ક્રિમિનલ કેસ - ભાગ 22 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 22

આચલ નું ધ્યાન તે કૂતરા તરફ દોરાયું અને તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ સરી પડ્યો... “ફીન!!”

ફીન નામ સંભાળતા જ બધાનું ધ્યાન તે તરફ ગયું. ફીનને જોતાજ વિવાન ના ચેરા પર એક સ્માઈલ આવી ગઈ.પરંતુ હજી પણ ફીન એક જ દિશામાં જોઈ ભસી રહ્યું હતું.કદાચ તે કોઈ ઈશારો કરી રહ્યો હતો જે બીજા સમજવા માટે સક્ષમ નહોતાં. વિવાન તેને પોતાના હાથમાં પકડવા ગયો પરંતુ તે હાથમાં ના આવતા એક તરફ દોડવા લાગ્યું.

રોય પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.અચાનક જ એક પાનના ગલ્લા પાસે જઈ તે ભસવા લાગ્યું.માણસો કરતાં ક્યારેક જાનવર વધારે સમજદાર બની જાય છે.જ્યાં લાગણીઓનો તંતુ હોઈ ત્યાં મૌન પણ સરળતાથી સમજાય છે.વિવાન એ તેની જાન બચાવી હતી પણ તેના માટે વિવાન ભગવાન થી પણ મોટો હતો.કદાચ એટલેજ આજે તે મદદ કરી રહ્યો હતો.

રોય તે પાનનાં ગલ્લે ગયો.ત્યાં એક વૃદ્ધ દાદા જ બેસ્યા હતાં.આખું જીવન મજૂરીમાં ઘસાઈ ગયા બાદ પણ તેઓ અત્યારે કમાઈ રહ્યાં હતાં.તેમના ચહેરા પરની દરેક કરચલી તેમની મહેનત તેમજ શરીરના ઘસારાની નિશાની હતી.
"દાદા હમણાં અહીંયા કોઈ વ્યક્તિ આવ્યો હતો?”

“હા દીકરા...એક છોકરો આવ્યો હતો પણ કદાચ કોઈ ઉતાવળમાં હતો.અથવા તો એમ કહો કે એને સિગારેટની તલબ હતી.આવીને તરત જ એક સિગરેટ પીય ગયો.સિગરેટ પીતાં થોડો શાંત થયો અને પછી મને પૈસા ચૂકવી પેલી તરફ જતો રહ્યો.મે બાકીના પૈસા આપવા માટે બોલાવ્યો પણ રુક્યો નહીં.”

"આભાર દાદા” કહી રોય એ દિશા તરફ આગળ ગયો જ્યાં પેલા દાદાએ આંગળી બતાવી હતી.ત્યાં આગળ જતાં ત્રણ રસ્તા દેખાયા.આમાંથી તે કંઈ તરફ વળ્યો હશે એ કહેવું મુશ્કેલ હતું. ત્યાંજ તેના ફોન પર એક કોલ આવ્યો.

“સર તમે કહ્યું હતું એમ મે તેનો પીછો કર્યો હતો.અને તે અત્યારે કોઈ બંધ ગોડાઉનમાં છે.”

“તે ગોડાઉન કોનું છે એની બધી જ માહિતી મને જોવે”

“જી સર. હું બે કલાક માં મોકલું” કહેતા જ તે વ્યક્તિએ ફોન કાપી નાખ્યો.

વિવાન ઇન્સ્પેક્ટર અજયને કોલ કર અને એક પોલીસ ટીમ તૈયાર રાખવા કહે. આપણે ગમે ત્યારે જરૂર પડશે અને હા હમણાં એક એડ્રેસ આવશે ત્યાજ હવે આ જંગ ખતમ થશે.

“સર ક્યાં જવાનું છે આપણે? અને કંઈ જંગ ખતમ કરવાની વાત કરી રહ્યા છો?” અભયએ પૂછ્યું.

“તે કાતીલ ના અગલા શિકાર આપણે છીએ માટે આપણે કંઈ જ નથી કરવાનું તે ખુદ આપણને લેવા આવશે.બસ બીજા લોકોને સાવચેત રહેવાનું છે જેથી સમય રહેતા તે લોકો આપણને બચાવી શકે.”

“પણ સર કાતીલ કોણ છે?”

