Criminal Case - 9 books and stories free download online pdf in Gujarati

ક્રિમિનલ કેસ - ભાગ 9

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ બંધાયેલી હાલતમાં બેહોશ હતો. તેના હાથ અને પગને ખુરશી પર મજબૂત દોરડાં વડે બાંધવામાં આવ્યા હતાં. થોડા સમય બાદ તે હોશમાં આવે છે. હોશમાં આવતાં જ કે તે ચારે તરફ જોવા લાગે છે. થોડા જ સમયમાં તેને ભાન થાય છે કે તેને કેવી રીતે ક્લોરોફોમ સુંધાડી બેહોશ કરવામાં આવ્યો હતો.

“હેલ્લો.... કોઈ છે અહીંયા? મને કેમ અહીં રાખ્યો છે?”

સામેથી કોઈ જવાબ ના મળતા તે પોતાના હાથ છોડાવવાની કોશિશ કરવા લાગ્યો. ધણાં પ્રયાસ કરવા છતાં તે છૂટી શક્યો નહીં. થાકીને તે તેમજ બેસી જાય છે. લગભગ અડધા કલાક પછી દરવાજો ખુલવાનો અવાજ આવે છે. એક માણસ એક થેલીમાં જમવાનું લઈને આવ્યો હતો. તેણે જમવાનું પાસેના એક ટેબલ પર મૂક્યું.

“મને અહીંયા કેમ રાખ્યો છે”

“તું જલ્દી મોઢું ખોલ એટલે હમણાં જ તને જવા દઈશ”

“મને કંઈ નથી સમજાતું તું શું બોલે છે.”

“તારો વિચાર અહિંયા જ રહેવાનો હોય તો, મને કોઈ વાંધો નથી.”

“ઓય... છોડ મને. કારણ વગર શું કામ બાંધી રાખ્યો છે?”

“ઉહૂહૂહૂ.. કારણ વગર નથી રાખ્યો. મારો પીછો કેમ કરતો હતો એના જવાબ માટે રાખ્યો છે.જો તું કોણ છે એનાથી મને કંઈ લેવાદેવા નથી. ખાલી મને નામ જણાવ કે કોણે તને મારા પર નજર રાખવા કહ્યું છે.”આ સાંભળતા જ પેલો વ્યક્તિ હસવા લાગે છે.

“કેમ..? તું ડિટેક્ટીવ છે ને? તો એટલું તો શોધી જ શકે. જા જઈને જાતે જ કારણ શોધ.”

“એતો હું શોધી જ લઈશ પણ પછી તારું શું થશે કાળુ?”કહેતા જ રોયના ચહેરા પર એક રહસ્યમય સ્મિત પથરાય છે.”

પોતાનું નામ રોયને ખબર છે એ વાત સાંભળતા જ કાળુના હોશ ઊડી જાય છે. તેના ચહેરા પર હવે ડરના ભાવ ઉપસી આવ્યાં.

“કેમ શું થયું? એ જ વિચારે છે ને, કે મને તારું નામ કંઈ રીતે ખબર પડી?”

“હા... ”કાળુ અસમંજસમાં પૂછે છે.

“ડિટેક્ટીવ છું ભાઈ.”કહી રોય હસે છે.

“ભલે તને મારું નામ ખબર હોય પણ , મને અહીંયા કોણે મોકલ્યો છે એ તને ક્યારેય ખબર નહિ પડે.”

“એ તો ખબર પડી જાશે.”

“ચાલ તારા પર એક ઉપકાર કરી દઉં. એક હિંટ આપું છું. મળે તો શોધી લેજે.”

જેલ તોડી,ભૂતકાળની એક કડી;
જે તું સમજે, તેનાથી વિપરીત ઘડી

રોય આ સાંભળી થોડા વિચારોમાં ખોવાઈ ગયો. થોડા જ સમયમાં વર્તમાનમાં આવી કાળુના હાથ ખોલી તેને ખાવાનું આપે છે. જમી લીધા બાદ તે ફરી હાથ બાંધી દે છે.
રોય દરવાજો બંધ કરી બહાર નીકળ્યો અને એક માણસને કાળુ પર ધ્યાન રાખવા કહ્યું જેથી તે ભાગી ના જાય.

રોય પોતાની કાર લઈને ઘરે પહોંચે છે. ઘણા સમય સુધી વિચાર કર્યા બાદ પણ કંઈ સમજમાં ના આવતા તે ટીવી પર ન્યુઝ જોવા લાગે છે.

***

અહીં સત્યવાન જે બંગલામાં હતો તેજ બંગલામાં આચલ અને તેના મિત્રોની રહેવાની વ્યવસ્થા કોલેજ તરફથી થઈ હતી. માટે સત્યવાન એ પોતાનો વેશ બદલ્યો. ચહેરા પર નકલી ડાઢી અને મૂછ ચિપકાવી કે તે બંગલાનો નોકર બની બધા સાથે રહેવા માટે તૈયાર થઈ ગયો.

થોડા સમય બાદ તેનો ફોન રણકે છે. પીટરનો ફોન આવ્યો હતો. તે બધા કોલેજથી નિકળી ગયા છે અને રાત સુધી પહોંચી જશે તેવા સમાચાર આપી તેણે ફોન કાપી નાખ્યો.

“આવવા દો બધા ને.. ” કહેતા તે એકલો જ હસવા લાગે છે. જેનો અવાજ આખા ઘરમાં ગુંજવા લાગે છે. ત્યાં ફરી પીટરનો ફોન તેના પર આવ્યો.

“બોલ, શું થયું પાછું?”

“બોસ! પેલા ડિટેક્ટીવ નું શું કરવાનું છે? ”

“તને કહ્યું ને તું એની ચિંતા નઈ કર. એનું હું જોઈ લઈશ.”કહી તેણે ફોન કાપી નાખ્યો.બહુ જલ્દી તું મારી સામે હોઈશ રોય. ઘણાં હિસાબ બાકી છે તારી સાથે. બધા એકસાથે ચુક્તે કરીશ. હંમેશા માટે!! કહી તે મોટેથી હસવા લાગે છે.

સત્યવાન આગળની તૈયારી કરવા બહાર નીકળી ગયો. વેશ બદલાવ્યા બાદ હવે તેને ઓળખાણ છતી થવાનો ડર નહોતો. તેથી તે આગળના પ્લાન માટે તૈયારી કરવા બહાર નીકળી જાય છે.

***

શું હશે સત્યવાનનો આગળનો પ્લાન? શું રોય પહેલી ઉકેલવામાં કામિયાબ થશે?

***

તમારા અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી. તેમજ સ્ટીકર દ્વારા પ્રોત્સાહન આપવા વિનંતી. માને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Insta ID - urvi_ misty_


બીજા રસપ્રદ વિકલ્પો