Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 91

શિવાંગ અને ક્રીશા બંને નાનીમાને મળ્યા અને તેમને જય શ્રી કૃષ્ણ 🙏 કર્યા. નાનીમાએ હાથ ઉંચા કરીને બંનેને આશીર્વાદ આપ્યા અને તેમની આંખમાં પાણી આવી ગયા તે ઈશારાથી પોતાની લાડકી પરી અને છુટકી વિશે પૂછવા લાગ્યા.
ક્રીશા તેમની બાજુમાં બેસી ગઈ અને તેમને પંપાળવા લાગી અને શાંત પાડવા લાગી અને શિવાંગ કન્સલ્ટિંગ ડૉક્ટર સાહેબને મળવા માટે તેમની કેબિનમાં ગયો.
ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે ઉંમરને કારણે નાનીમાની તબિયત હવે લથડી ગઇ છે અને હવે તેમને આ રીતે એકલા રખાય તેમ નથી તેથી શિવાંગે આ વાત ક્રીશાને કરી અને નાનીમાને થોડું સારું થાય એટલે બેંગ્લોર પોતાના ઘરે લાવવાનું નક્કી કરી દીધું.
હવે પ્રશ્ન હતો માધુરીનો..? તો માધુરીને અહીં અમદાવાદમાં એકલી મૂકીને જવા માટે ન તો શિવાંગ તૈયાર હતો કે ન તો ક્રીશા..!
એટલે શિવાંગ માધુરીના ડૉક્ટર અપૂર્વ પટેલને મળવા માટે ગયો. માધુરી એઝ ઇટ ઇઝ કોમામાં જ હતી તેની પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહોતો. શિવાંગ પોતાની માધુરીને જોઈને થોડો ડિસ્ટર્બ થઈ ગયો પરંતુ પછીથી તેણે પોતાની જાતને થોડી સંભાળી લીધી અને તે ડૉક્ટર અપૂર્વ પટેલને મળવા માટે તેમની કેબિનમાં ગયો.
અપૂર્વ પટેલને મળીને તેણે શેક હેન્ડ કર્યું અને પછીથી માધુરીની તબિયત વિશે થોડી ચર્ચા કરી. ડૉક્ટર અપૂર્વ પટેલના જણાવ્યા પ્રમાણે માધુરીની તબિયતમાં ક્યારે સુધારો થાય તે કંઈ કહી શકાય નહીં ત્યારબાદ શિવાંગે તેને બેંગ્લોર લઈ જવા માટે પૂછ્યું એટલે અપૂર્વ પટેલે તેમ કરવા માટે હા પાડી અને તેમણે બેંગ્લોરમાં સ્થિત પોતાના એક ડૉક્ટર મિત્રને ફોન કરીને પોતાનો રેફરન્સ આપીને તેમને માધુરીનો કેસ પણ સમજાવી દીધો હતો. હવે શિવાંગે થોડી રાહત અનુભવી હતી.
પરી પોતાની નાનીમાની તબિયતની સતત ચિંતા કરી રહી હતી અને પોતાની મોમ ક્રીશાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછી રહી હતી. હવે નાનીમાને હોસ્પિટલાઈઝ્ડ કરે એક વીક થઈ ગયું હતું અને તેમની તબિયત સારી હતી એટલે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ક્રીશાએ નાનીમાની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેમને ઘરે લઈને ગઈ અને શિવાંગે માધુરીની હોસ્પિટલની બધીજ પ્રોસેસ પૂરી કરી અને તેને ઘરે લઈને ગઈ આજે વર્ષો પછી પોતાની લાડલી માધુરી પોતાના ઘરે આવી હતી તેથી નાનીમા ખૂબજ ખુશ થઈ ગયા હતા તેમણે માધુરીની નજર ઉતારી અને ક્રીશા તેમજ નર્સ તેને અંદર ઘરમાં લઈ આવ્યા.