“તમે બધા એને બોવ સારી રીતે ઓળખો છો” ત્યાર બાદ ડિટેક્ટિવ રોય બધાને તેનું નામ કહે છે જે સંભાળી બધાને એક મોટો આઘાત લાગ્યો.

“સર તમને કંઈ રીતે ખબર પડી? અને એનું આ બધું કરવા પાછળનું કારણ શું?

“એતો મળશું ત્યારે પૂછી લેજો”

"પણ સર તમને ખબર કંઈ રીતે પડી કે આ રોકી શાહનું જ કામ છે?”

“જયારે એ સ્કેચ બનાવવા આવ્યો ત્યારે જ મને ડાઉટ હતો.ત્યારેજ મારો એક માણસ તેનો પીછો કરી રહ્યો.તેને જ આ ગોડાઉનનું એડ્રેસ પણ મોકલ્યું.રોકીને લાગ્યું કે કોઈ એ તેને જોયો નહોતો તેથી તેને માસ્ક પણ કાઢી નાખ્યું હતું.હવે અમદાવાદ શહેરના મશહૂર ક્રિમિનલ લોયર ના દીકરાને કોણ ના ઓળખે?એમાં પણ અમારા જેવા જાસૂસ તો ખાસ પકડી પાડે.

***

પોતે ક્યાં ભૂલ કરી છે એ જ્ઞાત થતાં જ તેને પોતાના પર ગુસ્સો આવે છે.એમાં પણ એક કૂતરાં ના કારણે પોતાની ભૂલ સામે આવી એ જાણીને તેને ખુદ પર હજી વધારે ગુસ્સો આવે છે.

“તને ખબર છે,આ કૂતરાને તારા વિશેં કઈ રીતે ખબર પડી?” રોય એ પૂછ્યું પણ સામે કોઈ પ્રત્યુતર ના મળતાં તેમણે જ બોલવાનું શરુ કર્યું.

“તું જ્યારે સત્યવાનને મારવા રતનગઢ ગયો હતો પણ તે ત્યાં વનીનું મર્ડર કર્યું તે કદાચ આને જોયું હતું અને એટલે જ જે દિવસે તું સ્કેચ બનાવવા આવ્યો આણે તને ઓળખી લીધો.”

“પણ સર આનો બદલો દેવરાજ ની મોત નો અર્થ શું છે?”

“દેવરાજ રોય એક મશહૂર ક્રિમિનલ લોયર છે.જેમણે સત્યવાન ને બચાવવા માટે કેસ લડ્યો હતો.પણ સત્યવાન જેલ માં ગયો ત્યારે તેને દેવરાજ શાહ ને ધમકી આપી હતી મારવાની.ત્યાર બાદ અચાનક જ બીજા દિવસે દેવરાજ શાહ ની આત્મહત્યા ના સમાચાર આવ્યા.તેમને તેમના જ રૂમમાં પંખા પર લટકી આત્મહત્યા કરી હતી.રોકી ને લાગે છે કે તેની મોત ના જિમ્મેદાર સત્યવાન કેસ સાથે ના લોકો છે.અને તેના પપ્પાએ સત્યવાનના કારણે આત્મહત્યા કરી છે માટે તેણે બધા મર્ડર સત્યવાનને સ્ટાઈલ પ્રમાણે કર્યા.”

“પણ સર આપણે તો સત્યવાન ને જેલ માં નાખવા નો હતો ને? તો આપણે એ કેસ સાથે કંઈ રીતે રેલેટેડ થયા?”

“આપણે સત્યવાનને જેલમાં નખાવ્યો ત્યારેજ દેવરાજ શાહ એ મને આ કેસમાંથી હટી જવાની ઑફર આપી હતી જેનો મે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો હતો.એમના ઘણા મનાવ્યા બાદ પણ મે ઑફર ના સ્વીકારી ત્યારે તેમને મને મારવા ની ધમકી આપી હતી.અને રોકી એ આ કેસમાં કોણ કોણ શામેલ હતું એ બધાં સાથે બદલો જોતો હતો.આમ પણ તમે એટલે નજર માં આવ્યા કારણ તમારી સાથે આને અંગત દુશ્મની પણ હતી કોલેજમાં.”

