને જીવ ભરીને જોઈ પણ લેવાશે ને બે મોઢા વાતો કરી પોતાના તરફ તેનું કેવું મન છે તે પણ જાણી શકાશે જ્યારે સૌથી મોટો રૂડો દોસ્ત લાવે માર્ગદર્શક તરીકે આવ્યો હતો રૂપા તેની લાજ હોવાથી રૂપા અને મોહન જેવા ભેટો થાય કે તરત જ તેને મેળાની ભીડમાં ઓગળી જવું એવું નક્કી થયું હતું
એ ત્રણેય ભાઈબંધો મેળાની ભીડમાં એકબીજાના હાથ પકડીને ચક્કર મારતા હતા તેથી સામે મળનારા માણસો સાથે ક્યાંક જીભાજોડી થતી હતી સામે મળે તે સાળી એ નીતિ અપનાવીને મેવો સામે જે કોઈ અજાણી યુવતીઓ મળે તેમને કેમ છો કોણ કોણ આવ્યા છો? ક્યારે આવ્યા છો વગેરે બોલતો ધક્કા મૂકીને લાભ લઈ અર્થ વગરના અડપલાં કરી લેતો હતો
"મેવલા સખણઓ રહેજે નહીં તો ક્યાંક લેવા દેવા વગરનો બરડા ભઞાવીશ મોહન તેને ટોકતો હતો
અરે ભાગ્યા ભાગ્યા બૈડા આપણે કંઈ થોડીને બંગડીઓ પહેરી છે મેવોએ ત્રણે દોસ્તોની તાકાત ઉપર મુસ્તાક હતો
આ લોકો પૂરો મેળો ફરી વળ્યા હતા. પરંતુ રૂપા કે તેની સહેલીઓનું મેળામાં ક્યાંય ભેટો થયો ન હતો મેળામાં ઉતાવળા હતા તે લોકો ઘર તરફ વળવાની તૈયારી કરતા હતા મેળો જાણે કે વી ખાવાની તૈયારી કરતો હતો આ લોકોએ પેલા લોકોને મળવાની આશા છોડી દીધી હતી એ જ વખતે એક છોકરી જે ગામ ઢાળે એ મોહનની સાળી થતી હતી તે લાડુનો ભેટ થઈ ગયો તેણે સમાચાર આપ્યા કે મેળે આવવા તો રૂપા અને વાસની છોડીઓ-15 દાડાથી તૈયાર થઈને બેઠા હતા પરંતુ ગઈકાલે જ કાળી ડોશી ડાઘ પડ્યા મરણ થવું તે તેથી ગામનું કોઈ ચકલું પણ મેળે આવ્યું નથી હું પણ મારા મામાના ગામ હતી ત્યાંથી છાની માની આવી છું મોહને થોડી રીશ કાળી ડોશી ઉપર પણ ઉતારી આ કાળી ડોશી ને પણ મરવાનો કેવો ટાઇમ મળ્યો ને તે પછી ત્રણેય ભાઈબંધ છેલ્લું ચક્કર મારીને ચવાણું શેરડી વગેરે ખરીદીને પોતાના ગામ તરફ આવવા રવાના થયા,,

પ્રકરણ...- ૩ બીજું આણું

જોત જોતા માં અષાઢ ઉતરી શ્રાવણ પણ બેસી ગયો હતો ઉનાળાની સૂકી ધરતીના ઉઘાડા દેહ ઉપર દયા ખાઈને ભગવાને લીલા રંગની ચાદર ઓઢાડી દીધી હતી વિવાના ઢોલ ને બદલે મોરના ટહુકા સીમની ગજવી રહ્યા હતા ઉનાળાના નવરા દિવસોમાં કામ ન કરવાથી લાગેલી કામની ભૂખને એકી સાથે ભાગવા માંગતા હોય તેમ લોકો કામ માટે તૂટી પડ્યા હતા. ધરતીના અંગે અંગમાં જાણે કે યુવાની પ્રગટી હતી આખી સીમ હશું હશું થઈ રહી હતી ધરતી અને સ્ત્રીનો જાણે કે એક જ પ્રાકૃતિક નિયમ છે સારું અને નસરુ બધું પોતાનામાં સમાવી લેવું તે બતાવવા માગતી હોય તેમ ધરતી એ લીલોતરી ઉગાડવામાં ક્યાંય ભેદભાવ નહોતો કર્યો બધે જ લીલોતરી હોવાથી ઠંડી ખુશ્બુદાર હવા કુંંમળા પાક અને માણસના દેહને અને મનને બધાને આનંદ અર્પી રહી હતી .
સુરજ પશ્ચિમમાં હજુ થોડો જ નમ્યો હતો. વાતાવરણ સવારથી જ વાદળછાયું હતું તેથી વગર ઘડીયાળે સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો તેથી સાંજે ઢળવાની તૈયારી છે તેમ માની ગોવાળો પોતાની ગાયો ભેસોના ઘણ લઈને ગામ તરફ વળ્યા હતા પરંતુ સમયના જાણ ભેદુ પંખીઓ તેમના માળા તરફ હજુ વળ્યા ન હતા દૂર આકાશમાં વાદળો નો ધીમો ધીમો ગડગડાટ ચાલુ થઈ ગયો હતો . વરસાદ આવ્યો કે હમણાં જ તૂટી પડશે એવું ભારે વાતાવરણ હતું .
