ક્રિમિનલ કેસ - ભાગ 21 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 21

દરવાજો તૂટતા ની સાથેજ ઘણા બધા પોલીસ ઓફિસર બંદૂક સાથે અંદર આવ્યા અને ગોળ બનાવી ઊભા રહી ગયા. બધી જ બંદૂક નો નિશાન તે માસ્ક પહેરેલ વ્યક્તિ તરફ હતો.તે હાલની પરિસ્થિતિ પર વિચાર કરી રહ્યો હતો. તેણે પોલીસને ધક્કો મારી ભાગવાની કોશિષ કરી પણ ત્યાજ તેના ગાલ પર જોરથી એક મુક્કો પડ્યો.મુક્કો વાગતાની સાથે જ તે સીધો ભોંય ભેગો થઈ ગયો.

તેણે જોયું તો સામે વિવાન, ઇન્સ્પેક્ટર અજય અને અભય સાથે ઊભા હતા.વિવાન એ જ જોરથી તેને મુક્કો માર્યો હતો.તે વ્યકિત ઊભો થયો પણ તેના માસ્કમાં મુક્કો વાગતાની સાથે જ તિરાડો પડી હતી અને તેનું માસ્ક થોડું તૂટ્યું હતું.આ ધાંધલ ધમાલમાં બાકીના પોલીસ કર્મચારીઓએ આચલ, પીહુ, કામ્યા, પર્વ અને રોય ને છોડાવી લીધા હતાં.

“હવે માસ્ક ઉતારવાનું શું લઈશ મિસ્ટર રોકી શાહ.”રોય બોલ્યો.તેના આટલું બોલતાં જ તે વ્યક્તિ પાછળ ફરીને રોય તરફ જોવા લાગ્યો.પોતાનું અસલી નામ ડિટેક્ટિવ રોય જાણે છે આ વાત ની કલ્પના કરવી પણ તેના માટે શક્ય નહોતી.

“શું થયું? તારું નામ અમને ખબર છે આ જાણીને સદમો લાગ્યો?” વિવાને આટલું બોલી પોતાના દાંત કચકચાવ્યા.

થોડી જ વારમાં ઇન્સ્પેક્ટર અજયે તેને ખુરશી પર બાંધી દીધો અને માસ્ક ઉતાર્યું. તે માસ્ક પાછળ ચહેરો હતો રોકી શાહનો. એજ રોકી જે આચલ અને તેના ગ્રુપની સાથે એક જ કોલેજમાં ભણતો હતો.

“હવે બોલ કેમ આ બધા ખૂન કર્યા? અને હજી પણ આ લોકોનું મર્ડર કેમ કરવાનો હતો?” અજયે પૂછ્યું

પોતે હવે પકડાઈ ગયો છે અને છૂટવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો.તેથી તે બોલવાનું શરૂ કરે છે.“તમને શું લાગે છે,તમને મને આમ પકડી લીધો તો મારો પ્લાન બગડી ગયો? મારું કામ અધૂરું રહી ગયું? જો તમને આવું લાગતું હોય તો આ તમારો માત્ર ભ્રમ છે.હું મારો બદલો જરૂર લઈશ.”

“કયો બદલો?” રોકી ક્યાં બદલાની વાત કરી રહ્યો હતો એ ના સમજતા ડિટેક્ટિવ રોય એ પૂછ્યું.

“દેવરાજ શાહ ની મૌત નો બદલો.યાદ તો હશે જ દેવરાજ શાહ!!”

“કર્મ એવા ફળ!! આ કહેવત તો સંભાળી જ હશે તે.બસ એવું એક ફળ દેવરાજ શાહ ને મળ્યું હતું અને તું એના દીકરો તરીકે તે પણ એજ કર્યું જે એને કર્યું હતું.”