બીજા દિવસની સવારની બેંગ્લોરની ફ્લાઈટ પકડવાની હતી એટલે ક્રીશા અને શિવાંગ ઘરનો સામાન અને નાનીમાના કપડા વગેરે પેકિંગ કરવામાં બીઝી થઈ ગયા.
શિવાંગ આટલા બધા દિવસ અહીં રોકાયો હતો એટલે તેણે પોતાના ફ્રેન્ડ રોહન અને આરતીને મળવા માટે બોલાવ્યા હતા. આરતી અને રોહનને પણ એક દિકરો અને એક દિકરી એમ બે સુંદર બાળકો હતા જે હવે કોલેજમાં અભ્યાસ કરતા હતા.
આરતી અને રોહન શિવાંગ અને ક્રીશાને મળીને ખૂબજ ખુશ થઈ ગયા અને રોહને શિવાંગના પ્રેમની વફાદારીના વખાણ કર્યા અને તેને ક્રીશા જેવી સમજુ મેચ્યોર્ડ પત્ની મળી છે તેનાં પણ વખાણ કર્યા અને તે કહેવા લાગ્યો કે, "તે અને ક્રીશાએ માધુરી માટે અને પરી માટે જે કર્યું છે તે કોઈક જ કરી શકે ખરેખર તું અને ક્રીશા ખૂબ જ મહાન છો આ જગતને જો તારા જેવો પ્રેમી અને ક્રીશાભાભી જેવી સન્નારી મળી રહે તો આ દુનિયા સ્વર્ગ બની જાય અને કદાચ કોઈ સાચો પ્રેમ કરવાવાળું કદી પણ દુઃખી થાય નહીં."

શિવાંગ રોહનના શબ્દો સાંભળીને કહેવા લાગ્યો કે, "બસ બસ હવે બહુ વખાણ ન કર્યા કર.. અને સાંભળને તને યાદ છે કૉલેજનો એ પહેલો દિવસ..."
અને બંને મિત્રો એકબીજાની સામે જોઇને હસી પડ્યા અને બંનેને પોતાની કૉલેજનો એ પહેલો દિવસ યાદ આવી ગયો.
"હા, હું તું અને આરતી ત્રણેય કૉલેજ કેમ્પસમાં વાતો કરતાં ઉભા હતા અને માધુરીની એન્ટ્રી થઈ હતી.."
"અને હા, આપણે બંનેએ ભેગા મળીને આરતીની ખૂબ મજાક કરી હતી અને એ દિવસે માધુરીને મેં પહેલી વખત જ જોઈ હતી. બિલકુલ શાંત, માસુમ, ડાહી અને ચૂપચાપ માધુરી મને ખૂબજ ગમી ગઈ હતી બસ એ જ દિવસથી હું તેને ચાહવા લાગ્યો હતો, કદાચ તેના જેવી ડાહી અને સીન્સીયર છોકરી મેં મારી લાઈફમાં પહેલીવાર જોઈ હોતી.. અને આ મારી માધુરીને શું થઈ ગયું..? જાણે તેને કોઈની નજર લાગી ગઈ મારી માધુરીની કેવી દશા થઈ ગઈ..!!" અને શિવાંગ એકદમ નિરાશ થઈ ગયો જાણે તે અંદરથી રડી રહ્યો હતો.
એટલામાં ક્રીશા અંદરના રૂમમાંથી બહાર આવી અને જમવાનું જમવા માટે પૂછવા લાગી.
આરતી પોતાના ઘરેથી ક્રીશા અને શિવાંગ માટે થેપલા બનાવીને લાવી હતી તો થેપલાં અને દહીં પિરસવા લાગી અને બધા જ સાથે જમવા માટે ગોઠવાઈ ગયા.
અને પછીથી બીજા દિવસે સવારે નિકળવાનું હતું તો શિવાંગ અને ક્રીશા બંને પાછા પેકિંગમાં પડી ગયા અને રોહન તેમજ આરતી તેમને મદદ કરવા લાગ્યા.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/10/23