ભેંદી ડુંગર - ભાગ 11 ર્ડો. યશ પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ભેંદી ડુંગર - ભાગ 11

(આગળ ના ભાગ માં જોયું કે મંત્રી ભારદ્વાજ પોતાના સત્તા ના પાવર પર ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને સસ્પેન્ડ કરાવે છે.)

અઘોરી વિસ્વનાથ અને અમિત ગુફા માં આગળ વધે છે, ત્યાંજ
રુચા :અમિત, આપણે જાણે ઉપર ચડી રહ્યા હોય તેવું લાગતું નથી.
અમિત :હા, લાગે તો છે.
અઘોરી વિસ્વનાથ :આ ગુફા ઉપર તરફ જઈ રહી છે તેવું લાગે છે.
બધા ધીમે ધીમે આગળ વધે છે, થોડું ચાલ્યા પછી સીડીયો ચાલુ થાય છે.
અમિત :આતો કોઈ પર્વત ઉપર ચડતા હોય તેવું લાગે છે.

બધા રાત્રે આરામ વગર ચાલ્યાજ કરે છે... ત્યાંજ
અઘોરી વિસ્વનાથ :આ, અહીંયા પ્રકાશ આવે છે, લાગે હવે આ ગુફા પુરી થાય એવું લાગે છે, સાવધાન રેજો.

ગુફા માંથી બહાર નીકળે છે ત્યાંજ.. અમિત ને લોકો ને પર બંદૂક ની અણી પર બંધી બનાવવા માં આવે છે.
અમિત :આતો કઈ ડુંગર જેવું લાગે છે.
"આવો આવો, અઘોરી વિસ્વનાથ... તમારી જ રાહ જોતા હતા "
અઘોરી વિસ્વનાથ :નરાધમો, મનુષ્ય ના નામ પર કલન્ક છો, હું તમને એકેય ને ય જીવતા નહિ મુકું.
"હા... હા... હા...
અમિત :કોણ છે, તું અને અમને બંધી શુ કામ બનાવ્યા?? અમે અહીંયા આવવાના છીએ એ કેવી રીતે ખબર પડી???

"હું, આ ધંધા નો મેનજર છું, હા.... હા... તમને એક ચાન્સ આપું છું, મારાં આ ધંધા માં સાથ આપો, માલામાલ કરી દઈસ, અઘોરી વિસ્વનાથ... હવસ પુરી કરવા...."
અઘોરી વિસ્વનાથ :તારા ગંદા મુખ થી મારું નામ ના લેતો, એમ કહી બંધન માંથી છૂટવા મંત્રો નું ઉચ્ચારણ કરે છે, પણ એકેય મંત્ર કામ કરતો નથી.

મેનેજર :હા... હા😀😀😀😀અઘોરી તારી વિધા અહીં નહિ ચાલે, આ જગ્યા તંત્રો મંત્રો થી અભિભૂત કરેલી છે...
તમે લોકો અહીંયા આવવાના છો, એ આ અમારી આત્મા એ બતાવ્યું, અઘોરી તારી શક્તિ ઓ વિશે પણ કહ્યું, તમે જયારે ગુફા માં પ્રવેશ કર્યો ત્યારથી જ ખબર પડી હતી, પણ અમને રઘૂનાથ ની શક્તિ પર વિશ્વાસ હતો, પણ તેને તે મરી નાખ્યો...આ ડુંગર એક ભેદી ડુંગર છે, તમે અહીંથી જીવતા નહિ જઈ શકો.. હા.. હા
.😀😀

અમિત : આવા કામ કરતા શરમ નથી આવતી.
મેનેજર :😀😀😀શરમ... સેની શરમ...😀😀
અઘોરી વિસ્વનાથ છૂટવા ઘણો પ્રયત્ન કરે છે પણ ના કામ થાય છે.