નીલ પરથી અડધો એક ગાઉ દખણાતી એક નદી ઈશાન થી નૈઋત્ય તરફ વહી રહી હતી શ્રાવણ માસ ચાલતો હોવાથી નદીમાં ઠીક ઠીક પાણી હતું પીપળીયા થી રૂપા ના જૅઠ અને નણંદ આણું કરવા આવ્યા હતા અને આવતીકાલે વહેલા તો તેને સાસરે જવાનું હતું તેથી તેણી નાહવા અને લુગડા ધોવા નદી એ આવી હતી "આને તો એવું જોવું એવું ધોવું કે અંદર છાંટો પણ મેલ ન રહે !છેલ્લું કપડું પથ્થરની શીલા ઉપર ધોતા ધોતા રૂપા સ્વગત બબડી ને લુગડું ને નદીના પાણીમાં બોલ્યું શીલા ઉપર ગોઠવું ને ધોકા વડે ધોતા ધોતા તેની વિચાર માળા આગળ ચાલી ગમે તેમ તોય આ તો પરણેતરનું લુગડું છે મરીશું ત્યારે તે જ ભેગું બળવાનું છે ને ક્ષણેક રહીને તેની વિચાર માળા બીજી દિશામાં ફંટાણી" એ મોહન બીજ ના મેળે તો નક્કી આયા હશે પોતાને ગોતી ગોતીને આંખો થાકી ગઈ હશે "મુવી આ કાળી ડોશી મરતા કેવી નડતી ગઈ પાંચ દિવસ પછી મરી હોત તો શું થાત ? આમ કપડાં ધોતા ધોતા તેની વિચારોની ઘટમાળા ચાલુ હતી !
ભીમા કાના અને રામા ની ત્રિપુટી આજે હદ ઉપરાંત થી દારૂ પી નાખ્યો હતો ને હજી એ લોકો ઉઠવાનું નામ લેતા ન હતા પરંતુ કાનો અને રામો ફૂલ થઈને ત્યાંજ ઢળી પડ્યા જ્યારે ભીમો એમ પડે ? ખરો દારૂવળી આ ભેમલાને શું કરે એમ લવ લવાટ કરતો ભીમો માળાની થાંભલીઓને ટેકો લઈ કાના ના વાઢીએ થી ઉભો થયો અને ગામ તરફ આવવા પગ ઉપાડ્યા પરંતુ આજે એણે એટલો ચિકાર પીધો હતો કે પોતે કઈ દિશા તરફ જઈ રહ્યો છે એનો ભાન ખોઈ બેઠો હતો. લથડથી ચાલે તે પંથ કાપી રહ્યો હતો તેના મનમાં એક જ ધૂન હતી "માળા બેય બાયલા છે થોડું થોડું પીધું એમાં ઢાળી પડ્યા ને બંદા પોતે હમણાં ઘેર પહોંચીને ખાઈ પીને નિરાંતે થી સુઈ જશે એમ વિચારી તે આગળ વધી રહ્યો હતો ભિમાની ધૂંધળી આંખોએ જે દ્રશ્ય જોયું તે જાણે કે સાચું માનવ તૈયાર ન હતી તેણે હાથથી આંખો ચોળી આખો પટ પટાવી ને ખાતરી કરી કે જે પોતે જોઈ રહ્યો છે તે સપનું તો નથી ને ? ને પછી પથ્થરની શીલાઓ ઉપર પગ સ્થિર કરવાની કોશિશ કરતા બોલ્યો " ઓ..હ ! રૂપા..તું ! મેઘગર્જના ભેગા મળીને આવેલા આ શબ્દોથી ચમકીને રૂપાએ પાછળ જોયું તેના હોસકોષ ઉડી ગયા શરીરમાં ભયની કંપાવી આપી ગઈ જોયું તો સામે ચિકાર પીધેલી હાલતમાં ભીમો ઉભો હતો ને તે પોતાનો એક હાથ પથ્થરની શીલા ઉપર ટેકવીને પોતાના દેહને સ્થિર રાખવાની કોશિશ કરતો હતો "ભીમા તું તું અહીં રૂપાની આંખો જાણે વિસ્મય ભય અને ક્રોધ થી ફાટી ગઈ ભીમાએ જાણે કે કંઈ સાંભળ્યું ન હતું તે લથડથી ચાલે એક ડગલું આગળ વધ્યો અને બોલ્યો " મારા હાહરા માણસો બધા જૂઠાં છે કહે છે કે સૂકા લાકડાનો ભારો સામે મળે તો અપશુકન થાય ને થોડું અટકીને બોલ્યો આ બંદાને તો આજે એક નહીં ચાર ભારા લાકડાના સામે મળ્યા હતા તો યે જુઓને કેવું મળી ગયું છે સામે આવીને રૂપ ! હાસ્તો રૂપા આમેય રૂપાળી તો હતીજ તેમાં પરણ્યા પછી તો તેનું રૂપ ઓર ખીલી ઊઠયુ હતું તેણીએ અત્યારે ઘાઘરો અને પોલકું બે જ પહેર્યા હતા જ્યારે માથાના વાળ ભીના હોવાથી છૂટા હતા કપડાં ભીના હોવાથી તેના શરીરના અંગો સાથે ચોંટી ગયા હતા