“મારો પહેલો ટાર્ગેટ તો સત્યવાન જ હતો પણ ત્યાં વાનીએ મને જોઈ લીધો હતો એટલે મારે સત્યવાન ને મૂકી ને બાકી ના લોકો ને મારા પ્લાન પ્રમાણે મારવા પડ્યાં.તમે લોકો પણ મારવાના જ હતાં જો આ પોલીસ વચ્ચે ના આવી હોત.”

“તને બોવ શોખ હતો લોકોને હિન્ટ આપવા નો બસ એજ હિન્ટ વડે અમે તારા સુધી પહોંચ્યા.”

“પણ મે કોઈ સાબૂત નહોતા છોડ્યાં!”

“દરેક ગુનેગારને એવુજ લાગે કે તેને ગુનાહ કરતાં કોઈએ જોયો નથી પણ અફસોસ કોઈ ક્રાઇમ પરફેક્ટ નથી હોતો.કોઈ સાબૂત તો હોઈ જ છે.અને તું તો સામેથી અમને હિન્ટ આપતો હતો એટલે તને તો સજા મળવાની જ.” આ સાંભળતાં જ રોકી વિચારોમાં અટવાયો.તેને વિચારતા જોઈ રોય ફરી બોલ્યા.

“એજ સોચે છે ને,કે તે ગલતી ક્યાં કરી? હું સમજવું છું.

***

(ફલેશબેક)

ડિટેક્ટિવ રોય તે મિનિટ કાટાના રાઝને સુલજાવવા લાગ્યા.આ જોઈ બધાએ પાછું પોતાનું મગજ કસવા નું શરૂ કર્યું. ઇન્સ્પેકટર અજયને પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો હોવાથી તેઓ બધાને કહી પોલીસ સ્ટેશન જવા નીકળી ગયા અને બાકી લોકો આ પહેલી સુલજવવા લાગ્યા.

“મને સમજાઈ ગઈ આ પહેલી!!”પીહુ ખૂશ થતાં બોલી.

“શું છે પહેલી નો અર્થ?”

“૯:૦૫ નો સમય એને આમાં બતાવ્યો છે.તો નવ એટલે નયન અને વાની આપણે સમજી ગયા પણ પાંચ એટલે કોઈના નામે સાથે સંબંધિત નથી પરંતુ એનું મતલબ પાંચ વ્યક્તિ થાય છે.જો આમ જોવા જઈ તો ફક્ત આપણે પાંચ વ્યક્તિ જ હવે બાકી રહ્યાં છીએ.”

“કોણ પાંચ? આપણા ગ્રુપમાં આપણે ચાર જ છીએ હવે.” કામ્યા એ પૂછ્યું.

“હા આપણે ચાર અને પાંચમા વ્યક્તિ એટલે રોય સર.આપણે સત્યવાન ની થિયરી પ્રમાણે ચાલીએ તો આટલા જ લોકો બાકી છે જેની સાથે તે મૂર્ડરર બદલો લઈ શકે.”

“પણ સત્યવાન તો મરી ચૂક્યો છે.”

“આ છોકરી બરાબર કહી રહી છે.તે વ્યક્તિ જે આ હત્યાઓ પાછળ જવાબદાર છે એનો એક જ મકસદ હતો બધામાં સત્યવાન ને ફસાવવો. માટે હવે એ આપણે પાંચ ને કંઈ પણ કરી શકે છે.બસ એક વખત ખબર પડી જાય આ વ્યક્તિ નો મકસદ તો એનું નામ પણ સામેથી જ ખબર પડી જશે.”

ત્યાંજ અચાનક એક કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. આ અવાજએ બધાનું ધ્યાન બારણાં તરફ દોર્યુ.બધા જઈ ને જુએ છે પરંતુ ત્યાં કોઈ નહોતું. અચાનક આચલ નું ધ્યાન તે કૂતરા તરફ દોરાયું અને તેના મુખમાંથી ફક્ત એક જ શબ્દ સરી પડ્યો... “ફીન!!”

***

શું હશે ફીન નું રહસ્ય? શા કારણ ફીન બોલી રહ્યો હતો? શું ખરેખર ત્યાં કોઈ હતું?