ત્યાંજ રોકી પાગલ ની જેમ ચિલ્લાવા લાગ્યો. “કોઈને નઈ છોડુ.બધાજ મરશે. તેના આમ ઉગ્ર બનતાં જ બે-ત્રણ પોલીસ કર્મચારી એ તેને જોરથી પકડી રાખ્યો.

“આ શું થઈ રહ્યું છે આને?”

“આ ભલે એકદમ સવસ્થ દેખાઈ છે ,પણ આનું માનસિક સંતુલન ખોરવાય ગયેલું છે.”

“શું???”બધાજ એક સાથે બોલી ઉઠ્યા.

“હા”

અચાનક જ રોકી તેમની પકડમાંથી છૂટી ગયો અને ત્યાજ ઉભેલા એક પોલીસ પાસેથી બંદૂક લઈ સીધી આચલ તરફ ચલાવી.આ જોતાજ અજયએ આચલ ને બચાવવા રોકી પર ગોળી ચલાવી જે સીધા રોકીના કપાળને વીંધી નાખે છે.પરંતુ ગોળી બંદૂક માંથી નીકળી ચૂકી હતી જે આચલને વાગે એ પહેલાં જ વિવાન એ તેને ધક્કો મારી સાઇડ માં કરી અને બંને નીચે પડ્યાં. નિશાનો પાછળ દીવાલ પર લાગ્યો.આ બધું સેકન્ડના છઠ્ઠા ભાગમાં બન્યું હતું.કોઈ કંઈ સમજે તે પહેલા જ રોકીનું શરીર જમીન પર ઢળી પડ્યું.

બધાને પરિસ્થિતિ સમજતા આ પાસે દોડ્યા. આચલ બધાને પોતે બરાબર છે એવું કહે છે. બધાએ એક હાશકારો અનુભવ્યો.

***

(થોડા દિવસો બાદ)

બધાજ પોતાના ઘરે અમદાવાદ પહોંચી ચૂક્યા હતાં.રોકી ને એન્કાઉન્ટર માં માર્યો એ વાત કોર્ટમાં ઇન્સ્પેક્ટર અજય એ સાબિત કરી દીધી હતી.નક્કી કર્યા મુજબ ડિટેક્ટિવ રોયનું નામે ક્યાંય પણ નહોતું આવ્યું. ઇન્સ્પેક્ટર અજય ને પણ કેસ સોલ્વ કર્યા બાદ પ્રમોશન મળી ગયું હતું.

પણ અમદાવાદમાં બે નવી પ્રેમ કહાની ની નવી શરૂઆત થવાની હતી.એક સિરિયલ કિલર ને તેના અંજામ સુધી પહોંચાડયા બાદ બધા પોતાના જીવન માં વ્યસ્ત થઈ ગયા હતા. આચલ અને વિવાન તેમજ પીહુ અને અભય પોતાની એક નવી શરૂઆત કરવા તૈયાર હતા. બંને ના ઘરે થી મંજૂરી મળી જતાં આચલ અને પીહુ ખુશ હતા. તેમના લગ્ન કોલેજ પૂર્ણ થયા બાદ થવાના હોવાથી હાલ બધા ભણવા પર ધ્યાન આપવાનું નક્કી કરે છે.

વિવાન અને આચલ કોલેજ ના ગાર્ડનમાં બેઠા હતાં.અચાનક જ આચલ ને એક પ્રશ્ન યાદ આવ્યો.“વિવાન તને કંઈ પૂછું?”

“હા, પૂછને ”

“જે દિવસે આપણે રતનગઢ જતાં હતાં અને ફીન આપણને મળ્યો ત્યારે તે અને અભય એક જ નામ એક સાથે કેવી રીતે બોલ્યાં?”

આચલ ના આ પ્રશ્ન ના સામે વિવાન એ ફક્ત એક હાસ્ય વેર્યું...

સમાપ્ત...


***

આશા છે મારી પ્રથમ વાર્તા તમને ગમી હશે. કોઈ ભૂલ થઈ હોઈ તો માફ કરશો.આમ જ પ્રોત્સાહન અને તમારા પ્રતિભાવો આપતા રહો.તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.મારી વાર્તા ગમી હોય તો મિત્રો સાથે શેર અવશ્ય કરજો.

મહાદેવ!!