કપડા શરીરે ચોટી ગયા હોવાથી સાથળ કમર પિંડીઓ અને શરીરના અંગોનો આકાર સ્પષ્ટ ઉપસી આવતો હતો જ્યારે શરીર ઉપરના સપ્રમાણ ગોળ સ્તનો પોલકું હમણાં જ ફાડી નાખશે એમ લાગતું હતું ને રૂપાના અંગનું રૂપ છુપાવવામાં તે કપડાં અત્યારે જાણે કે અસમર્થ હતા કોઈ શિલ્પકારે આરસની કામસૂત્રની કોઈ મૂર્તિ કોતરી હોય તેવું દ્રશ્ય ખડું થતું હતું સામે જ ચકચૂર પ દારૂ પીને ભીમો ઉભો હતો તેની આંખો લાલભૂમ હતી તેના મોંમાંથી દારૂની દુર્ગંધ આવતી હતી તે દૂર થી પણ રૂપાને તે વર્તાતી હતી રૂપાએ હિંમત એકઠી કરી શાંતિથી એક ડગલું પાછળ નેં બોલી " ભીમા તારું કપાળ તો સંભાળ દાતરડું પડ્યું હતું તે ભૂલી ગયો છો તે પાછો આવ્યો છો ? ભીમાએ પોતાના કપાળના એ ઘા ઉપર હાથ ફેરવ્યો ને લથડતી ચાલે એક ડગલું આગળ ભરતા તે બોલ્યો "હાશ બાર મહિનાથી લાગ ખોળતો હતો પરંતુ ક્યાંય મેળ ખાતો ન હતો બદલો લેવા ભગવાને ભેટો તો કરાવ્યો ખરો !
"નલાજા સારું કહું છું હો પાછો વળ નકે આ ધોકા થી તારું ફોડી નાખીશ રૂપા ત્રાડ જેવા અવાજે હાથમાં નો કપડાં ધોવાનો ધોકો ઉગામતા બોલી
"આજે તો ધોકો તો શું ધારીયુ પણ મને નહીં રોકી શકે રં ..ડી..! ભીમો એક ડગલું આગળ વધતો બોલ્યો તેની આંખોમાં ખૂનસ છવાયેલું હતું રૂપાને આ રૂપમાં જોઈને તેનું અંગ વાસના થી સળગી ઊઠું હતું કદાવર શરીરને મોટા વાળને લીધે તેનો દેખાવ રાક્ષસ જેવો લાગતો હતો. રૂપાને મનમાં થઈ ગયું કે આજે પોતાની આબરૂ સલામત નહીં રહે ત્યાંથી ભાગી જવા માટે તેણીએ પાછળ નજર કરી પરંતુ પાછળ નદીનું ઊંડું પાણી વહી રહ્યું હતું અને પોતે છેલ્લી શીલા ઉપર આવીને ઉભી હતી ભીમો લથડથી ચાલે એક ડગલું આગળ વધ્યો. બીજી જ પળે રૂપાને બચવા માટે નદીમાં કૂદી પડવાનું મન થયું પરંતુ પાણી ઘણું ઊંડુ હતું ને તેણીને તરતા આવડતું ન હતું છેલ્લા ઉપાય તરીકે ઝનુન માં આવી જઇને રૂપા એ હાથમાંના કપડા ધોવાનો જાડો ધોકો ભીમાના માથામાં ઝૂકી દીધો
"ટણાક અવાજ સાથે ભીમા ને આભને ધરતી ફરતા દેખાણા તે એક ક્ષણ અટકી ગયો પણ બીજી જ પળે પોતાની જાત ઉપર કાબુ મેળવી લીધો તેના માથા નું લોહી ભીમાના માથામાંથી નીકળીને તેના પહેરણ ઉપર થઈને નીચે જમીન ઉપર દડદડ પડી રહ્યું હતું પોતાનું જ લોહી જોઈને ભીમાનો ચહેરો ક્રોધ થી લાલ પીળો થઈ ગયો. તેણે ઝનૂન સાથે રૂપા ઉપર મરણિયો હુમલો કર્યો
તોપના ગોળાની જેમ તેણે પોતાના દેહને હવામાં ફંગોળ્યો એક જોરદાર ટક્કર સાથે બંનેના દેહ અથડાયા ને બંને સાથે જ જમીન ઉપર ગબડી પડ્યા આ તકનો લાભ લઈને રૂપા પહેલા ઊભી થઈને ભાગવા ગઈ ને ભાગવા માટે તે દોડે એ પહેલા છેલી લડાઈ લડતો હોય તેમ ભીમાએ ઝડપથી થી એક હાથે તેના ઘાઘરા ની કોર પકડી લીધી અને બીજી જ પળે બીજા હાથે એ કોરને મજબૂત પકડીને હાથની આંટી પણ મારી દીધી. રૂપા પણ બચવા માટે હવે જીવ ઉપર આવી હતી તેણે હતું એટલું બળ વાપરીને ભીમાને ઘાઘરા સાથે જ ઘસડયો પથરોમાં ઘસડાવા ને લીધે ભીમાનુ શરીર કેટલીએ જગ્યાએ છોલાઈ ગયું ને તેમાંથી લોહી પણ ટપકવા માંડ્યું. રૂપા ચાર પાંચ ડગલાં ઘાઘરા સાથે ભીમાને ઘસડીને ચાલી પણ બીજી જ પડે ઝનુને ચડેલા ભીમાએ બે હાથ વડે ઘાઘરા ને જોરદાર આંચકો આપીને રૂપાને નીચે પાડી દીધી
