ભેંદી ડુંગર - ભાગ 1 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેંદી ડુંગર - ભાગ 1

નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,..

બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ...

એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે ....

નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી ..

પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂર્વક અંદર જોવે છે ,તો અંદર થોડા કાગળિયા જોવા મળે છે ....

નિશા તે કાગળ પરથી ધૂળ ખંખેરી તેને જોવે છે ,તેમાં એક નકશો હોય છે અને એક ચિઠ્ઠી હોય છે ...

નિશા ચિઠ્ઠી વાંચે છે ...

"પ્રિય મિત્ર રજની (જે નિશા ના પપ્પા નું નામ છે )મારૂ જીવન જોખમ માં છે ,મારી હાથ એક એવી જગ્યા નો નકશો હાથ લાગ્યો છે કે જ્યાં કંઈક ભેદ છે એવું લાગે છે ..,ખબર નથી પણ કેટલાક દિવસ થી મારાં પર એક ધમકી ભર્યો ફોન આવે છે અને એ નકશો આપવાનું કહે છે ,એના માટે એ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર છે ,જેથી મને લાગે છે કે એમાં કંઈક ભેદ છે ...
મેં નકશો આપવાની ના પડી તો મને મારવાની ધમકી મળી છે .,મિત્ર મારો જીવ જોખમ માં હોવાથી હું આ નકશો તને પહોંચતો કરું છું ,તૂ તે સમજી ને શુ ભેદ છે તે શોધજે ....

લી
તારો પ્રિય મિત્ર
ચેતન ."

નિશા આ ચિઠ્ઠી વાંચી સ્તભ થઈ જાય છે અને તેને સ્મરણ થાય છે કે તેના પિતા છેલ્લા કેટલાક દિવસો માં ચિંતા માં કેમ રહેતા ,

નિશા વિચારે છે કે એવો તે શુ ભેદ હશે આ નકશા નો જેથી તેના માટે કોઈ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય ...

પછી બીજા દિવસે જયારે બધા કેન્ટીન માં બેઠા હોય છે ત્યારે નિશા બધા ને આ નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે ...

આ સાંભળી બધા સ્તભ થઈ જાય છે ...

ત્યારે અમિત નકશો હાથ માં લઈ જોવે છે ,...

અમિત :ઘણો સમય થઈ ગયો આપણે બધાને કયાંય નવું સાહસ નથી કર્યું ,આ નકશો જોઈ ને નવું સાહસ કરવાનું મન થાય છે
.
આશિષ :હા ,યાર કેટલાય સમય થી કંઈક નવું નથી કર્યું ...અમિત ની વાત બરોબર છે ..

રુચા :એટલે તમે લોકો એમ કો છો કે આપણે આ જગ્યાએ જઈએ અને આનો ભેદ ઉકેલી એ ....

નિશા :યાર આમ જોખમ લાગે છે ,આ નકશો આપણી પાસે છે જો કોઈને ખબર પડશે તો આપણી જાન જોખમ માં મુકાશે ...

અમિત :તૂ ચિંતા ના કર યાર ,આપણે આ વાત ને સિક્રેટ રાખીશુ ..

આશિષ :હા યાર ,આપણે આ જગ્યા નો ભેદ તો જાણવો પડશે ..

નિશા :યાર આમાં જોખમ લાગે છે મને ..

રુચા :ચિંતા ના કર યાર ...

આમ બધા એકબીજાની સહમતી સાધી ને આ જગ્યા નો ભેદ ઉકેલવા માટે જવાની તૈયારી બતાવે છે ...

બધા સાંજે કોલેજ છૂટ્યા પછી મળવાનું કહી છુટા પડે છે ..બધા સાંજે એક બગીચા માં મળે છે અને શુ કરવું એ ડિસ્ક્સ કરે છે ...

(આગળ ના ભાગ માં જોસુ કે શુ આ નકશા નો ભેદ ઉકેલ વા માટે આ ટોળકી શુ કરસે ??શુ તે બધા આ ભેદ ઉકેલી શકશે ??)