ભેંદી ડુંગર - ભાગ 6 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભેંદી ડુંગર - ભાગ 6

(આગળ ના ભાગ માં જોયું કે અમિત તેના મિત્રો સાથે મળી અઘોરી વિસ્વનાથ ને બંધન માંથી છોડાવે છે ,પછી અઘોરી વિસ્વનાથ પોતાના સાથે થયેલી ઘટનાઓ કહે છે )

અંજલિ (આત્મા ):અમારી શક્તિનો એટલી બધી નથી કે ,આ તાંત્રિક કો નો સામનો અમે સીધો કરી શકીએ .હું અને બીજી કેટલીક આત્મા તમને ખાલી મદદ કરી શકીશુ .હું તમને ખાલી રસ્તો બતાવી શકીશ ,તમારે એને ભેદતા ભેદતા આગળ જાવું પડશે ,,,હા ,આ લોકો નું જે મુખ્ય સ્થળ છે ત્યાં સુધી પોંહચવું સહેલું નથી .

અઘોરી વિસ્વનાથ :હવે ,પૂનમ ની રાત્રી ના છેલ્લા પ્રહર છે ,મારે મારી શક્તિ પાછી મેળવવા થોડોક સમય જોઈશે ..

આમ કહી અઘોરી વિસ્વનાથ એક ખુલ્લી જગ્યા માં બેસી પોતાની સાધના ચાલુ કરે છે ,ત્યાંજ જોરદાર પવન ફૂંકાય છે ,આખા જંગલ માંથી ચિચયારીયો સાંભળયા છે ...
ત્યાંજ એક પ્રકાશ પુંજ અઘોરી વિસ્વનાથ સામે આવી ને ઉભું રહે છે .અને એક આકૃતિ દેખાય છે અઘોરી વિસ્વનાથ ઉભા થઈ તે આકૃતિ ને પગે લાગે છે .
અમિત અને બધા આ બધું જોઈ રહે છે .
અઘોરી વિસ્વનાથ બધાને ઓળખાણ કરાવે છે .
"આ મારાં ગુરુ અને સમસ્ત અઘોરી સમાજ ના ગુરુ અઘોરી આંનદનાથ છે ,એમના આગમનથી જ આ ચિચયારીયો તમને સંભળાય છે ,એમાં આવવાથી દુષ્ટ આત્મા ઓને પીડા થાય છે ,પણ તે અહીં વધારે સમય રોકાઈ શકે તેમ નથી .એટલે એમની શક્તિ ઓ મને આપશે અને પછી પોતે અંતરધાન થઈ જશે "
પછી અઘોરી આંનદનાથ પોતાની તમામ શક્તિ ઓ અઘોરી વિસ્વનાથ ને આપે છે .અને પછી પ્રકાશપુંજ અદ્વસ્ય થઈ જાય છે .

અઘોરી વિસ્વનાથ :ગુરુ દેવ નો ધન્યવાદ કહે છે ,બધાને ને આગળ શુ કરવું એ વિશે વિચારો કરવા કહે છે ..

અંજલિ :આ લોકો ના મુખ્ય સ્થળે જવા માટે નો એક જ રસ્તો છે .એ એક ગુફા માંથી થઈ ને જાય છે ,પંરતુ એ પાર કરવામાં સાવધાની રાખવી પડશે ,ઘણી બધી અડચણો આવશે .

આમ કહી .અંજલિ બધાને એ ગુફા તરફ લઈ જાય છે ,લગભગ 2 કલાક ના અંતે તે ગુફા ના દરવાજે પહોંચે છે .સૂર્યોદય થવાની થવાની તૈયારી છે ..

અંજલિ :આ દરવાજો તંત્ર વિધા થી જ ખુલે અને બંધ થાય છે ,આની વિધિ એકજ તાંત્રિક જાણે છે ,જે આ તાંત્રિક કોનો મુખિયા છે .

અઘોરી વિસ્વનાથ :ચિંતા ના કરશો ,મારાં ગુરુ એ આપેલ શક્તિ થી આ દરવાજો ખુલ્લી જશે .
પછી અઘોરી વિસ્વનાથ થોડોક દર્ભ લઈ મંત્રો નું ઉચ્ચારણ કરે છે ,ત્યાંજ કડકડ એવો અવાજ આવે છે .ત્યાંજ ખુબજ દુર્ગંધ આવે છે.