"બ..ચા...વો..!.બ..ચા..વો..! એવી રૂપા ની તીણી ચીસ થી સીમગાજી ઉઠી કોતરોમાં તેના બે ત્રણ પડઘા પડ્યા અને તે પણ નદીના પાણીના ખળખળ અવાજમાં ભળી ગયા ત્યાં બચાવનાર કોઈ ન હતું
આ વખતે ભીમો પહેલો ઉભો થઈ ગયો ને રૂપા ઊભી થાય તે પહેલા ધવાયેલા વાઘની જેમ તેના પર ત્રાટક્યો " કુ..ત.. રી..! મરી જઈશ તોય આજે તો નથીછોડવાનો તે મોમાંથી ગંદી ગાળો બોલી રહ્યો હતો બચવા માટે છેલ્લા પ્રયત્ન રૂપા એ ભીમાના હાથના કાંડા ઉપર જોરદાર બચકું ભરી દીધું પરંતુ ભીમા નું ખારું લોહી મોમાં આવવાથી થૂ છૂ કરીને થૂંકી દીધું પરંતુ ભીમા ને એની અત્યારે જાણે કે કોઈ જ પરવા ન હતી તેણે રૂપાના માથાના લાંબા વાળ જમણા હાથે પકડી લીધા ને બીજા હાથે ચહેરો પકડીને પોતાના હોઠ પરણે રૂપાના હોઠ ઉપર મૂકી દીધા ને બીજી જ પડે દારૂની અતિશય દુર્ગંધ આવવાથી રૂપા બેભાન થઈને ત્યાં જ ઢળી પડી
એક પળ તો રૂપાનો આ અચેતન જેવો દેહ જોઈને ભીમો હૅબતાઇ ગયો પરંતુ બીજી જ પળે પોતાના શરીરની આગ ઠારવા તેની ઉપર તૂટી પડ્યો કેટલોય સમય રૂપાના બેહોશ દેહને તે ચૂથતો રહ્યો ને જ્યારે મડદા નેં ગીધ પક્ષી ચૂથે ત્યારે તેમનામાં નથી હોતી વેદના કે નથી હોતી સંવેદના બસ એમ જ! આખરે ભીમો થાકીને ઉભો થયો ને ત્યાં તો કામના નશા ઉપર પાછો દારૂનો નશો સવાર થઈ ગયો ને નશામાં બેહોશ થઈને તે ત્યાં જ ઢળી પડ્યો
કેટલોય સમય ત્યાં નીરવ શાંતિ છવાઈલી રહી ભીમા અને રૂપાના બેહોશ શરીર પાસે પાસે જ પડ્યા હતા આકાશમાંથી એકલદોકલ વરસાદના છાંટા પણ ચાલુ થઈ ગયા હતા ગાલ ઉપર ઠંડા છાંટા પડવાથી મૂર્છાવળી હોય તેમ રૂપા ભાનમાં આવી તે જબકીને ઉભી થઈ ગઈ તેણીને ભાન થયું કે તેનું સર્વસ્વ લૂંટાઇ ચુક્યું છે ને એ લૂંટનાર ભીમો પાસે જ બેભાન પડ્યો છે રૂપા થોડી પળો ભીમાના એ ક્રૂર ચહેરાને જોતી રહી પળે પળે તેણીના ચહેરાના ભાવ બદલાતા લાગ્યા ને બીજી જ પડે આંખોમાં ખૂનસ તરી આવ્યું ને ન જાણે ક્યાંથી એના શરીરમાં એ સમયે એટલી શક્તિ આવી કે ને આગળ પાછળનો વિચાર કર્યા વગર પાસે પડેલો દોઢ મણનો પથ્થર બે હાથથી ઉપાડ્યો ને બરાબર ભીમાના માથાનું નિશાન લઈને તેના ઉપર જોરથી જીકયો " ઠ..ચા..ક..!અવાજ સાથે ભીમાનું માથું ફાટી ગયું તેમાંથી લોહીનો મોટો ફુવારો છૂટ્યો ને થોડી વાર તરફડીયા માર્યા બાદ ભીમો સદા ને માટે શાંત થઈ ગયો આકસ્મિક મૃત્યુમાં કેટલાક લોકો મરણ ચીસ પાડે છે કેટલાકને મરણચીસ પાડવાનો પણ સમય નથી મળતો ભીમાના નસીબમાં મરણચીસ પાડવાનું પણ નહોતું લખાયું. થોડી પળો એમ જ પસાર થઈ રૂપા એ આજુબાજુ નજર કરી સ્થળ સમય અને સંજોગોનું એને ભાન થયું મારા હાથે આ શું થઈ ગયું? પોતાના હાથે ખૂન તે જાણે કે હવે જ ખબર પડી હોય એમ રૂપા પૂરી ભાનમાં આવી હોય એમ ધ્રુજી ઉઠી તેણીએ ભય ભરેલી નજર આજુબાજુ નાખી એક ક્ષણ વિચાર આવ્યો કે પોતે પણ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લે અને આ બધામાંથી છુટકારો મેળવી લે પરંતુ બીજી જ પળે તેને સાંભર્યું કે તેને ઘેર તો તેને તેડવા આવેલ આણું બેઠું છે ને બીજી જ પળે તેણે ધોયેલા લુગડા ઝડપથી દોડીયામાં નાખ્યા ને ચાલવાની તૈયારી કરી અને તેણે છેલ્લી નજર ભીમાના મૃત શરીર ઉપર નાખી ને તે સાથે જ તેના પગ ત્યાં જ ચોટી ગયા આંખો આધાત થી ફાટી ગઈ તેણે જોયું તો ધોતા ધોતા અધૂર રહી ગયેલ પોતાનું પરણેતરનો લાલ લુગડું અડધું પથ્થર ઉપર અને અડધું ભીમાના છુંદાયેલા માથા નીચે પડ્યું હતું ક્રોધમાં પથ્થર મારતી વખતે તેનું ભાને રહ્યું નહોતું રૂપાએ દોડીયુ નીચે ઉતાર્યું ને લૂગડાનો એક છેડો પકડીને સરકાવવા લાગી પોતાના તરફ લુગડું ખેંચતા ભીમા નું છુંદાયેલું માથું પણ લુગડા સાથે ખેંચાણુ ને તેમાંથી લોહીનો મોટો રેલો નીકળ્યો રૂપાને કમ કમ આવી ગયા છતાં આંખો મેચીને જોરથી આંચકો મારીને તેણીએ લૂગડું ખેંચી લીધું. ને લુગડું પહોળું કરીને જોયુ તો તેમાં લોહીનો મોટો ડાઘ પડ્યો હતો. ભાનમાં આવતા જ તેને બનાવની ગંભીરતા સમજાણી પોતાના હાથે એક ખૂન થઈ ગયું છે અને પોતે અત્યારે લાશ પાસે જ ઊભી છે પોતાનું એક પળ પણ અહીં રહેવું હવે ભયજનક હતું પાસે પડેલા પેલા લોહીવાળા પથ્થરને એણીએ નદીના પાણીમાં ગબડાવી દીધો અને ઝડપથી લુગડામાં પડેલી લોહીના ડાઘને ધોવા લાગી તે મનોમન બબડી લોહી હજુ તો તાજું જ છે એટલે નીકળી જશે એક બે વખત લુગડું પાણીમાં બોળ્યું ન બોલ્યું ને તેની હિંમત અને ધીરજ બંને ખૂટી ગયા ને તેણીએ લુઞડા નો ગોટો વાળીને દોડીયામાં નાખ્યું માથે ઉપાડીને પોતાને કોઈ જોતું તો નથી ને તેની ખાતરી કરવા ભય ભરેલી નજર આજુબાજુ નાખી અને પછી ઝડપી ચાલે તે ગામ તરફ ચાલતી થઈ સાંજ ઢળી ચૂકી હતી આકાશમાં વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. રૂપા ઝડપી ચાલે ગામ તરફ આવી રહી છે તેના મગજમાં વિચારોની આંધી ઊઠી હતી પોતાને ભીમાને મારતા કોઈ જોઈ તો નહીં ગયું હોય ને પોતાને કયાં તેનું ખૂન કરવું હતું પરંતુ કેવી રીતે થઈ ગયું તેની ખબર જ ન રહી ને રસ્તામાં પેલા લુગડાને ક્યાંક સંતાડી દેવાનો કે ક્યાંક તેનો નાશ કરવાનો વિચાર આવ્યો પરંતુ તેને સાંભર્યું કે આ તો પરણેતરનો લૂગડું છે જે પહેલાં પાંચ આણું સાસરે જઈએ ત્યારે પહેરવાનું હોય છે ત્યાર પછી સંકેલીને તેને ટંકમાં કે પટારામાં મૂકી દેવાનું હોય છે અને જ્યારે મરણ થાય ત્યારે એ લૂગડું સોડ માં વાપરવાનું હોય છે આવો સામાજિક રિવાજ છે માટે આવતીકાલે એ લુગડું પહેરીને જ પોતાને સાસરે જવાનું છે તેથી લૂગડાને નાશ કરવાનો વિચાર તેણીએ માંડી વાળ્યો
મગજમાં નવા વિચારો કરતી તે ગામ નજીક પહોંચી ગઈ "કેમ બેટા રૂપા આટલું બધું મોડું થયું સામે જ તેના પિતા જામાજી હાથમાં લાકડી લઈને આવતા હતા તેઓ ઇંતજારથી બોલ્યા રૂપા એક પળ ધ્રુજી ઉઠી શું જવાબ આપવો તે કંઈ ન સૂઝ્યું પરંતુ બીજી જ પળે પોતાની જાત ઉપર કાબુ મેળવી લેતા સહેજ થોથવાતી સાદે બોલી "બાપા એ તો આજે લુગડા થોડા વધારે ધોવાના હતા તેથી તેમાં મોડું થઈ ગયું કહેતા ઝડપથી તે જામાજીની આગળ થઈ ગઈ રૂપા કંપી ઉઠી કદાચ પોતાના પિતાજી ત્યાં આવી પહોંચ્યા હોત તો
