The Author ર્ડો. યશ પટેલ અનુસરો Current Read ભેંદી ડુંગર - ભાગ 12 By ર્ડો. યશ પટેલ ગુજરાતી હૉરર વાર્તાઓ Share Facebook Twitter Whatsapp Featured Books સ્નેહ ની ઝલક - 13 શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ... THE GAME CHANGER - 1 THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ... સથવારો રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ... પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 17 ️ પ્રકરણ ૧૭: પુત્રનો પત્ર અને આત્મીયતાનો સેતુસેટેલાઇટ ફોન... યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (15) પ્રકરણ - 15 મેં પ્રેમ સનના... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા ર્ડો. યશ પટેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ કુલ એપિસોડ્સ : 13 શેયર કરો ભેંદી ડુંગર - ભાગ 12 (1.4k) 2k 4.4k (આગળ ના ભાગ માં જોયેલું કે અઘોરી અમરનાથ તાંત્રિક ને પછાડે છે, છેવટે તાંત્રિક એ લોકો ની મદદ કરવા તૈયાર થાય છે, બધા ધીમે ધીમે ઉપર તરફ આગળ વધે છે )યુવરાજસિંહ તાંત્રિક ને :તું જે જાણતો હોય તે બધું કહી દે નહીંતર...તાંત્રિક :સાહેબ, હું જેટલું જાણું છું તે બધું કેવા તૈયાર છું, મને મરતા નહિ.યુવરાજસિંહ :આ ધંધા નો મુખ્ય માણસ કોણ છે??તાંત્રિક :સાહેબ, નામ તો ખબર નથી, અહીંનો એક મેનેજર રાખેલ છે, એ બધું સાંભળે છે. શેઠ તો કયારેક આવે છે, આ ગુફા માં આવેલા એક રૂમ માં પોતાની હવસ સંતોષી જતા રહે છે. એમની જોડે એક તાંત્રિક હંમેશા હોય છે, જે અમારા કરતા શક્તીશાળી છે, સાહેબ.યુવરાજસિંહ :આ ધંધા માં કોણ કોણ સામેલ છે?? અહીંયા કોણ કોણ પોતાની હવસ પુરી કરવા આવે છે?? જંગલ માં આવવા માટે ને આ નકશા સિવાય બીજો કોઈ રસ્તો??તાંત્રિક :સાહેબ, એતો ખબર નથી, પણ કેટલાક પોલીસ વાળા ય પોતાની હવસ પુરી કરવા આવે છે.બધા ચાલતા ચાલતા ડુંગર ની ટોચ ઉપર આવી જાય છે.આશિષ અમિત, નિશા અને અઘોરી અમરનાથ ના નામ ની બૂમો પાડે છે, પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી.તાંત્રિક :સાહેબ, આ જગ્યા તાંત્રિક વિધા થી બાંધેલી છે, અહીંયા બીજા કોઈ ની શક્તિ કામ આવતી નથી, થોડા સમય પહેલા એ પોલીસ ઓફિસર અહીંયા આવી ચડેલો.. એણે પણ એકલા હાથે ધંધા બંધ કરાવવાનો પ્રયત્ન કરેલો, પણ આ માયાજાળ માં ફસાય ગયેલો, પછી એને મોત ને ઘાટ ઉતારી નાખવામાં આવેલો... બીજા પોલીસ ઓફિસર એ આ કેસ ને બંધ જ કરી દીધેલો.આશિષ :પણ આ વિધા નષ્ટ કરવાનો કોઈ ઉપાય તો હશે ને.તાંત્રિક :અત્યાર સુધી તો કોઈ કરી શક્યું નથી, અમારા જેવા સામાન્ય તાંત્રિકો નું કામ નથી, કદાચ તમારો પેલો અઘોરી પણ આ ભેદ ને નષ્ટ નહિ કરી શક્યો હોય.અઘોરી અમરનાથ :ચિંતા ના કરો, હું પ્રયત્ન કરું છું.આમ કહી અઘોરી અમરનાથ મંત્રો નું ઉચ્ચારણ કરે છે, પણ કઈ પરિણામ આવતું નથી. પછી અઘોરી અમરનાથ પોતાના ગુરુ નું સ્મરણ કરે છે, ત્યાંજ એક પ્રકાશપુંજ આવે છે.આ બધું જોઈ યુવરાજસિંહ અને તેના ઓફિસર ને તો વિશ્વાસ જ થતો નથી....અમરનાથ... બોલ મારી શુ જરૂર પડી?અમરનાથ :ગુરુદેવ આ જગ્યા તાંત્રિક વિધા થી બાંધેલી છે, જે મારાથી મુક્ત થતી નથી, માટે આપનું આવ્હાન કર્યું છે.