અમિત :દરવાજો ખુલી ગયો ,લાગે છે આ દુર્ગંધ અંદરથી જ આવે છે .
અંજલિ :હા ,આ લોકો આ ગુફા માં છોકરી ઓના અડધા ખાધેલા સબ મૂકી રાખે છે ,જેથી કોઈ અંદર જઈ ના શકે ,એ લોકો નો મુખ્યમાણસ કયારેક જ આ આવે છે જે આ ગુફા માંથી જાય છે અને આવે છે .પેલો તાંત્રિક તેની જોડે જ આવે છે .એ કોઈ મંત્રો વડે આ દુર્ગંધ દૂર કરી છે .

અઘોરી વિસ્વનાથ :હું ,આ જંગલ માંથી થોડાક ફૂલો લઈ આવુ ત્યાં ,આમ કઈ તે જંગલ માં ફૂલો લેવા જાય છે .સૂર્યોદય થઈ જાય છે .

થોડી વાર પછી અઘોરી વિસ્વનાથ થોડાક ફૂલો લઈ આવે છે અને મંત્રો નું ઉચ્ચારણ કરે છે .ત્યાંજ આજુ બાજુ સુગંધ ફેલાઈ જાય છે .બધાને થોડી રાહત થાય છે .અઘોરી વિસ્વનાથ દર્ભ ને અભી મંત્રીત કરી બધા ની જમણાં હાથ ની આંગળી એ બાંધે છે .
ધીરે ધીરે બધા ગુફા માં પ્રવેશ કરે છે ,અમિત પોતાની સાથે લાવેલ ટોર્ચ સાથે આગળ રહે છે .

અમિત :ગુફા માં કેવા કેવા વિચિત્ર સબ પડ્યા છે ,આ ક્રૂર લોકો આવુ કરતા કેમ હશે ??

રુચા :આ બધા સબ જોઈ તેની આખો માં પાણી આવી જાય છે .અને પોતાની બહેન સાથે થયેલ બળાત્કાર યાદ આવે છે .

નિશા :અરે ,રુચા કેમ રડે છે .

રુચા :યાર ,આ લોકો છોકરીયો જોડે કેવું કરતા હશે તે વિચારી ને પરસેવો છૂટી જાય છે.

નિશા :હા ,મનુષ્ય જાતિ માં ય આટલા નીચ લોકો હોય ,શરમ ની વાત છે .

થોડું આગળ ચાલતાંજ ..ગુફા માંથી અવાજ આવવા લાગે છે .
અઘોરી વિસ્વનાથ :બધા સાવધાની રાખજો ,દુષ્ટ આત્માઓ આપણ ને રોકવાનો પ્રયાસ જરૂર કરશે .

ત્યાંજ કેટલીક દુષ્ટ આત્માઓ સામે આવે છે અને જોર જોર થી ચિચયારીયો પાડે છે .
અઘોરી વિસ્વનાથ :અમારો રસ્તો છોડી દો નહીંતર .....
દુષ્ટ આત્મા ઓ :નહીંતર તું શુ કરી લઈશ ,તું અમારું કઈ જ બગાડી શકે તેમ નથી ,અઘોરી .

અઘોરી વિસ્વનાથ :હજી કહું છું ,અમારો સાથ આપો ,હું તમને મુક્તિ અપાવીશ .
દુષ્ટ આત્માઓ :હા ..હા ..હા ..અમારે મુક્તિ નથી જોઈતી ,અમને તો જુવાન છોકરીયો નું લોહી પીવા મળે છે ..હા ..હા ..હા ....હે અઘોરી તું અહીંથી ચાલ્યો જા નહીંતર તમે બધા જ મર્યા જશો ..

અઘોરી વિસ્વનાથ :મંત્રો નું ઉચ્ચારણ કરે છે ત્યાં જ પેલી દુષ્ટ આત્માઓ ચિચિયારીઓ પાડવા લાગે છે ,મંત્રો ના ઉચ્ચારણ થી દુષ્ટ આત્મા ત્યાંથી પલાયન થઈ જાય છે .

અંજલિ :આ ગુફા માં ,આવી તો કેટલીય અડચણો આવશે ..મેં એક વખત આ ગુફા માં પ્રવેશ વા પ્રયત્ન કર્યો હતો જયારે પેલો મુખ્ય માણશ આવ્યો હતો ત્યારે ..પણ પેલા તાંત્રિક ને ખબર પડતા જ મારે ભાગવુ પડ્યું હતું .

બધા ધીમે ધીમે આગળ વધે છે .

(આગળ ના ભાગ માં જોઈસુ કે શુ અઘોરી વિસ્વનાથ આ ગુફા માં આવનારી આફતો થી બધાને બચાવી શકશે ???,શુ બધા આ ગુફા થી મુખ્ય સ્થળ સુધી પોહચી શકશે .???)