" મને તો થયું કે વેલની ગઈ છે તે કેમ આટલી વાર થઈ તે થયું કે લાયને સામો જાઉં ! જામાજી પાછળ ચાલતાં ચાલતાં બોલ્યા. બાપ બેટી ઘેર પહોંચ્યા એટલે જામાજી માઢમાં બેઠેલા મહેમાનો તરફ વળ્યા. જ્યારે રૂપા ચુંદડીનો છેડો આડો કરીને લાજ કાઢીને ઘર તરફ સરકી ગઈ.
રૂપા એ તે સાંજે ખાધું પણ નહીં તેની માએ ઘણો આગ્રહ કર્યો ત્યારે પરાણે બે કોળિયા ભર્યા અને માં મને આજે ભૂખ નથી એમ કહી ઉભી થઈ ગઈ તે આખી રાત રૂપને ઊંઘ પણ ન આવી તે ખાટલામાં અરધજાગ્રત અવસ્થા માં પડખાં ફેરવી રહી તેને રહી રહીને એ જ વિચાર આવતા હતા કે ભિમાના ખૂન બદલ પોતે પકડાઈ જશે તો ? ઘડીકમાં તેની આંખો આગળ ભિમાનો માથું છુંદાયેલો એ મૃતદેહ તરવરી ઉઠતો ક્રોધમાં આવીને તેને પથ્થર મારતા બીક નહોતી લાગી તે એ જ માણસના મૃતદેહની યાદ થી તેને બીક લાગવા માંડી તેણે રાત બેચેની માં પસાર કરી તે આખી રાત ક્યારેક ઝરમર તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો રહ્યો વીજળીના ચમકારા પણ ચાલુ રહ્યા ને સવાર સુધીમાં તો નિચાણ વાળા ભાગોમાં પાણી પણ ભરાઈ ગયા ને દિવસ ઉગતામાં તો વરસાદે પોરો ખાધો હોય તેમ રોકાઈ પણ ગયો આઠ એક વાગના સુધીમાં સૂરજદાદા એ વાદળો માંથી બહાર નીકળી દર્શન પણ દીધા ઉઘાડ નીકળ્યો હોવાથી દસેક વાગે આણું વાળાએ પીપળીયા જવા ગાડુ પણ તૈયાર કર્યું. રૂપા ની સખીઓ રૂપાને લુગડા પહેરાવી રહી હતી એ જ વખતે ચમનપુરા થી આવી રહેલ ધારસીએ ગામમાં પેસતા ખબર આપ્યા કે નદી કિનારે કોક મનેખ નું મડદું પડ્યું છે અને કાગડા અને ગીધડા તેને ફેંદી રહ્યા છે રૂપાની સહેલીઓ છેક પાદર સુધી તેને વળાવવા આવી ચાલી આવતી રશમ પ્રમાણે બીજા એણે રૂપા થોડું ઓછું રડે તો ચાલે પરંતુ ન જાણે કેમ રૂપાનું હૈયાફાટ રૂદન પહેલા આણાને પણ ભુલાવે તેવું હતું
"લાશની વાત ગામમાં વીજળી વેઞે ફેલાઈ ગઈ કે નથી કાંઠે કોક મનેખ ની લાશ પડી છે લોકો ધીરે ધીરે ગામ ચોરે ભેગા થવા લાગ્યા. નીલ પરના પોલીસ પટેલે મારતે ઘોડે જોરાવરગઢ પોલીસ સ્ટેશન જઈને ખબર આપ્યા તરત જ ફોજદાર છત્રસિંહ ચાવડા પોલીસ પાર્ટી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા તેમને જોઈને લાશ ને ફેંદી રહેલ ગીધ અને કાગડા થોડે દૂર જઈને બેઠા લાશ ઉપર સારો એવો વરસાદ પણ થયેલ હતો ને તેમાંથી દુર્ગંધ પણ આવતી હતી પી.એસ.આઇ ચાવડાએ લાશનું નિરીક્ષણ કર્યું લાશની આંખોને કાગડાઓ એ બહાર ખેંચી કાઢી હતી મો અને શરીરની ચામડી ના ગીધડા ઓ એ લીરે -લીરા કરી નાખ્યા હતા. કોઈ જગ્યાએથી માસના લોચા પણ બહાર લબડી રહ્યા હતા. લાશનું માથું ફાટી ગયું હતું તેથી લાશ બેડોળ અને વિહામણી લાગતી હતી જેને ઓળખવી પણ અત્યારે મુશ્કેલ હતી છતાં પોલીસ પાર્ટી સાથે આવેલ મુખી તથા બીજા 8:10 આગેવાનોએ કપડાં ઉપરથી એ લાશને ઓળખી કે એ લાશ તેમના ગામના ભેમાવીરજીની છે પોલીસ પાર્ટીએ આજુબાજુના સ્થળનું નિરીક્ષણ કર્યું આજુબાજુ બધે જ પથ્થરની શીલાઓ હોવાથી ક્યાંય માનવ પગલાં કે બીજા કોઈ નિશાન ન હતા કે કોઈ શંકાસ્પદ વસ્તુ પણ હાથ ન લાગી એટલી વારમાં તો વાત વાયુવેગે ગામમાં પહોંચી ગઈ હતી કે લાશ વીરજી કાકા ના ભીમા ની છે તેથી ભીમાના કુટુંબવાળા પણ રોકકળ કરતા ત્યાં દોડી આવ્યા હતા. પોલીસની કામગીરી ચાલુ હતી એટલે લાશ ની પાસે કોઈને જવા દેવામાં નહોતા આવતા થોડું દૂર ટોળામાં ઉભેલા લોકોમાં અત્યારે જાતજાતની વાતો થઈ રહી હતી
