રોય નાહીને બહાર આવે છે. પોતાના વોર્ડરોબમાંથી કપડાં કાઢી તૈયાર થાય છે. હાથમાં તેની મનપસંદ ઘડીયાળ પેરી તે બહાર આવે છે અને કીચન તરફ જાય છે. કોફી બનાવી પોતાના કપમાં કાઢી તે હોલમાં સોફા પર ગોઠવાય છે. કોફી પીતાં પીતાં જ તેની નજર કુરીયર પર જાય છે.
“આ કુરીયર કોણે મોકલ્યું હશે? ” મનમાં જ તે વિચારે છે.
ત્યાં જ તેના ફોનની રીંગ વાગે છે. તેનાં પર આકાશ નામ ફ્લેશ થતું હોય છે. નામ વાંચતા જ તેને ચહેરા પર હળવું સ્મિત પથરાઇ છે. અને તે ફોન ઉપાડે છે.
“હેલો” એક ઉત્સાહિત અવાજ સંભળાય છે.
“હેલો આકાશ”
“ કેમ છે યાર..? હમણાં તો મુલાકાત જ નથી થઈ એટલે તું મને ભૂલી ગયો લાગે છે. ”
“એવું કંઈ હોતું હશે??? તને ખબર છે ને મેં ડિટેક્ટીવ નું કામ છોડ્યું એ પછી બધે ફરવા નિકળી પડ્યો હતો. હજી બે દિવસ પહેલાં જ મુંબઈ પહોંચ્યો છું. ”
“હા.. હા.., મને ખબર છે હું ફક્ત તને પરેશાન કરતોં હતો. હવે ચલ હમણાં જ આવ મારા ઓફિસ પર. આજે બન્ને સાથે જ લંચ કરીશું”
“કેમ ભાભીએ આજે બે ટીફીન મોકલ્યા છે? ”કહેતાં રોય હસે છે. સાથે જ આકાશ પણ હસવા લાગે છે.
“હા.. તારી ભાભીએ આજે બે ટીફીન મોકલ્યા છે. એટલે જ તને બોલાવું છું. ચાલ હવે ચુપચાપ કોઈપણ બહાના કાઢ્યા વગર આવી જા.”
“જો હુકુમ મેરે આકા.” અને બન્ને હસી પડે છે.
કોફી ખતમ કરી રોય તૈયાર થાય છે. લીફ્ટથી નીચે આવ્યા બાદ પોતાની કાર લઈ આકાશની ઓફિસ પહોંચે છે. કારને પાર્ક કરી ઓફિસમાં પ્રવેશ કરે છે. આકાશની ઓફિસ દસમાં માળે હોવાથી રોય લિફ્ટમાં દસમાં ફ્લોરનું બટન દબાવે છે. થોડી જ વારમાં આકાશની કેબીનમાં દસ્તક થાય છે.
“આવ આવ રોય...! તારી જ રાહ જોતો હતો. ”
“વાહ.., મને જોયા વગર મારી આહટથી જ તું મને ઓળખી જાય છે. આટલા વર્ષો થયા આપણી મિત્રતાને પણ આ રાઝ હજુ સુધી અકબંધ છે. ”
“એ તો મરતાં વખત સુધી આમ જ રહેશે” આકાશએ હસતાં કહ્યું.
“પણ સાચું બોલ તને દરવખતે કઈ રીતે ખબર પડી જાય છે? ”
“મીસ્ટર ડિટેક્ટીવ રોય...!! આ શહેરના આટલા મોટા ડિટેક્ટીવ છો તો આ ગુથ્થી સુલજાવો.”
“રહેવા દે ભાઈ મારે કોઈ ગુથ્થી સુલજાવવી નથી.ચાલ જલ્દી જમવાનું કાઢ.ભૂખ લાગી છે.
“ હા.. હા.. ચાલ બેસી જા”
બન્ને મિત્રો વાતો કરતાં કરતાં જમવાનો આનંદ માણે છે. ત્યાં જ આકાશ કેબીનમાં રહેલી ટીવી પર ન્યુઝ ચાલુ કરે છે.
“નમસ્કાર દર્શક મિત્રો!! નાનકડા બ્રેક બાદ ફરી સ્વાગત છે આપનું. જી હા.... તમે સાચું સાંભળ્યું છે. અખિલસબ જેલમાંથી થયો એક કેદી ફરાર. આ કેદીને મળી હતી ઉમર કેદની સજા. એક સિરિયલ કિલર, કે જેને પકડવામાં ખુદ ડિટેક્ટીવ રોયએ મદદ કરી હતી. હા.., તે જ કિલર જેલ તોડી ફરાર. કિલર નું નામ છે “સત્યવાન”.
સત્યવાન નામ સાંભળતાં જ રોયને એક આઘાત લાગે છે. થોડીવાર પોતાની સાથે જ મનોમંથન કર્યા બાદ તે ફરી સમાચાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
“રોય, જો હું ખોટો ના હોઉ તો આ ઓલો અમદાવાદ વાળો કેસ છે નઈ? ”
“હા.. એજ છે. પણ કોઈ કારણસર તેને મુંબઈની અખિલસબ જેલમાં લાવવામાં આવ્યો હતો. ”
અચાનક જ રોયના મગજમાં એક ચમકારો થાય છે. તે તરત જ ઊભો થઈ દોડતો બહાર જવા લાગે છે.
“ઓય... સાંભળતો ખરો. આમ ક્યાં ભાગે છે? ”
“હમણાં એક જરૂરી કામ છે. હું પછી મળું તને. અને હા ભાભીને આભાર કહેજે ટિફિન માટે.”
“હા પણ તું સંભાળીને જજે”
“હા”
રોય તરત જ લીફ્ટથી નીચે આવે છે અને પોતાની કાર પોતાના ઘર તરફ ભગાવી મૂકે છે. બિલ્ડીંગમાં કાર પાર્ક કરી પોતાના ફ્લેટ પર પહોંચે છે. ચાવીથી દરવાજો ખોલી સિધ્ધો કુરિયર પાસે પહોંચે છે. ત્યાં પહોચતા સુધી તો તેનો શ્વાસ એકદમ ફૂલી જાય છે. રોયને સમાચાર સાંભળ્યા બાદ અચાનક આ કુરીયર વિષે ઝબકારો થાય છે. માટે તે તરત જ દોડીને આવે છે. કારણ કુરીયર મોકલનાર એ પોતાનું નામ નહોતું કહ્યું.
જેવું રોય કુરીયર ખોલે છે તેને એક આઘાત લાગે છે.
***
શું હશે એવું કુરીયરમાં? કોણ છે આ સત્યવાન? કેમ એ જેલ તોડી ફરાર છે? શા માટે તેને સિરિયલ કિલર કહેવામાં આવે છે?
તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_