ગુરુદેવ :અમરનાથ, આ જગ્યા દુષ્ટ આત્માઓ થી રક્ષીત છે, એના માટે તારે આ દુષ્ટ આત્માઓ ને પેલા કાબુ માં કરવાની રહેશે પછી તું આ તાંત્રિક વિધા ને નષ્ટ કરી શકીશ. હા આ આત્માઓ શક્તીશાળી છે, યાદ રાખજે કોઈ ભૂલ ચૂક ના કરતો. અત્યારે આ આત્માઓ કોઈના ઇસારે ચાલે છે...આટલું કહી પ્રકાશપુંજ અદ્રશ્ય થઈ જાય છે.અઘોરી અમરનાથ પોતાની વિધિ ચાલુ કરે, થોડી વાર માંજ ચિચિયારીઓ નો અવાજ સાંભળવાનો ચાલુ થાય છે.અઘોરી અમરનાથ :દુષ્ટ આત્માઓ ને પોતાની કેદ માં કરીલે છે.ત્યાંજ જાણે બધો ધૂંધ દૂર થઈ જાય તેવું લાગે છે.યુવરાજસિંહ તેમના ઓફિસર સાથે આગળ વધે છે..આશિષ અમિત અને નિશા ના નામની બૂમો પાડે છે, પણ કઈ પ્રત્યુત્તર મળતો નથી.બધા ધીમે ધીમે આગળ વધે છે. ત્યાંજ યુવરાજસિંહ નો પગ એક લોખંડ ના પતરા પર વાગે છે.યુવરાજસિંહ :અહીંયા કંઈક લાગે છે, આ પતરાને અહીંયા થી હટાવો.બધા ઓફિસર પતરાને હટાવે છે, નીચે જોઈ.. બધા ચોકી જાય છે.આશિષ :આ તો કોઈ રૂમ જેવું લાગે છે.બધા અંદર જાય છે, ત્યાંજ યુવરાજસિંહ 3 જણા ને બાંધેલા જોવે છે.આશિષ :આ તો અમિત ને છે.યુવરાજસિંહ અને તેમના ઓફિસર આ લોકો ને છોડાવે છે.પછી એજ રૂમ માં આજુ બાજુ તપાસ કરે છે, ત્યાંજ બીજો એક દરવાજો મળી આવે છે.યુવરાજસિંહ એ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે, પણ ખૂલતો નથી.અમિત :આ દરવાજો એક કોડ થી ખુલે છે.યુવરાજસિંહ ઓફિસર ને કહી દરવાજો તોડાવે છે, પાછળ નું દ્રસ્ય જોઈ આભા બની જાય છે.યુવરાજસિંહ :આ શુ, ડૉક્ટર ઓ અને નર્સિંગ સ્ટાફ અહીંયા શુ કરે છે.પેલા બધા આમને જોઈ ગભરાય જાય છે.તાંત્રિક :સાહેબ, અહીંયા લોકો ના ગુર્દા (કિડની )અને બીજા અંગો ને કાઢી વેચવાનો ધંધો ચાલે છે, અહીંયા છોકરીયો ના અંગો કાઢી ને આ લોકો વેચે છે, એવું ખબર છે.યુવરાજસિંહ ઓફિસર ને આ બધાને બંધી બનાવી લો, આ કામ કરતા શરમ નથી આવતી.યુવરાજસિંહ ફોન મારફતે બીજી મિલેટ્રી ફોર્સ ને મંગાવી જંગલ નો ઘેરો નાખવાનું કહે છે.યુવરાજસિંહ :આ બધા ને પૂછપરછ કરો, અને માહિતી મેળવો કોણ આ બધું કરાવે છે.??એક ડૉક્ટર :સર, અમે તો અહીંયા અમારા સર ના કહેવાથી કામ કરીએ છીએ.યુવરાજસિંહ :કોણ છે, તમારા સર...ડૉક્ટર :સર, શહેરના ખ્યાતનામ હોસ્પિટલ ચિરંજીવી ના ડોક્ટર રમેશ મેહતા.આ નામ સાંભળી યુવરાજસિંહ ચોકી જાય છે.યુવરાજસિંહ :એજ રમેશ મેહતા જેમને રાષ્ટ્રપતિ ના હસ્તે બેસ્ટ સર્જન નો ખિતાબ મળેલો..ડૉક્ટર :હા, સર એજ રમેશ મેહતા...યુવરાજસિંહ ધુઆપુઆ થઈ જાય છે, શહેર ફોન કઈ રમેશ મેહતા ની ગિરફ્તારી કરવાનું કહે છે.ડોક્ટર :સર, આમ બીજા કેટલાય ડોક્ટર અને સમાજ સેવક નો હાથ છે, અમને તો અહીંયા પગાર પર રાખવા માં આવ્યા છે.ત્યાંજ કોઈક ના આવવાનો અવાજ આવે છે. યુવરાજસિંહ :બધા આ રૂમ માં સંતાઈ જાવ, અમિત તમે લોકો પેલા બંધન માં હતા તેમ ઉભા રહી જાવ.મેનજર આ લોકો ને બાંધેલા જોઈ "તમને કોઈ બચાવી શકે તેમ નથી, આ ડુંગર ઉપર કોઈની આવવાની તાકાત નથી, હજીય કહું છું અમારો સાથ આપો બધું જ મળશે..આમ કહી તે નિશા જોડે જાય છે અને તેના શરીર પર હાથ ફેરવે છે. આ જોઈ યુવરાજસિંહ લાંચચૉળ થઈ જાય છે.યુવરાજસિંહ :પકડી લો આ નરાધમ ને...આ બધા ને જોઈ ને મેનેજર તો ચોકી જ જાય છે...યુવરાજસિંહ :આને પકડી... આ ધંધા માં કોણ કોણ છે, તે બધા ના નામ કઢાવો..ક્રમશ....(આગળ ના ભાગ માં.... આ ધંધા માં કોણકોણ સામેલ હશે, શુ એ બધાને યુવરાજસિંહ પકડી શકશે??) ‹ પાછળનું પ્રકરણભેંદી ડુંગર - ભાગ 11 › આગળનું પ્રકરણ ભેંદી ડુંગર - ભાગ 13 Download Our App