"અલ્યા ભાઈ આ ભેમાએ સામી છાતીએ મારે એવો તો કોઈ આ ગોળમાં દેખાતો નથી હો તો પછી તેનું થયું હશે શું ? એક જણ કહેતો હતો "અરે સામી છાતીની ક્યાં વાત કરો છો કોક કાવતરું કરે તો પણ પાંચ સાત જણને તો તે પહોંચી વળે તેઓ જબરો હતો. બીજો જણ પહેલાની વાતને ટેકો આપતો તો "પણ એવું તો કયા એને કોઈથી મોટું વેર હતું તે તેના સામે કોઈ કાવતરું કરે ! ત્રીજો એમની વાતમાં ભળતા બોલ્યો
" એ બધીતો હવે વાતો પણ આ ભેમલા એ દારૂ ના છોડ્યો તે ના જ છોડ્યો એમા જ આ દાડા આજે જોવાના આવ્યા એક વૃદ્ધે મૂળ વાત કરી "અલ્યા ભાઈ મોત જ એ બહાને લખાણું હોય પછી દારૂને એ ક્યાંથી છોડે જેવા છઠ્ઠી ના લેખ ! બીજા વૃદ્ધે વાતમાં ભળતા નિશાશો નાખ્યો ગામના પાંચ માણસો ને બોલાવીને લાશનું પંચનામું કર્યું ને લાશને પીએમ માટે લઈ જવાની તૈયારી કરી
"ફોજદાર સાહેબ જે થવાનું હતું એ તો થઈ ગયું પણ અમારા છોકરા નું મડદું તો પાછું આપો. જેથી અમે તેને શખે થી દેન તો આલી હકા " વીરજી ડોશા પી.એસ.આઇ ચાવડાને બે હાથ જોડીને આંખમાં આંસુ સાથે કરગરતા કહેતા હતા
"જુઓ કાકા મડદું તો અમો તમને જરૂર પાછું આપીશું પરંતુ પીએમ કર્યા પછી જ જેથી મરણનું સાચું કારણ જાણી શકાય ચાવડા સાહેબ બને એટલી ગામઠી ભાષા વાપરીને વિરજી ડોસાને દિલાસો આપતા હતા તે પછી પીએસઆઇ ચાવડા એ ગામના કેટલાક બીજા લોકોને અલગ અલગ બોલાવીને પૂછપરછ તરીકે મરનાર ભીમાને ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં કોઈ સાથે નવુ કે જૂનું વેર હતું કે કેમ પરંતુ બધા લોકો પાસેથી જાણવા મળેલ વાતનો સાર એ હતો કે આવું કોઈ વેર એમના જાણવામાં આવ્યું નથી ત્યારબાદ લાસ ને જીપમાં નાખીને પોલીસ પાર્ટી જોરાવર ગઢ આવવા રવાના થઈ ભીમાના ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ નો સારાંશ કાંઈક આ પ્રમાણે હતો મરનાર ઇસમે અતિશય દારૂ પીધેલ હતું તેના માથામાં કોઈ પથ્થર કે કોઈ વજનદાર વસ્તુ જોરથી અથડાવાથી તેના માથાની ખોપરી ફાટી ગઈ હતી અને તેમાંથી અતિશય લોહી વહી જવાથી તેનું મૃત્યુ થયું હતું અને મરનારે મરતાના થોડા કલાક પહેલા સ્ત્રી સુખ માણેલ હતું. લાશની ઉપર આખી રાત વરસાદ પડ્યો હોવાથી પોલીસ તપાસમાં આજુબાજુથી કોઈ પગેરૂ કે પુરાવા કાંઈ મળતું ન હતું આ સંજોગોમાં ભીમા નુ અકસ્માતે મોત થયું છે તેવો ગુનો નોંધીને ભીમાની લાશને અંતિમ ક્રિયા માટે તેના કુટુંબીજનોને સુપ્રત કરવામાં આવી ને બીજે દિવસે તો આખા પંથકમાં વાત ફેલાઈ ગઈ કે નીલ પરનો માથાભારે ભીમો ચિત્કાર દારૂ પીને ક્યાંક નદી કિનારે જતો હતો ત્યાં રામ જાણે તેનો પગ લપસી ગયો કે પછી શું થયું પરંતુ પથ્થર પર પડવાથી તેનું માથું ફાડી ગયું ને તે ત્યાં જ રામશરણ થઈ ગયો.
