ક્રિમિનલ કેસ - ભાગ 6 Urvi Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ કેસ - ભાગ 6

સમાચાર સાંભળ્યા બાદ રોય તરત જ આકાશની ઓફિસ પર ઘરે આવે છે. તે સૌ પ્રથમ કુરીયર ખોલે છે. કુરીયર એક નાના બોક્સ જેવું હતું. જેના પર કોઈ નામ કે એડ્રેસ લખેલું નહોતું. રોયએ જેવું કુરિયર બોક્સ ખોલ્યુ તેમાં એક જોકર નું માસ્ક હતું. જે જોતાં જ રોય થોડા સમય માટે ભૂતકાળમાં ખોવાઇ જાય છે.

થોડા જ સમયમાં સ્વસ્થ થયા બાદ રોય જોકરનું માસ્ક બાજુ પર રાખે છે. ત્યાં જ તેની નજર સાથે આવેલી ચિઠ્ઠી પર પડે છે. રોય ચિઠ્ઠી ઉપાડી વાચવાની શરૂઆત કરે છે. ચિઠ્ઠી વાંચતા જ તેના હોશ ઊડી જાય છે.પરંતુ થોડા જ સમયમાં તે પોતાને સ્વસ્થ કરે છે.

“ના! આ કદાચ ભ્રમ હશે. આવું કઈ રીતે શક્ય છે.” રોય પોતાના મન સાથે વાત કરે છે. કંઈ ન સમજતા તે પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યાંના ઈન્ચાર્જ ઓફિસર મિસ્ટર. અજય ને મળે છે. જે ઈન્સપેકટર કમ તેમના મિત્ર હોય છે.

“ ઈન્સપેકટર શું આ સમાચાર સત્ય છે? ”

“આવો.. આવો..સર!! મને ખબર જ હતી કે જેવા તમે સમાચાર સાંભળશો તમે મને મળવા જરૂર આવશો”

“કેમ તમને કેમ એવું લાગ્યું કે હું તમને મળવા આવીશ?”રોયએ થોડા શક સાથે આંખો જીણી કરતાં પૂછયું.

“હવે આમ શકથી મારી તરફ ના જુઓ. હું પણ ઈન્સપેકટર છું અને આ વ્યક્તિ સાથે તો તમારો પહેલેથી સંબંધ છે. એટલે તમે ના આવો એવું બને જ નહીં”કહેતા અજય હળવું સ્મિત કરે છે.

“ કેટલા કલાક થયાં? ”

“૧૦ કલાક.”

“ઓહ..!! મતલબ આજે રાત્રે જ થયું આ બધું? ”

“હા”

“બીજી કોઈ માહિતી મળી?”

“ના! હું હમણા જેલ પર જ જઈ રહ્યો છું. પરંતુ તમારા અહીં આવવાનું કારણ હજી મને નથી સમજાય રહ્યું સર.શું તમને કોઈ માહિતી મળી છે? ”

“ના,પણ ધ્યાન રહે ઈન્સપેકટર તેને પકડવામાં મેં બહું મહેનત કરી હતી. તેને જલ્દી જેલના સળીયા ગણતો કરજો. બસ આટલું જ કહેવા આવ્યો હતો. ”

“ચિંતા નહીં કરો સર, જલ્દી જ એ જેલમાં હશે.”

“હમમમમ.. સારું તો હું નીકળું હવે.”

“ઠીક છે સર”

રોય પોલીસ સ્ટેશનમાંથી બહાર આવે છે. પોતાની કારની બાજુમાં થોડી વાર ઊભા રહી કારનો દરવાજા ખોલે છે. કારમાં બેસતાં જ તેને આભાસ થાય છે કે કોઈ તેના પર નજર રાખી રહ્યું છે. તે કારમાંથી જ આજુબાજુ નજર કરે છે પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ ના દેખાતા તે કાર ઘર તરફ ચલાવે છે.

થોડે આગળ જતાં જ એક કાર તેની પાછળ આવતી જણાય છે. ઘણી વાર સુધી પીછો થતો દેખાતા, રોય કારની સ્પીડ વધારે છે અને પીછો કરતી ગાડી સામેથી ઓઝલ થઈ ગયો.

રોય હાથમાંથી સરકી જતાં તે કાર ચાલકને ખુબ ગુસ્સો આવે છે. તે કાર સાઈડમાં રોકી બહાર આવે છે. કારના દરવજાને જોરથી લાત મારી બંધ કરે છે અને ગુસ્સો ઉતારવા લાગે છે.થોડી જ વારમાં તે કોઈને ફોન કરે છે.

“હેલ્લો!!”

“હા બોલ! કામ થયું?”

“સોરી બોસ, એ ખૂબ શાતીર છે. નીકળી ગયો હાથમાંથી.”

“એક કામ પણ સરખું નથી થતું તારાથી. પૈસા કઈ વાતના આપું છું. જલ્દી જ એને શોધ અને મને બધી માહિતી મોકલ.”

“જી બોસ” કહે છે ત્યાં સુધીમાં સામેથી કોલ કટ થઈ જાય છે.

ગુસ્સામાં જ તે પાછળ ફરી કારનો દરવાજો ખોલવા જાય છે. પણ જેવો પાછળ ફરે છે ત્યાં જ એક સણસણતો તમાચો તેના ગાલ પર પડ્યો. આ વાર માટે તૈયાર ના હોવાના કારણે તે સિદ્ધો કાર સાથે ભટકાય છે.

“કોણ છે બે... ”બોલતા તે ઊભો થાય છે એ જોવા કે કોણે તેને માર્યો. સામે જોતાં જ તેના હોશ ઊડી જાય છે. આગળ તેના મોઢામાંથી શબ્દો જ નથી નીકળતા. તે બે ડગલા પાછળ ખસી જાય છે.

“ઓળખ્યો મને કે ઓળખાણ અપાવું?” પેલા વ્યક્તિ એ કહ્યું

“તું... તું.. તું અહીયાં!! ”

“કેમ શોક લાગ્યો?”

“હા... નહીં... મતલબ...”કહેતાં તે થોથવાય ગયો.

“ચલ આરામથી વાત કરશું ” કહેતા તે વ્યક્તિ ક્લોરોફોમ વાળો રૂમાલ તેના નાક પાસે રાખી દે છે. થોડા જ સમયમાં પેલો વ્યક્તિ બેભાન થઇ જાય છે. તેના બેભાન થતાં જ આ માણસ તેનો પોતાની કારમાં પાછળ સુવડાવી તેના હાથ બાંધે છે. અને કાર પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના થાય છે.

***

કોણ છે આ વ્યક્તિ? શા કારણ રોયની કાર નો પીછો થઇ રહ્યો છે? રોયએ ઈન્સપેકટર અજયને કુરીયર વિષે કેમ જણાવ્યું નહિ? શા માટે પેલા માણસનું અપહરણ થયું?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_