આ બાજુ ઝાલા સાહેબ પોતાના મિત્ર યુવરાજસિંહ કે જે મિલેટ્રી ઓફિસર છે, તેમને ફોન કરી મદદ માંગે છે અને બધી હકીકત કહે છે.
યુવરાજસિંહ :ચિંતા ના કર મિત્ર,હું અત્યારે જ પરમિશન લઈ થોડા ઓફિસર સાથે ત્યાં આવવા નીકળું છું.
ઝાલા સાહેબ આશિષ પાસે જંગલ ની બધી માહિતી અને પેલો નકશો માંગે છે.
સવાર સુધીમાં યુવરાજસિંહ પોતાના ઓફિસર સાથે આવી પોહચે છે.
યુવરાજસિંહ અઘોરી અમરનાથ ને જોઈ ચોકી જાય છે.
યુવરાજસિંહ :ઝાલા, આ અઘોરી અહીંયા શુ કરે છે.
ઝાલા સાહેબ :આ અઘોરી એજ આ કામ માં મદદ કરી છે, જંગલ માં રહેલી દુષ્ટ આત્માઓ કોઈને પ્રવેશવા દેતી નથી, ત્યાં જાવું હોય તો અઘોરી અમરનાથ ને સાથે રાખવા પડશે.
યુવરાજસિંહ :અલ્યા તું હજી ય આ ભૂત પ્રેત માં માને છે???😀😀
આશિષ :સર, અમે લોકો એ જંગલ માં જઈ ને આવ્યા, ત્યાં ભૂત છે, અમારી જોડે વાતો પણ કરે છે.

યુવરાજસિંહ :હું તો નથી માનતો, જે હોઈ તે આપણે હવે આપણા મિશન તરફ આગળ વધીએ, અઘોરી અમરનાથ ને આપણી સાથે આવે એમાં કોઈ વાંધો નથી.

બધા નકશા પ્રમાણે જંગલ તરફ આગળ વધે છે, જંગલ માં પ્રવેશતા જ દુષ્ટ આત્માઓ એટેક કરે છે... યુવરાજસિંહ આ જોઈ ચોકી જ જાયઃ છે..
દુષ્ટ આત્માઓ યુવરાજસિંહ સહીત બધાને બંધી બનાવે છે, પરંતુ અઘોરી અમરનાથ પોતાની શક્તિ વડે દુષ્ટ આત્માઓ ને કેદ કરી બધા ને છોડાવે છે.

યુવરાજસિંહ :મારી આખી જીંદગી માં આવુ ક્યારે ય જોયું નથી, એમ કહી અઘોરી અમરનાથ નો આભાર માને છે.
બધા અમરનાથ ની પાછળ પાછળ ગુફા સુધી પોહચી જાય છે...
ગુફા માં થોડું ચાલ્યા પછી જ બધા માં પગ જકડાય ગયા હોય તેવું લાગે છે.ત્યાંજ એક હસવાનો અવાજ આવે છે.
"કેમ ઓફિસરો, પોતાની જીંદગી ને મોત ના મુખ માં નાખો છો, અમારી સાથે જોડાઈ જાવ બધુજ મળશે."
અઘોરી અમરનાથ પોતાની શક્તિ વડે તાંત્રિક ને બંધી બનાવી લે છે.
તાંત્રિક :તું પેલા અઘોરી નો ભાઈ લાગે છે, તને જીવતો નહિ છોડું, એમ કહી પોતાની શક્તિ નો ઉપયોગ કરવા જાયઃ છે, ત્યાંજ અઘોરી અમરનાથ પોતાની શક્તિ વડે એને પછાડે છે.
અઘોરી અમરનાથ :હજી કહું છું જીવતો રેવા માંગતો હોય તો અમારો સાથ આપ નહીંતર રઘુનાથ ની જેમ મોત ને વાલુ કર.
તાંત્રિક કરગરે છે અને એમને સાથ આપવા તૈયાર થાય છે.
યુવરાજસિંહ અને તેના ઓફિસરો આ બધું જોઈ ને આભા થઈ જાય છે.
બધા ધીમે ધીમે આગળ વધે છે, આખો દિવસ ચાલ્યા પછી....
યુવરાજસિંહ :આ રસ્તો તો ઉપર ચડતો હોય તેવું લાગે છે.
તાંત્રિક :હા, આ રસ્તો એક ડુંગર ઉપર જઈ ને ખુલે છે.
યુવરાજસિંહ :ડુંગર ઉપર??? આ બધો ધંધો ડુંગર ઉપર થાય છે??
તાંત્રિક :હા, આ ધંધા નું મેન મથાળું ત્યાં છે.
બધા ધીમે ધીમે આગળ વધે છે.

ક્રમશ......

(આગળ ના ભાગ માં, શુ યુવરાજસિંહ અને તેમના ઓફિસર આ ભેદી ડુંગર નો ભેદ જાણી શકશે??? શુ અઘોરી વિસ્વનાથ ને બધાને છોડાવી શકશે???)