બીજા આણે રૂપા સાસરે તો આવી પરંતુ ન જાણે કેમ તેનો ચહેરો પહેલા આણા જેવો ખીલેલો ન હતો. ઘરમાં સાસુની કચ-કચ તો હતી જ નહીં ને પ્રેમા ની વહુ તેની જેઠાણી તેને દીકરીની જેમ સાચવતી હતી દિયર વાઘો રમતિયાળ સ્વભાવનો હતો તે આખો દિવસ ઠઠ્ઠા મશ્કરી કર્યા કરતો તો નણદ વાલીને પણ ભાભી ઉપર ખૂબ હેત હતું ને પડછાયાની જેમ આખો દિવસ તેની સાથે રહેતી હતી ને તેનો પડ્યો બોલ ઉપાડતી હતી તો રાત્રિમાં તેનો રંગીલો પતિ મોહન અલક- મલકની અવનવી વાતો કરીને રાતને રંગીન બનાવી દેતો હતો તેમ છતાંય આવા હર્યા ભર્યા ઘરમાં પણ રૂપાને આ વખતે એકલવયુ લાગતું હતું ચહેરા ની ઉદાસી જોઈ એક વખત નણદ વાલી એ તો પૂછી પણ લીધું "ચમ ભાભી આ ફેરા નરમ નરમ રહો છો? કાંઈ ભયથી ખાટું મોળુતો નથી ને
"ના રે નાબૂમ એ તો અમસ્તું જ તમને એમ લાગે હસવાનો પ્રયત્ન કરતા વાતને ટાળી દીધી. રૂપા જ્યારે જ્યારે એકલી પડતી ત્યારે ભીમાનો મોં છુંદાયેલો ચહેરો તેની બધી જ સુખ શાંતિ હણી લેતો પરાણે તે દ્રશ્ય ભુલવા તે કોશિશ કરતી કોઈ અજ્ઞાત ડર તેને સતત રહ્યા કરતો હતો તેનું ખાવાનું પણ અડધું થઈ ગયું હતું એક દિવસ રૂપા અને મોહન ઘેર એકાતમાં બેઠા હતા ત્યારે મોહ ને પૂછી પણ લીધું જ " આ આણે તું સાવ ઉદાસ કેમ રહે છે અહીં નથી ફાવતું ?
" ઘરે કાનુડા જેવા ધણી હોય પછી ના કેમ ફાવે પરંતુ ન જાણે કેમ આ ફેરો મને પિયર ખૂબ સાંભરે છે કહેતા રૂપા ઝળહળી યા છુપાવવા આડુ જોઈ ગઈ
" ઘણું સાંભરતું હોય તો કાલે મુકવા મેલા બસ ! મોહને લાગણી બતાવતા કહ્યું
"ના ના એક બે દાડામાં શું ખાટું મોળું થઈ જવાનું છે અને તમે એવું કરો તો ઘરવાળા શુ ધારે ? તમ તમારે કામે જાઓ કહેતા રૂપા પાણીયારેથી બેડું લઈને પાણી ભરવા ચાલતી થઈ .
"ત્રીજા દિવસે તો પીપળીયા માં પણ એ વાત પહોંચી ગઈ કે નીલ પરનો માથાભારે ભીમો ચિકાર દારૂ પીને નદી કિનારે જતો હતો પગલપસવાથી નીચે ફટકાઈ પડ્યો માથું પથ્થર સાથે અથડાવાથી ફાટી ગયું અને તે ત્યાં જ મરી ગયો. આ સમાચાર રૂપાના કાને આવવાથી ને પોતાનું નામ તેમાં ક્યાંય ન આવવાથી તેના દિલમાં નો બધો જ બોજ ઉતરી ગયો. ને આ બધી આળ -પંપાળ ભૂલીને તેણીએ કામકાજમાં મન પરોવ્યું તેનો ચહેરો પહેલા જેવો જ ખીલી ઉઠ્યો .!