(આગળ ના ભાગ માં જોયું કે યુવરાજસિંહ છોકરીયો ના અંગો કાઢતા ડૉક્ટર અને ત્યાંના મેનેજર ને બંધી બનાવી આ ધંધા માં કોણ કોણ સામેલ છે તેને બતાવવા કહે છે.)
યુવરાજસિંહ ખુબ જ ટોર્ચરિંગ કરે છે પણ મેનેજર એકેય નામ લેવા તૈયાર નથી.
મેનેજર :તું મને મોતને ઘાટ ઉતારી દઈસ તો પણ હું કોઈ નું નામ નહિ જાણવું..
આ બાજુ મિલેટ્રી ની પુરી ટીમ આખા જંગલ સહીત ડુંગર ને ઘેરો ઘાલે છે જેથી કોઈ છટકી નઈ શકે.
યુવરાજસિંહ તેના ઓફિસર સહીત આખા ડુંગર ની તલાશી ચાલુ કરે છે..
ત્યાંજ એક રૂમ માં પ્રવેશતા ડ્રગ ના બોક્સ જોવા મળે છે, દારૂગોળો, રાઈફલો, તથા દારૂ અને વીસ્કી ની બોટલો મળે છે.
યુવરાજસિંહ એક રૂમ માં પ્રવેશ છે, ત્યાં જોવે છે તો છોકરીયો ના અંગો કાઢી સાચવી રાખ્યા હોય છે.. આ બધું જોઈ યુવરાજસિંહ લાલપિળો થઈ જાય છે.
બીજી બાજુ અઘોરી અમરનાથ મેનેજર ને પોતાના વસમાં કરી નામ બોલાવવા પ્રયત્ન કરે છે.
બીજી બાજુ શહેર ના ખ્યાતનામ ડૉક્ટર રમેશ મેહતા ની ધરપકડ થતા શહેર માં હંગામો મચી જાય છે.
મિલેટ્રી ની પુરી ટીમ આખા ડુંગર ને કબ્જે કરી લે છે. બધા તાંત્રિકો અને ત્યાંના માણસો ની ધરપકડ કરવામાં આવે છે.
યુવરાજસિંહ શહેર માં આવી સીધા જ મંત્રી ભારદ્વાજ ના ઘરે થી તેના પુત્ર સહીત તેની પણ ધરપકડ કરે છે.
આખા દેશ માં આ ઘટનાઓ ના પ્રસારણ થી અફડાતફડી મચી જાય છે.
શહેર ના નામચીન લોકો, સમાજ સેવિકો તથા કેટલાક મંત્રી ઓની ધરપકડ વહોરવામાં આવે છે.
આ ઘટના થી આખા દેશમાં માં પ્રચંડ પડઘા પડે છે.
કેટલાક પોલીસ ઓફિસર તથા ડોક્ટર ની પણ ધરપકડ વહોરવામાં આવે છે.
આખા દેશ માં સ્ત્રી ઓ પર થતા જુલ્મો, બળાત્કાર, તેમને લે વેચ, તેમના અંગો નું વેચાણ વગેરે પર પ્રશ્ન ઉભા થાય છે.
અઘોરી અમરનાથ અને અઘોરી વિસ્વનાથ તેની આત્માઓ ને મુક્તિ અપાવે છે.
ઇન્સ્પેક્ટર ઝાલા ને પાછા પોલીસ ની નોકરી માં જોઈન કરવા માં આવે છે.
અમિત અને તેના મિત્રો ને આ ભેદી ડુંગર નો ભેદ ઉકેલ વા સરકાર તરફથી પુરસ્કાર મલે છે.
આ વાર્તા અહીંયા પુરી થાય છે.
મિત્રો આજે પણ આ બધું જોવા મલે છે, કેટલાક લોકો પૈસા ના જોરે સ્ત્રીઓ પર બળત્કાર કરે છે તો કેટલાક સ્તાના જોરે.. કેટલાક પોલીસ ઓફિસર પણ લાંચ -રિશ્વત મળતા આવી સ્ત્રીઓ ના ગુના ને દાખલ કરતા નથી.
કેટલાક આશ્રમોં માં પણ છોકરીઓ ના લે વેચ ના ધન્ધા ચાલુ છે.
કેટલાક ઢોંગી સાધુઓ, બાવાઓ પણ સ્ત્રીઓ નો ગેરલાભ ઉઠાવે છે.
આપણે આપણા થી બનતો પ્રયત્ન સ્ત્રીઓ ની રક્ષા માટે કરવો જોઈએ
.🙏🙏🙏🙏
🌹🌹જય સ્વામિનારાયણ 🌹🌹
ટૂંકો અનુભવ
આજે સવાર ની જ વાત છે, આમ તો સૂર્ય દાદા ઉગતા ની સાથેજ તડકા નો મારો ચાલુ કરી દે,છે પરંતુ ગઈ કાલે રાત્રે વરસાદ હોવાથી થોડીક ઠંડક હતી, ક્લિનિક માં કચરા- પોતું થતું તેથી ક્લિનિક ની બહાર ઉભો રહી બહાર નો નજારા ને માણતો હતો, તેટલા માં એક બેન હાથ માં નીબું -મરચા થોડા થોડા દોરા વડે બાંધેલા આખી થેલી ભરી લઈને આવ્યા.... આજુબાજુ ની દુકાનો માં નીબું-મરચા લટકાવી 10-20રી લઈ લે... હું વિચાર માં પડ્યો... મને પૂછ્યું... સાહેબ લગાવવા છે??? મે પૂછ્યું કે કેટલા લગાવે છે. સાહેબ રોજ લગાવવા આવુ છું... સવાર ના બે એક કલાક માં 50-70 જેટલાં નીબું-મરચા દુકાન-ઘર ની આગળ લગાવી આપું છે. મે પૂછ્યું કે કેટલા પૈસા આપે?? દિવસ ના 700-1000 ની આસપાસ થઈ જાય... હું વિચાર માં પડ્યો.. મે કીધું સારુ કેવાય.. ગજબ છે દુનિયા..😄😄